Book Title: Namaskar Mahamantranu Swarup Part 02
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 17
________________ ઉપસર્ગોને શ્રી અરિહંતદેવો નમાવે છે, વશ કરે છે, યાવત્ સમૂળ નાશ કરે છે. કહ્યું કે“રામવોસસાણ, રૂંઢિયાણિ પંચવિ । પરિસદે વસો, નાનયંતા નનોરિહા ||9||” રાગ, દ્વેષ કષાય, પાંચ ઇન્દ્રિયો, પરિષહો અને ઉપસર્ગાને નમાવનાર શ્રી અરિહંતદેવો છે. તેમને નમસ્કાર થાઓ. વળી કહ્યું છે કે "इंदिय विरायकसाए, परिसहे वेयणा उवसग्गे । ! ! શરિનો હતા, અરિહંતા તેન વુવંતિ ||” ઇન્દ્રિય, વિષય, કષાય, પરિષહ, વેદના અને ઉપસર્ગો એ દુશ્મનો છે. એને હણનારા હોવાથી શ્રી ‘અરિહતો’ કહેવાય છે. એજ રીતે સર્વ જીવોને દુશ્મનભૂત આઠે પ્રકારના કર્મોને હણનારા હોવાથી પણ તેઓ અરિહંત કહેવાય છે. અથવા વન્દન, નમસ્કાર, પૂજા, સત્કાર અને સિદ્ધિગમનને યોગ્ય હોવાથી તેઓ ‘અર્હત’ કહેવાય છે. અથવા દેવ, અસુર અને મનુષ્યો દ્વારા ઉત્તમોત્તમ પૂજાને પાત્ર હોવાથી તથા ક્રોધાદિ દુશ્મનો તથા બધ્યમાન કર્મરૂપી રજ અને બધ્ધકર્મરૂપી મલને હણનારા હોવાથી ‘અરિહંત' કહેવાય છે. એ ‘અરિહંતો’ ને કરેલો નમસ્કાર જીવને હજારો ભવથી છોડાવે છે તથા ભાવપૂર્વક કરાતો તે નમસ્કાર બોધિ ( શ્રી જિનધર્મ) ની પ્રાપ્તિ માટે થાય છે.‘અરિહંતો’ ને કરેલો નમસ્કાર ધન્યપુરૂષોને ભવનો ક્ષય કરનારો થાય છે તથા હૃદયમાં રહેલો તે વિશ્રોતસિકા (દુર્ધ્યાન) ને હરનારો થાય છે. એ રીતે ‘અરિહંત’ ને કરેલો નમસ્કાર મહાઅર્થયુક્ત છે એમ શ્રી જિનાગમોમાં વર્ણવેલ છે અને મરણના અવસરે અન્ય સર્વ કાર્યોનો ત્યાગ કરી અનધ્યે રત્નની જેમ એક તેને જ ગ્રહણ કરાય છે અથવા કોઇ પણ આપત્તિમાં શ્રી અરિહંત નમસ્કાર વારંવાર અને નિરન્તર સ્મરણ કરવામાં આવે છે. શ્રી અરિહંતોને કરેલો નમસ્કાર એ સર્વ પાપોનો નાશ કરનાર છે એટલું જ નહિ, કિન્તુ સર્વ મંગળોમાં તેજ એક પ્રથમ મંગળ છે. એજ વાતને શાસ્ત્રોમાં નીચેના શબ્દોથી કહેલી છે. “રિહંતબનુગરો નીવ, मोयेइ भवसहस्साओ । भावेण कीरमाणो होइ, પુણ વોહિતામા ||9||” આ ગાથામાં, નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ, એ ચારે પ્રકારના નમસ્કારનું વર્ણન છે. જેમકે‘અરિહંત’ શબ્દ વડે ‘ અર્હદાકારવાળી બુધ્ધિ' તે સ્થાપના નમસ્કાર છે. ‘નમુક્કાર’ શબ્દ વડે નામનમસ્કાર છે. ‘ભાવેણ’ શબ્દ વડે ભાવનમસ્કાર છે. અને ‘ કીરમાણો’ શબ્દ વડે અંજલિગ્રહણાદિ દ્રવ્યનમસ્કાર છે. એ રીતે એક જ ગાથામાં નામનમસ્કાર, સ્થાપનાનમસ્કાર, દ્રવ્યનમસ્કાર અને ભાવનમસ્કાર-એ ચારે પ્રકારે કરાતો નમસ્કાર વર્ણવ્યો છે. એ નમસ્કાર જીવને અનન્ત સંસારથી મૂકાવે છે અને જ્યાં સુધી મુક્ત ન થાય ત્યાં સુધી બોધિલાભ શ્રી જિનધર્મની પ્રાપ્તિ માટે થાય છે. “अरिहंतनमुक्कारो, धन्नाणं भवक्खयं करंताणं । हिययं अणुम्मुयंतो, विसुत्तिया वारओ होइ ||२||” હૃદયમાં રહેલો અર્હન્નમસ્કાર અનાદિ ધનવાલા પરિત્તસંસારી અને પ્રતનુકર્મવાન જીવોના પુનર્ભવનો ક્ષય કરનાર તથા ચિત્તનું વિસત્રોતગમન (અપધ્યાન) નિવારનાર થાય છે. Page 17 of 50

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50