Book Title: Param Tattvani Upasana Author(s): Kalapurnsuri Publisher: Vardhaman Tattvagyan Vidyalaya Mundra View full book textPage 4
________________ આ ચારે અનુષ્ઠાનના નિરંતર અભ્યાસ દ્વારા જે આત્મા પરમાત્મા બને છે, અને મુક્તિપદને વરે છે. પ્રાથમિક કર્તવ્યરૂપ ગણાતાં દેવદર્શન, પ્રભુપૂજા, મંત્રજાપ અને અભક્ષ્યત્યાગ આદિ નિયમોના ગ્રહણ-પાલન પાછળ પણ આ જ શુભ ઉદ્દેશ રહેલો છે કે તે દેવદર્શન ઇત્યાદિ દ્વારા જીવોની યોગ્યતા વિકસે, તેમનામાં પરમાત્મા અને સદ્દગુરુ આદિ પૂજ્ય તત્ત્વો તરફ અંતરંગ પ્રીતિ અને અંતરંગ ભક્તિ ઉત્પન્ન થાય. પ્રીતિ એ પાયાની વસ્તુ છે. પ્રીતિ વિના ભક્તિ પ્રગટતી નથી, અને તે બંને વિના શાસ્ત્રનાં વચનો પ્રત્યે આદર-બહુમાન પ્રગટતા નથી; કે શાસ્ત્રવચનોના પાલનનું સામર્થ્ય પણ પ્રગટતું નથી અને શાસ્ત્રોક્ત અનુષ્ઠાનના આસેવન વિના અસંગ દશા પ્રાપ્ત થતી નથી; અસંગ દશા વિના કર્મક્ષય થતો નથી, કર્મક્ષય વિના કેવળજ્ઞાન અને મોક્ષ મળતાં નથી. માટે જ પ્રત્યેક મુમુક્ષુએ સૌથી પહેલાં આરાધ્ય તત્ત્વો પ્રત્યે પ્રીતિ અને ભક્તિ પેદા કરે તેવાં અનુષ્ઠાનોનું આદરપૂર્વક સતત સેવન કરવું જોઇએ. પરમ ગીતાર્થ જ્ઞાની મહર્ષિઓએ આ હકીકતને સમજાવતાં સંખ્યાબંધ સ્તોત્રોની રચના કરી છે. પોતાના જાતઅનુભવને શબ્દદેહ આપી અને ભક્તિયોગનું અતિશય મહત્ત્વ બતાવ્યું છે. જૈન દર્શનમાં આવશ્યક સૂત્રો તરીકે પ્રસિદ્ધ ‘લોગસ્સ’ અને ‘નમુત્થણં' વગેરે સૂત્રોમાં, તેમજ સ્તોત્રોમાં શ્રી ગણધર ભગવંતોએ જિનભક્તિનો જે અપાર મહિમા ગાયો છે અને પરમાત્મા પ્રત્યે જે ભક્તિસભર હૃદયે પ્રાર્થના પોકારી છે, તે નિમ્નોક્ત દાખલાઓથી પણ સમજી શકાય છે, તથા તેઓશ્રીએ “લોગસ્સસૂત્ર-નાસ્તવમાં ચોવીસે જિનેશ્વર ભગવંતોનાં કીર્તન, વંદન, પૂજન કરીને તેમની પાસે પરમ આરોગ્ય, બોધિલાભ અને ઉત્તમ સમાધિની યાચના કરી છે, તેમ જ એજ ગણધર ભગવંતોએ ‘નમુસ્કુર્ણ-શર્કસ્તવમાં ભાવજિન અને દ્રવ્યજિનના અદ્ભુત ગુણોનું વિશિષ્ટ રીતે વર્ણન કરવાપૂર્વક શ્રી જિનેશ્વર ભગવંતોની ભાવભરી સ્તુતિ કરી છે, અને ‘ચૈત્યસ્તવમાં સ્થાપનાદિન(જિનપ્રતિમા)નાં વંદન, પૂજન સત્કાર અને સન્માન માટે