Book Title: Namaskar Mahamantranu Swarup Part 02
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 13
________________ ૨. અરિહંત. (અરિહંતા-અરિ = શત્રુ + હતા = હણનાર) એટલે આઠ કર્મરૂપ શત્રુને હણનારા. ૩. અર્હંત (અરૂહત-રૂહું = ઉગવું-ઉપજવું-જેને ઉગવું કે ઉપજવું નથી તે) એટલે જેને કર્મો ક્ષીણ થઇ જવાથી બીજો ભવ લેવાનો નથી તે. નમસ્કારની વસ્તુ શ્રી અરિહંતાદિ પાંચ પરમેષ્ઠી, એ નમસ્કારની પાંચ વસ્તુ છે. એ પાંચ વસ્તુને નમસ્કાર કરવા માટે પાંચ હેતુઓ છે. માર્ગ, અવિપ્રણાશ, આચાર, વિનય અને સહાયતા. એ પાંચ કારણો માટે પાંચને નમસ્કાર કરવા યોગ્ય છે. કહ્યું છે કે નમો 3વિપૂUાસો, आयारो विणयया सहायत्तं । पंचविह नमोक्कार, રેમિ પUહિં હેડ Éિ 19ી” માર્ગ, અવિપ્રણાશ, આચાર, વિનય અને સહાયકતા -એ પાંચ કારણો વડે હુ પાંચ પ્રકારનો નમસ્કાર કરું .' માહિતુ ? પાંચ હેતુઓમાં પ્રથમ માર્ગહેતુ છે. ભવઅટવીમાં માર્ગદર્શક શ્રી અરિહંત પરમાત્માઓ હોવાથી, તેઓના એ માર્ગદર્શક ગુણને લઇ તેઓ નમસ્કાર કરવા યોગ્ય છે. કહ્યું છે કે 'अडवीए देसियत्तं, तहेव निजामया समुप॑मि । छक्काय रक्खणट्ठा, Hઈ ગોવા તે વૃધ્વતિ ||ી!' ભવાટવીમાં માર્ગદર્શકપણું હોવાથી, ભવસમુદ્રમાં નિર્યામકપણું હોવાથી તથા ભવ વનમાં છકાય. જીવોની રક્ષાર્થે મહાગોપપણું હોવાથી શ્રી અરિહંતદેવો મહા સાર્થવાહ, મહા નિર્ધામક અને મહાગોપ કહેવાય છે. શ્રી અરિહંતદેવોના એજ એક મહાન ઉપકાર છે. સાથouહ : શ્રી અરિહંતદેવ રૂપી સાર્થવાહો, ભવ્ય આત્મારૂપી મુસાફ્રોને, ધર્મકથા રૂપી ઉદ્ઘોષણા દ્વારાએ, સાધુમાર્ગ અને સાધકમાર્ગ રૂપી સરળ અને વક્રમાર્ગે, ઇણ્ડિતપુર શ્રી મુક્તિનગરીમાં લઇ જાય છે. તે સાર્થવાહો ભવાટવીમાં રાગદ્વેષ રૂપી વ્યાપદોથી રક્ષણ કરે છે, ક્રોધાદિ કષાયો રૂપી દાવાગ્નિ આદિના ભયોથી ભવ્ય આત્માઓને બચાવી લે છે, વિષયો રૂપી વિષળોનો આસ્વાદ કરવામાં નિમગ્ન થયેલા આત્માઓને તેનાથી છોડાવી પરિણામહિતકર-તપસંયમ રૂપી હિતકર ળોનો આસ્વાદ લેતા બનાવે છે, બાવીશ પરિષહો રૂપી પિશાચોથી રક્ષણ કરે છે, પાસત્યાદિ અકલ્યાણ મિત્રો રૂપી લૂંટારાઓની લૂંટમાંથી છોડાવે છે, અને નિત્યોધમ રૂપી અપ્રમાદી પ્રયાણ વડે જ્ઞાનરૂપી અશ્વો અને ધ્યાનરૂપી હાથીઓથી જોડાયેલા પાંચ પ્રકારના સ્વાધ્યાયરૂપી રથમાં બેસાડી નિર્વિઘ્ન મોક્ષપુરીની પ્રાપ્તિ કરાવે છે. નિયમિશ : શ્રી અરિહંતદેવો એ ભવદધિનું ઉલ્લંઘન કરાવવા માટે ભાવનિર્યામકો છે. સમુદ્રમાં જેમ Page 13 of 50

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50