________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૩૧૪]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
(અનુકુમ ) "यथावद्वस्तुनिर्णीतिः सम्यग्ज्ञानं प्रदीपवत्। तत्स्वार्थव्यवसायात्म कथंचित् प्रमितेः पृथक्।।"
अथ निश्चयपक्षेऽपि स्वपरप्रकाशकत्वमस्त्येवेति सततनिरुपरागनिरंजनस्वभावनिरतत्वात्, स्वाश्रितो निश्चयः इति वचनात्। सहजज्ञानं तावत् आत्मनः सकाशात् संज्ञालक्षणप्रयोजनेन भिन्नाभिधानलक्षणलक्षितमपि भिन्नं भवति न वस्तुवृत्त्या चेति, अतःकारणात् एतदात्मगतदर्शनसुखचारित्रादिकं जानाति स्वात्मानं कारणपरमात्मस्वरूपमपि जानातीति।
तथा चोक्तं श्रीमदमृतचंद्रसूरिभि:
“[ શ્લોકાર્ચ- ] વસ્તુનો યથાર્થ નિર્ણય તે સમ્યજ્ઞાન છે. તે સમ્યજ્ઞાન, દીવાની માફક, સ્વના અને (પર) પદાર્થોના નિર્ણયાત્મક છે તથા પ્રમિતિથી (જ્ઞતિથી) કથંચિત્ ભિન્ન
હવે “સ્વાશ્રિતો. નિશ્ચય: (નિશ્ચય સ્વાશ્રિત છે)' એવું (શાસ્ત્રનું ) વચન હોવાથી, ( જ્ઞાનને) સતત *નિરુપરાગ નિરંજન સ્વભાવમાં લીનપણાને લીધે નિશ્ચયપક્ષે પણ સ્વપરપ્રકાશકપણું છે જ. (તે આ પ્રમાણે) સહજજ્ઞાન આત્માથી સંજ્ઞા, લક્ષણ અને પ્રયોજનની અપેક્ષાએ ભિન્ન નામ અને ભિન્ન લક્ષણથી (તેમ જ ભિન્ન પ્રયોજનથી) ઓળખાતું હોવા છતાં વસ્તુવૃત્તિએ (અખંડ વસ્તુની અપેક્ષાએ ) ભિન્ન નથી; આ કારણને લીધે આ (સહજજ્ઞાન ) આભગત (આત્મામાં રહેલાં) દર્શન, સુખ, ચારિત્ર વગેરેને જાણે છે અને સ્વાત્માનેકારણ પરમાત્માના સ્વરૂપને-પણ જાણે છે.
(સહજજ્ઞાન સ્વાત્માને તો સ્વાશ્રિત નિશ્ચયનયથી જાણે જ છે અને એ રીતે સ્વાત્માને જાણતાં તેના બધા ગુણો પણ જણાઈ જ જાય છે. હવે સહજજ્ઞાને જે આ જાણ્યું તેમાં ભેદઅપેક્ષાએ જોઈએ તો સહજજ્ઞાનને માટે જ્ઞાન જ સ્વ છે અને તે સિવાયનું બીજું બધું-દર્શન, સુખ વગેરે-પર છે; તેથી આ અપેક્ષાએ એમ સિદ્ધ થયું કે નિશ્ચયપક્ષે પણ જ્ઞાન સ્વને તેમ જ પરને જાણે છે.)
એવી રીતે (આચાર્યદેવ) શ્રીમદ્ અમૃતચંદ્રસૂરિએ (શ્રી સમયસારની આત્મખ્યાતિ નામની ટીકામાં ૧૯૨ મા શ્લોક દ્વારા ) કહ્યું છે કે -
* નિપરાગ = ઉપરાગ રહિત; નિર્વિકાર.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com