Book Title: Painnay suttai Part 3 Author(s): Punyavijay, Amrutlal Bhojak Publisher: Mahavir Jain VidyalayPage 12
________________ પ્રકાશકીય વિવેદન પદ્મ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજ સાહેબની પરંપરાના પૂજ્યપાદ વિર્ય મુનિભગવંતશ્રી જંબૂવિજયજી મહારાજ પ્રાચીન અર્ધમાગધી, પ્રાકૃત અને સંસ્કૃત ભાષાના તો મર્મજ્ઞ વિદ્વાન છે જ, સાથોસાથ અર્વાચીન ગુજરાતી, મરાઠી, અંગ્રેજી જેવી બીજી અનેક ભાષાઓના સારા અભ્યાસી છે. ભારતીય દર્શનો અને જૈન આગમોના પ્રખર અભ્યાસી આ વિભૂતિસ્વરૂપ મુનિશ્રી સંશોધન, વાંચનાદિ પ્રવૃત્તિમાં સતત અભ્યાસરત રહીને સંશોધનાદિ જ્ઞાનકાર્ય કરી શકે તે માટે મોટાં નગરો—શહેરોમાં રહેતા નથી. શંખેશ્વર આસપાસની પવિત્ર ભૂમિના નાનાં ગામોમાં જ શાંતિપૂર્વક જિનશાસનના પ્રધાન અંગભૂત જ્ઞાનની ઉપાસના કરી રહ્યા છે. તેઓશ્રીની પાસે ભારત અને વિદેશના વિદ્વાનો જ્ઞાનપ્રાપ્તિ ગોષ્ઠિ માટે અવારનવાર આવીને ધન્યતા અનુભવતા હોય છે. તેઓશ્રીના સંસારી સંબંધે વયોવૃદ્ધ માતુશ્રી પૂ॰ સાધ્વીશ્રી મનોહરશ્રીજી મહારાજના તેઓના ઉપર અપ્રતિમ ઉપકાર અને આશીર્વાદ છે, જે તેઓશ્રીના માટે પ્રેરણારૂપે સતત સહાય કરે છે. Ο આ ગ્રંથમાળાના સર્જક અને પોષક તરીકે તેઓશ્રીએ ખૂબ જ પ્રેરણા અને કિંમતી માર્ગદર્શન આપેલ છે અને આ પ્રવાહ સતત ચાલુ છે. ભગીરથ જવાબદારીભર્યું આગમ પ્રકાશનનું કાર્ય તેઓ માત્ર શાસનભક્તિની અને શ્રુતજ્ઞાનાદિ પ્રત્યેના પ્રકાશન-પ્રચારાદિની વિનમ્ર ભાવનાથી ચીવટ અને અથાગ પરિશ્રમપૂર્વક, અવિરત કરી રહ્યા છે તે ખૂબ જ અનુમોદનીય અને વંદનીય છે. બધા પ્રત્યેનો તેઓશ્રીનો આત્મીયભાવ અને ઉપકાર હંમેશ ચિરસ્મરણીય અને અનુકરણીય રહેશે. જૈન સમાજમાં વિદ્વાનો ધણા છે પરંતુ આ રીતે કેવળ શ્રુતભક્તિથી સંપૂર્ણપણે આગમગ્રંથોના સંશોધન પ્રકાશન માટે પોતાનું સંપૂર્ણ યોગદાન કરવાની ભાવના પૂ. મુનિવર્યોંમાં પણ જે ગણ્યાગાંઠયા પાસે હોય તેમાં તેઓશ્રી પ્રથમ નજર સમક્ષ તરવરી રહે છે. તેઓશ્રીની પ્રેરણા અને માર્ગદર્શનથી કાર્ય સુવ્યવસ્થિત રીતે આગળ વધી રહ્યું છે. આ યોજનાના પ્રારંભમાં પ્રજ્ઞાચક્ષુ પં. સુખલાલજી, પુરાતત્ત્વાચાર્ય જિનવિજયજી, પં. બેચરદાસ દોશી, પં. દલસુખભાઈ માલવિયા આદિ વિદ્વાનોનો સહકાર મળેલ છે. આજ સુધી અમારી ગ્રંથમાળા દ્વારા નીચે મુજબના આગમગ્રંથોનું પ્રકાશન થયેલ છે : ૨. संः पुण्यविजयो मुनि आदि : नंदिमुत्तं अणुओगद्दाराई च २. ( १ ) : आयारांगसुतं २. (२) : सुयगडंग सुत्तं जम्बू विजय मुनि जम्बू विजय मुनि संः जम्बूविजय मुनि सं: पं. बेचरदास जीवराज दोशी सं: पं. बेचरदास जीवराज दोशी सं: पं. बेचरदास जीवराज दोशी सं: पुण्यविजय मुनि आदि सं: पुण्यविजयो मुनि आदि सं: पुण्यविजय मुनि आदि રૂ. : ठाणांग सुत्तं समवायांगसुत्तं ૪. (૨) : વિયાજ્ઞવળત્તિસુત્ત માન—૨ ૪. (૨) : વિયાવળત્તિસુત્ત મગ-૨ ૪. (૩) : વિયાવળત્તિમુત્તું મા-રૂ : पण्गवणासुत्तं भाग - १ . ૨. '. : qવાસુનું માગ-૨ : સવૈયાયિપુત્ત, ઉત્તરાયાË, आवासय सुतं च ૨૭. (૨) : વાયસુત્તારૂં માગ-૨ ૨૭. (૨) : વાયપુત્તારૂં માગ-૨ Jain Education International सं: पुण्यविजयो मुनि आदि सं: पुण्यविजयो मुनि आदि ૧૧ For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 166