Page #1
--------------------------------------------------------------------------
________________
અંથિન્ય પ્રતિભા સંપન્ન પંચપરમેષ્ઠિ નમઠાર મહામંત્રનું સ્વરૂપ
મુનિ શ્રી નરવાહનવિજયજી
નિક્ષેપ દ્વારા નમસ્કારની સમજ
નિક્ષેપ શબ્દનો અર્થ ‘સ્થાપન કરવું' એવો થાય છે. સ્થાપન કરવું, આરોપણ કરવું, ન્યાસ કરવો, ઇત્યાદિ નિક્ષેપના જ પર્યાય શબ્દો છે. શબ્દનો અર્થમાં અથવા અર્થનો શબ્દમાં આરોપ કરવો, એનું નામ નિક્ષેપ છે. પ્રત્યેક શબ્દના કમતીમાં કમતી કેટલા અર્થ થઇ શકે છે ? એ પ્રશ્નનો ઉત્તર નિક્ષેપ દ્વારા મળી શકે છે. કોઇ શબ્દના ભલે સેંકડો અર્થ થતા હોય અર્થાત સંડો અર્થોમાં એનો નિક્ષેપ કરવામાં આવે, તો. પણ એના નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ, -એ ચાર અથો તો અવશ્ય થાય જ છે. એને જ ચાર નિક્ષેપ કહેવામાં આવે છે. ‘નમસ્કાર' શબ્દના પણ નામ નમસ્કાર, સ્થાપના નમસ્કાર, દ્રવ્ય નમસ્કાર અને ભાવા નમસ્કાર -એ ચાર અર્થે થઇ શકે છે, અર્થાત એ ચાર અર્થોમાં ‘નમસ્કાર' શબ્દ વાપરી શકાય છે.
નામ અને સ્થાપના
નમ:' એવું નામ તે નામ નમસ્કાર છે અને નમ: એવા બે અક્ષરો લખવા અથવા નમસ્કાર કરવાને પ્રવર્તેલા સાધુ આદિના “સંકોચિત કરચરણાદિયુત ચિત્રકર્માદિગત આકાર' તે સ્થાપના નમસ્કાર છે.
દ્રવ્ય નમસ્કાર
દ્રવ્ય નમસ્કાર બે પ્રકારનો છે. આગમથી અને નો-આગમથી. ઉપયોગ રહિત “નમસ્કાર' એવો શબ્દ બોલનાર આગમથી દ્રવ્ય નમસ્કાર છે. નો-આગમથી દ્રવ્ય નમસ્કાર જ્ઞશરીર, ભવ્ય શરીર અને તવ્યતિરિક્ત, એમ ત્રણ પ્રકારે છે.
૧. જ્ઞાતાનો મૃતદેહ એ નો-આગમથી જ્ઞશરીર દ્રવ્ય નમસ્કાર છે. ૨. ભવિષ્યમાં જાણનારનું શરીર એ નો-આગમથી ભવ્ય શરીર દ્રવ્ય નમસ્કાર છે. ૩. તથતિરિક દ્રવ્ય નમસ્કારના અનેક પ્રકાર છે. જેમકે(અ) મિથ્યાત્વથી ઉપહત નિહનવાદિનો ભાવ નમસ્કાર પણ દ્રવ્ય નમસ્કાર છે. (બ) ઉપયોગ રહિત સમ્યત્વવાનનો નમસ્કાર પણ દ્રવ્ય નમસ્કાર છે. (ક) પોગલિક દ્રવ્યને માટે કરાતો દેવાદિકનો નમસ્કાર પણ દ્રવ્ય નમસ્કાર છે. (ડ) ભયાદિના કારણે ભિખારી રાજાને નમસ્કાર કરે, તે પણ દ્રવ્ય નમસ્કાર છે. (ઇ) અસંયતિને ભાવથી કરેલો નમસ્કાર પણ દ્રવ્ય નમસ્કાર છે.
ભાવ નમસ્કાર
ભાવ નમસ્કાર પણ બે પ્રકારે છે. આગમથી અને નો-આગમથી “નમસ્કાર' ના અર્થને જાણનાર અને તેમાં ઉપયોગવાન આત્માનો નમસ્કાર, આગમથી ભાવ નમસ્કાર છે.
મન વડે “નમસ્કાર' માં ઉપયોગવાન “નમો રિહંતાણં' એમ વચન વડે બોલનાર તથા હાથ,
Page 1 of 50
Page #2
--------------------------------------------------------------------------
________________
પગ, મસ્તકાદિના સંકોચાદિ વડે કાયાથી નમનક્રિયા કરનારો નમસ્કાર ‘નો-આગમથી ભાવ નમસ્કાર'
"
છે. અહીં ' નો ' શબ્દ નિષેધવાચક નથી, કિન્તુ મિશ્રવાયક છે. ઉપયોગરૂપ 'આગમ' અને વચનકાયાની ક્રિયારૂપ ‘ આગમાભાવ' ઉભયથી મિશ્ર હોવાથી, તેને નો-આગમથી ભાવ નમસ્કાર કહેવાય છે. નવકારમંત્ર આપવાનો વિધિ
સામાન્ય રીતે નવકારમંત્ર ગણવા માટે ઉપધાન તપની આરાધના કરવાનું વિધાન શાસ્ત્રમાં કહેલું છે. શાસ્ત્રમાં કહ્યું છે કે શ્રાવકના ઘરે બાળક જન્મે એ બાળકને એની માતા છ માસનું થાય ત્યારી સૂર્યાસ્ત થાય એ પહેલાં બાળકને સ્તનપાન કરાવીને સુવડાવી દે. ત્યારથી સૂર્યોદય ન થાય ત્યાં સુધી એ બાળક રાતના સમયે કાંઇ માંગે નહિં એવી સ્થિતિ પેદા કરે. આ રીતે અભ્યાસ કરાવતા ઘીરે ધીરે એ બાળક નવકારશીના ટાઇમ પહેલા ન માગે એ રીતે ટેવ પડાવે જ્યારે બાળક બરાબર થઇ જાય એમ લાગે
ત્યારે એમાં પોતે બાળકને નવકારશીનું પચ્ચક્ખાણ આપે, રાતના ચૌવીહારનું પણ પચ્ચક્ખાણ આપે, આ રીતે નવકારશી-ચોવીહાર કરાવતા કરાવતાં સાડાબાર ઉપવાસ જેટલો તપ એ બાળક પાસે કરાવે. આ જીવો માટે શાસ્ત્ર નિયમ કર્યો છે કે અડતાલીશ નવકારશી બરાબર એક ઉપવાસ ગણાય આ રીતે સાડાબાર ઉપવાસની ૬૦૦ દિવસની નવકારશી થાય ત્યારે બાળક લગભગ અઢી ત્રણ વરસનો થાય એટલે બાળકને કહે તને ગુરૂના મુર્ખ, સારા દિવસે ભગવાનના મંદિરે ઓચ્છવ કરી સારા મુહૂર્ત નવકાર આપવાનો છે. આ શબ્દો સાંભળતા બાળકને અંતરમાં નવકાર પ્રત્યે બહુમાન આદરભાવ વધે અને ઉલ્લાસ વધે છે.
પછી જ્યારે એ તપ પૂર્ણ થાય એટલે મા બાપ પોતાની શક્તિ મુજબ ભગવાનના મંદિરે ઓચ્છવ રાખી વાજતે ગાજતે ગુરૂ મહારાજને પોતાના ઘરે લાવીને ચતુર્વિધ સંઘની હાજરીમાં સારા દિવસે સારા મુહૂર્ત તે બાળકને ઉભો કરી સંઘ સમક્ષ ગુરૂ મહારાજના મુખે નવકાર અપાવે. આ રીતે નવકાર પામેલો આત્મા પ્રાયઃ કરીને પુણ્યના ઉદયથી સુખ મલે તો તેમાં છકી ન જાય અને લીન પણ ન બને. પાપના ઉદયથી દુખ આવે તો તેમાં દીન પણ ન બને અને સમાધિપૂર્વક વેઠવાની શક્તિ કેળવે આ વિધિ શાસ્ત્રમાં કહેલો છે.
જ્ઞાની ભગવંતોએ નવકારમંત્રને ગણવાના અધિકાર માટે ત્રણ ગુણો મેળવવાના કહ્યા છે અથવા એ ત્રણ મેળવવાનું ધ્યેય રાખીને ગણવાનું વિધાન કહેલું છે,
(૧) ક્ષમા ગુણ, (૨) ઇન્દ્રિયની સંયમતા ગુણ અને (૩) સમતાભાવ ગુણ. આ ત્રણેય ગુણોને શાસ્ત્રોમાં ખાંતો-દાંર્તા અને શાંર્તા આ ત્રણ શબ્દોથી જણાવેલા છે.
ક્ષમા ગુણ પાંચ પ્રકારે કહેલો છે.
(૧) ઉપકાર ક્ષમા, (૨) અપકાર ક્ષમા, (૩) વિપાક ક્ષમા, (૪) વચન ક્ષમા અને (૫) ધર્મ ક્ષમા. (૧) ઉપકાર ક્ષમા ઃ- કોઇપણ જીવે પહેલા આપણા ઉપર ઉપકાર કરેલ હોય અને એ ઉપકારના કારણે એ ગુસ્સો કરે તો સહન કરવો અથવા કોઇ જીવ ભવિષ્યમાં આપણા ઉપર ઉપકાર કરશે એવી ભાવના હોય માટે એ જીવો ગુસ્સો ગમે તેટલો કરે તો પણ સહન કરી ક્ષમા ગુણને ઘારણ કર તે ઉપકાર ક્ષમા ગુણ કહેવાય છે. આ ક્ષમા ગુણ આત્માના ગુણોને પેદા કરવામાં સહાયભૂત થતો ન હોવાથી સંસાર વૃધ્ધિનું કારણ કહેલ છે. આવી ક્ષમા સંસારમાં રહેલા જીવો પોતાનો સ્વાર્થ સાધવા માટે સતત જ્યારે જરૂર પડે ત્યારે કરતા જ હોય છે. જેમકે વેપારી વેપાર કરવા માટે પેઢીએ બેઠેલો હો-ગ્રાહક આવીને ગમે તેટલી ગાળો બોલે-અપ શબ્દો બોલે તો પણ તે હસીને સાંભળી તે છે પણ સામો જવાબ આપતો નથી કારણ કે જો સાર્મા જ્વાબ આપે તો ગ્રાહક જતો રહેશે માટે એ ગમે તે બોલે તો પણ શાંતિથી સાંભળી લે છે કારણ કાર્ય
એજ ગ્રાહક માલ લેવા આવશે અને પૈસા આપી જશે. આ કારણથી એ સ્વાર્થ વૃત્તિથી, સંસારની વૃધ્ધિ થતી હોવાથી એ ક્ષમાને ગુણરૂપે કહેલ નથી.
Page 2 of 50
Page #3
--------------------------------------------------------------------------
________________
(૨) અપકાર ક્ષમા :- કોઇએ આપણા ઉપર અપકાર કરેલ હોય અને ભવિષ્યમાં એ ઉપકાર કરનાર લાગે-કામમાં આવે એવો લાગે તો તે માણસ ગમે તેટલો ગુસ્સો કરે તો પણ સહન કરી ક્ષમા રાખે છે તે અપકાર ક્ષમા કહેવાય છે. આ ક્ષમા પણ આત્માના ગુણો પેદા કરવામાં ઉપયોગી થતી ન હોવાથી આ ક્ષમાં ગુણને સંસાર વૃદ્ધિનું કારણ કહેલી છે.
(૩) વિપાક ક્ષમા :- કર્મના ઉદયથી ક્રોધ પેદા થાય છે તો તે કર્મના ઉદયને શમાવવા માટે ક્ષમાને ધારણ કરવી જોઇએ. જેટલો શમાવવાનો પ્રયત્ન કરશું એટલો લાભ થશે એવા વિચારથી જીવ ક્ષમાને ધારણ કરે તે વિપાક ક્ષમા કહેવાય છે. આ ક્ષમાં ગુણ પણ આત્માના ગુણોને પેદા કરવામાં સહાયભૂત થતો ન હોવાથી લાભદાયી ગણેલ નથી.
() વચન ક્ષમા :- ભગવાને કહ્યું છે કે ક્રોધ કરાય નહિ. ક્રોધ કરવાથી સૌથી પહેલા પોતાના આત્માને જ નુક્શાન થાય છે પછી બીજાને નુક્શાન થાય અથવા ન પણ થાય પણ પોતાના આત્માને તો. નુક્શાન થાય જ છે. ' આ વિચાર કરી ભગવાનના વચન ઉપર શ્રદ્ધા રાખીને ક્રોધ ન કરવો અને ક્ષમાને ધારણ કરવી. એ વચન ક્ષમા કહેવાય છે. આ ક્ષમાં ગુણમાં આત્માનો કોઇપણ પ્રકારનો સ્વાર્થ ન હોવાથી આત્માના ગુણોને પેદા કરવામાં સહાયભૂત થતી હોવાથી આ ક્ષમાને ઉપકારક કહેલી છે.
(૫) ધર્મ ક્ષમા :- મારા પોતાના આત્માનો ગુણ ક્ષમા છે. ક્રોધ કરવો-ગુસ્સો કરવો એ તો. આત્માનો ગુણ નથી પણ દોષ છે માટે મારાથી ગુસ્સો થાય જ નહિ. અજ્ઞાન જીવોથી ગમે તેવી પ્રવૃત્તિ થાય પણ તે જીવ અજ્ઞાન હોવાથી દયાપાત્ર છે પણ ગુસ્સાપાત્ર નથી. દયાપાત્ર જીવ હોવાથી એ જીવ પ્રત્યે ગુસ્સો કરીએ તો મારો ધર્મ નાશ પામે. મારો ધર્મ દબાઇ જાય પ્રગટ થઇ શકે નહિ માટે એના પર ગુસ્સો કરવો એ મારું પોતાનું અજ્ઞાન ગણાય છે. સામો માણસ અજ્ઞાન હોવાથી મારે એની સાથે અજ્ઞાન બનાય નહિ જો એ જીવ ઉપર ગુસ્સો કરું તો અજ્ઞાનીમાં અને જ્ઞાનીમાં ફ્ર શો ? બીજા નંબરે અજ્ઞાની જીવો પ્રત્યે ગુસ્સો કરતાં સૌથી પહેલા મારા આત્માનો ધર્મ નાશ પામે છે જે મારી પોતાની ક્ષમાં ગુણરૂપે છે. એ નાશ પામવાથી ધર્મ પેદા થઇ શકે નહિ માટે મારાથી ગુસ્સો કરાય જ નહિ. જેમ શ્રમણ ભગવાન મહાવીર મહારાજા સંસારમાં છેલ્લા ભવે ત્રીશ વર્ષ રહ્યા ત્યાં સુધી કોઇ કર્મ પાપનું ઉધ્યમાં આવ્યું નહિ અને સંયમનો સ્વીકાર કર્યો કે તરત જ પાપ કર્મો ઉદયમાં આવ્યા એમની શક્તિ કેટલી છે કે દુ:ખ આપનાર ઉપર જરાક આંખ કાટે તો. પેલો જમીનમાં પેશી જાય છતાંય ભગવાને નાનામાં નાના જીવો પણ જે દુ:ખ આપે તે પણ ક્ષમાં ગુણ પોતાનો ધર્મ જાણીને સહન કર્યા એનાથી આગળ વધીને આર્યદેશમાં દુ:ખો ઓછા લાગ્યા તો અનાર્ય દેશમાં દુ:ખો ભોગવવા માટે ગયા અને છેલ્લે સંગમે છ મહિના સુધી ભયંકર ઉપસર્ગો કર્યા છતાંય ભગવાન ક્ષમાને ધારણ કરીને રહ્યા છે છેલ્લે જ્યારે સંગમ થાકીને દેવલોકમાં પાછો જાય છે ત્યારે ભગવાને વિચાર કર્યો કે સંસાર તારક એવા અમે અને આ મને પામીને સંસારમાં હારી જાય છે આને પણ હું તારી શકતો નથી. આ જ્યારે વિચાર કરે છે ત્યારે આત્મામાં રહેલો ક્રોધ ભગવાનને કહે છે કે આવા આત્મા પ્રત્યે ક્ષમા કરો છો તો મારું કામ ક્યારે પડશે ? આ વાતનો જવાબ આપતા કહે છે કે મારે જરૂર જ ક્યાં છે ? આના ઉપરથી વિચાર કરો કે આ ધર્મ ક્ષમા કેટલી ઉંચી કોટિની છે. આવી ક્ષમા આવે ત્યારેજ જીવને કેવલજ્ઞાન પ્રાપ્તિ જલ્દી થઇ શકે માટે આ ક્ષમા ગુણ કેળવવો ખૂબ જરૂરી છે.
નમસ્કારમંત્ર સિદ્ધિ નામના ગ્રંથમાં નમસ્કાર મહામંત્રની સાધના કરનારમાં કેવા ગુણો હોવા. જોઇએ તેનું વર્ણન પંચ પરમેષ્ઠિ ધ્યાન માલામાં કરેલું છે.
(૧) શાંત-સમતા (૨) દાંત ઇન્દ્રિયોને જીતનાર (૩) ખાંત-ક્ષમાં.
સાચા સાધકમાં એટલે આરાધના કરનાર આત્માઓમાં દયા જોઇએ-નમ્રતા જોઇએ-પ્રાર્થના અંતરની જોઇએ-સમતાભાવ જોઇએ અને શાંત સ્વભાવ જોઇએ આટલા લક્ષણો અવશ્ય હોવા જોઇએ.
Page 3 of 50
Page #4
--------------------------------------------------------------------------
________________
બીજી રીતે પણ નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરનાર-ગણનાર આત્માઓમાં પણ કેવા કેવા ગુણો હોવા જોઇએ એના માટે કહ્યું છે કે
(૧) શાંત-સમતા ભાવ, (૨) દાંત-ઇન્દ્રિયોનું દમન કરનાર,(૩) ગુણવાન દયા-પરોપકાર વગેરે, (૪) સંતપુરૂષોની સેવા કરનાર, (૫) વિષય કષાયનું વારણ કરનાર, (૬) જ્ઞાન દર્શનનો આરાધક-સુવિચારી, (૭) સ્યાદ્વાદ રૂપી રસથી રંગાયેલો, (૮) સમતાનો રસ તેમાં હંસની માફ્ક ઝીલવું એટલે તરવું અથવા તેમાં નિમગ્ન રહેવું અને (૯) શુભ પરિણામના નિમિત્તથી અશુભ સઘળાં કર્મોને છોલે. આવા જીવો પંચ પરમેષ્ઠિ પદોને ગણવાનો-સાધના કરવાનો અધિકારી કહ્યો છે. પંચ પરમેષ્ઠિની સાધનાનો મૂળ હેતુ ભવ ભ્રમણની ભીતિમાંથી રક્ષણ મેળવવાનો છે. રક્ષણ ત્યારે જ મલે કે જન્મ મરણની શૃંખલાનો (સાંકળનો) સદાને માટે અંત આવી જાય.
(૧) શાંત = સમતા ગુણ :- આ ગુણ આત્માનો છે. અનાદિ કાળથી જગતમાં ભટકતાં ભટકતાં જીવોને અનાદિ સ્વભાવ-અનાદિ કર્મના યોગે પેદા થયેલો છે કે જે અનાદિ કર્મનો સંયોગ રાગ-દ્વેષનો પરિણામ એટલે અનુકૂળ પદાર્થોમાં ગાઢ રાગ રૂપ પરિણામ અને પ્રતિકૂળ પદાર્થોમાં ગાઢ દ્વેષ રૂપ પરિણામ રહેલો છે એ જીવનો અત્યંતર સંસાર કહેવાય છે. આ અત્યંતર સંસારના પરિણામે બાહ્ય સંસાર જન્મ મરણ રૂપ ચાલતો હોય છે. જેમ જેમ જીવો અનુકૂળ પદાર્થોમાં રાગ કરતા જાય છે અને પ્રતિકૂળ પદાર્થોમાં દ્વેષ કરતા જાય છે તેમ તેમ તેઓનો બાહ્ય સંસાર જન્મ મરણ રૂપ વધતો જાય છે. માટે જ્ઞાની ભગવંતોએ કહ્યું છે કે જેમ જેમ પુણ્યના ઉદયથી અનુકૂળ પદાર્થો મલે તેમ તેમ જીવને તે પદાર્થો ગમતાં જાય છે કારણ કે એ પદાર્થોમાં સુખ બુધ્ધિ બેઠેલી છે. એ સુખ બુધ્ધિના કારણે અનુકૂળ પદાર્થો જૂએ અને મલે કે તરત જ એના પ્રત્યે ગમો પેદા થાય છે. વારંવાર એ પદાર્થો ગમતાં થાય એટલે એના પ્રત્યે આસક્તિ ભાવ પેદા થાય છે. જે જે પદાર્થો પ્રત્યે આસક્તિ વધતી જાય છે તેમ તેમ તે તે પદાર્થો પ્રત્યે મમત્વ બુધ્ધિ એટલે મારાપણાની બુધ્ધિ પેદા થતી જાય છે અને વધતી જાય છે. જે પદાર્થો પ્રત્યે મારાપણાની બુધ્ધિ વધે છે તે પદાર્થો પ્રત્યે મૂર્છા પેદા થતી જાય છે. આ સ્વભાવને આધીન થઇને જીવો પ્રવૃત્તિ કરે છે એનાથી સદા માટે અશાંત રહે છે એટલે સદા અશાંતિમાં જ જીવતા હોય છે એવી જ રીતે પ્રતિકૂળ પદાર્થો જોવામાં આવે તો એનાથી નારાજી થાય છે એ પદાર્થો પ્રત્યે અણગમો થાય છે એટલે એ પદાર્થો ગમતા નથી પછી વારંવાર જોતાં નારાજી પેદા થાય છે. એના પછી વારંવાર પ્રતિકૂળ પદાર્થો જોતાં-અનુભવતાં ક્રોધ પેદા થતો જાય છે અને છેલ્લે એ પદાર્થો પ્રત્યે દ્વેષ બુધ્ધિ પેદા થતી જાય છે. આ સ્વભાવ અનાદિકાળથી ચાલે છે. આથી અનુકૂળ
પદાર્થોથી એ ન મલે તો મેળવવા-મળેલાને ભોગવવા-વઘેલાને સાચવવા-વધારવા અને કાયમ ટકાવવા માટે તથા જાય તો રોવામાં અને છેલ્લે મૂકીને જવું પડે એમાં પણ જીવ નારાજ હોય છે. આ બધામાં સદા માટે અશાંત અને અશાંત જ જીવ રહે છે. એવી જ રીતે પ્રતિકૂળ પદાર્થોનો સંયોગ થયેલો હોય એનો વિયોગ કરવા જલ્દી વિયોગ કેમ થાય એની વિચારણાઓમાં તથા ફરીથી આવા પદાર્થોનો સંયોગ ન થઇ જાય એની કાળજી રાખવામાં પણ જીવ સદા માટે અશાંત રહે છે. એટલે એનાથી પણ અશાંતિના જ અનુભવ કર્યા કરે છે. આથી સંસારમાં અનુકૂળ પદાર્થોના રાગથી-પ્રતિકૂળ પદાર્થોના દ્વેષથી જીવો અશાંત હોય છે. એ અશાંતિ દૂર કરવા માટે જીવને શાંત બનવું પડે. એ શાંત સ્વભાવ જીવને ત્યારે પેદા થાય કે જે રાગવાળા પદાર્થોના સુખનો અનુભવ છે તેના બદલે રાગવાળા પદાર્થોમાં નિર્લેપતાનો અનુભવ કરે તો એજ પદાર્થોમાં સાચા સુખનો અનુભવ થાય. નિર્લેપતા એટલે પર પદાર્થોમાં રાગના અભાવનો અનુભવ કરવો તે. એ અનુભવ જેટલો વિશેષ થતો જાય અને એમાં સ્થિરતા પેદા થતી જાય તો જ શાંત સ્વભાવ ગુણનો અનુભવ
થાય.
