________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
અજીવ અધિકાર
[ પ૧
विभावपुद्गलस्वरूपाख्यानमेतत्।
अतिस्थूलस्थूला हि ते खलु पुद्गलाः सुमेरुकुम्भिनीप्रभृतयः। धृततैलतक्रक्षीरजलप्रभृतिसमस्तद्रव्याणि हि स्थूलपुद्गलाश्च। छायातपतमःप्रभृतयः स्थूलसूक्ष्मपुद्गलाः। स्पर्शनरसनघ्राणश्रोत्रेन्द्रियाणां विषयाः सूक्ष्मस्थूलपुद्गलाः शब्दस्पर्शरसगन्धाः। शुभाशुभपरिणामद्वारेणागच्छतां शुभाशुभकर्मणां योग्याः सूक्ष्मपुद्गलाः। एतेषां विपरीताः सूक्ष्मसूक्ष्मपुद्गलाः कर्मणामप्रायोग्या इत्यर्थः । अयं विभावपुद्गलक्रमः।
तथा चोक्तं पंचास्तिकायसमये
ટીકાઃ-આ, વિભાવપુદ્ગલના સ્વરૂપનું કથન છે.
સુમેરુ, પૃથ્વી વગેરે (ઘન પદાર્થો) ખરેખર અતિપૂલસ્થૂલ પુગલો છે. ઘી, તેલ, છાશ, દૂધ, જળ વગેરે સમસ્ત (પ્રવાહી) પદાર્થો પૂલ પુદ્ગલો છે. છાયા, આતપ, અંધકાર વગેરે સ્થૂલસૂક્ષ્મ પુદ્ગલો છે. સ્પર્શનેંદ્રિય, રસનેંદ્રિય, ઘાણંદ્રિય અને શ્રોત્રંદ્રિયના વિષયો-સ્પર્શ, રસ, ગંધ અને શબ્દ-સૂક્ષ્મણૂલ પુદ્ગલો છે. શુભાશુભ પરિણામ દ્વારા આવતાં એવાં શુભાશુભ કર્મોને યોગ્ય (સ્કંધો) તે સૂક્ષ્મ પુદગલો છે. આમનાથી વિપરીત અર્થાત કર્મોને અયોગ્ય (સ્કંધો) તે સૂક્ષ્મણૂલ પુદ્ગલો છે. આમ ( આ ગાથાઓનો) અર્થ છે. આ વિભાવપુદ્ગલનો ક્રમ છે.
[ભાવાર્થ-સ્કંધો છ પ્રકારના છે: (૧) કાષ્ઠપાષાણાદિક જે સ્કંધો છેદવામાં આવતાં સ્વયમેવ સંધાઈ શક્તા નથી તે સ્કંધો અતિસ્થલચૂલ છે. (૨) દૂધ, જળ આદિ જે સ્કંધો છેદવામાં આવતાં ફરીને સ્વયમેવ જોડાઈ જાય છે તે સ્કંધો સ્થૂલ છે. (૩) તડકો, છાંયો, ચાંદની, અંધકાર ઇત્યાદિ જે સ્કંધો સ્થૂલ જણાતા હોવા છતાં ભેદી શકાતા નથી કે હસ્તાદિકથી ગ્રહી શકાતા નથી તે સ્કંધો સ્થૂલસૂક્ષ્મ છે. (૪) આંખથી નહિ દેખાતા એવા જે ચાર ઇન્દ્રિયોના વિષયભૂત સ્કંધો સુક્ષ્મ હોવા છતાં સ્થલ જણાય છે (–સ્પર્શનેંદ્રિયથી સ્પર્શી શકાય છે, જીભથી આસ્વાદી શકાય છે, નાકથી સુંધી શકાય છે અથવા કાનથી સાંભળી શકાય છે) તે સ્કંધો સૂક્ષ્મણૂલ છે. (૫) ઇન્દ્રિયજ્ઞાનને અગોચર એવા જે કર્મવર્ગણારૂપ સ્કંધો તે ધો સૂક્ષ્મ છે. (૬) કર્મવર્ગણાથી નીચેના (કર્મવર્ગણાતીત) જે અત્યંત સૂક્ષ્મ દ્વિ–અણુકપર્યત સ્કંધો તે સ્કંધો સૂક્ષ્મસૂક્ષ્મ છે. ]
એવી જ રીતે (શ્રીમદભગવકુંદકુંદાચાર્યદવપ્રણીત) શ્રી પંચાસ્તિકાયસમયમાં (*ગાથા દ્વારા ) કહ્યું છે કે* જાઓ શ્રી પરમશ્રુતપ્રભાવકમંડળ દ્વારા પ્રકાશિત પંચાસ્તિકાય, દ્વિતીય આવૃત્તિ, પાનું ૧૩૦.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com