Book Title: Nyayamanjari Ahanika 04 05
Author(s): Jayant Bhatt, Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 318
________________ ફલપ્રવર્તકત્વવાદી અને નિયોગવાક્ષાર્થવાદી વચ્ચે વિવાદ ૩૦૧ सम्पादनद्वारकं तु तत् । तस्मात् स्वप्रीतिरेव प्रवर्ति का । प्रयोक्त्राशयस्य च प्रवर्तकत्वे वेदार्थप्रयोक्त्राशयानवधारणादप्रवृत्तिरेव प्राप्नोति । तस्मात् फलमेव प्रवर्तकम् । 292. કેટલાક કહે છે કે, પ્રયોક્તાને આશય (=ઈચ્છા પ્રવર્તક છે, કારણ કે જેની આરાધના કરવાથી કંઈ મળતું નથી એવા પુરુષના વચનથી કોઈ પ્રવૃત્તિ કરતે દેખાતું નથી. જેની આરાધના કરવાથી પિતાનું કાર્ય પાર પડે એવો તે પુરુષ કંઈ બેલતે પણ ન હોય તે પણ તેનાં ભ્રભંગ વગેરે ઉપરથી તેને આશય (=ઈચ્છા) જાણી માણસ તેના આશયને અનુકૂળ પ્રવૃત્તિ કરે છે. આ મત પણ યોગ્ય નથી, કારણ કે પ્રયોકતાના આશયનું ભ્રભંગ વગેરે ઉપરથી અનુમાન કરી પોતાને સ્વાર્થ સાધવાની સંભાવના હોય તે જ પ્રયોકતાના આશયને અનુરૂપ પ્રવૃત્તિ માણસ કરે છે, “પ્રયોતાને જ સુખ થાઓ” એમ વિચારી માણસ પ્રયોકતાના આશયને અનુરૂપ પ્રવૃત્તિ કરતા નથી. પ્રયોકતાનું સુખ પિતાના સુખને હેતુ છે માટે તેને માણસ ઈચ્છે છે, કેવળ પ્રયોતાના સુખને ખાતર જ પ્રયોકતાના સુખને માણસ ઈચ્છતે. નથી. સકલ પ્રાણીઓના હિતની જેણે પ્રતિજ્ઞા કરી છે તે બુદ્ધ પણ સ્વાર્થને ખાતર પરાર્થને સાધે છે; પરાર્થના સંપાદન દ્વારા સ્વાર્થનું સંપાદન થાય છે. તેથી પિતાનું સુખ જ પ્રવર્તક છે. પ્રયોકતાનો આશય (=ઈચ્છા) પ્રવર્તક હોય તે વિદાર્થરૂપ પ્રયોકતાના આશયને નિશ્ચય થતું ન હોવાથી અપ્રવૃત્તિ જ પ્રાપ્ત થાય. વિદ્યાર્થરૂપ પ્રયોકતા નિત્ય હોય તે તેને આશય હોય જ નહિ, પરિણામે આશયને અનિશ્ચય પ્રાપ્ત થાય. વેદાર્થરૂપ પ્રયોકતા અનિત્ય હોય તે “જ્યોતિષ્ઠોમ આદિ કર્મ લેકે કરે’ એ પ્રકારને તેને આશય હેય પરંતુ લે કે જ્યોતિબ્દોમ આદિ કર્મ ન કરે તે વેદની આજ્ઞાને ભંગ થવાથી વેદ સ્વામીની જેમ કેપે છે એ નિશ્ચય થતું નથી.] તેથી, ફળ જ પ્રવર્તક છે. 293. यत् पुनः फलस्य प्रेरकत्वे दूषणमभ्यधायि सिद्धासिद्धविकल्पानुपपत्तेरिति तदप्ययुक्तम् , इच्छाविषयीकृतस्य प्रवर्तकत्वाभ्युपगमात् । असिद्धे कथं कामनेति चेत्, असिद्धत्वादेव । इदानीं च तदसिद्धं, नैकान्तासिद्धस्वरूपमेव खपुष्पवत् । सुखे दुःखनिवृत्तौ वा पुंसां भवति कामना । ___न पुनर्योमपुष्पादि कश्चित् कामयते नरः ।। 293. વળી, ફળ પ્રેરક છે એ મતમાં “આ મત અયોગ્ય છે, કારણ કે સિદ્ધ ફળ કે અસિદ્ધ ફળ એ બેય વિકલ્પ ઘટતા નથી' એવું જે પણ તમે જણાવ્યું તે બરાબર નથી, કારણ કે ઇચ્છાને વિષય બનેલા ફળને પ્રવર્તક તરીકે અમે સ્વીકાર્યું છે. નિયોગવાક્ષાર્થવાદી- અસિદ્ધની ઈચ્છા કેમ થાય? ફલપ્રવર્તકવાદી અસિદ્ધ હેવાને કારણે જ. અત્યારે તે અસિદ્ધ છે, જેમ આકાશ કુસુમ એકાન્તપણે અસિદ્ધ સ્વરૂપવાળું છે તેમ તે એકાન્તપણે અસિદ્ધ સ્વરૂપવાળું નથી. સુખ પ્રાપ્ત કરવાની અને દુઃખ દૂર કરવાની પુરુષોને ઈચ્છા હોય છે, પરંતુ આકાશકુસુમને કોઈ પુરુષ ઈછત નથી,

Loading...

Page Navigation
1 ... 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332