(૨) ઇન્દ્રિયોનો સંયમ કરનાર :- પાંચ ઇન્દ્રિયોમાં જે જે અનુકૂળ વિષયોના પદાર્થોને વિષે ઇન્દ્રિયોને જોડે છે અને એમાં જે સુખનો અનુભવ થાય છે એના બદલે અનુકૂળ વિષયોમાંથી એ એ
Page 4 of 50
Page #5
--------------------------------------------------------------------------
________________
ઇન્દ્રિયોને પાછી ખસેડવી એને સંયમ કહેવાય છે. એવી જ રીતે પ્રતિકૂળ વિષયોમાંથી ઇન્દ્રિયોને પાછી ખસેડવી એટલે ન જોડવી તે અસંયમ કહેવાય છે. એ અસંયમ કરવો નહિ તે સંયમ કહેવાય છે. આ રીતે ઇન્દ્રિયોનો સંયમ કરવો જોઇએ.
(૩) ગુણવાન-દયા :- અનાદિકાલથી જીવો હંમેશા બીજા જીવોની ચિંતા વિચારણા વિશેષ કરે છે. પણ પોતાના આત્માની ચિંતા વિચારણા કરતા નથી. બીજાની દયા કરવી એ ગુણ છે. બીજા જીવની ચિંતા. વિચારણા કરવી એ જીવો દુ:ખી ન થાય એ જીવોનું દુ:ખ કેમ દૂર થાય એની વિચારણા કરવી એ ગુણ જરૂર છે પણ એની સાથે સાથે પોતાના આત્માની ચિંતા વિચારણા-દયા કરવાની શરૂઆત કરે તો એ દયાનો ગુણ સુંદર રીતે દિપી ઉઠે છે અને સાથે સાથે પોતાના આત્માનું કલ્યાણ વિશેષ રીતે પેદા થતું જાય છે. આ રીતે જ્યારે પોતાના આત્માની દયા પેદા થવા માંડે એટલે નવકાર ગણવાની યોગ્યતા પેદા થતી જાય છે અને એ રીતે નવકાર ગણતાં પોતાના આત્માની દયાનો પરિણામ સ્થિર થતો જાય છે. પોતાના આત્માની દયા એટલે હું ક્યાંથી આવેલો છું ? આ મનુષ્ય જન્મને પામ્યો છું તેમાં એવી રીતે જીવન જીવું કે જેથી મનુષ્ય જન્મથી નીચેની ગતિમાં ન જવાય એટલે તિર્યંચગતિ કે નરકગતિને વિષે ન જવાય એની કાળજી રાખીને જીવન જીવવાની વિચારણા તેને પોતાના આત્માની દયા કહેવાય છે. આ દયા ગુણના પ્રતાપે બીજા જીવો પ્રત્યે દયાનો પરિણામ વિશેષ પેદા થતો જાય છે. એમાં એવા પણ વિચાર આવે છે કે આ જીવો પણ મારા જેવા છે હું જેમ સુખને ઇચ્છું છું તેમ આ જીવો પણ સુખને ઇચ્છે છે. મને જેમ દુ:ખ પસંદ નથી એમ આ જીવોને પણ દુ:ખ પસંદ નથી માટે આ જીવોને દુ:ખ ન થાય-કીલામણા ન થાય-પીડા ન થાય એની કાળજી રાખીને મારે જીવવું જોઇએ. આવા પરિણામ પેદા થવાથી બીજા જીવોની રક્ષા કરવાનું મન થાય તે પર-દયા કહેવાય છે. આ રીતના દયાના પરિણામથી નવકારમંત્ર બોલવાનો ક્ષયોપશમ ભાવ પેદા થાય એવું પુણ્ય બંધાતું જાય છે. આ દયાના પરિણામથી સાતે કર્મોનો સ્થિતિબંધ ઉત્કૃષ્ટ સ્થિતિ બંધરૂપે થતો નથી તેમાંય બંધાતા અશુભ કર્મોની સ્થિતિ અલ્પ બંધાય છે અને તેની સાથે અશુભ કર્મોનો રસ બંધ પણ અલ્પ થાય છે એની સાથે બંધાતા શુભકર્મોની સ્થિતિ અલ્પ બંધાય છે અને શુભ કર્મોનો રસ બંધ તીવ્ર રસે બંધાય છે કે જેના. પ્રતાપે બીજા ભવમાં નવકાર મંત્ર સુલભ બનતો જાય છે. આવી દયાના પરિણામને વાસ્તવિક રીતે ગુણરૂપે કહેવાય છે કે જે આત્મકલ્યાણ કરવામાં સહાયભૂત થતી જાય છે.
- બીજોગુણ પરોપકાર :- પરોપકાર એટલે સામાન્યથી બીજા જીવોનું દુઃખ દૂર કરવું અને બીજા જીવોને સુખી કરવા પ્રયત્ન કરવો તે.
આર્યદેશમાં જન્મેલા જીવોને સામાન્ય રીતે બીજા જીવોના દુ:ખને જોઇને અતરમાં દયાનો પરિણામો પેદા થાય છે અને એ દયાના પરિણામના કારણે દુ:ખ દૂર કરવાની ભાવના પેદા થાય છે. આથી પોતે પોતાની શક્તિ મુજબ બીજા જીવોના દુ:ખને દૂર કરવા માટે પ્રયત્ન કરતાં જ જાય છે એ ગુણ છે. આમાં દુ:ખ દૂર કરવા માટે પ્રયત્ન કરતાં જ જાય છે એ ગુણ છે. આમાં દુઃખ દૂર કરવામાં જો સ્વાર્થ બુધ્ધિ પેદા
ય તો એ પરોપકાર ગુણ ગુણાભાસ રૂપે બને છે. આ પરોપકારનો ગુણ નિઃસ્વાર્થ બુદ્ધિથી કેળવવામાં આવે તો આત્માને નવકારમંત્ર ગણવામાં સહાયભૂત પુણ્ય બંધાય છે કે જેનાથી આત્માને કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ બંધાતી નથી. નિ:સ્વાર્થ ભાવ કેળવીન પરોપકાર ગુણ કેળવતાં આત્મામાં ત્રણ અવસ્થા રૂપે ગુણ પેદા થાય છે.
૧. પહેલી અવસ્થા :- બીજા જીવોના દુ:ખે આત્મા દુ:ખી થવો તે.
પોતાની પાસે ગમે તેટલી ઋદ્ધિ-સિદ્ધિ-સંપત્તિ હોય પણ તે બીજાના દુ:ખને દૂર કરવામાં સહાયભૂત ન થતી હોય તો તે વ્યધ્ધિ-સિદ્ધિ-સંપત્તિ શું કામની ? એ અદ્ધિ વગેરે રાગાદિ પરિણામ પેદા કરાવી-ગર્વ વગેરે પેદા કરાવી-ઈર્ષ્યા ભાવ પેદા કરાવી આત્માને દુર્ગતિમાં લઇ જનારી બને છે. આજે બીજા દુ:ખી જીવોને જોઇને પોતાનું હૈયું દુઃખી બને છે ? એ રોજ આત્માને પુછવાનું છે. અને કદાચ અંતરમાં દુ:ખા
Page 5 of 50
Page #6
--------------------------------------------------------------------------
________________
થાય તો કેટલા પુરતું ? અરે રે કેવો દુ:ખી છે ? કેટલો બધો પીડાય છે ? આ વિચારથી કદાચ બહુ બહુ તો થોડા પૈસા કે ખાવાનું આપવાનું મન થાય પણ એથી આગળ કોઇ વિચાર અંતરમાં આવે ખરો ? કે ભૂતકાળમાં કેવા પાપ કરીને આવ્યો છે કે જેના પ્રતાપે અહીં કેટલું દુ:ખ ભોગવે છે. હું પણ અહીં જો પાપ કરીશ તો ભવાંતરમાં મારે પણ આવા દુ:ખી થવું પડશે માટે જેટલી શક્તિ હોય તે પ્રમાણે એનું દુ:ખ દૂર કરવા પ્રયત્ન કરું કે જેથી ભવાંતરમાં મને દુઃખ ન આવે ! આવા કોઇ વિચારો અંતરમાં પેદા થાય છે ખરા ? આવા વિચારો આવે તો જ સાચી રીતે દુ:ખીના દુ:ખને દૂર કરવાનું મન થાય. નહિ તો અરે રે કર્યા કરવાનું ! આના ઉપરથી વિચાર એ કરવાનો છે કે સારું પુણ્ય બાંધવું હોય તો કયા વિચારોથી-કયી પ્રવૃત્તિથી બંધાય એ જોવાનું છે ! અરે રે કરી દયા કરીએ એનાથી પુણ્ય બંધાવાનું પણ કેવું ? અને કેવા પાપ કરીને આવ્યો છે જો હું પાપ કરીશ તો મારે પણ એવા દુ:ખી થવું પડશે એમ વિચારી દયાના પરિણામ લાવવા તેમાં કેવું પુણ્ય બંધાય એ વિચાર કરતાં થવાની ખાસ જરૂર છે.
૨. બીજી અવસ્થાના વિચારમાં બીજાના સુખે પોતાનો આત્મા સુખી થાય એટલે બીજાના સુખને જોઇને અંતરમાં આનંદ પેદા થવો-કરવો તે.
જ્યાં સુધી જીવો બીજાના દુ:ખે દુ:ખી ન બને ત્યાં સુધી બીજાના સુખે સુખી બની શકતા નથી. પોતાની પાસે સામગ્રી સારી હોય અને એ સામગ્રી જેમ બીજાના દુઃખ દૂર કરવાના ઉપયોગમાં ન આવે તો અંતરમાં થાય એ સામગ્રીથી હું સુખી શી રીતે કહેવાઉં ? એવી જ રીતે પોતાની પાસે જે સધ્ધિ-સિદ્ધિ-સંપત્તિની સામગ્રી હોય તે સામગ્રી બીજાને સુખી કરવામાં સહાયભૂત ન થાય તો અંતરમાં થાય કે આ સામગ્રીથી હું સુખી કઇ રીતે કહેવાઉં ? જો આ સામગ્રી બીજાને સુખી બનવામાં સહાયભૂત થતી હોય તોજ હું સુખી. બીજા પોતાના કરતાં અધિક સુખી હોય તો અંતરમાં આનંદ થાય એ સુખી છે માટે હું સુખી છું ! એના સુખમાં મારું સુખ છે એટલે મારું સુખ સમાયેલું છે. આજે આમાંના વિચારો આવે છે ખરા ? બીજાના સુખની સામગ્રી જૂએ. પોતાના કરતાં અધિક સુખી જુએ કે અંતરમાં ઈર્ષ્યા ભાવ પેદા થાય છે ખોટા આરોપ મૂકવાના વિચારો અંતરમાં આવે છે. પોતાનો સગો ભાઇ હોય અથવા પોતાનો દીકરો હોય કે જે સામું ન જોતો હોય અને એ સુખી અધિક હોય તો આનંદ થાય કે અંતરમાં એના પ્રત્યે ઇર્ષ્યા ભાવના વિચારો આવે ? આ ગુણ આવે તોજ જ્ઞાની ભગવંતો કહે છે કે મળેલો નવકાર ગણતાં આત્માને પુણ્યાનુબંધિ પુણ્ય બંધાવવામાં સહાયભૂત થાય અને એ નવકારથી આત્માનું કલ્યાણ જલ્દી થાય. આજે આમાંના ગુણો અંતરમાં નથી. ગુણો પેદા કરવાનું લક્ષ્ય નથી. એના માટેનો પુરૂષાર્થ નથી માટે નવકાર ગણવા છતાંય જે ફળ મલવું જોઇએ જે ફ્લની અનુભૂતિ થવી જોઇએ એ થતી દેખાતી નથી. બાકી નવકાર ગણવાથી કદાચ આવેલું દુ:ખ નાશ પણ પામે અને ઇચ્છિત સુખ કદાચ નવકાર ગણવાથી મલી પણ જાય પણ એથી આત્માને લાભ શું ? આ ખૂબ ખૂબ વિચાર કરવા જેવી ચીજ છે.
૩. ત્રીજી અવસ્થા :- દુ:ખ વેઠીને પણ બીજા જીવોને સુખી કરવાની ભાવના. કોઇ આપણને દુ:ખા આપતો હોય અને દુ:ખથી એને સુખ થતું હોય તો દુ:ખ વેઠીને પણ બીજાને સુખી કરવાની ભાવના એ ત્રીજી અવસ્થાના પરિણામ ગણાય છે.
સામો માણસ કર્મના ઉદયથી આપણને દુઃખ આપે અને એ દુ:ખ આપવામાં એને આનંદ થતો હાય તો દુ:ખ વેઠીને પણ એને આનંદિત કરવાનો સ્વભાવ કેળવવો એટલે એને સુખી કરવાનો સ્વભાવ કેળવવો તે આ ત્રીજી અવસ્થાવાળા પરિણામ પરોપકાર રૂપે ગણાય છે. આ રીતે જે જે જીવોએ પરોપકારનો સ્વભાવ કેળવ્યો હોય છે તે જીવો સુંદર રીતે જીવન જીવીને પોતાના આત્માનું કલ્યાણ સાધો ગયા છે. જેમ ગજસુકુમાલ-મેતારક મુનિ. સ્કંધક મુનિના પાંચસો શિષ્યો ઘાણીમાં પીલાતા પીલાતા આસ્વભાવથી કેવલજ્ઞાન પામી મોક્ષે ગયા ઇત્યાદિ ઘણાં દ્રષ્ટાંતો છે. આ કારણથી પરોપકાર સારી રીતે કરતાં કરતાં આ કક્ષામાં જીવ દાખલ થાય અને આ કક્ષાને પ્રાણ કરતાં અધિક રીતે સાચવીને જીવે તો પોતાના આત્માનું
Page 6 of 50
Page #7
--------------------------------------------------------------------------
________________
કલ્યાણ કર્યા વગર રહેતો નથી. આ કારણથી નવકાર મંત્ર ગણવાની યોગ્યતા માટે પણ પરોપકાર નામનો ગુણ જોઇએ છે.
(૪) સંત પુરૂષોની સેવા કરનાર :- આવા પરોપકારી જીવને કોઇપણ સંત પુરૂષ મલે તે સંત પુરૂષને પોતાનાથી મોટા અને મહાન માનીને એમની સવા ભક્તિ કરવાની તક મળે તો પોતાના બધા કામોને છોડીને સૌથી પહેલા સેવા કરવા લાગી જાય છે. કારણકે પરોપકાર ગુણને કારણે સંતપુરૂષો પ્રત્યે બહુમાન ભાવ-આદર ભાવ અંતરમાં વિશેષ રીતે પેદા થયેલ હોય છે અને કેટલીક વાર એમની સેવામાં તત્પર બનતાં ભૂખ અને તરસ આદિ કષ્ટોને પણ ભૂલી જાય છે. આવા ગુણવાળા જીવોને નવકાર મંત્ર મલે તો તે મંત્રને પ્રાણ કરતાં અધિક રીતે સાચવીને એવી રીતે ઉપયોગ કરે કે જેથી પોતાના આત્માને લઘુકર્મી બનાવી વહેલામાં વહેલું કલ્યાણ સાધી લે છે. આથી નવકાર મંત્ર ગણવા માટે ગણતાં ગણતાં આવી યોગ્યતા પેદા કરવાનો પ્રયત્ન કરવો જોઇએ.
(૫) વિષય-કષાયનું વારણ કરનાર :- નિ:સ્વાર્થ ભાવ પેદા કરવાના સ્વાભાવ વાળા જીવો પોતાના આત્માને સરળ બનાવતાં જાય છે અને એ સરલતાનાં કારણે પુણ્યના ઉદયથી મળેલી સામગ્રી ચાલી જાય તો પણ આવા જીવોને કષાય પેદા થતો નથી પણ અંતરમાં એવા વિચારો પેદા થાય છે કે પુણ્ય પુરૂં થયું માટે એ સામગ્રી ગઇ એમાં લઇ જનારનો શું દોષ છે એ તો નિમિત્ત માત્ર છે. આવા વિચારોના બળે વિષયો પ્રત્યે વિશેષ રાગ પેદા થવા દેતાં નથી અને એ સામગ્રી ચાલી જાય-કોઇ લઇ જાય-કોઇ નાશ કરી નાંખે તો એવા જીવો પ્રત્યે દ્વેષ બુધ્ધિ-ક્રોધાદિ કષાયો પેદા થતાં નથી. આવા સ્વભાવના પરિણામને વિષયકષાયનાં વારણ કરનારા પરિણામ કહેવાય છે.
(૬) સુવિચારી :- આવા સ્વભાવવાળા જીવોને કોઇ દિવસ મોટે ભાગે ખરાબ વિચારો પેદા થતાં નથી સદા માટે સુવિચારોમાંજ રમ્યા કરતાં હોય છે. પોતાની શક્તિ મુજબ જે જ્ઞાનપ્રાપ્ત કરેલ હોય એ જ્ઞાનને યાદ કરી કરીને ટકાવી રાખવા પ્રયત્ન કરતાં હોય છે. તેમાં શક્તિ મુજબ વધારો કરતાં જાય છે. એવી જ રીતે જે ઉપકારીઓ પાસેથી જ્ઞાનની પ્રાપ્તિ થયેલી હોય તેઓનાં દર્શન કરી કરીને એ ઉપકારીઓનું બહણ અદા કરતાં થાય છે. (જાય છે.) આવી પ્રવૃત્તિના પ્રતાપે એ જીવો જ્ઞાન-દર્શનનાં આરાધક બનતા જાય છે. આવા જીવોને સર્વ મંત્રોમાં શિરોમણી એવો નવકારમંત્ર જો મલે તો આવા જીવો એનો ગણવામાં ઉપયોગ કરતાં કરતાં પોતાના આત્માનું સુંદર રીતે કલ્યાણ સાધી શકે છે.
નવકારમંત્રને પામીને એને ગણતાં ગણતાં આત્માને આ રીતે તૈયાર કરવાનો છે. વિચારો ! નવકાર મંત્ર જન્મતાની સાથેજ મલ્યો છે બોલતા થયાં ત્યારથી બોલીએ છીએ એ નવકાર મંત્ર અત્યાર સુધી કેટલી વાર બોલી ગયા-સાંભળી ગયા-સ્મરણરૂપે ગણી લીધા. આમાંથી આત્મા કોઇ ગુણથી કેળવાયેલો લાગે છે ખરો ? એ ગુણોથી કેળવવા માટે નવકાર મંત્ર ગણવાનો પ્રયત્ન પણ જીવનમાં કેટલો ? એટલે આવા ગુણોને પામવાના લક્ષ્યથી નવકાર મંત્ર ગણતા હોઇએ એવું પણ છે ખરૂં ? તો રોજ વિચારણા કરવી પડશે કે નવકાર ગણીએ છીએ પણ એ ગણતાં ગણતાં ક્યાં સુધી પહોંચ્યા એ જોવું પડશે. એ જોવાનું ચાલુ છે ?
(૭) સ્યાદ્વાદ ગુણથી રંગાયેલો - આવા ગુણવાળા જીવોને કોઇપણ બાબતમાં એટલે કોઇપણ પદાર્થમાં પક્કડ હોતી નથી. કોઇ કહે આમ છે તો હશે ? કોઇ બીજો બીજું કહે તો એમ હશે ? એવાજ વિચારોમાં એ રમતો હોય છે પણ રાગાદિ પરિણામ કે ક્રોધાદિ કષાયના પરિણામને આધીન થઇને મોટે ભાગે વિચારણા કરવાવાળો હોતો નથી. ભગવાને જે કહ્યું તે ખરૂં એવા સ્વભાવથી જીવનારો હોય છે.
(૮) સમતા રસવાળો - સમતા રસવાળો એટલે અનુકૂળ પદાર્થોમાં એટલે કે સુખના પદાર્થોમાં લીન ન બને અને દુ:ખના અને પ્રતિકૂળ પદાર્થોમાં દીન ન બને એવી રીતે જીવન જીવવાનો અભ્યાસ કેળવવો તે સમતા ભાવવાળું જીવન કહેવાય.
Page 7 of 50
Page #8
--------------------------------------------------------------------------
________________
આ ગુણોમાંથી કોઇપણ એક ગુણવાળો હોય અથવા એથી અધિક ગુણવાળો જીવ હોય તે નવકાર મંત્રને ગણવાનો અધિકારી કહેલો છે. આવા જીવોને નવકાર મંત્રનું સ્મરણ કરતાની સાથે જ ઇચ્છિત પદાર્થો જે ઇરછે તે તત્કાલ મલ્યા કરે છે અને પ્રતિકૂળતાઓ કે રોગાદિ પણ નવકારમંત્રના સ્મરણથી તત્કાલ દૂર થયા વગર રહેતા નથી. આ કારણે આવા જીવોને નવકાર મંત્રનું સ્મરણ આ ભવમાં જીવના જીવતા શીખવાડે છે અને પરલોક સુંદર બનાવી વહેલામાં વહેલા પોતાના આત્મકલ્યાણને પેદા કરવામાં સહાયભૂત થાય છે.
નમરક્કાર મહામંત્ર
પંચ પરમેષ્ઠિ એટલે-અરિહંત સિધ્ધ-આચાર્ય-ઉપાધ્યાય અને સાધુ ભગવતો એ પંચ પરમેષ્ઠિ કહેવાય છે. એ પંચ પરમેષ્ઠિ મહામંત્રરૂપ નમસ્કાર સૂત્રમાં અક્ષરો અડસઠ છે. પહેલાં પાંચ પદોના પાંત્રીશ અક્ષરો અને ચૂલિકાના ચાર પદોના તેત્રીશ અક્ષરો મળીને કુલ અડસઠ અક્ષરોમાં પંચ પરમેષ્ઠિ નમસ્કાર મહામંત્ર સમાપ્ત થાય છે. નવકારમંત્રના નવ પદો ગણાય છે તે વિભકત્યન્ત પદમ્' જેના છેડે વિભક્તિ છે તે પદ ગણાય છે. એ અર્થમાં નહિ પરંતુ નમો અરિહંતાણં ઇત્યાદિ વિવક્ષિત મર્યાદા યુક્ત પદો નવકારમાં નવ છે એમ સમજવાનું છે.
