________________
૧૫૨
બરાબર એવી જ રીતે પાપની અનુમોદના કરનાર પાપીના પાપમાં ભાગીદાર બને છે. તેના પાપના ભાગમાં પ્રસંશક છેડે ભાગ વહેંચી લે છે. અને પુણ્યમાં અનુમોદના કરે છે તે શુભ કાર્યમાં ભાગ પડાવે છે. પરંતુ ઘણું ખરું પાપકર્મની અનુમોદના વધારે દેખાય છે. એટલા માટે જ પાપક હિંસાદિ ન કરવા પણ તેની અનુમોદના કે પ્રસંશાથી પણ પોતાની જાતને બચાવી લેવી જોઈએ. એટલા માટે પંચસૂત્ર જેવા આરાધનાના પવિત્ર સૂત્રમાં પૂજ્ય ચિરંતનાચાર્યજી મહારાજ કહે છે કે–“દુક્કડ ગરિહા, સુકડાણ સેવણું” દુષ્કૃત–એટલે જે જે મારા ખરાબ અશુભ કામ છે તે બધાંની હું ગુરૂસાક્ષીએ નિંદા કરું છું. અને જે જે શુભ સુકૃત કાર્ય છે, પુણ્ય કાર્ય છે તે બધાંની હું અનુમોદના-પ્રસંશા કરું છું. જેથી મારામાં સુકૃત-શુભ કાર્યની ભાવના જાગૃત રહે અને દુષ્કૃત પાપની વૃત્તિ શાંત થઈ જાય, નાશ પામે. કરેલાં પાપનું અભિમાન હંમેશા પાપની માત્રામાં વધારો કરે છે. દા. ત. પાપ પ્રવૃત્તિમાં માને કર્મ ૨૦ ટકા કે ૩૦ ૦ બાંધ્યા હાય પરંતુ તેની અનુમોદના, કે તે પાપની અભિમાન સૂચક વૃત્તિઓ આત્માને ખૂબ પતનના પંથે લઈ જાય છે. એટલા માટે જ સાધકે પાપના બંધ બાંધ્યા હોય તે તરત જ પ્રાયશ્ચિતની ધારામાં વહન કરી લેવું જ જોઈએ. જેવી રીતે નળના પાણીમાં કપડા ધોવાય છે, જોઈ શકાય છે તેવી રીતે આંખના આંસુથી પિતાના પાપને પેઈ શકાય છે પાપને ધોવા માટે ગંગાનું પાણી પણ ઉપયોગમાં નહીં આવે. હંમેશા પવિત્ર અને સર્વોત્તમ પાણી તે આંખના આંસુ જ છે જે પાપને ધશે. હિંસા કે અહિંસાને ભેદ પ્રભેદ
એક વાત તે સ્પષ્ટ જ છે કે હિંસા કોની કરવામાં આવે છે? જીવોની જ હિંસા થાય છે અને તેવી જ રીતે અહિંસા કેની પાળવામાં આવે છે? તે પણ જીવોની જ પાળવામાં આવે છે. એટલે જ હિંસા કે અહિંસા બંનેના કેન્દ્રમાં “વ” છે. એટલા માટે એ તે નિશ્ચિત છે કે જેટલા જીવોના પ્રકાર છે. તેટલા જ હિંસા-અહિંસાના પ્રકાર બનશે. હા! રાગાદિ કારણોથી તે પ્રકારોમાં હિંસાદિના પ્રકારની સંખ્યા જરૂર વધશે. દા.ત. જોઈએ તે જગતમાં જીવોને બે વિભાગમાં વહેચવામાં આવશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org