Book Title: Namaskar Mahamantranu Swarup Part 02
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 47
________________ કરનાર, અથવા સર્વ શુભ યોગોને સાધનાર તે સાર્વ સાધુ, અથવા સાર્વ એટલે અરિહંત તેને સાધનાર-તેમની આજ્ઞા પ્રમાણે આરાધનાર ત સાર્વ સાધુ. (3) સર્વ-શ્રાવ્ય એટલે જે વાક્યો શ્રવણ કરવા યોગ્ય છે તેને વિષે સાધુ એટલે નિપુણ તે શ્રવ્ય સાધુ. (૪) સર્વ-સવ્ય એટલે દક્ષિણ-પોતાને અનુકૂલ જે કાર્ય તેને વિષે સાધુ એટલે નિપુણ તે સવ્ય સાધુ. એકલા “સર્વ સાધુ” એમ કહેવાથી ‘સર્વ' એ શબ્દથી દેશતા તથા સર્વતા બંને દેખાડી શકાય છે, પણ અહીં જરા પણ બાકી ન હોય એવું અપરિશેષ બતાવવા માટે “લોક' એ શબ્દ મૂકેલ છે તેથી ‘નમો. લોએ સવ્વ સાહૂણં” વળી ‘લોક’ મૂકવાથી જ્યાં જ્યાં સાધુ હોય તે સર્વ સાધુનો સમાવેશ થાય છે. સામનિરાજના સત્તાવીશ ગણ “छन्वय छकाय रक्खा, पांचिंदियलोह निग्गहो खंती । भावविशुद्धि पडिले-हणा य करणे विसद्धि य ।। संजमजोए जुत्तो, अकुसल मणवयणकायसंरोहो; सीयाइपीडसहणं, मरणं उवसग्गसहणं च ।।" છ વ્રત – પ્રાણાતિપાતવિરમણ, મૃષાવાદવિરમણ, અદત્તાદાન વિરમણ, મેથુનવિરમણ, પરિગ્રહ વિરમણ, અને રાત્રિભોજન વિરમણ. છ કાયની રક્ષા - પૃથ્વીકાયરક્ષા, અપકાયરક્ષા, તેજ:કાય રક્ષા, વાયુકાયરક્ષા, વનસ્પતિકાયરક્ષા અને ત્રસકાયરક્ષા. - પાંચ ઇંદ્રિયનો નિગ્રહ - સ્પર્શેદ્રિય, રસેંદ્રિય, ઘાણંદ્રિય, ચક્ષુરેંદ્રિય અને શ્રોતેંદ્રિય એ પાંચા ઇંદ્રિયનો નિગ્રહ એટલે વશ કરવી. આવી રીતે સત્તર થયા, હવે (૧૮) લોભનિગ્રહ - લોભને વશ કરવો તે, ૧૯ શાંતિ-ક્ષમા, (૨૦) ભાવની વિશુદ્ધિ એટલે ચિત્તની નિર્મળતા, (૨૧) વસ્ત્ર વગેરેનું પડિલેહણ કરવામાં વિશુદ્ધિ. (૨૨) સંયમના યોગમાં યુક્ત રહેવું (એટલે પાંચ સમિતિ, ત્રણ ગુતિને આદરવાં, અને વિકથા, અવિવેક, નિદ્રા વગેરેનો ત્યાગ કરવો.) (૨૩) અકુશલા મનનો સંરોધ એટલે અશુભ માર્ગે જતાં મનને રોકવું, (૨૪) અકુશલ વચનનો સંરોધ એટલે અશુભ માર્ગે વચન પ્રવર્તતું હોય તેને રોકવું, (૨૫) અકુશલ કાયાનો સંરોધ એટલે અશુભ માર્ગે કાયા પ્રવર્તતી હોય તેને રોકવી (૨૬) શીતાદિ પીડા-પરિસહનું સહન, અને (ર૭) મરણનો ઉપસર્ગ સહન કરવો તે. આવા ગુણે કરી સહિત સાધુઓને નીચલી ટુંક ગાથામાં નમસ્કાર કરીએ : “विसयसुहनियत्ताणं, विसुद्धचारित्तनियमजुत्ताणं । तच्च गुणसाहयाणं, साहण किच्चन्झायण नमो ।।" અર્થ :- વિષય સુખ (શબ્દાદિક પાંચ પ્રકારના) થી નિવૃત્ત થએલા, વિશુદ્ધ ચરિત્ર અને નિયમથી. યુક્ત, અને તથ્ય-સાચા ગુણના સાધક, અને કૃત્યકૃત્ય થવાના-મોક્ષ પામવાના કાર્યમાં ઉધમવંત એવા સાધુને નમસ્કાર થાઓ. ઉપસંહાર ઉપર પંચ પરમેષ્ઠી કયા કયા ? તેનો અર્થ, તથા તેના બધા મળી ૧૦૮ ગુણ પણ કહ્યા, તેથી છેલ્લે તે ગુણની સંખ્યા બરાબર ધ્યાનમાં રહે માટે કહીએ છીએ કે - બાર ગુણ અરિહંત દેવ, અણમિયે ભાવે; સિદ્ધ આઠ ગુણ સમરતાં, દુ:ખ દોહગ જાવે. -૧ Page 47 of 50

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50