નવકારના નવ પદોમાં પ્રથમ પદમાં સાત અક્ષર, બીજા પદમાં પાંચ અક્ષર, ત્રીજા પદમાં સાત અક્ષર, ચોથા પદમાં સાત અક્ષર, પાંચમાં પદમાં નવ અક્ષર, છઠ્ઠા પદમાં આઠ અક્ષર, સાતમાં પદમાં આઠ અક્ષર, આઠમા પદમાં આઠ અક્ષર અને નવમાં પદમાં નવ અક્ષર છે. એ રીતે પ્રત્યેક પદના અક્ષરો મલીને કુલ સંખ્યા અડસઠની થાય છે. નવ પદોવાળા નવકારની સંપદાઓ આઠ છે. સંપદા એટલે વિશ્રાન્તિ સ્થાનો એટલે અટકવાના સ્થાના અથવા મહાપદો. એ કારણે નવકારના ઉપધાનની વિધિમાં નવકારને આઠ અધ્યયન સ્વરૂપ ગણીને પ્રત્યેક અધ્યયન દીઠ એક એક આયંબિલ કરવા દ્વારા કુલ આઠ જ આયંબિલા કરવા માન કર્યું છે. નવપદોની આઠ સંપદાઓ કેવી રીતે ગણવી ? એનો ઉત્તર બે પ્રકારે છે. પ્રથમ ઉત્તરમાં પ્રથમ સાત સંપદાઓ પ્રથમના સાત પદોની પદ સમાન છે અને આઠમી સંપદા છેલ્લા બે પદોની. મલીને સત્તર અક્ષર પ્રમાણે છે. જેમકે “મંગલાણં ચ સવ્વસિં પઢમં હવઇ મંગલ' બીજા ઉત્તરમાં છઠ્ઠી સંપદા બે પદ પ્રમાણ સોળ અક્ષર વાળી છે જેમકે - એસો પંચ નમુક્કારો સવ્વપાવપણાસણો.
એ રીતે નવ પદમય પાંત્રીસ અક્ષર પ્રમાણ મૂળ મંત્ર અને તેત્રીશ અક્ષર પ્રમાણ ચૂલિકા સહિત અડસઠ અક્ષર પ્રમાણ પંચ પરમેષ્ઠિ નમસ્કાર મહામંત્રને આઠ સંપદાઓ વડે ભક્તિ સહિત ભણવાથી શાશ્વત સ્થાનની પ્રાપ્તિ થાય છે. એમ ચૈત્યવંદન ભાષ્ય, પ્રવચન સારોદ્ધાર નમસ્કાર પંજિકા આદિ અનેક શાસ્ત્રોમાં ક્રમાવ્યું છે.
પંચ પરમેષ્ઠિઓને નમસ્કાર કરવા રૂપ મહામંત્ર શ્રી નવકારમંત્ર તરીકે શ્રી જૈન શાસનમાં સુપ્રસિધ્ધ છે. શ્રી જૈન શાસનના મંતવ્ય મુજબ એ શ્રી નવકાર મંત્ર સર્વ માંગલિકોનું મૂળ છે. સમસ્ત જેના શાસનનો સાર છે. અગ્યાર અંગ અને ચૌદ પૂર્વનો ઉધ્ધાર એટલે સારભૂત છે તથા સદેવ શાશ્વત છે.
એ શ્રી નવકાર મંત્રનું ખ્યાન આપતાં શ્રી પ્રવચન સારોદ્ધાર વૃત્તિકાર માને છે કે
સર્વ મંત્રરનામુત્પત્યા કરણસ્ય પ્રથમસ્ય કલ્પિત પદાર્થ કરણેક કલ્પદ્રુમ સ્ય વિષ વિષધર શાકિની ડાકિની યાકિન્યાદિ નિગ્રહ નિરવગ્રહ સ્વભાવસ્ય સકલ જગદ્વશીકરણા કૃષ્ટયાધવ્યભિચારી પ્રોઢ પ્રભાવસ્ય ચતુર્દશ પૂર્વાણાં સાર ભૂતસ્ય પંચ પરમેષ્ઠિ નમસ્કારસ્ય મહિમાડત્ય ભતંવરી વર્તત ત્રિજગત્યાકાલમિતિ નિષ્પતિ પક્ષમતત્ સર્વ સમય વિદામ્ //
સર્વ મંત્ર રત્નોની ઉત્પત્તિનું મૂળસ્થાન, સર્વ ઇચ્છિત પદાર્થોને પૂર્ણ કરવા માટે અદ્વિતીય કલ્પવૃક્ષ, વિષ-વિષ ધર-શાકિની-ડાકિની-યાકિની આદિ ઉપદ્રવોનો નિગ્રહ કરનાર સકલ જગતનું વશીકરણ કરવા
Page 8 of 50
Page #9
--------------------------------------------------------------------------
________________
માટે અવ્યભિચારી પ્રોઢ પ્રભાવ સંપન્ન ચૌદ પૂર્વના રહસ્યભૂત શ્રી પંચ પરમેષ્ઠિ નમસ્કારનો મહિમા ત્રણે જગતમાં સર્વકાળ માટે સૌથી શ્રેષ્ઠ અને અતિ અભૂત છે. એ વાત સર્વ સિધ્ધાંત વેદિઓ નિર્વિવાદ પણે જાણે છે, માને છે અને સ્વીકારે છે. ||
જેઓ શ્રી નવકાર મંત્રના આ પ્રભાવને જાણતા નથી, માનતા નથી, યા સ્વીકારતા નથી તેઓ સિધ્ધાંતના રહસ્યને પણ જાણતા નથી. સિધ્ધાંતના રહસ્યને જાણનાર શ્રી નવકારમંત્રના પ્રભાવને પણ જાણ્યા-માન્યા કે સ્વીકાર્યા સિવાય રહી શકતા જ નથી.
સકલ સિધ્ધાંત વેદી ઉપાધ્યાયજી શ્રી યશો વિજયજી મહારાજા સ્વરચિત શ્રી પંચ પરમેષ્ઠી ગીતામાં શ્રી નવકાર મંત્રનો મહિમા વર્ણવતાં ક્રમાવે છે કે
શ્રી નવકાર સમો જગ મંત્ર ન યંત્ર ન અન્ય વિધા નવિ ઓષધ નવિ એહ જપે તે ધન્ય, કષ્ટ ટળ્યાં. બહુ એહને, જાપે તુરત કિધ્ધ, એહના બીજની વિદ્યા નમિ વિનમિતે સિધ્ધ. II
1 શ્રી નવકાર સમાન જગતમાં અન્ય કોઇ મંત્ર નથી, વિધા નથી કે ઓષધ નથી. એ નવકાર મંત્રને જે કોઇ હૃદયના ભાવથી જપે છે તે ધન્ય છે. એના જાપથી અનેક આત્માઓનાં કષ્ટો તત્કાલ નાશ પામ્યા છે. ભગવાન શ્રી કષભદેવ સ્વામિના તીર્થમાં શ્રી નમિ અને વિનમિને જે વિધાઓ સિધ્ધ થઇ હતી તે વિધાઓનું બીજ પણ શ્રી નવકારમંત્ર જ હતું. એજ ગીતામાં આગળ ચાલતાં એ મહાપુરૂષ માને છે કે
સિધ્ધ ધર્માસ્તિ કાયાદિ દ્રવ્ય, તિમજ નવકાર ભણે એ ભવ્ય | સર્વશ્રુતમાં વડો એ પ્રમાણ્યો, મહાનિશિથે ભલિ પરે વખાણ્યો.” લોકમાં
જેમ ધર્માસ્તિકાયાદિ
ષ
દ્રવ્યો (ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાય-આકાશાસ્તિકાય-જીવાસ્તિકાય-પુદગલાસ્તિકાય અને કાળ) પ્રસિધ્ધ અને સ્વયં સિધ્ધ છે. તેમ શ્રી નવકારમંત્ર પણ સમસ્ત લોકમાં પ્રસિધ્ધ અને સ્વયંસિધ્ધ એટલે અકૃત્રિમ એટલે કે કોઇએ ઉત્પન્ન કર્યા વગરનો છે. અતિ ગંભીર એવા શ્રી મહાનિશિથ નામના છેદ સૂત્રમાં શ્રી નવકારમંત્રની. ભારે પ્રશંસા કરવામાં આવી છે અને સર્વશ્રુત સ્કંધોમાં તેને મહામૃત સ્કંધ તરીકે વર્ણવવામાં આવ્યો છે. શ્રી. વિશેષાવશ્યક મહાભાષ્યમાં પણ પંચમંગલ મહાશ્રુતસ્કંધાત્મક શ્રી નવકાર મંત્રની સર્વ શ્રત અત્યંતરના અનેક પ્રકારે સિધ્ધ કરવામાં આવી છે. પંચ પરમેષ્ઠિ નમસ્કાર એ સર્વ મંગલમાં પ્રથમ મંગલ છે તેથી તે. સર્વ શ્રતની અત્યંતર સમાઇ જાય છે. એટલું જ નહિ પરંતુ શ્રી નંદી સૂત્રમાં સર્વ શ્રુત સ્કંધોનું વર્ણન કરતી. વખત પંચ નમસ્કારાત્મક પંચ મંગલ મહામૃત સ્કંધને પૃથક શ્રુત સ્કંધ તરીકે વર્ણવેલ નથી તેથી પણ તે સર્વ શ્રુત અત્યંતર છે એમ સ્પષ્ટ સિદ્ધ થાય છે.
શ્રી નવકારમંત્રનો જે મહિમા શાસ્ત્રોમાં વર્ણવેલો છે તેનું કાંઇક ભાન કરાવવા માટે પરમ ઉપકારી ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજા ગુર્જર ગિરામાં ગુક્તિ પધબધ્ધ શ્રી પંચપરમેષ્ઠિ ગીતામાં આગળ ચાલતાં અલંકારિક રીતે શ્રી નવકાર મંત્રનો મહિમા વર્ણવતાં માને છે કે પર્વતમાં જેમ મેરૂ, વૃક્ષમાં જેમ કલ્પતરૂ, સુગંધમાં જેમ ચંદન, વનમાં જેમ નંદન, મૃગમાં જેમ મૃગપતિ (સિંહ), ખગમાં જેમ ખગપતિ (ગરૂડ), તારામાં જેમ ચન્દ્ર, નદીઓમાં જેમ ગંગા, રૂપવાનમાં જેમ અનંગ (કામદેવ), દેવમાં જેમ ઇન્દ્ર, ઉદધિમાં (સમુદ્રમાં) જેમ સ્વયંભૂરમણ, સુભટમાં જેમ ત્રિખંડાધિપતિ એટલે શ્રીરમણ (વાસુદેવ), નાગમાં જેમ નાગરાજ (શેષનાગ), શબ્દમાં જેમ આષાઢી મેઘનો ગાજ (ગર્જના), રસમાં જેમ ઇક્ષરસ. ફ્લમાં જેમ અરવિંદ (કમલ), ઓષધિઓમાં જેમ સુધા (અમૃત), વસુધાપતિ (રાજાઓ) માં જેમ રઘુનંદ એટલે રામચન્દ્રજી, સત્યવાદિમાં જેમ યુધિષ્ઠિર, ધીરતામાં જેમ નિષ્પકમ્પ ધ્રુવ, માંગલિક વસ્તુઓમાં જેમ ધર્મ, સામુદાયિક સુખમાં જેમ સુસંપ, ધર્મમાં જેમ દયાધર્મ, વ્રતમાં જેમ બ્રહ્મચર્યવ્રત, દાનમાં જેમ અભયદાન, તપમાં જેમ સત્ય, રત્નમાં જેમ વ્રજરત્ન (હીરો), નરમાં જમ નિરોગી નર (મનુષ્ય), શીતલતામાં જેમ હિમા
Page 9 of 50
Page #10
--------------------------------------------------------------------------
________________
અને ધીરતામાં જેમ ધીર વ્રતધર તેમ સર્વ મંત્રોમાં શ્રી નવકારમંત્ર એ સારભૂત અને શ્રેષ્ઠ છે એના સઘળા ઉપકાર સહસ્ર મુખથી પણ કદી કહી શકાય તેવા નથી.
સર્વશ્રેષ્ઠ એવા શ્રી નવકાર મંત્રની પ્રાપ્તિ થયા પછી પણ જે આત્માઓ અન્ય મંત્રોની અભિલાષા રાખે છે તેઓની કરૂણ દશાનો ચિતાર આપતાં એટલે કે એવા જીવો કેવા પ્રકારના દયા પાત્ર છે એ જણાવવા માટે શ્રી ઉપાધ્યાયજી મહારાજા પોતે રમાવે છે કેઃ
તજે એ સાર નવકારમંત્ર જે અવર મંત્ર સેવે સ્વતંત્ર કર્મ પ્રતિકૂલ બાઉલ સેવે તેહ સુરતરૂ ત્યજી આપ ટેવે II
નવકારમંત્રનો ત્યાગ કરીને જેઓ સ્વતંત્ર રીતે અને અન્ય મંત્રોની ઉપાસના કરે છે
એ
સારભૂત તેઓનું કર્મજ ખરેખર પ્રતિકૂલ છે અન્યથા (નહિતો) સર્વ ઇચ્છિતોના દાતાર સુરતરૂનો ત્યાગ કરી દુઃખ કર એવા કંટકોને (કાંટાઓને) દેનાર બાવલ વૃક્ષની ઉપાસના કરવાનું મન તેમને કેવી રીતે થાય ? બીજા જે કોઇ મંત્ર જગમાં ફ્લને દેનારા છે, તે બધા એજ શ્રી નવકાર મંત્રના બીજથી વાસિત થયેલા છે. અર્થાત્- શ્રી નવકાર મંત્રના બીજથી જે મંત્રો વાસિત નથી, તે અવ્યભિચારી ફ્લ દેનાર પણ નથી. એજ વાતનું નિરૂપણ કરતાં તેઓશ્રી માવે છે કે
“એહને બીજે રે વાસિત,
હોવે ઉપાસિત મંત્ર, બીજો પણ ફ્લદાયક, નાયક છે એહ તંતઃ અમૃત ઉદધિ કુસારા, સારા હરત વિકાર, વિષયના તે ગુણ અમૃતનો, પવનનો નહિ રે લગાર.”
સર્વ મંત્રોમાં શ્રી નવકાર મંત્ર એ નાયક છે. શ્રી નવકાર મંત્રના બીજથી વાસિત મંત્રની ઉપાસના
કરવામાં આવી હોય, તો જ તે ફ્ળદાયી થાય છે : અન્યથા નિક્ળ જાય છે, એમ શ્રી સવજ્ઞશાસ્ત્રોનું કથન છે. અમૃતસાગરના કુસારાથી સર્વ પ્રકારના વિષના વિકાર નાશ પામે છે, તે ગુણ અમૃતનો છે, નહિ કે-કુસારાઓને લાવનાર પવનનો ! તેમ અન્ય મંત્રોને પણ ફ્ળીભૂત કરનાર શ્રી નવકાર મંત્રનું બીજ છે, અર્થાત્-બીજરૂપે રહેલ શ્રી નવકાર મંત્ર છે. એ બીજથી રહિત મંત્રો નિઃસાર છે. એજ વાતને તેઓશ્રી નીચેના શબ્દોમાં ફરમાવે છે
“જેહ નિર્બીજ તે મંત્ર જુઠા, ફ્લુ નહીં સાહયૂં હૂઇ અપુઠા, જેહ મહા મંત્ર નવકાર સાધે, તેહ દોઅ લોક અલવે આરાધે.”
શ્રી નવકાર મહામંત્ર રૂપી બીજ રહિત મંત્ર સઘળા જૂઠા છે. તે ફ્ળતા તો નથી, કિન્તુ નુક્શાન કરનારા જરૂર થાય છ. એ કારણે જે આત્માઓ શ્રી નવકાર મહામંત્રનું આરાધન કરે છે, તે આત્માઓ ઉભય લોકને સંપૂર્ણ કૃતાર્થ કરનારા થાય છે.
શ્રી નવકાર મંત્રના વિશેષ ગુણોનું વર્ણન કરતાં, તેઓશ્રી છેલ્લે છેલ્લે માવે છે કે“રતન તણી જેમ પેટી,
Page 10 of 50
Page #11
--------------------------------------------------------------------------
________________
ભાર અલ્પ બહુ મૂલ્ય, ચૌદ પૂર્વનું સાર છે, મંત્ર એ તેહને તુલ્ય : સકલ સમય અત્યંતર,
એ પદ પંચ પ્રમાણ, મહસુએ ખુદ તે જાણો,
ચુલા સહિત સુજાણ.” રત્નોથી ભરેલી પેટીનું વજન અતિ અલ્પ હોય છે, કિન્તુ મૂલ્ય અમૂલ્ય હોય છે, તેમ શ્રી નવકારમંત્ર એ શબ્દો વડે ટૂંકો છે, કિન્તુ અર્થ વડે અનન્ત છે : ચૌદ પૂર્વનો સાર છે. સર્વ સિધ્ધાન્તની. અંદર એ પાંચ પદો પ્રમાણભૂત માનવામાં આવેલ છે અને ચૂલિકાસહિત સમસ્ત શ્રી નવકાર મંત્રને મહા શ્રુતસ્કંધ તરીકે વર્ણવવામાં આવેલ છે. શ્રી નવકાર સિવાય અન્ય શાસ્ત્રોને મહા શ્રુતસ્કંધ નહિ, કિન્તુ કેવળ શ્રુતસ્કંધ તરીકે વર્ણવેલ છે. શ્રી નવદર મંત્રની ઉત્પત્તિ :
શ્રી નવકાર મંત્ર શબ્દાત્મક છે અને શબ્દો એ દ્રવ્યતા નિત્ય હોવા છતાં. પર્યાયતયા અનિત્ય છે, તેથી શ્રી નવકાર મંત્ર પણ દ્રવ્યતયા નિત્ય માનવો જોઇએ અને પર્યાયતયા અનિત્ય માનવો જોઇએ. શ્રી નવકાર મંત્ર એ ભાષાત્મક હોવાથી સદેવ શાશ્વત ન જ હોઇ શકે, એવી દલીલ કરનારા દ્રવ્ય ભાષા અને ભાવ ભાષાનું સ્વરૂપ સમજવા માટે સર્વથા નિષ્ફળ નિવડ્યા છે.
દ્રવ્ય ભાષા એ પુદ્ગલાત્મક છે અને પુગલના પર્યાયો અનિત્ય હોવાથી ભાષાના દ્રવ્યો પણ અનિત્ય જ છે.
કિન્તુ ભાવ ભાષા જે આત્માના ક્ષયોપશમરૂપ છે, તે આત્મદ્રવ્યની જેમ નિત્ય છે.
આ સ્થળે સમજી લેવું જોઇએ કે-શ્રી જૈન દર્શને માનેલ કોઇ પણ નિત્ય પદાર્થ એ કૂટસ્થ નિત્ય નથી, કિન્તુ પરિણામી નિત્ય છે. એટલે આત્મદ્રવ્ય પણ પરિણામી નિત્ય છે. ભાવ ભાષા એ આત્મગુણરૂપ હોવાથી તે પણ પરિણામી. નિત્ય છે.
શ્રી નવકાર મંત્ર દ્રવ્ય-ભાવ ઉભય સ્વરૂપે શાશ્વત છે : અથવા શબ્દથી અને અર્થથી તે નિત્ય છે, એમ જે કહેવાય છે તેની પાછળ અનેક અપેક્ષાઓ રહેલી છે. તેને સમજ્યા વિના જ સદેવ શાશ્વત એવા શ્રી નવકાર મંત્રને ભાષાત્મક હોવા માત્રથી અશાશ્વત કહી દેવા તૈયાર થવું, એ વિચારકો માટે લેશ પણ શોભાભર્યું નથી.
નવકાર (નમરાર) સૂત્ર.
નમો અરિહંતાણં, નમો સિધ્ધાણં, નમો આયરિયાણં, નમો ઉવન્ઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચ નમુક્કારો, સવ પાવપણાસણો | મંગલાણં ચ સવ્વસિં, પઢમં હવઇ મંગલં |
૫. સંસ્કૃત છાયા.
Page 11 of 50
Page #12
--------------------------------------------------------------------------
________________
नमोडर्हदभय: नम: सिद्धेम्य:| नम आचार्येभ्य: । नम उपाभ्यायेम्य: | नमो लोके सर्वसाधुभ्य: ।।
Uષ પંવનમરWાર:1 સર્વપાપપ્રાશન: I मंगलानां च सर्वेषां । प्रथमं भवति मंगलम ।।
૬. અર્થપાઠ નમસ્કાર હો અરિહંતોને, નમસ્કાર હો. સિધ્ધોને, નમસ્કાર હો આચાર્યોને, નમસ્કાર હો ઉપાધ્યાયોને, નમસ્કાર હો લોકમાં રહેલા સર્વ સાધુઓને.
આ પાંચને કરેલો નમસ્કાર સર્વ પાપનો સર્વથા નાશ કરનાર છે; અને તે સર્વ મંગલોમાં પહેલું મંગલ છે.
૭. વિવેચન પાઠ
આ નમસ્કાર પંચપરમેષ્ઠીને છે, તેથી તે પંચપરમેષ્ઠીનમસ્કાર અથવા પંચપરમેષ્ઠીતવ: એમ કહેવાય છે. આ સર્વ માંગલિકનું મૂળ, શ્રી જિનશાસનનો સાર, ચૌદ પૂર્વનો ઉદ્વાર, અને મહામંત્રરૂપ છે, અને તેનું કારણ જેને નમસ્કાર કરવામાં આવે છે તે પંચપરમેષ્ઠીમાં રહેલા પ્રભાવને લઇને છે. તો પહેલાં પંચપરમેષ્ઠી એટલે શું, અને તેનું દરેકનું સ્વરૂપ શું છે તે જોઇએ.
પરમેષ્ઠી-એટલે જે પરમ = ઉત્કૃષ્ટ + ઇષ્ટી = ઇષ્ટતાવાળા-આપનાર.
નમસ્કાર એટલે નમવું તે. આ બે પ્રકારે છે. દ્રવ્યથી અને ભાવથી. દ્રવ્યથી એટલે બે હાથ, બે પગા અને મસ્તક વડે સુપ્રણિધાન સારી રીતે પ્રણામ કરવા રૂપ; અને ભાવથી એટલે વિશુધ્ધ, નિર્મળ મનથી. આ બંને પ્રકારે પરમેષ્ઠીને નમસ્કાર કરવાનો છે. પરમેષ્ઠી પાંચ છે. (૧) અરિહંત, (૨) સિધ્ધ, (૩) આચાર્ય, (૪) ઉપાધ્યાય, (૫) સાધુ. આ દરેકનું સ્વરૂપ જોઇએ.
૮. અરિહંત-શબ્દાથી
અરિહંત ત્રણ પાઠે લખાય છે. (૧) અરહંત, ૨) અરિહંત અને (૩) અરહંત.
