Book Title: Namaskar Mahamantranu Swarup Part 02
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 6
________________ થાય તો કેટલા પુરતું ? અરે રે કેવો દુ:ખી છે ? કેટલો બધો પીડાય છે ? આ વિચારથી કદાચ બહુ બહુ તો થોડા પૈસા કે ખાવાનું આપવાનું મન થાય પણ એથી આગળ કોઇ વિચાર અંતરમાં આવે ખરો ? કે ભૂતકાળમાં કેવા પાપ કરીને આવ્યો છે કે જેના પ્રતાપે અહીં કેટલું દુ:ખ ભોગવે છે. હું પણ અહીં જો પાપ કરીશ તો ભવાંતરમાં મારે પણ આવા દુ:ખી થવું પડશે માટે જેટલી શક્તિ હોય તે પ્રમાણે એનું દુ:ખ દૂર કરવા પ્રયત્ન કરું કે જેથી ભવાંતરમાં મને દુઃખ ન આવે ! આવા કોઇ વિચારો અંતરમાં પેદા થાય છે ખરા ? આવા વિચારો આવે તો જ સાચી રીતે દુ:ખીના દુ:ખને દૂર કરવાનું મન થાય. નહિ તો અરે રે કર્યા કરવાનું ! આના ઉપરથી વિચાર એ કરવાનો છે કે સારું પુણ્ય બાંધવું હોય તો કયા વિચારોથી-કયી પ્રવૃત્તિથી બંધાય એ જોવાનું છે ! અરે રે કરી દયા કરીએ એનાથી પુણ્ય બંધાવાનું પણ કેવું ? અને કેવા પાપ કરીને આવ્યો છે જો હું પાપ કરીશ તો મારે પણ એવા દુ:ખી થવું પડશે એમ વિચારી દયાના પરિણામ લાવવા તેમાં કેવું પુણ્ય બંધાય એ વિચાર કરતાં થવાની ખાસ જરૂર છે. ૨. બીજી અવસ્થાના વિચારમાં બીજાના સુખે પોતાનો આત્મા સુખી થાય એટલે બીજાના સુખને જોઇને અંતરમાં આનંદ પેદા થવો-કરવો તે. જ્યાં સુધી જીવો બીજાના દુ:ખે દુ:ખી ન બને ત્યાં સુધી બીજાના સુખે સુખી બની શકતા નથી. પોતાની પાસે સામગ્રી સારી હોય અને એ સામગ્રી જેમ બીજાના દુઃખ દૂર કરવાના ઉપયોગમાં ન આવે તો અંતરમાં થાય એ સામગ્રીથી હું સુખી શી રીતે કહેવાઉં ? એવી જ રીતે પોતાની પાસે જે સધ્ધિ-સિદ્ધિ-સંપત્તિની સામગ્રી હોય તે સામગ્રી બીજાને સુખી કરવામાં સહાયભૂત ન થાય તો અંતરમાં થાય કે આ સામગ્રીથી હું સુખી કઇ રીતે કહેવાઉં ? જો આ સામગ્રી બીજાને સુખી બનવામાં સહાયભૂત થતી હોય તોજ હું સુખી. બીજા પોતાના કરતાં અધિક સુખી હોય તો અંતરમાં આનંદ થાય એ સુખી છે માટે હું સુખી છું ! એના સુખમાં મારું સુખ છે એટલે મારું સુખ સમાયેલું છે. આજે આમાંના વિચારો આવે છે ખરા ? બીજાના સુખની સામગ્રી જૂએ. પોતાના કરતાં અધિક સુખી જુએ કે અંતરમાં ઈર્ષ્યા ભાવ પેદા થાય છે ખોટા આરોપ મૂકવાના વિચારો અંતરમાં આવે છે. પોતાનો સગો ભાઇ હોય અથવા પોતાનો દીકરો હોય કે જે સામું ન જોતો હોય અને એ સુખી અધિક હોય તો આનંદ થાય કે અંતરમાં એના પ્રત્યે ઇર્ષ્યા ભાવના વિચારો આવે ? આ ગુણ આવે તોજ જ્ઞાની ભગવંતો કહે છે કે મળેલો નવકાર ગણતાં આત્માને પુણ્યાનુબંધિ પુણ્ય બંધાવવામાં સહાયભૂત થાય અને એ નવકારથી આત્માનું કલ્યાણ જલ્દી થાય. આજે આમાંના ગુણો અંતરમાં નથી. ગુણો પેદા કરવાનું લક્ષ્ય નથી. એના માટેનો પુરૂષાર્થ નથી માટે નવકાર ગણવા છતાંય જે ફળ મલવું જોઇએ જે ફ્લની અનુભૂતિ થવી જોઇએ એ થતી દેખાતી નથી. બાકી નવકાર ગણવાથી કદાચ આવેલું દુ:ખ નાશ પણ પામે અને ઇચ્છિત સુખ કદાચ નવકાર ગણવાથી મલી પણ જાય પણ એથી આત્માને લાભ શું ? આ ખૂબ ખૂબ વિચાર કરવા જેવી ચીજ છે. ૩. ત્રીજી અવસ્થા :- દુ:ખ વેઠીને પણ બીજા જીવોને સુખી કરવાની ભાવના. કોઇ આપણને દુ:ખા આપતો હોય અને દુ:ખથી એને સુખ થતું હોય તો દુ:ખ વેઠીને પણ બીજાને સુખી કરવાની ભાવના એ ત્રીજી અવસ્થાના પરિણામ ગણાય છે. સામો માણસ કર્મના ઉદયથી આપણને દુઃખ આપે અને એ દુ:ખ આપવામાં એને આનંદ થતો હાય તો દુ:ખ વેઠીને પણ એને આનંદિત કરવાનો સ્વભાવ કેળવવો એટલે એને સુખી કરવાનો સ્વભાવ કેળવવો તે આ ત્રીજી અવસ્થાવાળા પરિણામ પરોપકાર રૂપે ગણાય છે. આ રીતે જે જે જીવોએ પરોપકારનો સ્વભાવ કેળવ્યો હોય છે તે જીવો સુંદર રીતે જીવન જીવીને પોતાના આત્માનું કલ્યાણ સાધો ગયા છે. જેમ ગજસુકુમાલ-મેતારક મુનિ. સ્કંધક મુનિના પાંચસો શિષ્યો ઘાણીમાં પીલાતા પીલાતા આસ્વભાવથી કેવલજ્ઞાન પામી મોક્ષે ગયા ઇત્યાદિ ઘણાં દ્રષ્ટાંતો છે. આ કારણથી પરોપકાર સારી રીતે કરતાં કરતાં આ કક્ષામાં જીવ દાખલ થાય અને આ કક્ષાને પ્રાણ કરતાં અધિક રીતે સાચવીને જીવે તો પોતાના આત્માનું Page 6 of 50

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50