Book Title: Niyamsara
Author(s): Kundkundacharya, Himmatlal Jethalal Shah
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 395
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૩૬૮] નિયમસાર [ ભગવાનશ્રીકુંદકુંદ (વસંતતિના) यावत्सदागतिपथे रुचिरे विरेजे तारागणैः परिवृतं सकलेन्दुबिंबम्। तात्पर्यवृत्तिरपहस्तितहेयवृत्तिः स्थेयात्सतां विपुलचेतसि तावदेव।। ३११ ।। રૂતિ सुकविजनपयोजमित्रपंचेन्द्रियप्रसरवर्जितगात्रमात्रपरिग्रहश्रीपद्मप्रभमलधारिदेव-विरचितायां नियमसारव्याख्यायां तात्पर्यवृत्तौ शुद्धोपयोगाधिकारो द्वादशमः श्रुतस्कन्धः।। समाप्ता चेयं तात्पर्यवृत्तिः। [શ્લોકાર્થ-] જ્યાં સુધી તારાગણોથી વિંટળાયેલું પૂર્ણચંદ્રબિંબ ઉજ્વળ ગગનમાં વિરાજે (શોભે), બરાબર ત્યાં સુધી તાત્પર્યવૃત્તિ (નામની આ ટીકા)-કે જેણે હેય વૃત્તિઓને નિરસ્ત કરી છે (અર્થાત જેણે છોડવાયોગ્ય સમસ્ત વિભાવવૃત્તિઓને દૂર ફેંકી દીધી છે) તેસપુરુષોના વિશાળ હૃદયમાં સ્થિત રહો. ૩૧૧. આ રીતે, સુકવિજનરૂપી કમળોને માટે જેઓ સૂર્ય સમાન છે અને પાંચ ઇંદ્રિયોના ફેલાવ રહિત દેહમાત્ર જેમને પરિગ્રહ હતો એવા શ્રી પદ્મપ્રભમલધારિદેવ વડે રચાયેલી નિયમસારની તાત્પર્યવૃત્તિ નામની ટીકામાં (અર્થાત્ શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદવપ્રણીત શ્રી નિયમસાર પરમાગમની નિગ્રંથ મુનિરાજ શ્રી પદ્મપ્રભ-મલધારિદેવવિરચિત તાત્પર્યવૃત્તિ નામની ટીકામાં) શુદ્ધોપયોગ અધિકાર નામનો બારમો શ્રુતસ્કંધ સમાપ્ત થયો. આમ (શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત શ્રી નિયમસાર પરમાગમની નિગ્રંથ મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવવિરચિત) તાત્પર્યવૃત્તિ નામની સંસ્કૃત ટીકાનો શ્રી હિંમતલાલ જેઠાલાલ શાહ કૃત ગુજરાતી અનુવાદ સમાપ્ત થયો. સમાપ્ત Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 393 394 395 396 397 398 399 400 401 402