૧. (૧) અરહંત (અહંત- જે યોગ્ય છે. અહં = યોગ્ય થવું એ ધાતુપરથી) એટલે જે પૂજાને-આઠ મહાપ્રતિહાર્યરૂપ પૂજાને યોગ્ય છે તે કહ્યું છે કે -
अरहंति वंदण नम, सणाइ अरहंति पूअसक्कारं ।
सिधिगमणं च अरहा, अरहंता तेह वज्झति ।। અર્થ - જે વંદન, નમસ્કારાદિને યોગ્ય છે, જે પૂજા સત્કાર કરવા યોગ્ય છે, અને જે સિદ્ધિ પામવા યોગ્ય છે તેને અરહંત કહે છે.
(૨) અરહંત - (અરજ - રજોહનનાત-રજ હણવાથી રજવગરના) એટલે ચાર આત્માનુણઘાતી કર્મરૂપી રજને હણનાર.
(૩) (અરહસ્ય - જેને રહસ્ય નથી તે) એટલે પોતાને કેવલ જ્ઞાન-દર્શન પ્રાપ્ત થયેલ હોવાથી જેને કંઇ પણ છાનું નથી તે.
(૪) (અ = નથી + રહ = એકાંતપ્રદેશ + અંત = મધ્ય ભાગ. જેને એકાંત પ્રદેશ કે મધ્ય ભાગા નથી) એટલે જેને કંઇ પણ વસ્તુ છાની નથી તે.
(૫) (અ = નથી + રહ = રથરૂપી પરિગ્રહ + અંત = વિનાશ-વિનાશ કરનાર એવા જરા-ઘડપણ. આદિ) એટલે જેને પરિગ્રહ કે જરા આદિ નથી તે.
(૬) (અરહય-રહુ = છાંડવું, જેણે છોડ્યો નથી) એટલે જેણે સ્વસ્વભાવ છોડ્યો નથી તે.
Page 12 of 50
Page #13
--------------------------------------------------------------------------
________________
૨. અરિહંત. (અરિહંતા-અરિ = શત્રુ + હતા = હણનાર) એટલે આઠ કર્મરૂપ શત્રુને હણનારા.
૩. અર્હંત (અરૂહત-રૂહું = ઉગવું-ઉપજવું-જેને ઉગવું કે ઉપજવું નથી તે) એટલે જેને કર્મો ક્ષીણ થઇ જવાથી બીજો ભવ લેવાનો નથી તે.
નમસ્કારની વસ્તુ
શ્રી અરિહંતાદિ પાંચ પરમેષ્ઠી, એ નમસ્કારની પાંચ વસ્તુ છે. એ પાંચ વસ્તુને નમસ્કાર કરવા માટે પાંચ હેતુઓ છે. માર્ગ, અવિપ્રણાશ, આચાર, વિનય અને સહાયતા. એ પાંચ કારણો માટે પાંચને નમસ્કાર કરવા યોગ્ય છે. કહ્યું છે કે
નમો 3વિપૂUાસો,
आयारो विणयया सहायत्तं । पंचविह नमोक्कार,
રેમિ પUહિં હેડ Éિ 19ી” માર્ગ, અવિપ્રણાશ, આચાર, વિનય અને સહાયકતા -એ પાંચ કારણો વડે હુ પાંચ પ્રકારનો નમસ્કાર કરું .' માહિતુ ?
પાંચ હેતુઓમાં પ્રથમ માર્ગહેતુ છે. ભવઅટવીમાં માર્ગદર્શક શ્રી અરિહંત પરમાત્માઓ હોવાથી, તેઓના એ માર્ગદર્શક ગુણને લઇ તેઓ નમસ્કાર કરવા યોગ્ય છે. કહ્યું છે કે
'अडवीए देसियत्तं,
तहेव निजामया समुप॑मि । छक्काय रक्खणट्ठा,
Hઈ ગોવા તે વૃધ્વતિ ||ી!' ભવાટવીમાં માર્ગદર્શકપણું હોવાથી, ભવસમુદ્રમાં નિર્યામકપણું હોવાથી તથા ભવ વનમાં છકાય. જીવોની રક્ષાર્થે મહાગોપપણું હોવાથી શ્રી અરિહંતદેવો મહા સાર્થવાહ, મહા નિર્ધામક અને મહાગોપ કહેવાય છે. શ્રી અરિહંતદેવોના એજ એક મહાન ઉપકાર છે. સાથouહ :
શ્રી અરિહંતદેવ રૂપી સાર્થવાહો, ભવ્ય આત્મારૂપી મુસાફ્રોને, ધર્મકથા રૂપી ઉદ્ઘોષણા દ્વારાએ, સાધુમાર્ગ અને સાધકમાર્ગ રૂપી સરળ અને વક્રમાર્ગે, ઇણ્ડિતપુર શ્રી મુક્તિનગરીમાં લઇ જાય છે. તે સાર્થવાહો ભવાટવીમાં રાગદ્વેષ રૂપી વ્યાપદોથી રક્ષણ કરે છે, ક્રોધાદિ કષાયો રૂપી દાવાગ્નિ આદિના ભયોથી ભવ્ય આત્માઓને બચાવી લે છે, વિષયો રૂપી વિષળોનો આસ્વાદ કરવામાં નિમગ્ન થયેલા આત્માઓને તેનાથી છોડાવી પરિણામહિતકર-તપસંયમ રૂપી હિતકર ળોનો આસ્વાદ લેતા બનાવે છે, બાવીશ પરિષહો રૂપી પિશાચોથી રક્ષણ કરે છે, પાસત્યાદિ અકલ્યાણ મિત્રો રૂપી લૂંટારાઓની લૂંટમાંથી છોડાવે છે, અને નિત્યોધમ રૂપી અપ્રમાદી પ્રયાણ વડે જ્ઞાનરૂપી અશ્વો અને ધ્યાનરૂપી હાથીઓથી જોડાયેલા પાંચ પ્રકારના સ્વાધ્યાયરૂપી રથમાં બેસાડી નિર્વિઘ્ન મોક્ષપુરીની પ્રાપ્તિ કરાવે છે. નિયમિશ :
શ્રી અરિહંતદેવો એ ભવદધિનું ઉલ્લંઘન કરાવવા માટે ભાવનિર્યામકો છે. સમુદ્રમાં જેમ
Page 13 of 50
Page #14
--------------------------------------------------------------------------
________________
અનુકૂલ-પ્રતિકૂલ અનેક પ્રકારના વાયુઓ હોય છે, તેમ ભવસમુદ્રમાં પણ મિથ્યાત્વરૂપી પ્રતિકૂલ વાયરાઓ અને સભ્યત્વરૂપી અનુકૂળ વાયરાઓ વાઇ રહ્યા છે. શ્રી અરિહંતદેવોરૂપી નિપુણ નિર્ધામકો મિથ્યાત્વરૂપી પ્રતિકૂળ વાયુથી બચાવી લઇ, સમ્યકત્વરૂપી અનુકૂળ વાયુના યોગે ભવ્યજીવ રૂપી પોતો (નાવડીઓ) ને યથાવસ્થિત જ્ઞાનરૂપ કર્ણધાર વડે ભયંકર સંસારસાગરનું ઉલ્લંઘન કરાવી ઇસિત સ્થાનરૂપ મોક્ષબંદરે પહોંચાડી દે છે. માણોપ :
ગોપાલકો જેમ સર્પ-સ્થાપદાદિથી ગાયોનું રક્ષણ કરે છે અને પ્રચુર ઘાસ-પાણી આદિ વડે પોષણ કરે છે, તેમ ષડજીવનિકાય રૂપ ગાયોને શ્રી અરિહંતપરમાત્મા રૂપી રક્ષકો વ્યાધિ, જરા, મૃત્યુ આદિ શિકારી પ્રાણીઓથી રક્ષણ કરી નિર્વિઘ્ન નિર્વાણપથે પહોંચાડે છે.
- આ રીતે સર્વ શ્રી અરિહંતદેવો માર્ગદશક, નિર્ધામક અને મહાગોપ તરીકેનું કાર્ય કરનારા હોવાથી ભવ્યજીવલોકના મહા ઉપકારી છે અને એજ કારણે તેઓ લોકોત્તમ મહાપુરૂષો કહેવાય છે. સગ-દ્વેષાદિને નમાવનાર :
ધર્મદેશક્તાદિ ગુણોવડે શ્રી અરિહંત દેવો જેમ જગત જીવોના ઉપકારી છે તેમ રાગ, દ્વેષ, કષાય, ઇન્દ્રિય, પરિસહ અને ઉપસર્ગોને નમાવનાર હોવાથી પણ તેઓ જીવલોકને નમસ્કાર કરવા યોગ્ય છે.
તેમાં પ્રથમ રાગ એ નામાદિ ચાર પ્રકારનો છે. નામ-રાગ, સ્થાપના-રાગ, દ્રવ્ય-રાગ અને ભાવ-રાગ. નામ અને સ્થાપના સમજવા સુગમ છે. દ્રવ્યરાગ બે પ્રકારે છે. એક આગમથી અને બીજો નોઆગમથી. આગમથી દ્રવ્યરાગ રાગપદાર્થને જાણનાર અનુપયુક્ત આત્મા. નોઆગમથી દ્રવ્યરાગના ત્રણ પ્રકાર છે. એક જ્ઞશરીર, બીજો ભવ્યશરીર અને ત્રીજો તદુવ્યતિરિક્ત. જ્ઞશરીર અને ભવ્યશરીર સુગમ છે. વ્યતરિક્તના બે પ્રકાર છે. એક કર્મદ્રવ્યરાગ અને બીજો નોકર્પદ્રવ્યરાગ. કર્મદ્રવ્યરાગ એટલે રાગવેદનીય કર્મના પુદ્ગલો. તેના ચાર પ્રકાર છે. ૧- યોગ્ય (બન્ધ પરિણામાભિ મુખ), ૨- બધ્યમાનક (બ% પરિણામ પ્રાપ્ત), ૩- બધ્ધ (નિવૃત્ત બંધ પરિણામ અર્થાત્ જીવની સાથે આત્મસાત્ થયેલા), અને ૪ઉદીરણાવલિકા પ્રાપ્ત (ઉદીરણા કરણ વડે ખેંચીને ઉદીરણા આવલિકામાં આણેલા.)
નોકર્પદ્રવ્યરાગ એટલે રાગવેદનીય કર્મના પુદ્ગલોના એકદેશ અથવા તદન્ય. તદન્યના બે પ્રકાર છે. એક પ્રાયોગિક અને બીજો વેસ્ત્રકિ. કુસુમ્મરાગાદિ એ પ્રાયોગિક છે અને સન્ધાભ રાગાદિ એ વસ્ત્રસિક છે. ભાવ-રાણ :
ભાવ-રાગ પણ બે પ્રકારે છે. એક આગમથી અને બીજો નો આગમથી. રાગપદાર્થજ્ઞ ઉપયુક્ત આત્મા આગમથી ભાવ-રાગ છે અને નોઆગમથી ભાવ-રાગ રાગવેદનીયકર્મોદય પ્રભવ પરિણામ વિશેષ છે. તેના બે પ્રકાર છે. એક પ્રશસ્ત અને બીજો અપ્રશસ્ત. અપ્રશસ્ત પરિણામ વિશેષ ત્રણ પ્રકારે છે. ૧દ્રષ્ટિરાગ (સ્વ સ્વદર્શનાનુરાગ), ૨- શબ્દાદિ વિષય વિષયક રાગ તે કામરાગ, અને ૩- વિષયાદિ નિમિત્ત વિના જ અવિનીત અખત્યાદિ વિષયક રાગ તે સ્નેહ-રાગ.પ્રશસ્ત-રાગ તેથી વિપરીત છે. અરિહંત, સિધ્ધ, સાધુ, બ્રહ્મચારી આદિને વિષે સરાગી આત્માઓને જે રાગ હોય છે, તે ભાવ-રાગ છે. એ ઉભય પ્રકારના પ્રશસ્ત-અપ્રશસ્ત અથવા દ્રવ્ય-ભાવ-રાગને નમાવનારા અર્થાત દૂર કરનારા શ્રી અરિહંતદેવો છે. દ્વેષને નમાવનાર :
Page 14 of 50
Page #15
--------------------------------------------------------------------------
________________
રાગની જેમ દ્વેષ પણ ચાર પ્રકારે છે. તેમાં નામસ્થાપના સુગમ છે. નોઆગમર્થ દ્રવ્યદ્વેષજ્ઞ, ભવ્ય, તદ્બતિરિક્ત, એમ ત્રણ પ્રકારે છે. તવ્યતિરિક્તના કર્મદ્રવ્ય-દ્વેષ અને નોકર્મદ્રવ્ય-દ્વેષ એમ બે ભેદ છે. કર્મદ્રવ્ય-દ્વેષના યોગ્ય, બધ્યમાનક, બધ્ધ અને ઉદીરણાવલિકા પ્રાપ્ત -એ ચાર પ્રકાર છે. નોકર્મદ્રવ્ય-દ્વેષના દુષ્ટ વર્ણાદિ અનેક પ્રકાર છે. ભાવદ્વેષ એટલે દ્વેષ મોહનીયકર્મનો વિપાક બે પ્રકારે છે. એક પ્રશસ્ત અને બીજો અપ્રશસ્ત. અજ્ઞાન, અવિરતિ, મિથ્યાત્વાદિ વિષયક દ્વેષ તે પ્રશસ્ત છે અને સમ્યક્ત્વ, વિરતિ, જ્ઞાનાદિ વિષયક દ્વેષ તે અપ્રશસ્ત છે. ડાયને નમાવનારા
કષાય ચાર પ્રકારના છે. ક્રોધ, માન, માયા અને લોભ. તેમાં સંગ્રહ નયના મતે ક્રોધ અને માન, એ અપ્રીતિજાતિ સામાન્યવાળા હોવાથી દ્વેષમાં અન્તર્ભાવ પામે છે અને માયા તથા લોભ એ પ્રીતિજાતિ સામાન્ય યુક્ત હોવાથી રાગમાં અન્તર્ભાવ પામે છે.
વ્યવહાર નયતા મતે ક્રોધ, માન અને માયા -એ ત્રણે દ્વેષ છે, કારણ કે-માયા પણ પરોપઘાત માટે પ્રવૃત્ત થતી હોવાથી અપ્રીતિ-જાતિમાં અંતર્ભાવ પામે છે અને લોભ એ વ્યવહાર નયના મતે રાગ છે.
ૠજુસૂત્ર નયના મતે માત્ર ક્રોધ એ જ અપ્રીતિરૂપ હોવાથી દ્વેષ છે. માન, માયા તથા લોભ પ્રીતિ-અપ્રીતિ ઉભય વિષયક હોવાથી રાગ-દ્વેષ ઉભય રૂપ છે. જેમકે-માન એ સ્વઅહંકાર વિષયક હોય ત્યારે રાગ અને પરગુણ દ્વેષવિષયક હોય ત્યારે દ્વેષ. એજ રીતે માયા-લોભ માટે પણ સમજી લેવું. અર્થાત્ આત્માને વિષે મૂર્છાની પ્રધાનતા હોય ત્યારે એ ત્રણે રાગ બને છે અને પરોપઘાતની પ્રધાનતા હોય ત્યારે એ ત્રણ દ્વેષ બને છે.
શબ્દાદિ ત્રણ નયોના મતે માન અને માયા સ્વગુણોપકાર મૂર્છાત્મક હોવાથી લોભ અર્થાત્ રાગ સ્વરૂપ જ છે અને સ્વગુણોપકાર રહિત એજ માનાદિના અંશો અને ક્રોધ પરોપઘાતાત્મક હોવાથી દ્વેષ જ છે. ઈન્દ્રિયોને નમાવનાર:
‘ન્દ્રરયલિાન્ ફન્દ્રિયમ્ ।' ઇન્દ્ર એટલે જીવ, તેનું લિંગ એટલે ચિહન અર્થાત્ જીવને ઓળખાવનાર તે ઇન્દ્રિય. અથવા ‘ન્દ્રે દ્રષ્ટ સૃષ્ટ હૈં ।' એ પણ ઇન્દ્રિય શબ્દની વ્યુત્પત્તિ છે. આવરણનો અભાવ થવાથી સર્વ વસ્તુને જાણી શકે છે, તેમજ નાનાવિધ ભવોમાં ભમતા સર્વ વસ્તુનો ઉપભોગ પણ તેને થાય છે, તેથી જીવ એ પરમૈશ્વર્યવાન કહેવાય છે. એ પરમૈશ્વર્યના યોગથી તથા સર્વોપલબ્ધિના ભોગનો યોગ હોવાથી જીવને ઇન્દ્ર કહેવાય છે. તેનું લિંગ અગર ચિહ્ન તે ઇન્દ્રિય છે. અથવા બીજા શબ્દોમાં જીવ વડે દેખાયેલ યા સરજાયેલ તે ઇન્દ્રિય છે. તેના પણ ચાર પ્રકાર છે. નામસ્થાપના સુગમ છે.
દ્રવ્યેન્દ્રિય:
દ્રવ્યેન્દ્રિયના બે ભેદ છે. એક નિવૃત્તિ અને બીજી ઉપકરણ. નિવૃત્તિના પાછા બે ભેદ છે. એક બાહ્ય અને બીજી અત્યંતર. બાહ્ય નિવૃત્તિ અનેક પ્રકારની હોય છે. અભ્યન્તર નિવૃત્તિ બધાને સરખી હોય છ. અભ્યન્તર નિવૃત્તિરૂપ ક્ષોત્રંદ્રિય બધાની કદંબ જાતિના પુષ્પ જેવી હોય છે, ચક્ષુઇન્દ્રિય માંસનો ગોળો અથવા મસૂરના ધાન્ય જેવી હોય છે, ધ્રાણેંદ્રિય અતિમુક્તક પુષ્પ જેવી હોય છે, રસનેંદ્રિય ક્ષેત્ર એટલે અસ્ત્રાની ધાર જેવી હોય છે અને સ્પર્શનેંદ્રિય સૌ સૌના શરીરની આકૃતિ પ્રમાણે વિવિધ પ્રકારની હોય છે. આન્તર નિવૃત્તિ ઇન્દ્રિયની શક્તિ તે ઉપકરણેન્દ્રિય છે. વાતપિતાદિ દોષો વડે ને શક્તિનો ઉપઘાત થાય તો આન્તર નિવૃત્તિ ઇન્દ્રિયની હયાતિમાં પણ શબ્દાદિ વિષયોનું ગ્રહણ થઇ શકતું નથી.
Page 15 of 50
Page #16
--------------------------------------------------------------------------
________________
ભાતેન્દ્રિય
ભાવેન્દ્રિય બે પ્રકારે છે. એક લબ્ધિસ્વરૂપ અને બીજી ઉપયોગસ્વરૂપ. ઇન્દ્રિયાવરણ કર્મનો ક્ષયોપશમ તે લબ્ધિઇન્દ્રિય છે અને શબ્દાદિ વિષયોમાં ઇન્દ્રિયોને થતો પરિચ્છેદ (જ્ઞાન) તે ઉપયોગઇંદ્રિય છે. લબ્ધિઇન્દ્રિય હોય તોજ દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત થાય છે.
ઉપયોગઇન્દ્રિયની અપેક્ષાએ સર્વ જીવો એકેન્દ્રિય છે, કારણ કે-એક કાળે બે ઇન્દ્રિયોનો ઉપયોગ કોઇને હોતો નથો.
લબ્ધિઇન્દ્રિયની અપેક્ષાએ સર્વ જીવો પંચેન્દ્રિય છે, કેમકે-બકુલાદિ વનસ્પતિઓને વિષે બીજી ઇન્દ્રિયોનો ઉપલંભ થાય છે.
દ્રવ્યેન્દ્રિયોની અપેક્ષાએ જીવોનો એકેન્દ્રિયાદિ વ્યવહાર થાય છે.
બાહ્યેન્દ્રિય રહિત છતાં લબ્ધિઇન્દ્રિય વડે સર્વ જીવો પંચેન્દ્રિય હોય છે, કારણ કે-બકુલાદિ વનસ્પતિઓમાં પાંચે ઇન્દ્રિયોનો ક્ષયોપશમ પ્રત્યક્ષ થાય છે. એમ જે કહ્યું તેની વિશેષ સમજ એ છે કેબકુલવૃક્ષ - શૃંગાર યુક્ત સુંદર સ્ત્રી મદિરાનો કોગળો કરે, અગર તેના શરીર વડે સ્પર્શ કરે, અગર ઓષ્ઠ વડે ચૂંબન કરે તો ફ્ળવાળું બને છે. એજ રીતે ચન્દનાદિના ગન્ધ વડે, સારૂં રૂપ જોવા વડે અગર મધુર શબ્દોના ઉચ્ચારણ વડે પણ તેને ફૂલવાપણું દેખાય છે.
ચંપક વૃક્ષ - સુગંધી જળના સિંચન વડે પુષ્પોદ્ઘમાદિકને કરે છે. તિલક વૃક્ષ - સ્ત્રીના કટાક્ષ વડે અંકુરિત થાય છે.
વિહરક વૃક્ષ - પંચમ સ્વર વડે પુષ્પ-અંકુરાદિકનો ઉદગમ કરે છે. ઈન્દ્રિયોની પ્રાસનો ક્રમ :
પ્રથમ લબ્ધિન્દ્રિય પ્રાપ્ત થાય. ત્યાર બાદ દ્રવ્યેન્દ્રિય પ્રાપ્ત થાય. દ્રવ્યેન્દ્રિયમાં પ્રથમ બાહ્ય તથા નિવૃત્તિ ઇન્દ્રિય પ્રાપ્ત થાય. પછી આંતર નિવૃત્તિ ઇન્દ્રિયની શક્તિરૂપ ઉપકરણેંદ્રિયની પ્રાપ્તિ થાય, અને અન્તે ઇન્દ્રિયાર્થ-ઇન્દ્રિયને વિષયનો પરિચ્છેદ અર્થાત્ ઉપયોગ થાય છે. પરિષહોને નમાવનારા :
માર્ગથી નહિ ડગવા અને વિશેષ નિર્જરા કરવા જે સહન કરવા યોગ્ય છે, તે ક્ષુધા, તૃષા, શીત, ઉષ્ણાદિ ૨૨ પ્રકારના પરિષહો છે. તે સર્વ પરિષહોને શ્રી અરિહંતદેવો નમાવે છે.
ઉપસર્નોને નમાવનારા :
પીડા પામવાથી અગર જે વડે પીડા પમાય તે ઉપસર્ગ ચાર પ્રકારના છે. એક દેવથી થનારા, બીજો મનુષ્યથી થનારા, ત્રીજો તિર્યંચથી થનારા અને ચોથો આત્મસંવેદનીય.
તેમાં રાગ નિમિત્તે-દ્વેષ નિમિત્તે તથા પરીક્ષા નિમિત્તે, અથવા એ ત્રણે નિમિત્તે દેવો તરફ્થી ઉપસર્ગ
થાય છે.
મનુષ્યો તરફ્થી પણ એ ત્રણ નિમિત્તો ઉપરાંત કુશીલ પ્રતિ સેવન નિમિત્તે પણ ઉપસર્ગો થાય છે. તિર્યંચો તરફ્થી ભય નિમિત્તે, દ્વેષ નિમિત્તે, આહાર નિમિત્તે તથા સંરક્ષણ નિમિત્તે ઉપસર્ગો થાય
છે.
