________________
૧૮૭
જે ક્રિયાનું સ્વરૂપ હિંસામક દેખાય છે પરંતુ મનમાં દયાની ભાવના છે. જેવી રીતે જુઓ કે, શ્રાવક જીનમંદિરમાં શ્રી જીનેશ્વર પ્રભુની પૂજા કરે છે, પૂજાને માટે શુદ્ધિ યાને સ્નાન કરશે. પાણી ભરીને અભિષેકને માટે લાવશે, ચંદન કેસર વગેરે ઘસશે, બગીચામાંથી કૂલ લાવીને પ્રભુના ચરણમાં ચઢાવશે, ધૂપ-દીપ પ્રગટાવશે, ફળ નૈવૈદ્ય રાખીને અષ્ટ પ્રકારની પૂજા વગેરે કરશે. હવે આ બધી જ દેખાતી કિયા બાહ્ય રૂપથી હિંસાત્મક બનશે. સ્નાન કરવું, ચંદન વગેરે ઘસવું, પુષ્પ લાવવા-ચઢાવવા, ધૂપ-દીપ પ્રગટાવ વગેરે ક્રિયામાં હિંસાનું સ્વરૂપ માત્ર જોવામાં આવે છે. જ્યારે તેમાં હિંસાના ભાવને અંશ માત્ર પણ નથી. પ્રમત્તાગ કષાય વગેરે પણ નથી. ભાવ વિશુદ્ધિ ઉત્તમ પ્રકારની છે એટલા માટે અહીં સ્વરૂપ હિંસાનું નામ માત્ર દેષ સેવન છે, પરંતુ પુણ્યોપાર્જન કે નિર્જરાનું પ્રમાણ અનેક ગણું છે.
અને આમ પણ આ દ્રવ્ય પૂજા કરનાર શ્રાવક છે. શ્રાવક સ્થાવર જીવોની હિંસાને ત્યાગી તો નથી જ. તે તો તે પ્રમાણે તે કરે જ છે તે અહીં તે શુદ્ધ પ્રશરત ભાવ છે. એટલા માટે જીન પૂજા, જન મંદિરનું નિર્માણ સ્વરૂપ હિંસાથી વધારે દેજવાળું તો નથી જ. લાભ અનેક ગણે છે, કેમકે નિર્વસ પરિણામ નથી. સાધુ દ્રશ્ય પૂજા એટલા માટે નથી કરતા કારણ કે તેઓએ સર્વથા સૂકમ–શૂળ બધાં જ જોની હિંસાને ત્યાગ કર્યો છે. નાનાદિ પણ નથી કરતા. તે મહાવ્રત ધારી છે. શ્રાવક પણ શ્રેષ્ઠ વિરતિ–પૌષધમાં હોય છે ત્યારે તે પણ દ્રવ્ય પૂજા વગેરે નથી કરતા. જો કે તેમને પચ્ચફખાણ હોય છે એટલે જે પૂજા પદ્ધતિમાં ફક્ત હિંસા જ હોય છે એટલે પૂજા ન કરવી જોઈએ એ કહેવું તે અજ્ઞાન પ્રલાપમાત્ર જ છે. (૨) હેતુ હિંસા –
હેતપૂર્વક ખેતી વગેરેમાં કરવામાં આવતી હિંસા હેતુ હિંસા કહેવાય છે. . (૩) અનુબંધ હિંસા :
અંતઃકરણ (મન) માં કલુષિત-કલેશ યુક્ત પરિણામના અનુસાર નિર્દયતાપૂર્વક તીવ્ર કષાયાદિથી કહેવામાં આવતી હિંસાને અનુબંધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org