Book Title: Nyayamanjari Ahanika 04 05
Author(s): Jayant Bhatt, Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 311
________________ ૨૯૪ ફ્લપ્રવર્તકત્વવાદી અને નિયોગવાક્ષાર્થવાદી વચ્ચે વિવાદ | થ છે ' 279. નિયોગવાક્ષાર્થવાદી–ત્યાં આમ થાય નિયોગસિદ્ધિ એ આક્ષિપ્તફલસિદ્ધિ છે. વિષય વગેરે અનુબંધથી વિશિષ્ટ નિયોગ અનુચ્છે છે. ત્યાં જેમ તે તે કારચક્ર અને ક્રિયા કલાપ વિના સંપત્તિ ન પામતે નિયોગ તે તે કારચક્ર અને ક્રિયાકલાપને આક્ષેપ કરે છે, તેમ અધિકારાનુબંધરહિત પણ તે સંપત્તિ ન પામતે અધિકારને પણ આક્ષેપ કરે છે, અને આ જે અધિકારાનુબ ધને આક્ષેપ છે તે જ આ ફલાક્ષેપ છે. વિધિ ખરેખર ફલાક્ષેપ કરતે નથી એ તો અમે કહ્યું છે (અધિકારાનુબંધના આક્ષેપથી જુદે ફલાક્ષેપ નથી અધિકારીનુબંધને આક્ષેપ એ જ ફલાક્ષેપ છે. અર્થાત ખરેખર અધિકારાનુબંધને આક્ષેપ જ વિધિ કરે છે, ને આક્ષેપ વિધિ કરતું નથી.) 280. dયુમ્ | यो हि येन विना कामं न सिद्ध्येत् स तमाक्षिपेत् । नियोज्यमात्राक्षेपे तु नियोगो न फलात्मकः ॥ नियोज्यश्चण्डालस्पर्शेनेव स्वर्गकामनोत्पादमात्रेण नियोज्यतां प्रतिपन्न इति कथं नियोज्याक्षेप एव फलाक्षेपः ? । ननु च वर्गकामोऽत्र नियोज्यो नान्यथा भवेत् । यदि स्वर्गस्य सम्पत्तिं नाधिगच्छेत् स्वकर्मणः ।। 280. પ્રવર્તકવાદી– આ મત બરાબર નથી. જે જેના વિના ખરેખર સિદ્ધ ન થતો હોય તે તેને આક્ષેપ કરે. જે નિયોજ્ય પુરુષને =અધિકારાનુબંધનો) જ માત્ર આક્ષેપ થતો હોય તે નિયોગ ફેલાત્મક નથી. જેમ [જાણતાં કે અજાણતા] ચાંડાલને સ્પર્શ થતાં સ્નાનને અધિકાર (નિયોજ્યતા પ્રાપ્ત થાય છે તેમ સ્વર્ગની કામના ઉત્પન્ન થવા માત્રથી જ યાગને અધિકાર ( નિયોજ્યતા પ્રાપ્ત થાય છે, એટલે નિયોજ્યને આક્ષેપ જ ફળને આક્ષેપ કેવી રીતે બને ? અન્યથા અર્થાત જે સ્વર્ગકામ પુરા પિતાના કર્મથી સ્વર્ગની સંપત્તિ ન પામતે હોય તે તે સ્વર્ગકામ પુરુષ નિયોજ્ય ન બને. 281. નૈતવમ –. नरेच्छामात्रमेवेदं न शब्दस्त्वियति क्षमः । नियोज्यः स्वर्गकामो हि भवेज्जीवनवानिव ।। 251. નિયોગવાક્ષાર્થવાદી ના, એમ નથી. આ નિયોજ્યત્વ (=અધિકારીપણું) પુરુષની ઇચ્છા ઉપર જ આધાર રાખે છે, ફળપ્રાપ્તિ ઉપર આધાર રાખતું નથી. “સ્વર્ગકામ' શબ્દ આટલે સુધી સમર્થ નથી- અર્થાત તે સ્વર્ગેચ્છાને જ માત્ર જણાવે છે, સ્વર્ગોત્પત્તિને જણવવા તે સમર્થ નથી. “જીવનવાળા (પુરુષ) યજે’ એમાં પુરુષનું વિશેષણ ‘જીવનવાળે” નિયોજ્યને આક્ષેપ કરે છે. અહીં જીવન સાધ્ય ન હોવા છતાં તે નિયોજ્યને આક્ષેપ કરે છે. તેવી જ રીતે સ્વર્ગકામના પણ સાધ્ય ન હોવા છતાં નિયોજ્યને આક્ષેપ કરે છે

Loading...

Page Navigation
1 ... 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332