આત્મસંવેદનીય ઉપસર્ગ ચાર પ્રકારના છે. ૧- નેત્રમાં પડેલા કણાદિ ખૂંચવા, ૨- અંગોનું સ્તબ્ધિત થવું, ૩- ખાડા વિગેરેમાં પડી જવું અને ૪- બાહુ વિગેરે અંગોનું પરસ્પર અથડાવું. એ સર્વ પ્રકારના
Page 16 of 50
Page #17
--------------------------------------------------------------------------
________________
ઉપસર્ગોને શ્રી અરિહંતદેવો નમાવે છે, વશ કરે છે, યાવત્ સમૂળ નાશ કરે છે. કહ્યું કે“રામવોસસાણ, રૂંઢિયાણિ પંચવિ ।
પરિસદે વસો, નાનયંતા નનોરિહા ||9||”
રાગ, દ્વેષ કષાય, પાંચ ઇન્દ્રિયો, પરિષહો અને ઉપસર્ગાને નમાવનાર શ્રી અરિહંતદેવો છે. તેમને નમસ્કાર થાઓ. વળી કહ્યું છે કે
"इंदिय विरायकसाए,
परिसहे वेयणा उवसग्गे । ! ! શરિનો હતા,
અરિહંતા તેન વુવંતિ ||”
ઇન્દ્રિય, વિષય, કષાય, પરિષહ, વેદના અને ઉપસર્ગો એ દુશ્મનો છે. એને હણનારા હોવાથી શ્રી ‘અરિહતો’ કહેવાય છે. એજ રીતે સર્વ જીવોને દુશ્મનભૂત આઠે પ્રકારના કર્મોને હણનારા હોવાથી પણ તેઓ અરિહંત કહેવાય છે. અથવા વન્દન, નમસ્કાર, પૂજા, સત્કાર અને સિદ્ધિગમનને યોગ્ય હોવાથી તેઓ ‘અર્હત’ કહેવાય છે. અથવા દેવ, અસુર અને મનુષ્યો દ્વારા ઉત્તમોત્તમ પૂજાને પાત્ર હોવાથી તથા ક્રોધાદિ દુશ્મનો તથા બધ્યમાન કર્મરૂપી રજ અને બધ્ધકર્મરૂપી મલને હણનારા હોવાથી ‘અરિહંત'
કહેવાય છે.
એ ‘અરિહંતો’ ને કરેલો નમસ્કાર જીવને હજારો ભવથી છોડાવે છે તથા ભાવપૂર્વક કરાતો તે નમસ્કાર બોધિ ( શ્રી જિનધર્મ) ની પ્રાપ્તિ માટે થાય છે.‘અરિહંતો’ ને કરેલો નમસ્કાર ધન્યપુરૂષોને ભવનો ક્ષય કરનારો થાય છે તથા હૃદયમાં રહેલો તે વિશ્રોતસિકા (દુર્ધ્યાન) ને હરનારો થાય છે. એ રીતે ‘અરિહંત’ ને કરેલો નમસ્કાર મહાઅર્થયુક્ત છે એમ શ્રી જિનાગમોમાં વર્ણવેલ છે અને મરણના અવસરે અન્ય સર્વ કાર્યોનો ત્યાગ કરી અનધ્યે રત્નની જેમ એક તેને જ ગ્રહણ કરાય છે અથવા કોઇ પણ આપત્તિમાં શ્રી અરિહંત નમસ્કાર વારંવાર અને નિરન્તર સ્મરણ કરવામાં આવે છે. શ્રી અરિહંતોને કરેલો
નમસ્કાર એ સર્વ પાપોનો નાશ કરનાર છે એટલું જ નહિ, કિન્તુ સર્વ મંગળોમાં તેજ એક પ્રથમ મંગળ છે. એજ વાતને શાસ્ત્રોમાં નીચેના શબ્દોથી કહેલી છે.
“રિહંતબનુગરો નીવ, मोयेइ भवसहस्साओ । भावेण कीरमाणो होइ,
પુણ વોહિતામા ||9||”
આ ગાથામાં, નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ, એ ચારે પ્રકારના નમસ્કારનું વર્ણન છે. જેમકે‘અરિહંત’ શબ્દ વડે ‘ અર્હદાકારવાળી બુધ્ધિ' તે સ્થાપના નમસ્કાર છે.
‘નમુક્કાર’ શબ્દ વડે નામનમસ્કાર છે.
‘ભાવેણ’ શબ્દ વડે ભાવનમસ્કાર છે. અને ‘ કીરમાણો’ શબ્દ વડે અંજલિગ્રહણાદિ દ્રવ્યનમસ્કાર
છે.
એ રીતે એક જ ગાથામાં નામનમસ્કાર, સ્થાપનાનમસ્કાર, દ્રવ્યનમસ્કાર અને ભાવનમસ્કાર-એ ચારે પ્રકારે કરાતો નમસ્કાર વર્ણવ્યો છે. એ નમસ્કાર જીવને અનન્ત સંસારથી મૂકાવે છે અને જ્યાં સુધી મુક્ત ન થાય ત્યાં સુધી બોધિલાભ શ્રી જિનધર્મની પ્રાપ્તિ માટે થાય છે.
“अरिहंतनमुक्कारो, धन्नाणं भवक्खयं करंताणं ।
हिययं अणुम्मुयंतो, विसुत्तिया वारओ होइ ||२||”
હૃદયમાં રહેલો અર્હન્નમસ્કાર અનાદિ ધનવાલા પરિત્તસંસારી અને પ્રતનુકર્મવાન જીવોના પુનર્ભવનો ક્ષય કરનાર તથા ચિત્તનું વિસત્રોતગમન (અપધ્યાન) નિવારનાર થાય છે.
Page 17 of 50
Page #18
--------------------------------------------------------------------------
________________
“अरिहंत नमुक्कारो एस खलु वन्निओ महत्थोनि ।
जो मरणंमि उवग्गे अभिक्खणं कीरइ वहुसो ||३||" અહંન્નમસ્કાર એ મહા અર્થવાળો છે. મૃત્યુ સમીપ આવે છતે નિરન્તર બહુ વાર કરાય છે અને મોટી આપત્તિમાં દ્વાદશાંગીને છોડી તેનું જ ધ્યાન અને સ્મરણ કરાય છે.
અગ્નિ આદિના ભય વખતે ઘરમાં રહેલી શેષવસ્તુઓને છોડી, જેમ મહા મૂલ્યવાળાં રત્નો અગર રત્ન ગ્રહણ કરાય છે અથવા યુધ્ધમાં અતિશય આપત્તિ વખતે જેમ અન્ય શસ્ત્રો છોડી જે અમોઘ હોય તેજ શસ્ત્ર ગ્રહણ કરાય છે, તેમ અહીં પણ મરણાદિ મહાભયો વખતે દ્વાદશાંગ શાસ્ત્રો છોડીને કેવળ એક અરિહંત નમસ્કાર જ કરાય છે, કારણ કે-તે નમસ્કાર એ દ્વાદશાંગાથે છે.
શંકા - અરિહંતનમસ્કાર એ દ્વાદશાંગાથે શી રીતે ?
સમાધાન - દ્વાદશાંગી પરિણામવિશુદ્ધિના હેતુભૂત છે અને તેજ કાર્યને નમસ્કાર પણ કરે છે. માટે બંને વડે એક જ કાર્ય સિધ્ધ થતું હોવાથી નમસ્કાર પણ દ્વાદશાંગાથ છે, એમ કહેવામાં કોઇ પણ જાતિની હરકત નથી. અથવા તો શ્રી વીતરાગસિધ્ધાન્તમાં એક પણ પદ, કે જે સંવેગને પેદા કરનારૂં તથા મોહજાળને છેદનારૂં છે તે નિશ્ચયથી દ્વાદશાંગાથે માનેલ છે. નમસ્કાર અનેક પદાત્મક હોવા છતાં વ્યવહારથી એક પદ કહેવાય છે : અને ઉપયુક્ત ન્યાયે તે દ્વાદશાંગી, કે જે ગણિપિટક-ગણધરોની પેટી. કહેવાય છે, તેના અર્થસ્વરૂપ હોવાથી અતિ નિર્જરા માટે થાય છે, માટે તેની મહાWતા કહેલી છે : અને એ જ કારણે અહંન્નમસ્કાર એ અભીક્ષ્ણ એટલે નિરન્તર અને બહુશઃ એટલે વારંવાર કરાય છે.
રિdળમુવDારો, સવ્વપાવપૂUાસનો I
मंगला णंच सब्वेसि, पढमं हवइ मंगलं ||४||" “અર્ધનમસ્કાર, એ સર્વ પાપોનો નાશ કરનાર છે અને સર્વ મંગળોમાં પ્રથમ મંગળભૂત છે.” અહીં પાપ” શબ્દની ત્રણ પ્રકારે વ્યુત્પત્તિ થાય છે : જે જીવને મલિન કરે, જે જીવના હિતને પીયે અથવા જે જીવને સંસારમાં રાખે, તે પાપ કહેવાય છે. તત્ત્વથી આઠ કર્મ એજ પાપ છે. અહંન્નમસ્કાર તે સર્વ પાપનો નાસ કરે છે : એટલું જ નહિ, કિન્તુ નામાદિ સર્વ મંગળોમાં અહંન્નમસ્કાર પ્રથમ છે.
અથવા મોક્ષરૂપ મુખ્ય પુરૂષાર્થને સાધનાર હોવાથી પ્રધાન છે.
અથવા શ્રી અરિહંતાદિ પાંચ ભાવમંગળોમાં પ્રથમ હોવાથી પ્રથમ છે.
અથવા પ્રધાન્તર પરોપકારસાધક હોવાથી અહંન્નમસ્કાર એ પ્રથમ એટલે મૂખ્ય મંગળ છે. ઉપર્યુક્ત વાતને પરમોપકારી પૂ. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજા પણ નીચેના શબ્દોમાં ગૂંથે
છે
“નમસ્કાર અરિહંતને, વાસિત જેહનું ચિત્ત, ધન્ય તેહ કૃત પુણ્ય, તેહ જીવિત તાસ પવિત્તઃ આર્તધ્યાન તસ નવિ હુએ, નવિ હુએ દુર્ગતિ વાસ,
ભવક્ષય કરતાં રે સમરતાં લહિએ સુકૃત ઉલ્લાસ. ૧.” “જેઓનું ચિત્ત શ્રી અરિહંતના નમસ્કારથી વાસિત છે, તે આત્માઓ ધન્ય છે, કૃતપુણ્ય છે અને તેઓનું જીવિતવ્ય પવિત્ર છે. અરિહંતના નમસ્કારમાં પરોવાઇ ગયેલા ચિત્તવાળાને કદિ આર્તધ્યાન થતું નથી, તેના પરિણામે તેની દુર્ગતિ પણ થતી નથી, કિન્તુ જેમ જેમ તેનું અધિક સ્મરણ થતું જાય છે, તેમ તેમ ભવનો ક્ષય અને પુણ્યની વૃદ્ધિ થતી જાય છે.”
Page 18 of 50
Page #19
--------------------------------------------------------------------------
________________
નમસ્કાર મહાભ્યમાં મહાપુરૂષોએ માવ્યું છે કેનમો અરિહંતાણં ઇતિ સપ્તાક્ષરા મે સંત ભવાનું નાશયનું ! અર્થ :- નમો અરિહંતાણં એ સાત અક્ષરો સાત ભવોનો નાશ કરનાર છે. એવી જ રીતે શ્રી સિંહ તિલક સૂરિ મહારાજાએ મંત્રરાજ રહસ્યમાં કહ્યું છે કેશ્વેત વર્ણના અરિહંતો જીવોના રોગની શાંતિ માટે છે. શ્રી અરિહંત દેવોના જ્ઞાનાતિશય ઉપર ઉંડું ચિંતન કરતાં જ્ઞાનની વૃદ્ધિ થાય છે.
વચનાતિશય ઉપર ઉંડું ચિંતન કરતાં આપણી વાણીમાં વિશદતા પ્રાપ્ત થાય છે અને તે વાણી અનેકનું આકર્ષણ કરનાર બને છે.
પજાતિશય ઉપર ઉંડું ચિંતન કરતાં આપણે પોતે સન્માનને પ્રાપ્ત થઇએ છીએ અને લોક પ્રિયતામાં વધારો થાય છે.
અપાયાપગમાતિશય ઉપર ઉંડું ચિંતન કરતાં જે કોઇ આપત્તિ આવેલી હોય તે દૂર થાય છે અને આપત્તિ આવવાના ભણકારા વાગતા હોય તો તે વિચારો અને આવનારી આપત્તિઓ અવશ્ય દૂર થાય છે.
જલ તત્વનો ગુણ (પ્રધાન ગુણ) નિર્મળતા છે. તે નિર્મળતાના પ્રતિક રૂપે અરિહંત પદનું ધ્યાન કહેલું છે.
અરિહંત મહારાજના બાર ગુણો
अशोकवृक्ष: सुरपुष्पवृष्टिः, दिव्यध्वनिश्चामरमासनं च ।
भामंडलं दुंदुभिरातपत्रं, सत्प्रातिहार्याणि जिनेश्वराणाम् ।।१।। ભાવાર્થ :-અશોક વૃક્ષ ૧, દેવોએ કરેલી પુષ્પોની દ્રષ્ટિ ૨, દિવ્યધ્વનિ 3, ચામર ૪, સિંહાસન ૫, ભામંડલ ૬, દેવદુંદુભિ ૭, છત્ર ૮ એ આઠ જિનેશ્વર મહારાજાના શ્રેષ્ઠ પ્રાતિહાર્યો છે.
૯. અરિહંતના ૧૨ ગુણ
શ્રી અરિહંત પ્રભુના બાર ગુણ છે, તેમાંના આઠ પ્રાતિહાર્ય કહેવાય છે અને ચાર અતિશય કહેવાય
છે.
પ્રાતિહાર્ય એટલે જે પ્રતિહારી (દરવાજાના રખેવાલ) તરીકે પ્રભુ પાસે રહે છે તે તે નીચે પ્રમાણેઃ
अशोकाख्यं वृक्षं सुरविरचितं पुष्पनिकरं ध्वनि दिव्यं श्रव्यं रुचिरचमरा वासनवरम् ।
वपुर्मास भारं समधुरवं दुंदुभिमथ
प्रभो: प्रेक्ष्यच्छत्र, त्रयमधिमन: कस्य न मुदे ।। અર્થ :- ૧. અશોકવૃક્ષ, ૨. દેવોએ રચેલો પુષ્પનો સમૂહ, ૩. શ્રવણ કરવા યોગ્ય ધ્વનિ, ૪. મનોહર ચામરયુગલ, ૫. ઉત્તમ આસન, ૬. ભામંડલ, ૭. મધુર અવાજ કરનાર દુંદુભિ વાજીંત્ર અને ૮. ત્રણ છત્ર. આવી રીતે પ્રભુના અષ્ટ પ્રાતિહાર્યને જોઇ કોના મનમાં હર્ષ ન થાય ?
(૧) અશોક વૃક્ષ ભગવાનના મસ્તકના ઉપર દેવતાઓએ રચેલો, ભગવાનથી બારગણો ઊંચો હોય છે. તેમાં આ ટુંડાવસર્પિણી કાળમાં પ્રથમ આદિનાથના મસ્તક ઉપર ત્રણ ગાઉનો અશોક વૃક્ષ દેવાએ કર્યો હતો, કારણ કે ભગવાનની પાંચસો ધનુષ્યની કાયા હતી, પરન્તુ શ્રી અજિતનાથજીથી શ્રી પાર્શ્વનાથ મહારાજા સુધી બાવીશ તીર્થકર મહારાજાઓના મસ્તકના ઉપર તેમના દેહ પ્રમાણથી બારગણો ઊંચો.
Page 19 of 50
Page #20
--------------------------------------------------------------------------
________________
અશોક વૃક્ષ દેવોએ કરેલો હતો. ભગવાન મહાવીર રાજાના મસ્તક ઉપર બત્રીશ ધનુષ્ય ઊંચો અશોક વૃક્ષ દેવોએ કરેલો હતો. ભગવાનની સાત હાથની કાયા, તેને બાર ગુણવાથી એકવીશ ધનુષ્ય થયા, અને જે શાલ વૃક્ષના નીચે ભગવાનને કેવલજ્ઞાન થયું હતું તે અગ્યાર ધનુષ્યનું હોવાથી ઉપરના એકવીશ અને અગ્યાર મળવાથી બત્રીશ ધનુષ્ય થયા, તેથી મહાવીર મહારાજાના મસ્તકના ઉપર બારગણો બત્રીશ ધનુષ્યપ્રમાણ અશોક વૃક્ષ હતો.
(૨) સુરપુષ્પવૃષ્ટિ :- દેવતાઓ એક યોજન ભૂમિમાં, ચારે બાજુ, પંચવર્ણા સચિત્ત પુષ્પોની વૃષ્ટિ કરે
છે.
શંકા - સમવસરણમાં દેવોયે કરેલી પુષ્પની વૃષ્ટિ સચિત્ત છે. કે અચિત્ત ?
સમાધાન - પ્રાયઃ કરી જલસ્થલરૂપ સચિત્ત હોય છે. શ્રી સમવાયાંગ સૂત્રમાં ચોત્રીશ અતિશયના અધિકારમાં કહ્યું છે કે-જલ સ્થલ સંબંધી પાંચ પ્રકારના સચિત્ત પુષ્પોની વૃષ્ટિ ઢીંચણ પ્રમાણ, નીચે વિંટ રહેલાની, દેવતાઓ કરે છે.
પ્રવચનસારોદ્વારમાં ઓગણચાલીશમા દ્વારમાં પણ વિશેષે કરીને કહેલ છે કે-દેવતાઓ સમવસરણને વિષે એક યોજન પ્રમાણ ભૂમિમાં, નીચે બિંટવાળા, પાંચ પ્રકારના સચિત્ત પુષ્પોની ઢીંચણ પ્રમાણ વૃષ્ટિ કરે છે. આ ઉપરથી તે પુષ્પો સચિત્ત હોય છે તેવી સંભાવના થાય છે.
શંકા - જીવદયારસિક સાધુ, સાધ્વીઓ તે પુષ્પોના ઉપર કેવી રીતે ચાલી શકે ? કારણ કે, સચિત્તનું મર્દન જીવઘાતના હેતુભૂત છે.
સમાધાન - કોઇક કહે છે કે તે પુષ્પવૃષ્ટિ દેવતાએ કરેલી છે માટે સચિત નથી. કિંતુ અચિત્ત છે. બોજાઓ કહે છે કે - નહિ, તે વાત સત્ય નથી. દેવતાયે કરેલ છતાં પણ તે પુષ્પોની વૃષ્ટિ સચિત્ત જ
છે.
અન્ય કહે છે કે- જ્યાં જ્યાં પુષ્પો હોય છે ત્યાં ત્યાં સાધુ સાધ્વીયો ચાલતા નથી.
અપર કહે છે કે - નહિ, સર્વ જગ્યાએ પુષ્પો છે. પરંતુ કારણ વિના મુનિયો પોતાના સ્થાનથી ઊભા થતા જ નથી.
ગીતાર્થ મહારાજા સલો આપે છે કે-મંદર, મોગરો, માલતી, મચકુંદ, ગુલાબ વિગેરે પાંચ પ્રકારના સચિત્ત સુગંધી પુષ્પોની દેવતાઓ સમવસરણમાં જાનુપ્રમાણ વૃષ્ટિ કરે છે. તે સચિત્ત પુષ્પો જ છે, પરંતુ સમવસરણમાં વિધમાન જીવોથી, ગમનાગમનમાં ચંપાયા છતાં પણ તે જીવો મરતા નથી, કિલામણા પામતા નથી, પરંતુ તીર્થંકર મહારાજાના અતિશયથી ઊલટા વધારે પ્રફુલ્લિત થઇ, મહાઆનંદ પામે છે, માટે જલસ્થલ સંબંધી તે પુષ્પોની વૃષ્ટિ સચિત્ત જ છે.
(૩) દિવ્યધ્વનિ :- ભગવાન જ્યારે દેશના આપે છે ત્યારે ભગવાનની વાણીનો માલકોષ રાગ દેવતાઓ વીણાવડે પૂરે છે, તેથી ભગવાનની વાણીનો ધ્વનિ દિવ્ય શોભે છે.
શંકા - રાગો તો ઘણાં છે. છતાં દરેક ભગવાન માલકોષ રાગથી દેશના કેમ આપે છે ? બીજા રાગમાં દેશના કેમ આપતા નથી ?
સમાધાન - કેટલાયેક રાગોના ગુણો રાગ પ્રમાણે જ હોય છે, તેથી તે રાગો ગાવા બોલવા જ જોઇએ. જુઓ.
૧) ભૈરવરાગ. આ રાગનો ગુણ ભમાવવાનો છે. આ રાગ બરાબર કોઇને ગાતા આવડતો હોય અને ઘાણી ઉપર બેસી યથાર્થ ભૈરવીરાગ કોઇ ગાતો હોય તો, વિના બળદે ઘાણી તેની મેળે જ ફરવા માંડે છે, તે ભૈરવી રાગનો ગુણ છે.
૨) મલ્હારરાગ. આ રાગ જો બરાબર ગાનારો હોય તો ચોમાસાની ઋતુ વિના પણ મલ્હાર રાગના ગાવાથી તત્કાળ આકાશમાંથી જળની વૃષ્ટિ થાય છે.
Page 20 of 50
Page #21
--------------------------------------------------------------------------
________________
૩) હિંડોળારાગ. આ રાગ બરાબર ગાતા આવડનાર માણસ હિંડોળા ઉપર બેસી ગાય તો, હિંચકો નાખ્યા વગર પણ હિંડોળો આપમેળે ચાલવા માંડે છે.
૪) દીપકરાગ. આ રાગને યથાસ્થિત જાણનાર માણસ તેલનું કોડીયું ભરી, અંદર વાટ મૂકી, જો દીપકરાગ ગાય તો અગ્નિ વિના તે રાગના પ્રતાપે દીવાની જ્યોત પ્રગટ થાય છે.
૫) શ્રીરાગ. આ રાગ જો બરાબર ગાતા આવડતો હોય તો ગાતાની સાથે જ આકાશમાંથી લક્ષ્મીની વૃષ્ટિ થાય છે.
૬) માલકોષ. આ રાગ જો બરાબર ગાતા આવડતો હોય તો પાસે પડેલો પત્થર પણ ગાનના સાથેજ પોચો રૂ જેવો, માખણના પિંડ જેવો બની જાય છે.
તીર્થંકર મહારાજાને તો જીવોને બોધ કરવા સિવાય બીજી કોઇ ઇચ્છા રહેતી નથી, તેથી માલકોષ રાગમાં દેશના આપવાથી ભવ્ય જીવોના હૃદય માખણ જેવા પોચા થઇ જવાથી કોઇક દીક્ષા, કોઇક દેશવિરતિ, કોઇક સમતિદ્રષ્ટિપણું. વિગેરે અંગીકાર કરે છે, તે જ કારણથી પરમાત્મા માલકોષ રાગથી દેશના આપે છે અને દેવતાઓ ભગવાનનો રાગ વીણાથી પૂરવાથી, સાકર, શેલડી, દ્રાક્ષ, કેરીથી પણ લાખોગણી મીઠી ભગવાનની વાણી સાંભળી ભવ્ય જીવોના હૃદય વૈરાગ્યથી વાસિત બની જાય છે. આ છ રાગો બહુ જ પ્રશસ્ત કહેલા છે. તેમાં માલકોષ વિશેષ પ્રશસ્ત છે.
