________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
जीव उपयोगमयः उपयोगो ज्ञानदर्शनं भवति। ज्ञानोपयोगो द्विविध: स्वभावज्ञानं विभावज्ञानमिति।। १० ।।
अत्रोपयोगलक्षणमुक्तम्।
आत्मनश्चैतन्यानुवर्ती परिणामः स उपयोगः। अयं धर्मः। जीवो धर्मी। अनयोः सम्बन्धः प्रदीपप्रकाशवत्। ज्ञानदर्शनविकल्पेनासौ द्विविधः। अत्र ज्ञानोपयोगोऽपि स्वभावविभावभेदाद् द्विविधो भवति। इह हि स्वभावज्ञानम् अमूर्तम् अव्याबाधम् अतीन्द्रियम् अविनश्वरम्। तच्च कार्यकारणरूपेण द्विविधं भवति। कार्यं तावत् सकलविमलकेवलज्ञानम्। तस्य कारणं परमपारिणामिकभावस्थितत्रिकालनिरुपाधिरूपं सहजज्ञानं स्यात्। केवलं विभावरूपाणि ज्ञानानि त्रीणि कुमतिकुश्रुतविभङ्गभाञ्जि भवन्ति। एतेषाम् उपयोगभेदानां ज्ञानानां भेदो वक्ष्यमाणसूत्रयोर्द्वयोर्बोद्धव्य इति।
અવયાર્થ: નીવડ] જીવ [ ૩૫યોમય:] ઉપયોગમય છે. [૩પયોT:] ઉપયોગ [ જ્ઞાનવર્શન મવતિ] જ્ઞાન અને દર્શન છે. [ જ્ઞાનોપયોT: દ્વિવિધ: ] જ્ઞાનોપયોગ બે પ્રકારનો છે : [ સ્વભાવજ્ઞાન] સ્વભાવજ્ઞાન અને [ વિમાવજ્ઞાનમ્ તિ] વિભાવજ્ઞાન.
ટીકા:-અહીં (આ ગાથામાં) ઉપયોગનું લક્ષણ કહ્યું છે.
આત્માનો ચૈતન્ય-અનુવર્તી (ચૈતન્યને અનુસરીને વર્તનારો) પરિણામ તે ઉપયોગ છે. ઉપયોગ ધર્મ છે, જીવ ધર્મી છે. દીપક અને પ્રકાશના જેવો એમનો સંબંધ છે. જ્ઞાન અને દર્શનના ભેદથી આ ઉપયોગ બે પ્રકારનો છે (અર્થાત્ ઉપયોગના બે પ્રકાર છે : જ્ઞાનોપયોગ અને દર્શનોપયોગ). આમાં જ્ઞાનોપયોગ પણ સ્વભાવ અને વિભાવના ભેદને લીધે બે પ્રકારનો છે (અર્થાત જ્ઞાનોપયોગના પણ બે પ્રકાર છે : સ્વભાવજ્ઞાનોપયોગ અને વિભાવજ્ઞાનોપયોગ). તેમાં સ્વભાવજ્ઞાન અમૂર્ત, અવ્યાબાધ, અતીન્દ્રિય અને અવિનાશી છે, તે પણ કાર્ય અને કારણરૂપે બે પ્રકારનું છે (અર્થાત સ્વભાવજ્ઞાનના પણ બે પ્રકાર છે : કાર્યસ્વભાવજ્ઞાન અને કારણસ્વભાવજ્ઞાન ). કાર્ય તો સકળવિમળ (સર્વથા નિર્મળ ) કેવળજ્ઞાન છે અને તેનું કારણ પરમ પરિણામિકભાવે રહેલું ત્રિકાળનિરપાધિરૂપ સહજજ્ઞાન છે. કેવળ વિભાવરૂપ જ્ઞાનો ત્રણ છે : કુમતિ, કુશ્રુત અને વિભંગ.
આ ઉપયોગના ભેદરૂપ જ્ઞાનના ભેદો, હવે કહેવામાં આવતાં બે સૂત્રો દ્વારા (૧૧ ને ૧૨ મી ગાથા દ્વારા) જાણવા.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com