Book Title: Nyayamanjari Ahanika 04 05
Author(s): Jayant Bhatt, Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 274
________________ વાક્યર્થ ભાવના છે એ મત ૨૫૭ ઉપયોગ કરે છે જ્યારે લાવવા પ્રેરનાર શેઠ નોકરમાં જલાનયન માટે પ્રવૃત્તિ ઉત્પન્ન કરવા સાધન તરીકે લિ આદિના જ્ઞાનને ઉપયોગ કરે છે, મતલબ કે લિ આદિ શબ્દઘટિત વાક્ય સંભળાવી લિનું જ્ઞાન કરાવી નેકરમાં (ગ્રેષ્ય પુરુષમાં પ્રવૃત્તિને પેદા કરે છે. પાણી લાવનાર નેકર ફ્રીજ પાસે જવું, તેને ઉઘાડવું, તેમાંથી ઠંડા પાણીને બાટલે કે, પ્યાલામાં ઠંડુ પાણી રેડવું વગેરે રીતને અપનાવે છે જ્યારે પ્રેરણ કરનાર શેઠ “પાણી લાવવું જરૂરી છે' એવું પ્રાગટ્યજ્ઞાન નોકરને થાય એવી રીત અપનાવે છે. ઉપદ્યમાન ફળની ઉત્પત્તિને જનક એ ઉત્પાદકને વ્યાપાર ભાવના કહેવાય છે. આથી, ઉત્પદ્યમાન પ્રવૃત્તિની ઉત્પત્તિને જનક એવો ઉત્પાદકને (અહીં ઉત્પાદક પ્રવર્તક= પ્રવયિતા છે) પ્રેરણા નામના વ્યાપાર ભાવના કહેવાય. તે જ રીતે ઉત્પદ્યમાન આનયનરૂપ ફળની ઉત્પત્તિને જનક એ ઉત્પાદકને (અહીં ઉત્પાદક વિજય પુરુષ છે | પ્રવૃત્તિરૂપ વ્ય પાર પણ ભાવના કહેવાય. આમ પ્રેરણા વ્યાપાર અને પ્રવૃત્તિ વ્યાપાર બંને ભાવના કહેવાય. હવે આ જ પ્રમાણે તિર મેન an ad' વગેરે વૈદિક વાક્યો લે. અહીં ‘તમાં અન્ન ધાતુ ઉપરને જે તે પ્રત્યય છે તે લિડર તરીકે પ્રેરણાને વાચક છે તથા તે જ a પ્રત્યય લકાર ( = આખ્યાત સામાન્ય ) તરીકે પ્રેરણજન્ય પ્રવૃત્તિને વાચક છે. પરંતુ લેમાં અને વેદમાં ફરક આટલે જ છે કે લેકમાં ‘મ્ | ” જેવા લોકિક વાકાને. પ્રયોક્તા પુરુષ હોવાથી પ્રેરણા વ્યાપાર પ્રવર્તક પુરુષમાં હોય છે, ‘નમ્ માનવ” એ વાક્યને પ્રયુક્તા પુરુષ ( = શેઠ ! જ પ્રવર્તક છે; લેકમાં પ્રેરણારૂપ વ્યાપાર વાકયપ્રક્તા પુરુબમાં છે, જ્યારે વેદમાં “ચેતિણોમેન સ્વામી ત” જેવાં વૈદિક વાકયોને પ્રોક્તા પુરુષ ન હોવાથી, અર્થાત વેદ અનાદિ હેઈ અપષય હોવાથી, લિડ આદિ શબ્દમાં જ પ્રેરણારૂપ વ્યાપારને તાદાત્મસંબધથી અભિધારૂપે મીમાંસક સ્વીકારે છે. આથી આ પ્રેરણારૂપ વ્યાપારને તેઓ શાબ્દી ભાવના તરીકે ઓળખે છે. આખ્યાત સામાન્ય તરીકે લિથી વાચ પુરુષપ્રવૃત્તિ, જે શબ્દભાવનાજન્ય ( = પ્રેરણુખ્ય વ્યાપારજન્ય છે, તેને તેઓ આથીભાવના કહે છે, કારણ કે તે અર્થન = પ્રયોજન ને લઈ થનારી હોય છે. પ્રજનની ઇચ્છાથી પેદા થએલે ક્રિયવિષયક એક પ્રકારને જે વ્યાપાર તે આથી ભાવના કહેવાય. aહામો જેમાં પ્રયજન સ્વગરૂપ ફળ છે. તે સ્વર્ગની ઇચ્છાથી ( = રાગથી) પેદા થયેલે, સ્વગરૂપ ફળનું સાધન એવી યાગાદિક્રિયા જેનું કર્મ ( = વિષય) છે એ પુરુષપ્રવૃત્તિરૂપ વ્યાપાર તે આ ભાવના. જો કે શાબ્દી ભાવનાને ( = પ્રેરણા વ્યાપારને ) પણ પ્રવૃત્તિરૂપ પ્રોજન (= ફળ) છે છતાં જે સુખરૂપ હોય તે જ મુખ્ય ફળ ગણવ, નહીં કે તેનાં સાધને પણ; એ દૃષ્ટિએ સુખરૂપ સ્વર્ગાદિ ળની જનક પ્રવૃત્તિને જ તેઓ “અભાવના” શબ્દથી ઓળખે છે. અથવા, પુરુષ વગેરે અર્થમાં રહેતી હોવાથી પ્રવૃત્તિ આથીભાવના તરીકે ઓળખાય છે. ભાવના સાથ, સાધન અને ઇતિકર્તવ્યતા એ ત્રણ અંશથી યુક્ત હોય છે આથી, તિરે મેન ભવામાં થત’ એ ઠેકાણે શબ્દભાવના નીચે પ્રમાણે ત્રણ અંશથી યુક્ત છે. પુરુષપ્રવૃત્તિરૂપ અર્થભાવના સાપ્ય તરીકે, લિડ આદિનું જ્ઞાન સાધન તરીકે અને અર્થવાદથી જન્ય પ્રાણસ્યજ્ઞાન ઇતિક યતા તરીકે શબ્દભાવના સાથે અન્વિત થાય છે. તે જ રીતે આ જ વાકયમાં અર્થભાવને પણ ત્રણ અંશોથી યુક્ત છે. સ્વર્ગ સાધ્ય તરીકે, યાગ સાધન તરીકે અને પ્રયાજ વગેરે અંગસમૂહ ઇતિકર્તવ્યતા તરીકે અથંભાવના સાથે અન્વિત થાય છે. ]

Loading...

Page Navigation
1 ... 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332