કાયોત્સર્ગ કરવાનું વિધાન કર્યું છે. એક છોક કોક કોક છોક પરમતત્ત્વની ઉપાસના * 6 el tiple times તદુપરાંત “શ્રુતસ્તવમાં જિનાગમ-જિનવચનની સ્તુતિ કરવામાં આવી છે, અને ‘સિદ્ધસ્તવમાં સિદ્ધ ભગવંતો વગેરેની સ્તુતિ કરેલી છે. આ બધાં સૂત્રોનો પ્રતિક્રમણ, દેવવંદન, ચૈત્યવંદન આદિ ક્રિયાઓમાં અહર્નિશ ઉપયોગ થાય છે. - ચૌદપૂર્વધર શ્રી ભદ્રબાહુસ્વામી પણ પાર્શ્વનાથ પ્રભુને સ્તુતિ કરતાં કહે છે કે “હે મહાન યશસ્વી શ્રી પાર્શ્વનાથ પ્રભુ ! આ રીતે મેં ભક્તિ ભરપુર હૃદયે આપની સ્તુતિ કરી છે, તો હે દેવાધિદેવ ! તેના ફળરૂપે મને ભવોભવ બોધિરત્ન આપો !'' ‘કલ્યાણમંદિર’ સ્તોત્રમાં શ્રી સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી મહારાજ પ્રભુના નામનો મહિમા બતાવતાં કહે છે : “અચિંત્ય મહિમાવંત છે ભગવાન ! આપની સ્તુતિ તો શું, આપના નામના સ્મરણમાત્રાથી પણ ભીષણે ભવભ્રમણથી જગતના જીવોનું સંરક્ષણ થાય છે.” આ રીતે અનેક સાધક મહર્ષિઓએ પરમાત્મ-પ્રીતિ અને પરમાત્મભક્તિનો અપૂર્વ મહિમા ગાયો છે અને આત્મલક્ષી સર્વ સાધનાઓની સફળતામાં પરમાત્મ-ભક્તિને અને તેમની કૃપાને જ આગળ કરી છે. - સામાન્ય લોકોને પણ પ્રેરક બની રહે તે માટે ગુજરાતી, હિન્દી વગેરે ચાલુ લોકભાષામાં પણ જિનભક્તિના અચિંત્ય મહિમાને વર્ણવતી થોકબંધ કૃતિઓ જ્ઞાની મહર્ષિઓએ રચી છે. તેમાં યોગીરાજ શ્રી આનંદઘનજી, ઉપાધ્યાય શ્રી યશોવિજયજી, શ્રીમદ્ દેવચન્દ્રજી, પંડિત શ્રી જ્ઞાનવિમલસૂરિજી આદિ મહાત્માઓની કૃતિઓ વિપુલ સંખ્યામાં ઉપલબ્ધ છે, જેનું ગાન-પાન કરીને ભાવુક આત્માઓ આ પરમાત્મપ્રીતિ અને પરમાત્મભક્તિના રસમાં તરબોળ બની વર્તમાનમાં પણ અલૌકિક આનંદ અનુભવે છે. * યોગદષ્ટિએ પ્રભુસ્તુતિનું મહત્ત્વ : પ્રભુની સ્તુતિ, ગુણસ્તવના, પ્રાર્થના પણ અધ્યાત્મયોગ છે. પ્રભુસ્મરણ, તત્ત્વચિંતન, આત્મનિરીક્ષણ આદિ શારાવિહિત જે ધર્મ-અનુષ્ઠાનો આત્માના શુદ્ધ સ્વરૂપને પ્રગટાવવાના હેતુથી કરવામાં આવે છે, તે ધર્મઅનુષ્ઠાનો અધ્યાત્મયોગ છે અને તે સર્વ પ્રકારના યોગોમાં વ્યાપક છે. મુક કથા . જો , પરમતત્વની ઉપાસના * 7 ક જો જો. જો કે જોPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 90