________________
૧૬૧
ત્રણ ત્રણ વર્ષના વાછરડાં ભેટમાં આપ્યા. પરિગ્રહ પરિમાણ વ્રતધારી પરમ શ્રાવક જીિનદાસ સંપૂર્ણ ધાર્મિક શ્રાવક હતા. તે બે વાછરડાના નામ શંકલ તથા કંબલ રાખ્યાં. જીનદાસ શેઠે વિચાર્યું જે હું આ વાછરડાને છેડી મૂકીશ તે બીજા લોકો તેની ખસી વગેરે કિયા કરશે, અંગોપાંગનું છેદન કરશે, ભેદન–વધ આદિ પણ કરશે, તેમને દુઃખી કરશે. આ વિચારથી જ જીવદયા પ્રતિપાલક જીનદાસ શ્રાવકે તેઓને તેમની પાસે રાખ્યાં અને દયાથી તેમનું પાલન કરવા માંડયા.
જેવું શુદ્ધ ભજન શેઠ પોતે કરતા તેવું જ સારુ ઘાસચારાનું જન, ચાર-પાણી વગેરે સમય સમય પર તેમને પણ ખવરાવતા. જનદાસ આઠમ, ચૌદશ વગેરે તિથિના દિવસે પૈષધ લઈને ધાર્મિક પુસ્તક વાંચતા, સ્વાધ્યાય કરતા તે તે બંને બળદ પણ શેઠજીના પાસે તે સાંભળવા બેસી જતા અને શેઠજી જે તિથિએ ઉપવાસ કરતા તે બંને બળદો પણ ઘાસ-ચારા પાણીને ત્યાગ કરતા, ન ખાતા અને શેઠજીની સાથે ઉપાશ્રયમાં બેસી રહેતા. તેમને પણ શેઠની ધર્મ, આરાધનામાં પુષ્કળ આનંદ આવતું હતું. આ જોઈને શેઠના મનમાં વિચાર આવે કે અરે રે ! આજ સુધી તે હું આ બંનેને સામાન્ય પશુ સમજાતે હતો પરંતુ આ તે મારા સહધમીર, સમાનધમી બંધુતુલ્ય છે. એટલે આજથી એમની સાથે ધાર્મિક બંધુ (સ્વામીભાઈ) ની માફક જ વ્યવહાર કરીશ. આમ વિચારીને શેઠ દિવસે દિવસે તેમને પ્રણામ (જય જીનેન્દ્ર) વગેરે સન્માનપૂર્વક કરવા લાગ્યા. તે બળદ હવે બધુતુલ્ય પ્રિય બની ગયા. પરસ્પર એટલા પ્રેમપૂર્વક વ્યવહારમય જીવન વ્યતીત થવા માંડયું કે આવું દષ્ટાંત તે એક પરિવારમાં પણ જેવા ન મળે, પશુ પશુ તે છે જ પરંતુ તેમને પણ પાંચ ઈન્દ્રિ છે, મન છે, બુદ્ધિ છે. ભલે થેડી બુદ્ધિ છે પણ છે જરૂર. તે તમારા પ્રેમ અને દ્વેષ બંનેને સારી રીતે સમજે છે. આ રીતે અહિંસા ભાવના જે આપણે આત્મસાત્ કરી શકીએ છીએ તે એ પણ સમજવું એટલું જ જરૂરી છે કે આપણા મનમાં સર્વ જી પ્રત્યે નિષ્કારણ પ્રેમ–મૈત્રી પ્રકટ થાય છે અને અહિંસાના સાનિધ્યમાં વર-વૈમનસ્ય પણ દૂર થઈ જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org