(૪) ચામર સુવર્ણની દાંડીમાં રત્નો જડેલા એવા ઉજ્જવલ ચાર જોડી ચામરોવડે દેવતાઓ ચારે દિશામાં ભગવાનને વીંજે છે.
(૫) રત્નજડિત આસન-સિંહાસન, દેવતાઓ સમવસરણને વિષે ભગવાનને બેસવા માટે, રત્નજડિત પાદપીઠ સહિત, સુવર્ણ મય દિવ્ય સિંહાસન બનાવે છે. પ્રભુ પૂર્વ તરફ મુખ કરી તે સિંહાસન ઉપર બેસી ભવ્ય જીવોને ધર્મદેશના આપે છે.
(૬) ભામંડલ - શરદ ઋતુના સૂર્યના કિરણ જેવું દિવ્ય ભામંડલ દેવતાઓ ભગવાનની પાછળ બનાવે છે. તેથી પ્રભુની પ્રભાની કાંતિ ભામંડલમાં સંક્રમણ થવાથી તમામ જીવો પ્રભુના દિવ્યરૂપને જોઇ શકે છે. જો ભામડલ ન હોય તો ભગવાનનું રૂપ અનંતગણું મનહર હોવાથી જેમ સૂર્યના સન્મુખ કોઇથી ન જોવાય તેમ પ્રભુ સન્મુખ જોઇ શકાય નહિ, કારણ કે પ્રભુનું રૂપ અનંતગણું છે.
(૭) દુંદુભિ - દેવઆઓ આકાશમાં દુંદુભિ વગાડી જગતના જીવોને જણાવે છે કે પ્રમાદને ત્યાગ કરી ભગવાનની વાણીને સેવો.
(૮) છત્ર - દરેક બાજુયે ત્રણ છત્રો, એમ ચારે દિશાએ મળીને બાર છત્રો પ્રભુના મસ્તક ઉપર હોય
છે.
તે.
અતિશય એટલે ઉત્કૃષ્ટતા આ મૂલ ચાર છે.
૧. અપાયાપગમાતિશય - (અપાય = ઉપદ્રવ અને અપગમ = નાશ) આ બે પ્રકારનાં છે:અ-સ્વાશ્રયી-એટલે પોતાના સંબંધમાં અપાય એટલે ઉપદ્રવનો દ્રવ્યથી અને ભાવથી નાશ કર્યો છે
દ્રવ્ય ઉપદ્રવ-સર્વ રોગો.
ભાવ ઉપદ્રવ-અંતરંગ એવાં અઢાર ભૂષણ :
अंतरायादान लाभवीर्यभोगोपभोगगा: । हासो रत्यरति र्भीति, जुगुप्सा शोक एव च ॥ कामो मिथ्यात्वमशानं निद्रा चाविरतिस्तथा । रागद्वेषौ च तौ दोषौ तेषासष्टादशाप्यमी ॥
(૧) દાનાંતરાય, (૨) લાભાંતરાય, (૩) વીર્યંતરાય, (૪) ભોગાંતરાય, (૫) ઉપભોગાંતરાય, (૬) હાસ્ય, (૭) રતિ, (૮) અરતિ, (૯) ભય, (૧૦) શોક, (૧૧) જુગુપ્સા = નિંદા, (૧૨) કામ, (૧૩)
Page 21 of 50
Page #22
--------------------------------------------------------------------------
________________
મિથ્યાત્વ, (૧૪) અજ્ઞાન, (૧૫) નિદ્રા, (૧૬) અવિરતિ, (૧૭) રાગ, (૧૮) દ્વેષ. આ રીતે સ્વાશ્રયી અપાયાપગમ અતિશય.
બ. પરાશ્રયી અપાયાપગમ અતિશય - કે જેથી પારકાના ઉપદ્રવ નાશ પામે; એટલે જ્યાં ભગવાન્ વિચરે ત્યાં દરેક દિશામાં મલીને સવાસો જોજન સુધીમાં પ્રાયઃ રોગ, મરકી, વૈર, અતિવૃષ્ટિ, દુકાળ, વગેરે
થાય નહિ.
(૯) અપાયાપગમાતિશય સ્વઆશ્રિત અઢાર દર્દોષ રહિત, પરઆશ્રી પ્રભુ વિહાર કરે તે જગ્યાએથી, ઉત્તર, દક્ષિણ, પૂર્વ પશ્ચિમ, અગ્નિ, ઇશાન, વાયવ્ય અને નૈરૂત્ય, ઊંચે તથા નીચે, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, રોગ, શોક, ભય, સ્વચક્ર, પરચક્ર, દુર્ભિક્ષ, ડમરાદિક, સવાસો યોજનમાં હોય
નહિ.
-
૨. જ્ઞાનાતિશય - જેનાથી ભગવાન્ લોકાલોકનું સ્વરૂપ સર્વ પ્રકારે જાણે છે તે, કારણ કે તેમને કેવલજ્ઞાન છે તેથી કાંઇ પણ તેમને જાણ બહાર રહી શકાતું નથી.
૩. પૂજાતિશય - જેનાથી શ્રી તીર્થંકર સર્વ પૂજ્ય છે, એટલે ભગવંતની પૂજા રાજા, બલદેવાદિ, દેવતા-ઇંદ્ર આદિ કરે છે, અગર કરવાની અભિલાષા રાખે છે તે.
૪. વચનાતિશય - જેનાથી શ્રી તીર્થંકરની વાણી દેવ, મનુષ્ય, અને તિર્યંચને પોતપોતાની ભાષામાં સમજાય છે તે; કારણ કે તેમની વાણી સંસ્કારાદિ ગુણવાળી છે. આ વાણી ૩૫ ગુણે સહિત છે. તે ગુણો ‘ શ્રી જિનદેવદર્શન' વગેરે પુસ્તકમાંથી જોઇ લેવા.
આવી રીતે આઠ પ્રતિહાર્ય અને ચાર અતિશય મળી બાર શ્રી અરિહંત ભગવાના ગુણ થયા. હવે સિધ્ધ ભગવાન્ વિષે બોલીશું.
(૧૦) જ્ઞાનાતિશય - ભગવાન કેવલજ્ઞાનથી લોકાલોકના સ્વરૂપને જાણનારા હોય.
(૧૧) પૂજાતિશય - વાસુદેવ, બલદેવ, ચક્રવર્તી ચાર નિકાયના દેવો ત્રણ જગતના જીવો પ્રભુને પૂજવાની અભિલાષા કરે.
(૧૨) વચનાતિશય - ભગવાનની વાણી દેવ, મનુષ્ય અને તિર્યંચોને, ભીલના ‘ સરો’ ના કથન મુજબ દરેકને સમજાય છે.
એક ભિલ્લને ત્રણ સ્ત્રીયો હતી. એકદા વગડામાં ભિલ્લને એક સ્ત્રીએ કહ્યું કે હે સ્વામિન્ ! ભૂખ લાગી છે, ખાવાનું આપો. બીજીયે કહ્યું તૃષા લાગી છે પાણી દે, ત્રીજીયે કહ્યું સારૂં ગાન કર, આ ત્રણેને ભીલ્લે ‘સરો નિત્ય’ એક જ શબ્દમાં જુદીજુદી રીતે સમજાવી દીધી. ખાવાનું માગનારીને સરો નદ્ઘિ બાણ નથી, તેથી કેવી રીતે જીવને માર્યા વિના તને ખાવા આપું, બીજીને કહ્યું કે સરો નસ્થિ, સરોવર નથી, ક્યાંથી પાણી લાવીને પાઉં, ત્રીજીને કહ્યું કે સરો નત્થિ. મારો કંઠ સારો નથી, કેવી રીતે ગાઉં ? જ્યારે અજ્ઞાનો ભિલ્લ જેવો માણસ પણ જંગલમાં પોતાની સ્ત્રીયોને એક જ શબ્દથી સમજાવે છે ત્યારે અનંતગુણી તીર્થંકર મહારાજા પોતાના એક જ શબ્દથી દેવ, મનુષ્ય, ભિલ્લો અને તિર્યંચોને સમજાવે તેમાં આશ્ચર્ય શું હતું ? આ બાબતમાં કલિકાલસર્વજ્ઞ, ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા પોતાના બનાવેલ કાવ્યાનુશાસનગ્રંથની સ્વોપજ્ઞ અલંકારચુડામણિ નામની ટીકાઓ કહે છે કે
તેવાઢેવી નમનારી, શવમશ્થાપિશાવરી,
तिर्यंचो पितर्मिंचिच, मेनिरे भगवद्गिरम ||१||
ભાવાર્થ :- દેવો દૈવી ભાષામાં, મનુષ્યો મનુષ્યની ભાષામાં, ભિલ્લાદિક ભિલ્લની ભાષામાં, તિર્યંચો તિર્યંચની ભાષામાં ભગવાનની વાણીને એક જ વખતે સમજી શકે છે. આ પ્રમાણે અરિહંત મહારાજાના બાર ગુણો કહ્યા.
અરિહંત દેવના ચોત્રીશ અતિશયો
Page 22 of 50
Page #23
--------------------------------------------------------------------------
________________
રોગ રહિત, સુગંધયુક્ત, અદ્ભૂત રૂપ સહિત શરીર હોય. રુધિર, માંસ, ગાયના દૂધ જેવું, સુગંધયુક્ત શરીર હોય. ચર્મચક્ષુવાળા આહાર નિહાર, દેખી શકે નહિ.
૪.
શ્વાસોશ્વાસ કમલના જેવો સરસ સુગંધવાળો હોય. એ ઉપરના ચાર અતિશય સહજથી જન્મની સાથે જ હોય.
૫.
૬.
9.
કાંઇપણ હોય નહિ.
૮.
૯.
૧૦.
૧૧.
૧૨.
૧૩.
૧૪.
૧૫.
થવાથી થાય છે.
૧.
૨.
3.
એક યોજન ભૂમિમાં ત્રણ લોકના લોકો સમાય તેવું સમવસરણ હોય.
તમામ જીવો પોતપોતાની ભાષામાં સમજે તેવી વાણી હોય.
પ્રભુ વિચરે તેની આસપાસ પચીશ યોજન સુધી રોગાદિક ઉપદ્રવની શાંતિ રહે, રોગાદિક
વૈરભાવની શાંતિ રહે.
દુર્ભિક્ષ-દુષ્કાળ ટળે.
સ્વચક્ર, પરચક્રનો ભય ન હોય.
મરકી ન હોય.
ઇતિ, વિનાશ કરનારા, જીવજંતુઓની ઉત્પત્તિ ન હોય.
અતિવૃષ્ટિ ન હોય. અનાવૃષ્ટિ ન હોય.
પ્રભુની પાછળ તેજસ્વી ભામંડલ હોય. એ ઉપરના અગ્યાર અતિશયો ઘાતીકર્મનો ક્ષય
મણિ રત્નમય સિંહાસન સહચારી હોય.
ભગવાનના મસ્તક ઉપર ત્રણ છત્ર હોય.
૧૬.
૧૭.
૧૮.
૧૯.
૨૦.
૨૧.
૨૨.
૨૩.
૨૪.
૨૫.
૨૬.
૨૭.
પાંચે ઇંદ્રિયોના અર્થો મનોજ્ઞ હોય.
૨૮.
સર્વ ઋતુઓ, સુખદાયક, સમકાળે ફ્ળનારી હોય.
૨૯.
સુગંધી પાણીની વૃષ્ટિ કરેલી હોય.
30.
સમવસરણમાં દેવતાએ વૃષ્ટિ કરેલા ઊંધા ડીંટવાળા, પંચવર્ણા, પંચ પ્રકારના સુગંધી પુષ્પો, જાનું પ્રમાણ પથરાયેલા હોય.
૩૧. સમગ્ર પક્ષિયો, ભગવાનને પ્રદક્ષિણા દઇને .
૩૨.
33.
સદા આગળ ચાલનાર ઇંદ્રધ્વજ હોય.
શ્વેત ચામરોની ચાર જોડો અણવિંજાયા વિંજાય.
ધર્મચક્ર આકાશમાર્ગે આગળ ચાલે.
પ્રભુથી બારગણો ઊંચો અશોકવૃક્ષ સમવસરણ ઉપર છાયા કરતો રહેલો હોય.
ચતુર્મુખે શોભતા પ્રભુ દેશના આપે.
મણિ, કનક, રૂપામય ત્રણ ગઢ હોય.
સુરસંચારિત નવકમલો પર ભગવાન ચાલે.
કાંટાઓ અધોમુખા થઇ જાય.
સંયમ ગ્રહણ કર્યા પછી કેશ અને નખો વધે નહિ.
વાયુ સાનુકુલ હોય.
સર્વે વૃક્ષો નીચા નમીને ભગવાનને પ્રણામ કરે.
Page 23 of 50
Page #24
--------------------------------------------------------------------------
________________
૩૪. આકાશમાં દેવતાઓ દેવદુભિનો નાદ કરે. એ ઓગણીશ અતિશયો દેવોના કરેલા હોય છે.
અરિહંત દેવના પાંત્રીશ વIણી ગણો
૧. જે સ્થાને જે ભાષા બોલાતી હોય તે અર્ધમાગધી બોલે.
૨. ઊંચે સ્વરે દેશના આપવાથી, એક યોજન ભૂમિ પ્રમાણ સમવસરણમાં બેઠેલા તમામ લોકો સાંભળે, તેમ બોલે.
3. ગ્રામિક તુચ્છ નહિ, પરંતુ પ્રૌઢ ભાષા બોલે. ૪. મેઘની પેઠે ગરવ સહિત ગંભીર વાણી બોલે. ૫. શબ્દો પેત એટલે પડઘા સહિત વાણી બોલે અને સાંભળનારા, છૂટા છૂટા શબ્દો સાંભળે. ૬. સાંભળનારને સંતોષકારક, માનસહિત સરલતાયુક્ત બોલે.
સાંભળનારા દરેક પોતપોતાને આશ્રી કહે છે એમ જાણે. ૮. પુષ્ટ વિસ્તાર અર્થ સહિત બોલે.
પૂર્વાપર અવિરોધ, એટલે સરખો મળતો અર્થ બોલે. ૧૦. મોટાઇના વચનો બોલે, જેથી સાંભળનારા એમ કહે કે એ તો મોટા પુરુષો જ બોલે, તથા અભિમત સિધ્ધાંતોક્ત બોલે.
૧૧. એવું સ્પષ્ટ બોલે કે કોઇ સાંભળનારને સંદેહ રહે નહિ. ૧૨. પ્રભુ જે અર્થનું વ્યાખ્યાન કરે, તેને કોઇ દૂષણ આપી શકે નહિ. ૧૩. ઘણો કઠણ સૂક્ષ્મ વિષય પણ, સાંભળનારના હૃદયમાં તુરત પરિણમે તેમ બોલે. ૧૪. પ્રસ્તાવને ઉચિત બોલે, અને મળતો અર્થ આવે તેમ વૃદ્ધવાદીના પેઠે બોલે. ૧૫. પ્રભુને જે વાત કહેવાની ઇચ્છા હોય તે સિધ્ધાંતોક્ત બોલે.
વિષય, સંબંધ, પ્રયોજન, અને અધિકાર સહિત બોલે. ૧૭. પદરચના, અપેક્ષા લઇને બોલે. ૧૮. નવતત્ત્વ, અને છ દ્રવ્યની પટુતા બોલવામાં હોય તેમ બોલે.
સ્નિગ્ધ, મધુર બોલે. ૨૦. પરમર્મ ન જણાય તેમ ચતુરાઇથી બોલે. ૨૧. ધર્મ અર્થ પ્રતિબધ્ધ બોલે. ૨૨. ઉદારપણે દીપક જેવો પ્રકાશ કરી અર્થ બોલે. ૨૩. જેને વિષે પરનિંદા અને પોતાની પ્રશંસા ન દેખાય તેમ બોલે. ૨૪. જે બોલવાથી લોકોને એવો ભાસ થાય કે એ સર્વજ્ઞ છે, એમ બોલે. ૨૫. વ્યાકરણ સહિત બોલે.
આશ્ચર્યકારી બોલે. ૨૭. સ્વસ્થ ચિત્તે ધીરતા સહિત બોલે. ૨૮. વિલંબ રહિત બોલે. ૨૯. મનની ભ્રાંતિ રહિત બોલે. ૩૦. દેવ, મનુષ્ય, તિર્યંચ, પોતાની ભાષામાં સમજે તેમ બોલે. ૩૧. શિષ્યોને જેમ વિશેષ બુદ્ધિ ઉપજવાપણું થાય તેમ બોલે. ૩૨. પદના અર્થને અનેકપણે વિશેષ આરોપણ કરી બોલે.
૬.
Page 24 of 50
Page #25
--------------------------------------------------------------------------
________________
33. સત્ત્વ પ્રધાનપણે એટલે સાહસિક પણે બોલે. ૩૪. પુનરુક્તિ દોષ રહિત બોલે.
૩૫. સાંભળનારને ખેદ ન ઉપજે તેમ બોલે. અરિહંત પદનં વિશેષ આખ્યાન :
(૧) “Bરદયદ્રાચ: I' જેમને “રહ' એટલે એકાન્ત રૂપ સ્થાન તથા અંતર એટલે ગિરિગુણાદિનો મધ્ય ભાગ પરચ્છન્ન નથી. સર્વવેદી હોવાથી સમસ્ત વસ્તુસમૂહ, તેના પર અપર ભાગ ઇત્યાદિ પ્રગટ છે તે અરિહંત છે.
(૨) “3 રહંતા !' એ શબ્દના નિરુક્તિ પદભંજનવશાત નીચે મુજબ અનેક અર્થો નીકળે છે.
(અ) ‘ઉત્કર્થ રાનને ' સમવસરણાદિ બાહ્ય લક્ષ્મી અને સંજ્ઞાનાદિ આંતર લક્ષ્મી વડે જેઓ અત્યંત શોભે છે.
(૨) “રાત્તિ સદ્રર્શનાદ્રિ' સમ્યગદર્શનાદિ જેઓ આપે છે. (હ) “હત્તિ મોહાદ્વીક્ ' મોહાદિને જેઓ હણે છે.
(હા) ‘ાછા મળ્યોપBત્યે પ્રામનુગ્રામ !” ભવ્ય જીવોના ઉપકાર માટે જેઓ ગ્રામાનુગ્રામ વિચરે છે.
(ત) “તત્ત્વત્તિ ઘર્મઢેશનાં ' ભવ્યજીવોના બોધ માટે જેઓ નિરંતર ધર્મદેશના આપે છે.
(તા) “તાયંતે તીરથત્તિ વા સાર્વનીવર્િ I” જેઓ મોહાદિ શત્રુઓથી સર્વ જીવોનું રક્ષણ કરે છે, અથવા સર્વ જીવોને જેઓ ભવસમુદ્રથો તારે છે.
(૩) “3 રદ્યચ: I' વર્ષાવિgિ #ામિ છિન્ય: “રહ થતો તિ વવનાત્ I' પ્રકૃષ્ટ રાગાદિના હેતુભૂત મનોજ્ઞ-અમનોજ્ઞ વિષયોનો સંપર્ક થવા છતાં કોઇ પણ સ્થળે આસક્તિ નહીં ધારણ કરનારા-ક્ષીણરાગ અને ક્ષીણમોહ.
(૪) ‘૩૨હયચ:' ‘ત્મિસ્વભાવમત્યનચ: રઇ ત્યારે તિ વનાિ ' સિદ્ધિ ગતિને વિષે જ્ઞાનાદિ આત્મસ્વભાવને નહીં છોડનારા-અનંત જ્ઞાન દર્શનાદિ ગુણોને ધારણ કરનારા.
(૫) ‘ઉરયભ્ય: I” “મવમધ્યેતિહ૫:, રણ રિશતી ડીત વવના' સર્વ કર્મ ક્ષય થવાના. અનંતર સમયે જ લોકાગ્રે જનાર હોવાથી ભવમાં નહિ રહેનારા.
(૬) “B૨થાંતેય:' રથ શબ્દ સકલ પરિગ્રહના ઉપલક્ષણભૂત છે. અંત એટલે વિનાશ શબ્દ જરાદિના ઉપલક્ષણભૂત છે. જેઓ સકલ પરિગ્રહના ત્યાગી છે તથા જરા મરણાદિને જીતી જનારા છે.
(૭) “ફરમમાનેભ્યઃ” રભ એટલે રાજસિક વૃત્તિ આદિથી નિવૃત્ત થયેલા, અતુચ્છ સ્વચ્છતાદિ પરમ વિશુદ્ધ ભાવને વરેલા.
અહીં સુધી “BIRહંત' પદના અર્થ લખ્યા હવે ‘રિહંત' અને “ દંત' પદના કેટલાક અર્થ જણાવે છે.
(૮) “ઉરિહંતવૂચઃ” ઇંદ્રિય, વિષય, કષાય, પરિષહ, વેદના, ઉપસર્ગ, રાગ, દ્વેષ અને કર્મ આદિ ભાવ શત્રુઓને હણનારા.
(૯) ઊરિVII-ઘર્મઘQUI માંત:' અરિ એટલે ધર્મચક્ર વડે શોભતા. ધર્મચક્ર શબ્દથી ઉપલક્ષિતા અન્ય સકલ શસ્ત્રોનો ત્યાગ કરનારા.
(૧૦) રુહંતાઈt ' સર્વથા બીજ બળી જવા પછી જેમ અંકુર ઉત્પન્ન થતો નથી તેમ કર્મબીજ બળી જવાથી ભવરૂપી અંકુર જેઓને ઊગતો નથી.
(૧૧) “રુપભાતપીઠાદિ તારVIDનાદ્રિભૂતં વ ધ્વત્તિ' અરુ શબ્દથી ઉપલક્ષિત
Page 25 of 50
Page #26
--------------------------------------------------------------------------
________________
સઘળી પીડાઓ અને તેના કારણભૂત અનાદિ કર્મસંતતિને હણનારા.
(૧૨) ‘ઊવચ્:’ સંસારમાં હવે જેમને કોઇ રુંધનાર-રોકનાર નથી અર્થાત્ ભવનો ત્યાગ
કરનારા.
શ્રી અરિહંતની ઉપમાઓ
૧. મહાદેવ - રાગ, દ્વેષ, મોહ સર્વને પરાજય કરવાથી દુનિયામાં ગણાતાં સર્વ દેવ કરતાં મોટા
હોવાથી મહાદેવ કહેવાય છે.
૨. વિષ્ણુ - નિર્મળ જ્ઞાન અને દર્શનથી વિશ્વ વ્યાપી સર્વ પદાર્થોને જાણતાં દેખતાં હોવાથી વિષ્ણુ કહેવાય છે.
