________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૪]
નિયમસાર
[ભગવાનશ્રીકુંદકુંદ
तथा चोक्तं श्रीमदमृतचन्द्रसूरिभिः
(નનુદુમ ) ‘‘વિજ્ઞાનત: સિદ્ધા: સિદ્ધી યે રિન છેવના.
अस्यैवाभावतो बद्धा बद्धा ये किल केचन।।"
તથા દિ
(માનિની) इति सति मुनिनाथस्योचकैर्भेदभावे स्वयमयमुपयोगाद्राजते मुक्तमोहः। शमजलनिधिपूरक्षालितांहःकलंक: स खलु समयसारस्यास्य भेदः क एषः।। ११० ।।
मोत्तूण वयणरयणं रागादीभाववारणं किच्चा। अप्पाणं जो झायदि तस्स दु होदि त्ति पडिकमणं ।। ८३ ।।
એવી રીતે (આચાર્યદેવ) શ્રીમદ્ અમૃતચંદ્રસૂરિએ (શ્રી સમયસારની આત્મખ્યાતિ નામની ટીકામાં ૧૩૧મા શ્લોક દ્વારા ) કહ્યું છે કે:
[શ્લોકાર્થ:-] જે કોઈ સિદ્ધ થયા છે તે ભેદવિજ્ઞાનથી સિદ્ધ થયા છે; જે કોઈ બંધાયા છે તે તેના જ (ભેદવિજ્ઞાનના જ) અભાવથી બંધાયા છે.''
વળી (આ દરમી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ શ્લોક કહે છે):
[શ્લોકાર્થ-] એ રીતે જ્યારે મુનિનાથને અત્યંત ભેદભાવ (ભેદવિજ્ઞાનપરિણામ) થાય છે, ત્યારે આ (સમયસાર) સ્વયં ઉપયોગ હોવાથી, મુક્તમોહ (મોહ રહિત) થયો થકો, શમજલનિધિના પૂરથી (ઉપશમસમુદ્રની ભરતીથી) પાપકલંકને ધોઈ નાખીને, વિરાજે (-શોભે) છે;–તે આ ખરેખર, આ સમયસારનો કેવો ભેદ છે! ૧૧૦.
રચના વચનની છોડીને, રાગાદિભાવ નિવારીને, જે જીવ ધ્યાને આત્મને, તે જીવને પ્રતિક્રમણ છે. ૮૩.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com