Book Title: Namaskar Mahamantranu Swarup Part 02
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 48
________________ આચારજ ગુણ છત્રીશ, પચવીશ ઉવઝાય; સત્તાવીશ ગુણ સાધુના, જપતાં સુખ થાય.-૨ અષ્ટોત્તર સય ગુણ મલી એ, એમ સમરો નવકાર; ધીરવિમલ પંડિત તણો, નય પ્રણમે નિત સાર. -૩ અર્થ :- અરિહંત દેવના બાર ગુણ છે; તેને ભાવપૂર્વક નમસ્કાર કરીએ, અને સિદ્ધના આઠ ગુણનું સ્મરણ કરતાં દુઃખ દારિદ્ર દૂર થાય છે. આચાર્યના ગુણ છત્રીશ, ઉપાધ્યાયના પચ્ચીશ, અને સાધુના સત્તાવીશ ગુણ જપતાં સુખ પમાય છે. આ બધા મળી એકસો અને આઠ છે, તે બરાબર ધ્યાન રાખી નવકારનું સ્મરણ કરો અને પંડિત ધીર વિમલના શિષ્ય નયવિમલ (પછીથી પ્રસિદ્ધ થયેલ જ્ઞાનવિમલસૂરિ) હમેશાં તે સારભૂત નવકારને પ્રણામ કરે છે. નવકારનો હિમા “નવાર વÓ ઊઘર, પાવં ડેડ઼ સત્ત શયરાળ | પન્નાસં ઘ પાં, સાગર પળસય સમોળ | जो गुणइ लख मेगं, पूएइ विहीइं जिण नमुक्कारं । तित्थयरनाम गोअं, सो बंधइ नत्थि संदेहो । अठेवय अठसया, अठसहस्सं च अठकोडीओ | जो गुणइ भातिजुत्तो, सो पावइ सासयं ठाणं |” અર્થ :- નવકારનો એક અક્ષર સાત સાગરોપમનું પાપ ખેરવે છે. એક પદથી પચાશ સાગરોપમની સ્થિતિવાળું પાપ ટળે. સમગ્ર નવકાર ગણવાથી પાંચસે સાગરોપમની સ્થિતિવાળું પાપ કર્મ ટળે. અને એકલાખવાર આખો નવકાર ગણે અને વિધિવડે તીર્થંકર ભગવાને પૂજે અને નવકાર કરે તો તિર્થંકર નામકર્મ ગોત્ર બાંધે છે, આઠ ક્રોડ આઠ હજાર આઠસોને આઠ એટલીવાર નવકાર મંત્ર ભક્તિવડે ગણે તો શાશ્વત સ્થાન-મુક્તિ પામે. નમો લોએ સવ્વ સાહૂણં ઇતિ નવાક્ષરાણાં ધર્મકર્મ કુશલમ્ કુર્વન્તુ તદ્યાનં પરાયણા સ્તદ્ ગુણ લીના ભવ્યા જના ઇહામુત્ર ચ નિર્વિધ્ન. સમગ્રા લક્ષ્મીઃ પ્રાસુવન્તિ ઇતિ ॥ આ પાંચમા પદનો એકાગ્ર ચિત્તે જાપ કરવાથી ધર્મના પુરૂષાર્થમાં કુશલપણું પ્રાપ્ત થાય છે. તે પાંચમા પદના ધ્યાનમાં પરાયણ જીવો તે ગુણોમાં લીન થયેલા જીવો આ લોકને વિષે નિર્વિઘ્ન પણે સમગ્ર લક્ષ્મીને પ્રાપ્ત કરે છે. મંત્રરાજ રહસ્યમાં શ્રી સિંહ તિલકસૂરિ મહારાજા ફરમાવે છે કે સાધુ ભગવંતોને શ્યામવર્ણ પાપીઓનાં ઉચ્ચાટન અને મારણનું કારણ બને છે. પાંચમા શ્રી સાધુપનુ સ્વરૂપ શ્રી આચાર્ય ભગવાનોની આજ્ઞા નીચે વિચરતાં અને શ્રી ઉપાધ્યાય ભગવાનોના અધિકારમાં રહી નિરંતર યતિધર્મ અને ચારિત્રધર્મમાં રક્ત રહેતા તથા મુમુક્ષુ આત્માઓને મોક્ષમાર્ગની આરાધનામાં સહાય કરતાં શ્રી સાધુ ભગવન્તો શ્રી જિન શાસનમાં પાંચમા પરમેષ્ઠિપદે વિરાજમાન છે. એવા શાસનના મંડન સમા સાધુ ભગવાનોનું ધ્યાન ધરવાનો ઉપદેશ આપતાં ભવોદધિત્રાતા ભગવાન્ શ્રી ગૌતમ સ્વામિજી મહારાજા રમાવે છે કે Page 48 of 50

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50