________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૬૨]
નિયમસાર
[ભગવાનશ્રીકુંદકુંદ
षट्कापक्रमविमुक्तस्य मुक्तिवामलोचनालोचनगोचरस्य त्रिलोकशिखरिशेखरस्य अपहस्तितसमस्तक्लेशावासपंचविधसंसारस्य पंचमगतिप्रान्तस्य स्वभावगतिक्रियाहेतुः धर्मः; अपि च षट्कापक्रमयुक्तानां संसारिणां विभावगतिक्रियाहेतुश्च। यथोदकं पाठीनानां गमनकारणं तथा तेषां जीवपुद्गलानां गमनकारणं स धर्मः। सोऽयममूर्तः अष्टस्पर्शनविनिर्मुक्त: वर्णरसपंचकगंधद्वितयविनिर्मुक्तश्च अगुरुकलघुत्वादिगुणाधारः लोकमात्राकार: अखण्डैकपदार्थः। सहभुवोः गुणाः, क्रमवर्तिन: पर्यायाश्चेति वचनादस्य गतिहेतोधर्मद्रव्यस्य शुद्धगुणाः शुद्धपर्याया भवन्ति। अधर्मद्रव्यस्य स्थितिहेतुर्विशेषगुणः। अस्यैव तस्य धर्मास्तिकायस्य गणपर्यायाः सर्वे भवन्ति। आकाशस्यावकाशदानलक्षणमेव विशेषगुणः। इतरे धर्माधर्मयोर्गुणाः स्वस्यापि सदृशा इत्यर्थः। लोकाकाशधर्माधर्माणां समानप्रमाणत्वे
નામને યોગ્ય છે, જેઓ છ અપક્રમથી વિમુક્ત છે, જેઓ મુક્તિરૂપી સુલોચનાનાં લોચનનો વિષય છે (અર્થાત્ જેમને મુક્તિરૂપી સુંદરી પ્રેમથી નિહાળે છે), જેઓ ત્રિલોકરૂપી શિખરીના શિખર છે, જેમણે સમસ્ત કલેશના ઘરરૂપ પંચવિધ સંસારને (-દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવના પરાવર્તનરૂપ પાંચ પ્રકારના સંસારને) દૂર કર્યો છે અને જેઓ પંચગતિના સીમાડે છે–એવા અયોગી ભગવાનને સ્વભાવગતિક્રિયારૂપે પરિણમતાં *સ્વભાવગતિક્રિયાનો હેતુ ધર્મ છે. વળી છે અપક્રમથી યુક્ત એવા સંસારીઓને તે (ધર્મ) *વિભાવગતિક્રિયાનો હેતુ છે. જેમ પાણી માછલાંને ગમનનું કારણ છે, તેમ તે ધર્મ તે જીવ-પુદ્ગલોને ગમનનું કારણ (નિમિત્ત) છે. તે ધર્મ અમૂર્ત, આઠ સ્પર્શ રહિત, તેમ જ પાંચ વર્ણ, પાંચ રસ અને બે ગંધ વિનાનો, અગુરુલઘુત્વાદિ ગુણોના આધારભૂત, લોકમાત્ર આકારવાળો (-લોકપ્રમાણ આકારવાળો), અખંડ એક પદાર્થ છે. ““સહભાવી ગુણો છે અને ક્રમવર્તી પર્યાયો છે'' એવું (શાસ્ત્રનું ) વચન હોવાથી ગતિના હેતુભૂત આ ધર્મદ્રવ્યને શુદ્ધ ગુણો અને શુદ્ધ પર્યાયો હોય છે.
અધર્મદ્રવ્યનો વિશેષગુણ સ્થિતિહેતુત્વ છે. આ અધર્મદ્રવ્યના (બાકીના) ગુણ-પર્યાયો જેવા તે ધર્માસ્તિકાયના (બાકીના) સર્વ ગુણ-પર્યાયો હોય છે.
આકાશનો, અવકાશદાનરૂપ લક્ષણ જ વિશેષગુણ છે. ધર્મ અને અધર્મના બાકીના ગુણો આકાશના બાકીના ગુણો જેવા પણ છે.
૧ શિખરી = શિખરવંત; પર્વત. * સ્વભાવગતિક્રિયા તથા વિભાવગતિક્રિયાના અર્થ માટે ૨૩મું પાનું જાઓ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com