Book Title: Niyamsara
Author(s): Kundkundacharya, Himmatlal Jethalal Shah
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 341
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૩૧૪] નિયમસાર [ ભગવાનશ્રીકુંદકુંદ (અનુકુમ ) "यथावद्वस्तुनिर्णीतिः सम्यग्ज्ञानं प्रदीपवत्। तत्स्वार्थव्यवसायात्म कथंचित् प्रमितेः पृथक्।।" अथ निश्चयपक्षेऽपि स्वपरप्रकाशकत्वमस्त्येवेति सततनिरुपरागनिरंजनस्वभावनिरतत्वात्, स्वाश्रितो निश्चयः इति वचनात्। सहजज्ञानं तावत् आत्मनः सकाशात् संज्ञालक्षणप्रयोजनेन भिन्नाभिधानलक्षणलक्षितमपि भिन्नं भवति न वस्तुवृत्त्या चेति, अतःकारणात् एतदात्मगतदर्शनसुखचारित्रादिकं जानाति स्वात्मानं कारणपरमात्मस्वरूपमपि जानातीति। तथा चोक्तं श्रीमदमृतचंद्रसूरिभि: “[ શ્લોકાર્ચ- ] વસ્તુનો યથાર્થ નિર્ણય તે સમ્યજ્ઞાન છે. તે સમ્યજ્ઞાન, દીવાની માફક, સ્વના અને (પર) પદાર્થોના નિર્ણયાત્મક છે તથા પ્રમિતિથી (જ્ઞતિથી) કથંચિત્ ભિન્ન હવે “સ્વાશ્રિતો. નિશ્ચય: (નિશ્ચય સ્વાશ્રિત છે)' એવું (શાસ્ત્રનું ) વચન હોવાથી, ( જ્ઞાનને) સતત *નિરુપરાગ નિરંજન સ્વભાવમાં લીનપણાને લીધે નિશ્ચયપક્ષે પણ સ્વપરપ્રકાશકપણું છે જ. (તે આ પ્રમાણે) સહજજ્ઞાન આત્માથી સંજ્ઞા, લક્ષણ અને પ્રયોજનની અપેક્ષાએ ભિન્ન નામ અને ભિન્ન લક્ષણથી (તેમ જ ભિન્ન પ્રયોજનથી) ઓળખાતું હોવા છતાં વસ્તુવૃત્તિએ (અખંડ વસ્તુની અપેક્ષાએ ) ભિન્ન નથી; આ કારણને લીધે આ (સહજજ્ઞાન ) આભગત (આત્મામાં રહેલાં) દર્શન, સુખ, ચારિત્ર વગેરેને જાણે છે અને સ્વાત્માનેકારણ પરમાત્માના સ્વરૂપને-પણ જાણે છે. (સહજજ્ઞાન સ્વાત્માને તો સ્વાશ્રિત નિશ્ચયનયથી જાણે જ છે અને એ રીતે સ્વાત્માને જાણતાં તેના બધા ગુણો પણ જણાઈ જ જાય છે. હવે સહજજ્ઞાને જે આ જાણ્યું તેમાં ભેદઅપેક્ષાએ જોઈએ તો સહજજ્ઞાનને માટે જ્ઞાન જ સ્વ છે અને તે સિવાયનું બીજું બધું-દર્શન, સુખ વગેરે-પર છે; તેથી આ અપેક્ષાએ એમ સિદ્ધ થયું કે નિશ્ચયપક્ષે પણ જ્ઞાન સ્વને તેમ જ પરને જાણે છે.) એવી રીતે (આચાર્યદેવ) શ્રીમદ્ અમૃતચંદ્રસૂરિએ (શ્રી સમયસારની આત્મખ્યાતિ નામની ટીકામાં ૧૯૨ મા શ્લોક દ્વારા ) કહ્યું છે કે - * નિપરાગ = ઉપરાગ રહિત; નિર્વિકાર. Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402