Book Title: Namaskar Mahamantranu Swarup Part 02
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 19
________________ નમસ્કાર મહાભ્યમાં મહાપુરૂષોએ માવ્યું છે કેનમો અરિહંતાણં ઇતિ સપ્તાક્ષરા મે સંત ભવાનું નાશયનું ! અર્થ :- નમો અરિહંતાણં એ સાત અક્ષરો સાત ભવોનો નાશ કરનાર છે. એવી જ રીતે શ્રી સિંહ તિલક સૂરિ મહારાજાએ મંત્રરાજ રહસ્યમાં કહ્યું છે કેશ્વેત વર્ણના અરિહંતો જીવોના રોગની શાંતિ માટે છે. શ્રી અરિહંત દેવોના જ્ઞાનાતિશય ઉપર ઉંડું ચિંતન કરતાં જ્ઞાનની વૃદ્ધિ થાય છે. વચનાતિશય ઉપર ઉંડું ચિંતન કરતાં આપણી વાણીમાં વિશદતા પ્રાપ્ત થાય છે અને તે વાણી અનેકનું આકર્ષણ કરનાર બને છે. પજાતિશય ઉપર ઉંડું ચિંતન કરતાં આપણે પોતે સન્માનને પ્રાપ્ત થઇએ છીએ અને લોક પ્રિયતામાં વધારો થાય છે. અપાયાપગમાતિશય ઉપર ઉંડું ચિંતન કરતાં જે કોઇ આપત્તિ આવેલી હોય તે દૂર થાય છે અને આપત્તિ આવવાના ભણકારા વાગતા હોય તો તે વિચારો અને આવનારી આપત્તિઓ અવશ્ય દૂર થાય છે. જલ તત્વનો ગુણ (પ્રધાન ગુણ) નિર્મળતા છે. તે નિર્મળતાના પ્રતિક રૂપે અરિહંત પદનું ધ્યાન કહેલું છે. અરિહંત મહારાજના બાર ગુણો अशोकवृक्ष: सुरपुष्पवृष्टिः, दिव्यध्वनिश्चामरमासनं च । भामंडलं दुंदुभिरातपत्रं, सत्प्रातिहार्याणि जिनेश्वराणाम् ।।१।। ભાવાર્થ :-અશોક વૃક્ષ ૧, દેવોએ કરેલી પુષ્પોની દ્રષ્ટિ ૨, દિવ્યધ્વનિ 3, ચામર ૪, સિંહાસન ૫, ભામંડલ ૬, દેવદુંદુભિ ૭, છત્ર ૮ એ આઠ જિનેશ્વર મહારાજાના શ્રેષ્ઠ પ્રાતિહાર્યો છે. ૯. અરિહંતના ૧૨ ગુણ શ્રી અરિહંત પ્રભુના બાર ગુણ છે, તેમાંના આઠ પ્રાતિહાર્ય કહેવાય છે અને ચાર અતિશય કહેવાય છે. પ્રાતિહાર્ય એટલે જે પ્રતિહારી (દરવાજાના રખેવાલ) તરીકે પ્રભુ પાસે રહે છે તે તે નીચે પ્રમાણેઃ अशोकाख्यं वृक्षं सुरविरचितं पुष्पनिकरं ध्वनि दिव्यं श्रव्यं रुचिरचमरा वासनवरम् । वपुर्मास भारं समधुरवं दुंदुभिमथ प्रभो: प्रेक्ष्यच्छत्र, त्रयमधिमन: कस्य न मुदे ।। અર્થ :- ૧. અશોકવૃક્ષ, ૨. દેવોએ રચેલો પુષ્પનો સમૂહ, ૩. શ્રવણ કરવા યોગ્ય ધ્વનિ, ૪. મનોહર ચામરયુગલ, ૫. ઉત્તમ આસન, ૬. ભામંડલ, ૭. મધુર અવાજ કરનાર દુંદુભિ વાજીંત્ર અને ૮. ત્રણ છત્ર. આવી રીતે પ્રભુના અષ્ટ પ્રાતિહાર્યને જોઇ કોના મનમાં હર્ષ ન થાય ? (૧) અશોક વૃક્ષ ભગવાનના મસ્તકના ઉપર દેવતાઓએ રચેલો, ભગવાનથી બારગણો ઊંચો હોય છે. તેમાં આ ટુંડાવસર્પિણી કાળમાં પ્રથમ આદિનાથના મસ્તક ઉપર ત્રણ ગાઉનો અશોક વૃક્ષ દેવાએ કર્યો હતો, કારણ કે ભગવાનની પાંચસો ધનુષ્યની કાયા હતી, પરન્તુ શ્રી અજિતનાથજીથી શ્રી પાર્શ્વનાથ મહારાજા સુધી બાવીશ તીર્થકર મહારાજાઓના મસ્તકના ઉપર તેમના દેહ પ્રમાણથી બારગણો ઊંચો. Page 19 of 50

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50