Book Title: Navtattva Ange Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 6
________________ છે. મેરૂ પર્વતની માફ્ક આત્માની નિશ્ચલ અવસ્થા તેને ભાવ મોક્ષ કહેવાય છે. ‘હેય' શબ્દનો અર્થ શો ? તત્ત્વ. ૪.૪૮ ઉઝર પ્ર.૪૯ ઉંઝા પ્ર.૫૦ ઉ.૫૦ પ્ર.૫૧ ઉ.વ પ્ર.૫૨ ઉ.પર હેય એટલે છોડવા લાયક જેટલા પદાર્થો હોય તે બધા હેય કહેવાય છે. ઉપાદેય કોને કહેવાય ? ગ્રહણ કરવા યોગ્ય જેટલા પદાર્થો છે, તે બધા ઉપાય કહેવાય છે. ‘જ્ઞેય' શબ્દનો અર્થ શો છે ? જાણવા લાયક જેટલા પદાર્થો છે, તે બધાને જ્ઞેય કહે છે. નવતત્ત્વોમાં જ્ઞેય તત્ત્વો કેટલાં છે ? કયા કયા ? નવતત્ત્વોમાં બે તત્ત્વો હોય છે. (૧) જીવ તત્ત્વ અને (૨) જીવ તત્ત્વ. નવતત્ત્વોમાં ઉપાદેય તત્વો કેટલાં છે ? ક્યા ક્યા ? નવતત્ત્વોમાં ત્રણ તત્ત્વો ઉપાદેય છે. (૧) સંવર તત્ત્વ (૨) નિર્જરા તત્ત્વ અને (૩) મોક્ષ ૫.૫૬ ઉ.૫૬ પ્ર.૫૩ ઉ.૫૩ આશ્રવ તત્ત્વ. પ્ર.૫૪ પુણ્ય તત્ત્વ હેય શા માટે ગણાય છે ? ઉપર પુણ્ય તત્ત્વ મોક્ષમાર્ગમાં વિઘ્નરૂપ નથી છતાં પણ તે (વળાવા) ભોમિયા સરખું હોવાથી જેમ એક ગામથી બીજા ગામ જવા માટે ચોરાદિથી રક્ષણના કારણે ભોમિયાની જરૂર પડે છે અને ગામ પહોંચ્યા પછી તેને છોડી દેવાય છે, તે રીતે મોક્ષમાર્ગમાં પહોંચાડવામાં ભોમિયા સરખું પુણ્ય તત્ત્વ હેય તરીકે ગણાય છે. નવતત્ત્વોમાં હેય તત્ત્વો કેટલાં છે ? કયા કયા ? નવતત્ત્વોમાં ચાર તત્ત્વો હોય છે. (૧) પુણ્ય તત્ત્વ (૨) પાપ તત્ત્વ (૩) બંધ તત્ત્વ અને (૪) પ્ર.૫૫ આશ્રવ તત્ત્વ હેય શા માટે છે ? ઉ.૫૫ આશ્રવ એટલે કર્મોનું આવવું, એટલે આત્મામાં કર્મોનું આવાગમન થવાથી આત્મિક ગુણો પેદા થતા નથી, તે કારણથી તે આત્મિક ગુણીને રોકનાર હોવાથી તે હેય ગણાય છે, સંવર તથા નિર્જરા એ તત્ત્વ ઉપાદેય શા માટે ? આવતા કર્મોને રોકાણ કરનાર હોવાથી આત્મિક ગુણ પેદા થતા જાય છે, તેથી સંવર તત્ત્વ ઉપાદેય છે અને જુના આવી ગયેલા કર્મોને કાઢવામાં સહાય કરનાર હોવાથી નિર્જરા તત્ત્વ ઉપાદેય છે, પ્ર.૫૭ મોક્ષ તત્ત્વ ઉપાદેય શા માટે છે ? ઉ.૫૭ જીવને શાંતિથી બેસવાની જગ્યા મોક્ષ સિવાય કોઇ ન હોવાથી તે જીવનું ખરૂં સ્વરૂપ કહેવાય છે અને જીવનું ખરૂં સ્વરૂપ પ્રગટ કરવું તે મોક્ષ છે, માટે તે ઉપાદેય કહેવાય છે. પ્ર.૫૮ નવતત્ત્વના સાત તત્ત્વ કઇ રીતે થાય છે ? ઉ.૫૮ નવતત્વનાં સાત તો આ પ્રમાણે થાય છે. શુભ કર્મનો આશ્રવ તે પુણ્ય અને અશુભ કર્મનો આશ્રવ તે પાપ તત્ત્વ કહેવાય છે, માટે આશ્રવ તત્ત્વમાં તે બંને તત્ત્વોનો સમાવેશ થાય છે. તે સાત તત્ત્વો આ પ્રમાણે છે. (૧) જીવ તત્ત્વ (૨) અજીવ તત્ત્વ (૩) આશ્રવ તત્ત્વ (૪) બંધ તત્ત્વ (૫) સંવર તત્ત્વ (૬) નિર્જરા તત્ત્વ અને (૭) મોક્ષ તત્ત્વ ગણાય છે. પ્ર.૫૯ નવતત્ત્વોમાં પાંચ તત્ત્વો કઇ રીતે થાય છે Page 6 of 106

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 106