________________
नमोडर्हदभय: नम: सिद्धेम्य:| नम आचार्येभ्य: । नम उपाभ्यायेम्य: | नमो लोके सर्वसाधुभ्य: ।।
Uષ પંવનમરWાર:1 સર્વપાપપ્રાશન: I मंगलानां च सर्वेषां । प्रथमं भवति मंगलम ।।
૬. અર્થપાઠ નમસ્કાર હો અરિહંતોને, નમસ્કાર હો. સિધ્ધોને, નમસ્કાર હો આચાર્યોને, નમસ્કાર હો ઉપાધ્યાયોને, નમસ્કાર હો લોકમાં રહેલા સર્વ સાધુઓને.
આ પાંચને કરેલો નમસ્કાર સર્વ પાપનો સર્વથા નાશ કરનાર છે; અને તે સર્વ મંગલોમાં પહેલું મંગલ છે.
૭. વિવેચન પાઠ
આ નમસ્કાર પંચપરમેષ્ઠીને છે, તેથી તે પંચપરમેષ્ઠીનમસ્કાર અથવા પંચપરમેષ્ઠીતવ: એમ કહેવાય છે. આ સર્વ માંગલિકનું મૂળ, શ્રી જિનશાસનનો સાર, ચૌદ પૂર્વનો ઉદ્વાર, અને મહામંત્રરૂપ છે, અને તેનું કારણ જેને નમસ્કાર કરવામાં આવે છે તે પંચપરમેષ્ઠીમાં રહેલા પ્રભાવને લઇને છે. તો પહેલાં પંચપરમેષ્ઠી એટલે શું, અને તેનું દરેકનું સ્વરૂપ શું છે તે જોઇએ.
પરમેષ્ઠી-એટલે જે પરમ = ઉત્કૃષ્ટ + ઇષ્ટી = ઇષ્ટતાવાળા-આપનાર.
નમસ્કાર એટલે નમવું તે. આ બે પ્રકારે છે. દ્રવ્યથી અને ભાવથી. દ્રવ્યથી એટલે બે હાથ, બે પગા અને મસ્તક વડે સુપ્રણિધાન સારી રીતે પ્રણામ કરવા રૂપ; અને ભાવથી એટલે વિશુધ્ધ, નિર્મળ મનથી. આ બંને પ્રકારે પરમેષ્ઠીને નમસ્કાર કરવાનો છે. પરમેષ્ઠી પાંચ છે. (૧) અરિહંત, (૨) સિધ્ધ, (૩) આચાર્ય, (૪) ઉપાધ્યાય, (૫) સાધુ. આ દરેકનું સ્વરૂપ જોઇએ.
૮. અરિહંત-શબ્દાથી
અરિહંત ત્રણ પાઠે લખાય છે. (૧) અરહંત, ૨) અરિહંત અને (૩) અરહંત.
૧. (૧) અરહંત (અહંત- જે યોગ્ય છે. અહં = યોગ્ય થવું એ ધાતુપરથી) એટલે જે પૂજાને-આઠ મહાપ્રતિહાર્યરૂપ પૂજાને યોગ્ય છે તે કહ્યું છે કે -
अरहंति वंदण नम, सणाइ अरहंति पूअसक्कारं ।
सिधिगमणं च अरहा, अरहंता तेह वज्झति ।। અર્થ - જે વંદન, નમસ્કારાદિને યોગ્ય છે, જે પૂજા સત્કાર કરવા યોગ્ય છે, અને જે સિદ્ધિ પામવા યોગ્ય છે તેને અરહંત કહે છે.
(૨) અરહંત - (અરજ - રજોહનનાત-રજ હણવાથી રજવગરના) એટલે ચાર આત્માનુણઘાતી કર્મરૂપી રજને હણનાર.
(૩) (અરહસ્ય - જેને રહસ્ય નથી તે) એટલે પોતાને કેવલ જ્ઞાન-દર્શન પ્રાપ્ત થયેલ હોવાથી જેને કંઇ પણ છાનું નથી તે.
(૪) (અ = નથી + રહ = એકાંતપ્રદેશ + અંત = મધ્ય ભાગ. જેને એકાંત પ્રદેશ કે મધ્ય ભાગા નથી) એટલે જેને કંઇ પણ વસ્તુ છાની નથી તે.
(૫) (અ = નથી + રહ = રથરૂપી પરિગ્રહ + અંત = વિનાશ-વિનાશ કરનાર એવા જરા-ઘડપણ. આદિ) એટલે જેને પરિગ્રહ કે જરા આદિ નથી તે.
(૬) (અરહય-રહુ = છાંડવું, જેણે છોડ્યો નથી) એટલે જેણે સ્વસ્વભાવ છોડ્યો નથી તે.
Page 12 of 50