Book Title: Nyayamanjari Ahanika 04 05
Author(s): Jayant Bhatt, Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 327
________________ ૩૧૦ ફળ વાક્યા છે એ તૈયાયિક મત 311. શંકાકાર- ફળ પણ પુરુષ માટે છે એટલે પુરુષ પ્રધાન બને. યાયિક- એમ નથી, ફળ સુખાત્મક હોઈ પુરુષરૂપ આશ્રયમાં હોય છે, કારણ કે સુખ વગેરે આત્માના ગુણે છે. એટલા માત્રથી પુરુષ પ્રધાન નથી. પુરુષ પોતે પણ ફળ માટે જ પ્રયત્ન કરે છે. ભાવના એ ફલનિક જ [પુરુષને પ્રવૃત્તિરૂપ વ્યાપાર છે. ફળ વિના નિયોગનું પણ પ્રવકત્વ નથી એ અમે જણાવી ગયા છીએ. કેવળ ક્રિયાનું વાક્યા હોવાપણું અમે નિરસ્ત કર્યું છે. તેથી, ફળ સાધ્ય હોવાથી, તેને સર્વત્ર અત્યાગ હોવાથી અને ક્રિયા વગેરે તેને માટે હવાથી, ફળને વાક્યર્થ તરીકે અમે ઇચ્છીએ છીએ. ____ 312. ननु फलस्य स्वर्गादे: निसर्गतः सिद्धरूपत्वात् कारकैः सह सम्बन्धो न प्राप्नोति । सिद्धस्य च कः संबन्धः ? क्रियागर्भ इति चेत् तर्हि फलमपि कारकाण्यपि क्रियया सम्बध्यन्ते, को विशेषः ? सत्यम् , परं तु कारकाणि साधनत्वेन, फलं तु साध्यत्वेन । क्रियया हि फलं साध्यते, न फलेन क्रियेत्यतः फलस्यैव प्राधान्यमिति सिद्धम् । - 312. શંકાકાર સ્વગ વગેરે ફળ સ્વાભાવિકપણે સિદ્ધરૂપ હોઈ કારકે સાથે ફળ સંબંધ પામતું નથી. સિદ્ધને કયો સંબંધ હોય ? જે કહે કે ક્રિયાગભ =ક્રિયા પર આધારિત) સંબંધ, તે ફળ પણ અને કારકે પણ ક્રિયા સાથે સંબંધ ધરાવે છે, તે પછી ફળને કિયા સાથેના સંબંધ અને કરકેના ક્રિયા સાથેના સંબંધ વચ્ચે શું ફરક? નૈયાયિક તમારી વાત સાચી, પરંતુ કારક સાધનરૂપે અને ફળ સાધ્યરૂપે ક્રિયા સાથે સંબંધ ધરાવે છે. ક્રિયા વડે કળ સાધ્ય બને છે, ફળ વડે ક્રિયા સાધ્ય બનતી નથી, એટલે ફળનું જ પ્રાધાન્ય છે એ સિદ્ધ થયું. _313. અન્યોતિવિવિત ઉa થર્મ ___ द्वाक्यार्थभावमुपयाति पदार्थपुञ्जः । एतच्च चेतसि निधाय ततो न भिन्न वाक्यार्थमभ्यधित कञ्चन सूत्रकारः ।। प्राधान्ययोगादथ वा फलस्य वाक्यार्थता तत्र सतां हि यत्नः । प्रयोजनं सूत्रकृता तदेव प्रवर्तकत्वेन किलोपदिष्टम् ॥ 313. અન્ય સંસર્ગ સંબંધથી વિશેષિત પદાર્થોને સમુદાય જ વાકયાર્થપણું પામે છે. આ વસ્તુ મનમાં ધારીને પદાર્થથી પૃથફ કઈ વાકયાથ સૂત્રકાર ગૌતમે કહ્યો નથી. અથવા, ફળનું પ્રાધાન્ય હેવાથી ફળ વાક્યર્થ છે, ફળને માટે જ સજજને પ્રયત્ન કરે છે. ફળ એ જ પ્રયોજન છે. સૂત્રકાર ગૌતમે પ્રયજન પ્રવર્તક છે એમ ઉપદેશ આપે છે.

Loading...

Page Navigation
1 ... 325 326 327 328 329 330 331 332