________________
૧૭૮
ને પકડીને તેની નાભિમાંથી કસ્તુરી કાપીને કાઢી નાખવામાં આવે છે ઘણું ખરૂં ૨૦૦૦ રૂપિયાની આસપાસ એક એક કસ્તુરીની કિંમત થાય છે. એટલે તેનું પણ ઉત્પાદન ખૂબ થાય છે. અરે, રે ! માનવીની સૌંદર્ય અભિલાષાએ કેટલી ભયંકર કુરતાનું આચરણ કરાવ્યું છે ? (૧૦) સિવેટ પ્રાણપર જુલમ –
ઈથિયોપિયા વગેરે દેશમાં કસ્તુરી મૃગને જ આકારનું સિવેટ પ્રાણી હોય છે. જેની ગ્રંથીમાંથી સિવેટ નામક સુગંધિત પદાર્થ નીકળે છે. આ પ્રાપ્ત કરવા માટે તેને પકડીને જિંદગીભર પિંજરામાં પૂરી રાખે છે, અને તેને ખૂબ સતાવવામાં આવે છે, ખૂબ જ હેરાન કરી તેના પાછળના બે પગ અને પૂંછડી પકડીને મલદ્વારની પાસેની ગ્રંથિમાંથી સિએટ કાઢવામાં આવે છે. જેને ક્રિમ અને અત્તરમાં ઉપયોગ કરવામાં આવે છે. ઘણુંખરૂં દસથી બાર વર્ષ જીવી શકે એવી રીતે સિબેટને પાંજરાની ક્રૂર યાતનામાં ત્રણ-ચાર વર્ષમાં હજારે સિબેટ મરણને શરણ થાય છે. અરે રે! માનવીની સૌંદર્ય ભૂખે, માનવ પાસે કેવાં કેવા પાપ નથી કરાવ્યા? આવી બધી અનેક વાતે અહીં બતાવવામાં આવે તે સેંકડો પાનાંઓ આ બધાં ઉપર ચિતરી શકાય અને માનવ ક્રુરતાનું હૂબહૂ વર્ણન કરી શકાય. આટલી બધી કરતા ભરી હિંસા આચરાય છે. જંગલી સૂઅર, જંગલી બકરા, લાલ પાંડે શિહેલી વગેરે અનેક પ્રાણીઓને ક્રૂરતાથી મારી નાખવામાં આવે છે. અને તેમાંથી ફેશનેબલ હટ, ટોપી, મુગટ, બ્રશ, કલગી અને પંખા વગેરે માટે પણ બતક, બગલા, શાહમૃગ વગેરે સુંદર પક્ષીઓની પણ નિર્દય રીતે કલેઆમ થાય છે. પ્રાણીજ દવાઓમાં પણ દૂર હિંસા -
સી રેગમાં આપવામાં આવતી “એસ્ટ્રોજન” નામની હેમેન જીવતી ગર્ભવતી ઘડીઓને અત્યંત ત્રાસ આપીને પ્રાપ્ત કરવામાં આવે છે. વિટામીન એ અને ડી વાળી દવાઓ જેવી કે ફેરાડેલ, શાકેફેરેલ વગેરે કડ, શાક, હેલિબટ નામની માછલીઓમાંથી બનાવવામાં આવે છે. લીવર એસ્ટ્રેકટ યુક્ત દવાઓમાં આ પદાર્થ કતલ કરેલાં પશુઓ – માંથી જ મળે છે. ડાયાબીટીસના દર્દીને આપવામાં આવતું ઈસ્યુલીન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org