૩. બ્રહ્મા - નિરૂપમ મોક્ષમાર્ગ સાધવાનો ખરો (સતત) ઉપયોગ હોવાથી બ્રહ્મા કહેવાય છે.
૪. શિવ - શિવ (મોક્ષ) રૂપ સ્થાનને પ્રાપ્ત કરેલ હોવાથી શિવ કહેવાય.
૫. શંકર - ત્રણેય ભુવનનાં જીવોને શાંતિ કરનાર હોવાથી શંકર કહેવાય છે. શ્રી અરિહંત દેવનું
સ્વરૂપ
તત્થડરિહંતે ડઢારસ-દોસ વિમુકકે વિસુધ્ધ નાણમએ । પયડિયતત્તે નયસુર-રાએ જ્ઞાએહ નિસ્યંપિ Ile
ભાવાર્થ :- હે ભવ્ય જીવો. શ્રી અરિહંતાદિ નવે પદોમાં પ્રથમ પદે રહેલા શ્રી અરિહંત દેવો કે જે અઢારે દેષોથી વિમુક્ત છે. વિશુધ્ધ જ્ઞાનમય છે. તત્વોને પ્રકટ કરનાર છે અને સુરેશ્વરો પણ જેઓની આગળ નમી પડેલા છે તેઓનું તમે હંમેશને માટે પણ ધ્યાન કરો.
આવા ગુણમય શ્રી અરિહંત થનારા આત્માઓ જ આ વિશ્વમાં અન્ય મુક્તિ ગામિ આત્માઓ કરતાં અલ્પ હોય છે. આ પુણ્યાત્માઓની યોગ્યતા જ કોઇ વિશિષ્ટ પ્રકારની હોય છે. એ યોગ્યતાના યોગે જ તે આત્માઓ તેવા થઇને શ્રી અરિહંત થાય છે કે જેના યોગે તેઓનું સ્વરૂપ વચનાતીત થઇ જાય છે. તે પુણ્યાત્માઓ માતાના ગર્ભમાં પણ વિશિષ્ટ પ્રકારના મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન આ ત્રણે જ્ઞાનોને સાથે લઇને જ આવે છે અને એથી તે પુણ્યાત્માઓ પોતાના ચ્યવન-જન્મ-દીક્ષા અને નિર્વાણ કલ્યાણકના સમયને ઘણી જ સારી રીતિએ જાણે છે. તે પુણ્યાત્માઓનાં એ પાંચે પ્રસંગો કલ્યાણક તરીકે ઓળખાય છે. અને તે પાંચે પ્રસંગો બને તે સમયે, ત્રણ લોકમાં ઉદ્યોત થાય છે અને પરમ દુઃખમાં પડેલ નારકીનાં જીવોને પણ સુખ થાય છે. આ પાંચે પ્રસંગો ઇન્દ્રો પોતાના સિંહાસનના કંપવાથી જાણે છે અને તેઓ પણ એ પાંચે પ્રસંગોને ઘણાં જ ઠાઠથી ઉજવે છે અને શ્રી નંદીશ્વર દ્વીપમાં જઇને મહામહોત્સવ કરે છ. આ તારકોનો એકે એક પ્રસંગ જગન્ના જીવોને કોઇ અનેરી જ વિશિષ્ટતાઓનું પ્રદર્શન કરાવે છે અને ભવ્ય જગત્ માટે એક એવું તરવાનું સાધન ધર્મ તીર્થ સ્થાપે છે કે જેની સરસાઇ કરવાને જગતનું એક પણ દર્શન હામ નથી ભીડી શકતું એટલું જ નહિ પણ ઇતર દર્શનોમાં જે કાંઇ કાંઇ સારૂં દ્રષ્ટિગોચર થાય છે તે પણ આ તારકે સ્થાપેલાં ધર્મતીર્થનું જ છે પણ બહારનું નથી. અર્થાત્ સર્વકલ્યાણના પ્રરૂપકો અકલ્યાણકારી માર્ગ માત્રના સ્થાપકો આ તારકો સિવાય અન્ય કોઇ પણ આત્માઓ છે જ નહિ, એ એક સુનિશ્ચિત વાત છે.
શ્રી નમો અરિહંતાણં પદનું ધ્યાન ધરતાં ધરતાં ઉપકાર બુધ્ધિનો ગુણ પેદા થતો જાય છે. જેમ જેમ એ પદનું ધ્યાન જીવ વારંવાર કરતો જાય અને તે પરિણામ પામતું જાય તેમ તેમ ઉપકાર બુધ્ધિ સહજ રીતે પેદા થતી જાય.
નમો અરિહંતાણં પદથી મોક્ષમાં ગયેલા અનંતા અરિહંતોને નમસ્કાર થાય છે. ભવિષ્યમાં અનંતા
Page 26 of 50
Page #27
--------------------------------------------------------------------------
________________
અરિહંતો થશે એઓને પણ નમસ્કાર થાય છે. તથા વર્તમાન કાળમાં મહાવિદેહ ક્ષેત્રને વિષે વીશ વિહરમાન કેવલી ભગવંતો અરિહંત રૂપે રહેલા છે તેઓને પણ નમસ્કાર થાય છે. તેમજ એક એક લાખ
પૂર્વ વર્ષે મહાવિદેહ ક્ષેત્રમાં વીશ-વીશ તીર્થંકર પરમાત્માઓ ચ્યવન પામે છે તેઓને, જન્મ પામેલાને, કુમાર અવસ્થામાં રહેલા, રાજ્યાવસ્થામાં રહેલા શ્રી તીર્થંકર પરમાત્માઓને નમસ્કાર થાય છે. તેમજ તીર્થંકર નામકર્મ નિકાચીત કરીને નરકમાં ગયેલા (રહેલા) અસંખ્યાતા અરિહંતના આત્માઓને, વૈમાનિક દેવલોકમાં રહેલા, તીર્થંકર નામકર્મ નિકાચીત કરીને રહેલા અસંખ્યાતા અરિહંતના આત્માઓને આ નમો અરિહંતાણં પદથી નમસ્કાર થાય છે.
અંતિમ ઉપદેશ
આ રીતિએ પ્રમાદ પ્રાણીમાત્રનું એકાંતે અહિત કરનાર છે; એજ કારણે ઉપકારીઓ પ્રમાદનો
ત્યાગ અને અપ્રમાદમાં યત્ન કરવાનો ઉપદેશ જોરશોરથી આપે છે. પ્રમાદ ભયંકર હોવાથી તીર્થપતિના આત્માઓ પણ એ શત્રુથી સાવધ રહેતા. એજ કારણે પ્રથમ તીર્થપતિ શ્રી ઋષભદેવ સ્વામિના એક હજાર વર્ષના છદ્મસ્થકાલમાં પ્રમાદકાલ ભેળો કરવામાં આવતાં માત્ર એકજ અહોરાત્ર જેટલો થયો છે અને ચરમ તીર્થપતિ શ્રી વર્ધમાન સ્વામિના સાડાબાર વરસ અને પંદર દિવસ જેટલા છદ્મસ્થકાલમાં પ્રમાદકાલ ભેળો કરવામાં આવતાં માત્ર એક અંતર્મુહૂર્ત જેટલોજ થયો છ. એ તારકો પણ પ્રમાદથી આટલા સાવધ રહે તો બીજાએ કેટલા રહેવું જોઇએ એ ખુબ વિચારો. ઉપકારી મહાપુરૂષો પ્રમાદનું કારમું પરિણામ દર્શાવી એના પરિત્યાગનો અને અપ્રમત્ત બનવાને ઉપદેશ આપતાં માવે છે કે
“નેસિ તુ પમાણાં, મચ્છડ઼ વ્હાલો બિરહ્યો ઘર્મો | તે સંસારમાંત, હિંડતિ પમાયવોસેનં IIII तम्हा खलु प्पमायं, चइउणं पंडिएण पुरुसेणं । હંસળબાળરિત્તે, ગયળો ગપ્પનાન્નો 3 ||શા”
અર્થાત્ - જે આત્માઓનો ધર્મમાં કાલ પ્રમાદના યોગે નિરર્થક જાય છે તે આત્માઓ, પ્રમાદના દોષથી અનંતકાલ સુધી સંસારમાં ભ્રમણ કરે છે : તે કારણથી નિશ્ચયપૂર્વક પંડિત પુરૂપે, પ્રમાદને તજીને સમ્યગ્દર્શન, સમ્યગજ્ઞાન અને સમ્યક્ચારિત્રમાં અપ્રમાદ કરવો એજ યોગ્ય છે.
પ્રમાદને વશ પડેલા આત્માઓ પ્રમાદના યોગે પોતાનાં ધર્મકાર્યોને આરાધતા નથી પણ નારાજ કરે છે. પ્રમાદવશ આત્માઓ, ધર્મને આરાધવાના કાલમાં ધર્મને નથીજ આરાધી શકતા. એવું એક પણ ધર્માનુષ્ઠાન નથી કે જેની આરાધના પ્રમાદી આત્માઓ સારી રીતિએ કરી શકે, એજ કારણે ઉપકારીઓ માવે છે કે- ‘પ્રમાદી આત્માઓ, પ્રમાદના પ્રતાપે ધર્મનાં ઉપયોગી કાલને ફોગટ ગુમાવે છે અને એજ હેતુથી પ્રમાદરૂપ દોષથી પ્રમાદવશ પડેલા પામરો અનંતકાલ સુધી આ અનંત સંસારમાં પરિભ્રમણ કરે છે; તે કારણથી એવા કારમા પ્રમાદના દોષથી બચવા ઇચ્છતા પંડિત પુરૂષે, એ કારમા પ્રમાદનો પરિત્યાગ કરી રત્નત્રયીની આરાધનામાં અપ્રમત્ત બનવું જોઇએ.' પ્રભુશાસનમાં તેજ પંડિતાઇ સાચી મનાય છે કે-જે વિષયાદિક પ્રમાદથી બચાવી આત્માને રત્નત્રયીની આરાધનામાં ઉજમાળ બનાવે છે. પ્રભુશાસનના પ્રેમીઓએ આવી પંડિતાઇ માટે જ પ્રબળ પ્રયત્નો કરવાની જરૂર છે. જેઓ આથી વિપરીત પંડિતાઇને પ્રચારે છે તેઓ જનતાના ધર્મનો સંહારજ કરે છે. જેઓ પોતાનું અને પરનું હિત કરવા ઇચ્છતા હોય તેઓએ પ્રમાદથી બચવું જ જોઇએ.
નમો સિધ્ધાણ
Page 27 of 50
Page #28
--------------------------------------------------------------------------
________________
શ્રી સિધ્ધ ભગવંતોને નમસ્કાર થાઓ. સિધ્ધનું સ્વરૂપ-આઠ ગુણ
સિધ-સાધવું જેણે અંતિમ સાધ્ય એવું જે મોક્ષપદ સાધ્યું છે તે સિધ્ધ. વિશેષમાં જે આઠ કર્મથી મુક્ત થઇ મોક્ષમાં બિરાજે છે, જે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, અનંત વીર્યાદિ અનંત ગુણોથી પૂર્ણ છે, જે અનંત જ્ઞાન અને અનંત દર્શનવડે લોકાલોકનું સ્વરૂપ ક્ષણે ક્ષણે જાણી અને જોઇ રહ્યા છે તે સિધ્ધદેવ છે. તેમની સ્થિતિ સાદિ અને અનંત છે. જ્યારે આઠ કર્મ ખપાવી-નાશ કરી સિધ્ધ દશા મેળવે છે, ત્યારે તેમની તે દશાની શરૂઆત થઇ, માટે તેમની સ્થિતિ સાદિ = શરૂઆત કરી સહિત, અને મોક્ષમાંથી ચવવાનો ફ્રી જન્મ લેવાનો અભાવ હોવાથી અનંત કાળ સુધી સિધ્ધના સિધ્ધ રહેવાના એટલે કે તેમની સ્થિતિમાં ાર અનંત કાલસુધી નહિ થવાનો હોવાથી તેમની સ્થિતિ સિધ્ધપણે અનંત છે. સિધ્ધ આઠ કર્મે રહિત છે, અને આઠ ગુણે કરી સહિત છે. આ આઠ કર્મમાંથી એક એક ખપાવવાથી એક એક સિધ્ધનો ગુણ પ્રાપ્ત થાય છે. આનું સ્પષ્ટીકરણ નીચે પ્રમાણે છે.
સિધ્ધના આઠ ગણો
કર્મ
તે કર્મ જવાથી મળતા સિધ્ધના ગુણ. ૧. જ્ઞાનાવરણીય કેવલ જ્ઞાન-અનંત જ્ઞાન (આથી લોકા(આવરણ = ઢાંકણ; લોકના સ્વરૂપને સમસ્ત પ્રકારે જાણી. એટલે જ્ઞાનને ઢાંકનાર) શકાય છે.) ૨. દર્શનાવરણીય કેવલ દર્શન-અનંત દર્શન (આથી લોકા
લોકના ભાવ સમસ્ત પ્રકારે દેખી શકાય
છે.) ૩. અંતરાય
અનંત વીર્ય-બલ. અંતરાય કર્મ જવાથી. અનંતદાન-લાભ-ભોગ-ઉપભોગ-વીર્ય
મય થવાય છે. ૪. મોહનીય
અનંત ચારિત્ર-ક્ષાયિક સમ્યકત્વનિર્મોહ થવાથી અનંતચારિત્ર ઉત્પન્ન
થાય છે. નોંધ - એકથી ચાર કર્મો ઘનઘાતી આત્માના સત્ય સ્વરૂપના સંહારક છે. ૫. નામ
અરૂપીપણું. નામ કર્મ હોય ત્યાં શરીર હોય, અને શરીર હોય ત્યાં રૂપ, રસ, ગંધ, સ્પર્શ, વર્ણ આદિ હોય તેથી નામ કર્મનો ક્ષય થવાથી અરૂપી ગુણ ઉત્પન્ન
થાય છે. ૬. ગોત્ર
અગુરુલ=ભારીપણું નહિ તેમ હલકાપણું નહિ. ગોત્ર કર્મ ક્ષય થવાથી ઉંચા
નીચપણું રહેતું નથી. ૭. વેદનીય
અવ્યાબાધ સુખ = (અન્નનહિ+
Page 28 of 50
Page #29
--------------------------------------------------------------------------
________________
આથી સુખ દુ:ખા વ્યાબાધ=પીડા) પીડા વગરનું, નિર્વેદવેદવામાં-સહવામાં નીય-નિરપાધિક અનંત સુખ; કારણકે આવે છે.
આ આનંદમાં સુખદુ:ખ હોતું નથી. ૮. આયુષ્ય
અક્ષય સ્થિતિ, આયુષ્ય કર્મનો નાશ થવાથી સિધ્ધ થવાય છે, અને બીજો જન્મ થતો નથી, તેથી સિધ્ધની અવસ્થા
સાદિ અનંત છે. નોટ - પાંચથી આઠ આંકડાવાળાં કર્મો અઘાતી છે, એટલે ધનઘાતી નથી.
ઉપર કહ્યા પ્રમાણે આઠ કર્મ ક્ષય કરવાથી-ખપાવવાથી જે આઠ ગુણો પ્રાપ્ત થાય છે, તે સિધ્ધના ગુણો છે. આ કર્મ મુખ્ય રીતે આઠ છે, અને બીજી રીતે જોતાં અનેક છે, પણ તે સઘળાનો સમાવેશ ઉક્ત આઠ કર્મોમાં થાય છે; આ આઠને પરિપૂર્ણ જાણતાં અનેક કર્મોની પ્રકૃતિ, સ્થિતિ, રસ, પ્રદેશ વગેરેને યથાર્થ જાણી શકાય છે.
સિધ્ધ ભગવાનના આઠ ગણો
(૧) જ્ઞાનગુણ-જ્ઞાનાવરણીય કર્મ ક્ષય થવાથી લોકાલોકનું સ્વરૂપ વિશેષપણે જેનાવડે જાણે તે.
(૨) દર્શનગુણ-દર્શનાવરણીય કર્મક્ષય થવાથી કેવલ દર્શનની ઉત્પત્તિ થવાથી, લોકોનું સ્વરૂપ સારી રીતે દેખે તે.
(3) અવ્યાબાધ સુખ-વેદનીય કર્મ ક્ષય થવાથી સર્વ પ્રકારે બાધા રહિત, નિરપાધિક અનંત સુખ ઉત્પન્ન થાય તે.
(૪) લાયક સમ્યક્ત્વ મોહનીય કર્મ ક્ષય થવાથી, જે ઉત્પન્ન થયુ તે.
(૫) અક્ષય સ્થિતિ - આયુકર્મનો ક્ષય થવાથી, જે સ્થિતિ ઉત્પન્ન થઇ તે રૂપ, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ રહિત થયા તે.
(૬) અરૂપી, નામ કર્મક્ષય થવાથી. (૭) અગુરુલઘુ - ગોત્ર કર્મનો ક્ષય થવાથી, હળવો ભારે તેમજ ઊંચ-નીચપણું તેનામાં નથી તે.
(૮) વીર્ય - અંતરાયકર્મનો ક્ષય થવાથી તેમને સ્વાભાવિક આત્માનું અનંત બળ હોય છે, જે બળે લોકનું અલોક અને અલોકનું લોક, કરી નાખે, તેવું બળ હોય તે.
એ પ્રકારે સિધ્ધ ભગવાનના આઠ ગુણો કહ્યા. બીજા પણ સિધ્ધ ભગવાનના એકત્રીસ ગુણો.
૫. સંસ્થાનરહિત.
૩. વેદરહિત. ૫. વર્ણરહિત.
૧. શરીરરહિત. ૨. ગંધરહિત.
૧. સંગરહિત. ૫. રસરહિત.
૧. જન્મરહિત. ૮. સરહિત. બીજા પણ એડીશ ગુણો.
પાંચ પ્રકારના જ્ઞાનાવરણીય કર્મથી રહિત. નવ પ્રકારના દર્શનાવરણીય કર્મથી રહિત.
Page 29 of 50
Page #30
--------------------------------------------------------------------------
________________
બે પ્રકારના વેદનીય કર્મ રહિત. બે પ્રકારના મોહનીય કર્મ રહિત. ચાર પ્રકારનાં આયુ કર્મ રહિત. બે પ્રકારના નામકર્મ રહિત. બે પ્રકારના ગોત્રકર્મ રહિત. પાંચ પ્રકારના અંતરાય કર્મરહિત.
શ્રી સિધ્ધ પરમાત્મા
નમસ્કાર' ની બીજી વસ્તુ શ્રી સિધ્ધ પરમાત્મા છે. “સિધ્ધ” આત્માઓ અનેક પ્રકારના હોય છે. કહ્યું છે કે:
"कम्मे शिल्पे य विज्जा अ, मंते जोगे य आगमे ।
ઉલ્થ--BમિUાઈ, તd b+HવU 3 IIછા “કર્મસિધ્ધ, શિલ્યસિદ્ધ, વિધાસિધ્ધ, મંત્રસિધ્ધ, યોગસિધ્ધ, આગમસિધ્ધ (ચૌદપૂર્વધર), અર્થસિધ્ધ (મમ્મણશેઠ), યાત્રાસિધ્ધ, અભિપ્રાયસિધ્ધ (અભયકુમાર), તપસિધ્ધ (દૃઢ) કર્મક્ષયસિધ્ધ એમ અનેક પ્રકારના સિધ્ધ છે.”
તેમાં કર્મસિધ્ધાદિનું અહીં પ્રયોજન નથી. કેવળ કર્મક્ષયસિધ્ધનું જ પ્રયોજન છે. જ્ઞાનાવરણીયાદિ આઠે કર્મોનું સમૂલ ઉમૂલન કરનાર આત્મા “કર્મય-સિધ્ધ' કહેવાય છે. કહ્યું છે કે -
___दीहकालरयं जं तु, कम्म से सियमट्ठहा।
सियं यंतं ति सिद्धस्स, सिध्धत्तमुव जायइ ||१||" “દીર્ધકાળનાં ઉપાર્જન કરેલાં આઠ પ્રકારના કર્મ જેમણે બાળી નાંખ્યા છે, તે આત્મા સિધ્ધપણાને પ્રાપ્ત કરે છે.”
અથવા “માતં રિસતં યેન પુરા નર્મ, यो वा गतो निर्वृतिसौधमूर्थिन ।
ख्यातोडनुशास्ता परिनिष्ठतार्थो,
ય: સોડરતુ સિધ્ધ: 9તમંાભો મે IIકા” “બાંધેલ પુરાણ કર્મ જેમણે બાળી નાંખ્યા છે,
અથવા જેઓ નિવૃત્તિરૂપી પ્રાસાદના શિખર ઉપર આરૂઢ થયા છે,
અથવા જેઓ અનુશાસક તરીકે પ્રસિધ્ધ થયા છે,
અથવા જેમનાં સઘળાં પ્રયોજનો સિધ્ધ થયાં છે, એવા જે સિધ્ધ પરમાત્મા છે, તે મને મંગલભૂત થાઓ.” શ્રી સિધ્ધોનું લક્ષણ દર્શાવતાં અનન્ત જ્ઞાનિઓ માને છે કે
"असरीरा जीवघणा, उवउत्ता दंसणे अ नाणे अ । सागारमणागारं, लक्खण मेअं तु सिध्धाणं ||१|| केवलनाण उवउत्ता, जाणंती सव्वभावगुणभावे । પારાંતિ અqો પ્રભુ, વઢિટ્ટીડિviતાહિ આશા
Page 30 of 50
Page #31
--------------------------------------------------------------------------
________________
नाणंमि दंसणंमि अ, इत्तो एगयरंमि उवउत्ता ।
सत्वस्स केवलिस्स, जुगवंदी नत्थि उवओगा ||३||" શરીર વિનાના, જીવના પ્રદેશો વડે ઘન, દર્શન અને જ્ઞાનમાં ઉપયુક્ત, તથા સાકારી અને અનાકારી, એ સિધ્ધોનું લક્ષણ છે. (૧) કેવલજ્ઞાનમાં ઉપયુક્ત હોવાથી સર્વ ભાવોના ગુણપર્યાયને જાણી રહ્યા છે તથા તેને જ અનન્ત એવી કેવળદ્રષ્ટિ વડે જોઇ રહ્યા છે. (૨) પ્રતિસમયે જ્ઞાનોપયોગ યા દર્શનોપયોગમાં ઉપયુક્ત છે (કારણ કે, સર્વ કેવળજ્ઞાની ભગવન્તોને એક સમયે બે ઉપયોગ હોતા નથી.”
શ્રી સિધ્ધ પરમાત્માના સ્વરૂપનું વર્ણન કરતાં વધુમાં જ્ઞાનીપુરૂષો માવે છે કે
“અવ્યાબાધપણાન પામેલા સિધ્ધાત્માઓને જે સુખ હોય છે, તે સુખ નથી હોતું મનુષ્યોને કે નથી હોતું સર્વ પ્રકારના દેવોને. સમસ્ત દેવગણના સુખને સર્વ કાળના પ્રદેશો વડે અનન્તગુણું કરવામાં આવે અને તેને અનન્તાનન્ત વર્ગો વડે ગુણવામાં આવે, તો પણ તે મુક્તિસુખની તોલે આવી શકે તેમ નથી. સિધ્ધના એક જીવનું સર્વ કાળનું સુખ એકત્ર કરવામાં આવે અને તેને અનન્ત ભાગો વડે ભાગવામાં આવે, તો પણ સર્વ આકાશપ્રદેશને વિષે સમાઇ શકે નહિ : અર્થા-સર્વ આકાશપ્રદેશ કરતાં સિધ્ધના જીવોનું સુખ અનન્તગણું છે.”
