Book Title: Namaskar Mahamantranu Swarup Part 02
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 1
________________ અંથિન્ય પ્રતિભા સંપન્ન પંચપરમેષ્ઠિ નમઠાર મહામંત્રનું સ્વરૂપ મુનિ શ્રી નરવાહનવિજયજી નિક્ષેપ દ્વારા નમસ્કારની સમજ નિક્ષેપ શબ્દનો અર્થ ‘સ્થાપન કરવું' એવો થાય છે. સ્થાપન કરવું, આરોપણ કરવું, ન્યાસ કરવો, ઇત્યાદિ નિક્ષેપના જ પર્યાય શબ્દો છે. શબ્દનો અર્થમાં અથવા અર્થનો શબ્દમાં આરોપ કરવો, એનું નામ નિક્ષેપ છે. પ્રત્યેક શબ્દના કમતીમાં કમતી કેટલા અર્થ થઇ શકે છે ? એ પ્રશ્નનો ઉત્તર નિક્ષેપ દ્વારા મળી શકે છે. કોઇ શબ્દના ભલે સેંકડો અર્થ થતા હોય અર્થાત સંડો અર્થોમાં એનો નિક્ષેપ કરવામાં આવે, તો. પણ એના નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ, -એ ચાર અથો તો અવશ્ય થાય જ છે. એને જ ચાર નિક્ષેપ કહેવામાં આવે છે. ‘નમસ્કાર' શબ્દના પણ નામ નમસ્કાર, સ્થાપના નમસ્કાર, દ્રવ્ય નમસ્કાર અને ભાવા નમસ્કાર -એ ચાર અર્થે થઇ શકે છે, અર્થાત એ ચાર અર્થોમાં ‘નમસ્કાર' શબ્દ વાપરી શકાય છે. નામ અને સ્થાપના નમ:' એવું નામ તે નામ નમસ્કાર છે અને નમ: એવા બે અક્ષરો લખવા અથવા નમસ્કાર કરવાને પ્રવર્તેલા સાધુ આદિના “સંકોચિત કરચરણાદિયુત ચિત્રકર્માદિગત આકાર' તે સ્થાપના નમસ્કાર છે. દ્રવ્ય નમસ્કાર દ્રવ્ય નમસ્કાર બે પ્રકારનો છે. આગમથી અને નો-આગમથી. ઉપયોગ રહિત “નમસ્કાર' એવો શબ્દ બોલનાર આગમથી દ્રવ્ય નમસ્કાર છે. નો-આગમથી દ્રવ્ય નમસ્કાર જ્ઞશરીર, ભવ્ય શરીર અને તવ્યતિરિક્ત, એમ ત્રણ પ્રકારે છે. ૧. જ્ઞાતાનો મૃતદેહ એ નો-આગમથી જ્ઞશરીર દ્રવ્ય નમસ્કાર છે. ૨. ભવિષ્યમાં જાણનારનું શરીર એ નો-આગમથી ભવ્ય શરીર દ્રવ્ય નમસ્કાર છે. ૩. તથતિરિક દ્રવ્ય નમસ્કારના અનેક પ્રકાર છે. જેમકે(અ) મિથ્યાત્વથી ઉપહત નિહનવાદિનો ભાવ નમસ્કાર પણ દ્રવ્ય નમસ્કાર છે. (બ) ઉપયોગ રહિત સમ્યત્વવાનનો નમસ્કાર પણ દ્રવ્ય નમસ્કાર છે. (ક) પોગલિક દ્રવ્યને માટે કરાતો દેવાદિકનો નમસ્કાર પણ દ્રવ્ય નમસ્કાર છે. (ડ) ભયાદિના કારણે ભિખારી રાજાને નમસ્કાર કરે, તે પણ દ્રવ્ય નમસ્કાર છે. (ઇ) અસંયતિને ભાવથી કરેલો નમસ્કાર પણ દ્રવ્ય નમસ્કાર છે. ભાવ નમસ્કાર ભાવ નમસ્કાર પણ બે પ્રકારે છે. આગમથી અને નો-આગમથી “નમસ્કાર' ના અર્થને જાણનાર અને તેમાં ઉપયોગવાન આત્માનો નમસ્કાર, આગમથી ભાવ નમસ્કાર છે. મન વડે “નમસ્કાર' માં ઉપયોગવાન “નમો રિહંતાણં' એમ વચન વડે બોલનાર તથા હાથ, Page 1 of 50

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 50