Book Title: Nyayamanjari Ahanika 04 05
Author(s): Jayant Bhatt, Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad
View full book text
________________
પ્રતિભા વાકયાર્થ છે એ મતની પરીક્ષા
प्रतिभा खलु विज्ञानं तच्च शब्देन जन्यते ।
न तु शब्दस्य विषयो रूपधीरिव चक्षुषः ।। बाह्यस्य विषयस्याभावात् सैव विषय इति चेत्, न, तस्य समर्थितत्वात् । योऽपि 'व्याघ्र आयातः' इत्युक्ते शूरकातरनराधिकरणनानाप्रकारकार्योत्पादः, स बाह्येऽर्थे व्याघ्रागमनादौं प्रतिपन्ने वासनानुसारेण भवन् न प्रतिभामात्रहेतुको भवति । तस्य हि ज्ञायमानोऽर्थः कारणं, न तज्ज्ञानमात्रम् । अर्थस्तदानीं नास्तीति चेत , विप्रलम्भकवाक्यमिदम् असत्यार्थ भविष्यति, न त्वबाह्यविषयम् तत् । यथाऽवहिते वनितात्मनि बाह्येऽर्थे वासनानुसारेण कुणप इति कामिनीति भक्ष्यमिति प्रतिभा भवन्ति, तथा शब्दार्थेऽपि व्याघ्रागमनेऽवगते शूराणामुत्साहः कातराणां भयमित्यादि कार्य भवति । न त्वेतावता प्रतिभा शब्दार्थो भवितुमर्हति । तस्मात् वाक्यप्रयोजनत्वेन वा यदि प्रतिभा वाक्यार्यः कथ्यते, कथ्यतां नाम, न त्वसौ शब्दस्याभिधेया। अनभिधेयाऽपि संसर्गवद्वाक्यार्थ इति चेत्, तत्राप्युक्तम् संसृष्टा अर्था वाक्यार्थः, न संसर्गः, एवमिहापि प्रतिभान्तोऽर्थाः वाक्यार्थः, न प्रतिभेति । शब्दस्य च प्रत्यक्षवत् वर्तमानार्थनिष्ठत्वाभावाद् अनागताधर्थाभिधायिनोऽर्थासन्निधानेन प्रतिभापरत्वम् यदुच्यते तदप्ययुक्तम् , अनागतादिविषयत्वेऽपि तस्यार्थविषयत्वं प्रसाधितमिति कृतं विस्तरेण ।
315. બીજાઓ પ્રતિભાને વાયાર્થ તરીકે ઇચ્છે છે. સંસર્ગસંબંધનું જ્ઞાન વાક્યર્થ છે એવા પક્ષના નિરાકરણ દ્વારા આ પક્ષ પહેલેથી જ નિરસ્ત થઈ ગયો છે. પ્રતિભા વિજ્ઞાન છે. તે પ્રતિભારૂપ વિજ્ઞાન શબ્દથી ઉત્પન્ન થાય છે પણ શબ્દને વિષય નથી જેમ રૂપજ્ઞાન ચક્ષુથી ઉત્પન્ન થાય છે પણ ચક્ષને વિષય નથી તેમ બાહ્ય વિષયને અભાવ હોવાથી વિજ્ઞાન જ શબ્દને વિષય છે એમ જે કહે તે અમે કહીશું કે ના, તે બરાબર નથી, કારણ કે બાહ્ય વિષયનું અમે સ ર્થન કર્યું છે. “વાઘ આવ્યો’ એમ કહેવામાં આવતાં તે સાંભળનાર શૂર, કાયર નરેમાં જે જુદા જુદા પ્રકારનાં કાર્યો પેદા થાય છે તે કાર્યો વાધઆગમન આદિ બાહ્ય અર્થ જ્ઞાત થયા પછી વાસના અનુસાર પિદા થાય છે, એટલે એ કાર્યોની ઉત્પત્તિનું કારણ પ્રતિભામાત્ર =વિજ્ઞાનમાત્ર) નથી. તે કાર્યોની ઉત્પત્તિનું કારણ તે જ્ઞાત થત અર્થ છે અને નહિ કે તે અર્થનું જ્ઞાનમાત્ર. [જ્યારે કહેવામાં આવે છે કે “વાઘ આવ્યો” ત્યારે વાઘઆગમનરૂપ બાહ્ય અર્થ જે ન હોય તે છેતરનાર માણસના આ વાક્યને અર્થ અસત્ય છે, પરંતુ તે વાક્યને બાહ્ય વિષય નથી એમ નહિ. જેમ વનિતારૂપ બાહ્ય અર્થનું જ્ઞાન થતાં વાસના અનુસારે “આ અસ્પૃશ્ય શરીર છે “આ ભેગને વિષય છે, “આ ભક્ષ્ય છે' એવાં જ્ઞાન ( પ્રતિભાઓ જન્મે છે તેમ શબ્દાર્થરૂપ વાઘઆગમન જ્ઞાત થતાં શૂરને ઉત્સાહ કાયરને ભય વગેરે કાર્યો ઉત્પન્ન થાય છે. પરંતુ એટલામાત્રથી પ્રતિભા શબ્દાર્થ (=વાક્યાર્થ) બનવા યોગ્ય નથી. તેથી, વાક્યના પ્રયોજનરૂપે જે પ્રતિભાને વાક્યર્થ કહેતા

Page Navigation
1 ... 327 328 329 330 331 332