________________
રાગની જેમ દ્વેષ પણ ચાર પ્રકારે છે. તેમાં નામસ્થાપના સુગમ છે. નોઆગમર્થ દ્રવ્યદ્વેષજ્ઞ, ભવ્ય, તદ્બતિરિક્ત, એમ ત્રણ પ્રકારે છે. તવ્યતિરિક્તના કર્મદ્રવ્ય-દ્વેષ અને નોકર્મદ્રવ્ય-દ્વેષ એમ બે ભેદ છે. કર્મદ્રવ્ય-દ્વેષના યોગ્ય, બધ્યમાનક, બધ્ધ અને ઉદીરણાવલિકા પ્રાપ્ત -એ ચાર પ્રકાર છે. નોકર્મદ્રવ્ય-દ્વેષના દુષ્ટ વર્ણાદિ અનેક પ્રકાર છે. ભાવદ્વેષ એટલે દ્વેષ મોહનીયકર્મનો વિપાક બે પ્રકારે છે. એક પ્રશસ્ત અને બીજો અપ્રશસ્ત. અજ્ઞાન, અવિરતિ, મિથ્યાત્વાદિ વિષયક દ્વેષ તે પ્રશસ્ત છે અને સમ્યક્ત્વ, વિરતિ, જ્ઞાનાદિ વિષયક દ્વેષ તે અપ્રશસ્ત છે. ડાયને નમાવનારા
કષાય ચાર પ્રકારના છે. ક્રોધ, માન, માયા અને લોભ. તેમાં સંગ્રહ નયના મતે ક્રોધ અને માન, એ અપ્રીતિજાતિ સામાન્યવાળા હોવાથી દ્વેષમાં અન્તર્ભાવ પામે છે અને માયા તથા લોભ એ પ્રીતિજાતિ સામાન્ય યુક્ત હોવાથી રાગમાં અન્તર્ભાવ પામે છે.
વ્યવહાર નયતા મતે ક્રોધ, માન અને માયા -એ ત્રણે દ્વેષ છે, કારણ કે-માયા પણ પરોપઘાત માટે પ્રવૃત્ત થતી હોવાથી અપ્રીતિ-જાતિમાં અંતર્ભાવ પામે છે અને લોભ એ વ્યવહાર નયના મતે રાગ છે.
ૠજુસૂત્ર નયના મતે માત્ર ક્રોધ એ જ અપ્રીતિરૂપ હોવાથી દ્વેષ છે. માન, માયા તથા લોભ પ્રીતિ-અપ્રીતિ ઉભય વિષયક હોવાથી રાગ-દ્વેષ ઉભય રૂપ છે. જેમકે-માન એ સ્વઅહંકાર વિષયક હોય ત્યારે રાગ અને પરગુણ દ્વેષવિષયક હોય ત્યારે દ્વેષ. એજ રીતે માયા-લોભ માટે પણ સમજી લેવું. અર્થાત્ આત્માને વિષે મૂર્છાની પ્રધાનતા હોય ત્યારે એ ત્રણે રાગ બને છે અને પરોપઘાતની પ્રધાનતા હોય ત્યારે એ ત્રણ દ્વેષ બને છે.
શબ્દાદિ ત્રણ નયોના મતે માન અને માયા સ્વગુણોપકાર મૂર્છાત્મક હોવાથી લોભ અર્થાત્ રાગ સ્વરૂપ જ છે અને સ્વગુણોપકાર રહિત એજ માનાદિના અંશો અને ક્રોધ પરોપઘાતાત્મક હોવાથી દ્વેષ જ છે. ઈન્દ્રિયોને નમાવનાર:
‘ન્દ્રરયલિાન્ ફન્દ્રિયમ્ ।' ઇન્દ્ર એટલે જીવ, તેનું લિંગ એટલે ચિહન અર્થાત્ જીવને ઓળખાવનાર તે ઇન્દ્રિય. અથવા ‘ન્દ્રે દ્રષ્ટ સૃષ્ટ હૈં ।' એ પણ ઇન્દ્રિય શબ્દની વ્યુત્પત્તિ છે. આવરણનો અભાવ થવાથી સર્વ વસ્તુને જાણી શકે છે, તેમજ નાનાવિધ ભવોમાં ભમતા સર્વ વસ્તુનો ઉપભોગ પણ તેને થાય છે, તેથી જીવ એ પરમૈશ્વર્યવાન કહેવાય છે. એ પરમૈશ્વર્યના યોગથી તથા સર્વોપલબ્ધિના ભોગનો યોગ હોવાથી જીવને ઇન્દ્ર કહેવાય છે. તેનું લિંગ અગર ચિહ્ન તે ઇન્દ્રિય છે. અથવા બીજા શબ્દોમાં જીવ વડે દેખાયેલ યા સરજાયેલ તે ઇન્દ્રિય છે. તેના પણ ચાર પ્રકાર છે. નામસ્થાપના સુગમ છે.
દ્રવ્યેન્દ્રિય:
દ્રવ્યેન્દ્રિયના બે ભેદ છે. એક નિવૃત્તિ અને બીજી ઉપકરણ. નિવૃત્તિના પાછા બે ભેદ છે. એક બાહ્ય અને બીજી અત્યંતર. બાહ્ય નિવૃત્તિ અનેક પ્રકારની હોય છે. અભ્યન્તર નિવૃત્તિ બધાને સરખી હોય છ. અભ્યન્તર નિવૃત્તિરૂપ ક્ષોત્રંદ્રિય બધાની કદંબ જાતિના પુષ્પ જેવી હોય છે, ચક્ષુઇન્દ્રિય માંસનો ગોળો અથવા મસૂરના ધાન્ય જેવી હોય છે, ધ્રાણેંદ્રિય અતિમુક્તક પુષ્પ જેવી હોય છે, રસનેંદ્રિય ક્ષેત્ર એટલે અસ્ત્રાની ધાર જેવી હોય છે અને સ્પર્શનેંદ્રિય સૌ સૌના શરીરની આકૃતિ પ્રમાણે વિવિધ પ્રકારની હોય છે. આન્તર નિવૃત્તિ ઇન્દ્રિયની શક્તિ તે ઉપકરણેન્દ્રિય છે. વાતપિતાદિ દોષો વડે ને શક્તિનો ઉપઘાત થાય તો આન્તર નિવૃત્તિ ઇન્દ્રિયની હયાતિમાં પણ શબ્દાદિ વિષયોનું ગ્રહણ થઇ શકતું નથી.
Page 15 of 50