Book Title: Papni Saja Bhare Part 04
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 12
________________ ૧૫૧ હરણ દેખાતા જ ધેડાને તીવ્ર ગતિએ ચલાવ્યું અને નિશાન બરાબર તાકીને ધનુષ્ય પર તીર ચઢાવ્યું અને ખેંચીને તીર છેડયું. છૂટેલું તીર એક ગર્ભવતી હરણીના પેટની આરપાર નિકળી ગયું. હરણી અને તેને માસૂમ ગર્ભ તરફડી તરફડીને મરી ગયા. શ્રેણિક તેની નજીક આવ્યા જેવું આશ્ચર્ય થયું એક તીરથી બે ની હત્યા ! – હા – શું કમાલ થઈ! કેવું નિશાન તાકયું? આ રીતે પાપની પ્રસંશા. શરૂ થઈ ગઈ, એટલામાં તે અંગરક્ષક આવ્યા ને રાજાના આ પરાક્રમની અત્યંત પ્રસંશા કરી. રાજધાની રાજગૃહ ખૂબ શણગારવામાં આવ્યું. મોટા સરઘસ સાથે રાજાની શોભાયાત્રા નીકળી. રાજ દરબારમાં પણ બધાંને મગધ સમ્રાટના પરાક્રમની ગૌરવગાથા સંભભાવી. અમાત્ય નગરશેઠ–પ્રજા અને રાણીએ બધાંના પ્રસંશા-સ્તુતિના શબ્દો સાંભળતાં સાંભળતાં શ્રેણિકના મનમાં પાપકમને ગુણાકાર ચાલુ થયે. પાપની પ્રસંશા, હિંસાની પણ અનુમોદનાથી કર્મબંધ અત્યંત ગાઢ, ખૂબ દઢ, દેઢતર, દઢતમ બંધાતા ગયા. અંતે નિકાચિત થઈ ગયા. પછી શ્રેણિકને ભલે ભગવાન મહાવીરનો સંપર્ક થયે, તેમને ઉપદેશ સાંભળે, ખૂબ શ્રદ્ધા ઉત્પન્ન થઈ ધર્મરાધના કરી. આપતી વીશીમાં તીર્થકરના સ્વરૂપે ઉત્પન્ન થઈ તીર્થકર “નામ કમ” પણ બાંધ્યું, પરંતુ તેમણે નરકમાં તે જવું પડયું. પાપની અનુ મેદના ન કરો : પાપ કર્યા પછી તરત જ જે સાવધ થઈ જાવ અને પ્રાયશ્ચિત કરવાનું શરૂ કરી દે તે શક્ય છે કે પાપકર્મ શિથિલ થઈ નાશ પણ પામે. પરંતુ પાપની પ્રસંશા પાપના ગુણાકારેને વધારે છે. પાપની અનુમોદના પાપના બંધને વધુ ગાઢ બનાવે છે. દઢ-દતર અને નિકાચિત પણ કરે છે. પાપ તે કોઈ કરે છે પરંતુ તે પાપની પ્રસંશા, અનુમોદના કરવી એટલે તેના પાપને બેજ આપણા શિર પર લે. જેવી રીતે કેઈન મરતક પર વધુ વજન છે અને કેઈ તેનું વજન અધું અથવા લઈને તેનું વજન હલકું કરે છે અને પોતે તે વજન ઉઠાવી ચાલે છે.. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58