જેમ કોઇ ગામડીઓ બહુ પ્રકારના નગરગુણો ને જાણવા છતાં, ઉપમાના અભાવે તેને કહી શકતો નહીં, તેમ સિધ્ધોના સુખની કોઇ ઉપમાં નહિ હોવાથી, તેને કહી શકાતું નથી : તો પણ કાંઇક સમજમાં આવે તે ખાતર શાસ્ત્રોમાં ક્રમાવ્યું છે કે
જેમ કોઇ પુરૂષ સર્વ ઇચ્છાઓને તૃપ્ત કરનાર અમૃતતુલ્ય ભોજનનું ભક્ષણ કરી સુધાતૃષાથી વિમુક્ત બનેલો અત્યંત તૃપ્તિના સુખને અનુભવે છે, તેમ અતુલ એવા નિર્વાણસુખને પામેલા સિધ્ધાત્માઓ. પણ સર્વકાલ માટે તૃપ્ત છે તથા શાશ્વત અને અવ્યાબાધ સુખને પામેલા હોવાથી સદાકાળ સુખી છે.”
શ્રી સિધ્ધાત્માઓ સર્વકર્મથી નિર્મુક્ત થયેલા હોવાથી ‘સિધ્ધ' છે. અજ્ઞાનનિદ્રાથી પ્રસુત જગતને વિષે પારકાના ઉપદેશ વિના જીવાદિ તત્ત્વોને જાણનારા હોવાથી “બુધ્ધ' છે : સંસારના અથવા સર્વ પ્રયોજનસમૂહના પારને પામેલા હોવાથી “પારગત” છે : અને અનુક્રમે ચતુર્દશ ગુણસ્થાનક ઉપર આરૂઢ થઇને અથવા સમ્યગદર્શન, સમ્યગ જ્ઞાન અને સમ્યક્રચારિત્રનું ક્રમપૂર્વક આસેવન કરીને મુક્તિસ્થાનને પામેલા હોવાથી “પરમ્પરગત’ છે : કર્મકવચથી ઉન્મુક્ત છે તથા અજર, અમર અને અસંગ છે: અર્થાતશ્રી સિધ્ધના આત્માઓ સર્વ દુ:ખથી રહિત થયેલા હોય છે, જન્મજરા-મરણાદિનાં બંધનોથી વિમુક્ત બનેલા હોય છે અને સદાકાળ શાશ્વત અને અવ્યાબાધ સુખને અનુભવી રહ્યા હોય છે. એવા સિધ્ધોને કરેલા નમસ્કારનું ળ દર્શાવતાં પણ નિર્યુક્તિકાર ભગવાન માને છે કે
"सिध्धाण नमुक्कारो, जीवं मोएइ भवसहरसाओ ।
भावेण कीरमाणो, होइ पुण वोधिलाभाए ||१|| सिध्धाण नमुक्कारो, धन्नाणं भवख्यं करंताणं । हिअयं अणुम्भुयंतो, विसोत्तियावारओ होइ ||२|| सिध्धाण नमुक्कारो, एस खलु वनिआ महत्थोत्ति ।
जो मरणं मि उवग्गे, अभिक्खणं कीरइ बहुसो ||३|| सिध्धाण नमुक्कारो, सव्वपावप्पणासणो ।
मंगलाणं च सव्वेसिं पढमं हवइ मंगलं ||४||" “શ્રી સિધ્ધ પરમાત્માને કરેલા નમસ્કાર જીવને હજારો ભવથી મૂકાવે છે. ભાવપૂર્વક કરાતો તે નમસ્કાર વલી બોધિલાભને માટે થાય છે. (૧) શ્રી સિધ્ધોનો નમસ્કાર ધન્યપુરૂષોના ભવનો ક્ષય કરે છે, હૃદયમાં તેનું અનુસ્મરણ કરવાથી દુર્ગાનનો નાશ થાય છે. (૨) શ્રી સિધ્ધોને કરેલો નમસ્કાર, ખરેખર,
Page 31 of 50
Page #32
--------------------------------------------------------------------------
________________
મહા અર્થવાળો વર્ણવલો છે : જે મરણ વખતે નિરન્તર અને વારંવાર કરવામાં આવે છે. (૩) શ્રી સિધ્ધોનો નમસ્કાર સર્વ પાપનો સર્વથા નાશ કરનાર છે અને સર્વ મંગલોમાં પ્રથમ મંગલ છે.(૪)”
પૂ. પરમોપકારી ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજા પણ માવે છે કે“નમસ્કાર તે સિધ્ધને, વાસિત જેહનું ચિત્ત, ધન્ય તેહ કૃતપુણ્ય તે, જીવિત તાસ પવિત્તઃ આર્તધ્યાન તસ નવિ હુએ, નવિ હુએ દુર્ગતિવાસ, ભવક્ષય કરતાંરે સમરતાં, લહિએ સુકૃત અભ્યાસ.૧”
“શ્રી સિધ્ધનમસ્કારથી જેઓનું ચિત્ત વાસિત છે, તે આત્માઓ ધન્ય, કૃતપુણ્ય અને પવિત્ર જીવનવાળા છે. તે આત્માને આર્ત્તધ્યાન થતું નથી, દુર્ગતિનો વાસ મળતો નથી, ભવનો ક્ષય થાય છે અને વારંવાર સ્મરણ કરવાથી સુકૃતનો અભ્યાસ થાય છે.”
નમસ્કાર મહાત્મ્યમાં મહાપુરૂષ રમાવે છે કે ઃ
નમો સિધ્ધાણં ઇતિ અક્ષર પંચક જરા મરણાદિ દુ:ખાદવદ્ ત્રાયતામ્ II
ભાવાર્થ :- નમો સિધ્ધાણં આ પાંચ અક્ષરો જરા એટલે ઘડપણ અથવા વૃધ્ધાવસ્થા મરણાદિ દુ:ખોને વિષે રક્ષણ કરે છે. એટલે કે જીવ જન્મ્યો છે તેથી લાંબુ આયુષ્ય હોય તો વૃધ્ધાવસ્થા આવવાની જ છે. તે વખતે જે દુઃખ પડે તેમાં આ પદ જીવોને દીન બનાવ્યા વગર સમાધિપૂર્વક દુઃખ વેઠવાની શક્તિ આપી રક્ષણ કરે છે. તેમજ જન્મેલો જીવ અવશ્ય મરણ પામવાનો જ છે તો મરણના દુઃખ વખતે પણ જીવોને દીન બનાવ્યા વગર સમાધિ ભાવ પેદા કરવામાં સહાયભૂત થાય છે માટે રક્ષણ આપનાર છે. પણ એ બીજું પદ આત્મામાં જીવો ધ્યાન ધરતાં ધરતાં પરિણામ પમાડતાં જાય તો આ ચીજ બની શકે. એવી જ રીતે આ બીજું પદ પરિણામ પમાડતાં જીવોને આત્માના સુખની આંશિક અનુભૂતિ કરાવવામાં સહાયભૂત થાય છે. અનુકૂળ પદાર્થોના સુખની ઓળખ દુઃખરૂપ-દુઃખનું ફ્ળ આપનાર તથા દુઃખની પરંપરા વધારનાર- પેદા કરાવનાર રૂપે ઓળખ પેદા કરાવી વાસ્તવિક સુખ દુઃખના લેશ વિનાનું, પરિપૂર્ણ અને આવ્યા પછી નાશ ન પામે એવા સુખની ઇચ્છા પેદા કરાવે અને આંશિક અનુભૂતિ કરાવે છે.
મંત્રરાજ રહસ્યમાં શ્રી સિંહતિલક સૂરિ મહારાજાએ ફરમાવ્યું છે કે
રક્ત વર્ણના સિધ્ધો એમનું ધ્યાન કરતાં કરતાં ત્રિલોકનું એટલે ત્રણ લોકનું વશીકરણ કરાવવામાં સહાયભૂત થાય છે.
નવપદના વર્ણનમાં કહ્યું છે કેઅગ્નિ તત્વનો ગુણ દાહકતા છે.
એટલે જલાવવાનો છે તેના પ્રતિક રૂપે સિધ્ધ પરમાત્માનો રક્ત વર્ણ કહેલો છે.
સિધ્ધપ
સ્વરૂપ
ખરેખર શ્રી અરિહંતપદની અને શ્રી અરિહંતપદે વિરાજતા શ્રી અરિહંતદેવોની ઉપાસના એ સિધ્ધપદના અર્થે જ છે. શ્રી અરિહંતદેવ જેવા પરમ તારકની ઉપાસના શ્રી સિધ્ધપદ સિવાયના કોઇ બીજા જ ઇરાદે કરવી, એ ભયંકર અજ્ઞાનતા છે. શ્રી સિધ્ધપદની મહત્તા સમજાવવા માટે શ્રી સિધ્ધપદે વિરાજતા શ્રી સિધ્ધ પરમાત્માઓનું ધ્યાન ધરવાનો ઉપદેશ આપતાં ભગવાન શ્રી ગૌતમ સ્વામિજી મહારાજા ફરમાવે છે કે :
પનરસભેય પસિધ્ધ સિધ્ધે ધણકમ્મ બંધણ વિમુક્તે ।
સિધ્ધાણંત ચઉક્કે જ્ઞાયહ તમ્મયમણા સયયં ||૧૦||
ભાવાર્થ :- હે ભવ્ય જીવો ! તમે તન્મય થઇને જિન-અજિન આદિ પંદર ભેદોથી પ્રસિધ્ધ, આઠ
Page 32 of 50
Page #33
--------------------------------------------------------------------------
________________
કર્મોનાં બંધનોથી વિમુક્ત અને સિધ્ધ થયેલ છે અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતસુખ અને અનંતવીર્યરૂપ અનંત ચતુષ્ટય જેઓને તેવા શ્રી સિધ્ધ પરમાત્માઓનું નિરંતર ધ્યાન કરો.
આ ઉપરથી સહજમાં ખ્યાલ આવી શકે એમ છે કે- આત્માનું સ્વરૂપ અનંતજ્ઞાનમય, અનંતદર્શનમય, અનંતસુખમય અને અનંતવીર્યમય છે અને તે સ્વરૂપને આચ્છાદિત કરનાર આત્મા સાથે અનાદિથી વળગેલ ગાઢકર્મ બંધન છે. માટે તે કર્મના બંધનને દૂર કરવામાંજ ઉધમની સાચી સફ્લતા છે. કારણ કે તેમ કરવામાં જ સાચી સ્વાતંત્રતાની પ્રાપ્તિ થાય છે. જ્યાં સુધી આત્માની સાથે મળીને એકમેક થઇ
લ કર્મને સર્વ પ્રકારે દૂર કરવાનો ઉધમ ન થાય ત્યાં સુધી સિધ્ધપદની પ્રાપ્તિ થઇ શકે તેમ નથી અને સંપૂર્ણ સ્વતંત્રતા, સંપૂર્ણ સમાનતા અને સંપૂર્ણ તથા શાશ્વત સુખ સિધ્ધ પદ સિવાય બીજે છે જ નહિ. દુનિયામાં તો તે વસ્તુઓનો અંશ પણ નથી.
નમો આયંરિયાણ
આચાર્ય ભગવંતાને નમસ્કાર થાઓ. શ્રી આચાર્ય ભગવંતો
આચાર્ય ચાર પ્રકારના છે. નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ. નામ અને સ્થાપના સુગમ છે. ‘દ્રભાચાર્ય' શિલ્પાદિ શાસ્ત્રોને શીખવનારા છે અને ‘ભાવાચાર્ય' પાંચ પ્રકારના આચારનું પાલન કરનારા, કરાવનારા અને ઉપદેશનારા છે. જ્ઞાનાદિ પાંચ પ્રકારના ભાવાચારોમાં ઉપયુક્ત હોવાથી, તેઓ ભાવાચાર્યો કહેવાય છે. એવા ભાવાચાર્યોને કરેલો નમસ્કાર, પૂર્વસંચિત પાપોનો વિનાશ કરનાર થાય છે. ભાવાચાર્ય, એ શ્રી જિનશાસનના આધાર છે, ચતુર્વિધ સંઘને ઉલ્લાસ પમાડનાર છે અને શ્રુતજ્ઞાનના બલે સકલા વસ્તુને પ્રકાશિત કરનારા છે. શ્રી જિનેશ્વરદેવો મુક્તિમાર્ગ બતાવીને મુક્તિમાં ચાલ્યા જાય છે, ત્યાર બાદ નિગ્રંથપ્રવચનનું ધારણ, પાલન અને પોષણ કરનાર આચાર્ય ભગવંતો જ હોય છે. ભાવાચાર્યો પાષાણમાં પણ અંકુરા ઉત્પન્ન કરવાની જેમ મૂર્ખ શિષ્યોને પણ પંડિત બનાવી દે છે. સૂત્રોમાં ભાવાચાર્યને શ્રી જિનેશ્વર સમાન કહ્યા છે અને તેમની આજ્ઞાનું શ્રી જિનની આજ્ઞાની જેમ પાલન કરવાનું માન કર્યું છે. ભાવાચાર્યોની આજ્ઞા વિના વિધા કે મંત્ર ળતા નથી : તેજ વિધા અને મંત્ર તેમની આજ્ઞાથી તત્કાળ ળે છે. ધર્મોપદેશ આપવામાં જેઓ નિરંતર ઉધત રહે છે તથા સૂરિ, ગણધર, ગણી, ગચ્છાધારી, અન્યાન, પ્રવચનધર, ભટ્ટારક, ભગવાન, મહામુનિ, સદ્ગુરૂ, મૃતધર, આદિ દીવ્ય નામોને ધારણ કરે છે, તેવા આચાર્યોને કરેલો નમસ્કાર પણ શ્રી અરિહંત અને શ્રી સિધ્ધ પરમાત્માને કરેલા નમસ્કારની જેમ અચિંત્ય ળને આપનારો થાય છે. શ્રી આચાર્યનમસ્કારનું વર્ણન કરતાં શ્રી નિર્યુક્તિકાર ભગવાન માને છે કે
"आयरियनमुक्कारो, जीवं मोयेइ भवसहस्साओ । भावेण कीरमाणो, होइ पूण बोहिलाभाए ||१|| आयरियनमुक्कारो, घनाणं भवक्खयं करंताणं । हिअयं अणुम्मुयंतो, विसोत्तियावारओ होइ ||शा आयरियनमुक्कारो, एस खलु वन्निओ महत्थोत्ति । जो मरणंगि उवग्गे, अभिक्खणं कीरइ बहुसो ||३||
आयरियनमुक्कारो, सव्वपावप्पणासणो ।
मंगलाणं च सव्वेसिं, पढम हवइ मंगलं ||४||" “શ્રી આચાર્ય ભગવંતોને કરેલો નમસ્કાર જીવને હજારો ભવોથી છોડાવે છે અને ભાવ પૂર્વક કરાતો તે બોધિના લાભને માટે થાય છે.
Page 33 of 50
Page #34
--------------------------------------------------------------------------
________________
૧. આચાર્યનમસ્કાર ધન્યપુરૂષોને ભવનો ક્ષય કરાવનાર થાય છે તથા હૃદયમાં અનુધ્યાન કરાતો તે ચિત્તની વિસ્ત્રોતસિકા ગમનનો નિવારનાર થાય છે. ૨. આચાર્યનમસ્કાર એ રીતે મહા અર્થવાળો માનેલો છે, કે જે મરણાવસર પ્રાપ્ત થયે છતે નિરન્તર અને વારંવાર કરાય છે. ૩.. આચાર્યનમસ્કાર એ સર્વ પાપનો પ્રણાશ કરનાર છે અને સર્વ મંગલોનું મૂળ છે. ૪..” આચાર્ય મહારાજના છત્રીસ ગુણો
“पडिरुवाइ चउद्धस,खंती आई य दसविहो धम्मो,
बारस य भावणाओ, सूरिगुणा हूंति छत्तीसं ||१||" ભાવાર્થ :- પ્રતિરૂપ ૧, તેજસ્વી ૨, યુગપ્રધાન (ઉત્કૃષ્ટ આગમના પારગામી અર્થાત સર્વશાસ્ત્રના જાણકાર) ૩, મધુર વચનવાળા ૪, ગંભીર ૫, ધૈર્યવાન્ ૬, ઉપદેશમાં તત્પર અને રૂડા આચારવાળા ૭, સાંભળેલું નહિ ભૂલનારા ૮, સૌમ્ય ૯, સંગ્રહશીલ ૧૦, અભિગ્રહ મતિવાળા ૧૧, વિકથા નહિ કરનાર ૧૨, અચપલ ૧૩, અને પ્રશાંત હૃદયવાળા ૧૪ એ પ્રતિપાદિક ચૌદ ગુણ.
(૧) ક્ષમા, (૨) આર્જવ, (3) માર્દવ, (૪) મુક્તિ , (૫) તપ, (૬) સંયમ, (૭) સત્ય, (૮) શૌચ, (૯) અકિંચન, (૧૦) બ્રહ્મચર્ય એ ક્ષમાદિક દસ પ્રકારનો યતિધર્મ,
(૧) અનિત્ય, (૨) અશરણ, (૩) સંસાર, (૪) એકત્વ, (૫) અન્યત્વ, (૬) અશુચિ, (૭) આશ્રવ, (૮) સંવર, (૯) નિર્જરા, (૧૦) લોકસ્વરૂપ, (૧૧) બોધિદુર્લભ, (૧૨) અને ધર્મ-એ બાર ભાવના. એ પ્રમાણે આચાર્યના છત્રીસ ગુણ છે. બીજ પણ આચાર્ય મહારાજના છત્રીશ ગુણો
(૧) પાંચ ઇંદ્રિયોના ત્રેવીશ વિષયમાંથી, પોતાને અનુકૂળ હોય, તેના ઉપર રાગ ન કરે, અને પ્રતિકૂળ હોય તેના ઉપર દ્વેષ ન કરે. નવવિધ કૃમિ ધારણ કરનાર
(૧) સ્ત્રી, પશુ, નપુંસક રહિત સ્થાને રહેનાર. (૨) સ્ત્રીની કથા, વાર્તા, સરાગે, પ્રીતિયુક્ત કરે નહિ.
(૩) જે આસને સ્ત્રી બેઠી હોય તે આસને બ્રહ્મચારી પુરુષ બે ઘડી સુધી ન બેસે. પુરુષને આસને સ્ત્રી પણ ત્રણ પહોર ન બેસે.
(૪) સ્ત્રીના અંગોપાંગ સરાગે નિરખે નહિ.
(૫) ભીંત પ્રમુખને આંતરે સ્ત્રી, પુરુષ, બન્ને સૂતા હોય અથવા કામ વિષે વાતો કરતા હોય ત્યાં બેસી રહે નહિ.
(૬) પૂર્વ અવસ્થામાં સ્ત્રી સાથે કરેલ કામક્રીડાનું સ્મરણ કરે નહિ. (૭) સરસ, સ્નિગ્ધ આહાર લે નહિ. (૮) નીરસ આહાર પણ અતિ માત્રામે વજન ઉપર લે નહિ.
(૯) શરીરની શોભા વિભૂષા કરે નહિ. ચાર sષાચા
ક્રોધાદિક ચાર કષાય, તે ચારિત્રના ઘાતક પરિણામવિશેષ જાણવા, તેનાથી મુક્ત થવું તે. પાંચ મહાવ્રતો
Page 34 of 50
Page #35
--------------------------------------------------------------------------
________________
(૧) પ્રાણાતિપાતવિરમણ-ત્રિકરણ યોગે છકાયના જીવોની રક્ષા કરવી. તે હિંસા કરે, કરાવે, અનુમોદે નહિ.
(૨) મૃષાવાદવિરમણ- ક્રાધ, લોભ, ભય, હાસ્યથી, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ સંબંધી, મન, વચન, કાયાએ કરી અસત્ય બોલે નહિ, બોલાવે નહિ, બોલતાંને ભલો જાણે નહિ.
(૩) અદત્તાદાનવિરમણ-પારકાની કાંઇ પણ વસ્તુ દીધા વિના લે નહિ, લેવરાવે નહિ, લેનારને ભલો જાણે નહિ તથા તીર્થંકર-અદત્ત, ગુરુઅદત્ત, સ્વામીઅદત્ત, લે નહિ, લેવરાવે નહિ, લેનારને ભલો જાણે નહિ.
(૪) મૈથુનવિરમણ-ઔદારિક તે નવ પ્રકારે, મનુષ્ય અને તિર્યંચની સ્ત્રીને મન, વચન કાયાએ કરી, સેવે નહિ, સેવરાવે નહિ, સેવતાને ભલો જાણે નહિ, તથા નવ પ્રકારે દેવતાઓની સ્ત્રીને વિષે પણ ઉપર પ્રમાણે જાણવું. એ અઢાર પ્રકારે બ્રહ્મચર્યનું પ્રતિપાલન કરે.
(૫) નવવિધ પરિગ્રહ રહિત-ધાતુમાત્ર મૂર્છારૂપે રાખે નહિ, ધર્મસહાયક, ઔધિક, ચૌદ ઉપકરણ તથા ઔપગ્રહિક જે સંથારો, ઉત્તરપટ્ટો, દાંડો, પ્રમુખ તે ખપ પ્રમાણે રાખે, તે ઉપરાંત ગાંસડી બાંધી, ગૃહસ્થને ઘરે મૂકે નહિ અને તેમાં મૂર્છા રાખે નહિ.
પાચ આચાર
(3)
(૧) જ્ઞાનાચાર-જ્ઞાનને ભણે-ભણાવે, લખે-લખાવે, ભંડાર કરે-કરાવે, તેના ઉપર રાગ કરે. (૨) દર્શનાચાર-સમ્યક્ત્વ પાળે, બીજાને પમાડે, પમાડેલાને યુક્તિથી સ્થિર કરે. ચારિત્રાચાર-ચારિત્ર પાળે, પળાવે, પાળતાને અનુમોદે. તપાચાર-બાર ભેદે તપ કરે; કરાવે, કરતાને અનુમોદે. વીર્યંતરાય-ધર્મ અનુષ્ઠાનને વિષે બળવીર્ય ફોરવે ઇત્યાદિ.
(૪)
(૫)
પાચ સમિતિ
(૧) ઇર્યાસમિતિ-ધુંસર પ્રમાણ દ્રષ્ટિ રાખી, બધી દિશાયે જોતો-ઉપયોગ રાખતો ચાલે. (૨) ભાષાસમિતિ-સાવધ વચન બોલે નહિ, નિરવધ વચન બોલે.
(3)
એષણાસમિતિ-આધાકર્માદિક બેંતાલીશ દોષ રહિત, ઇંગાલાદિક પાંચ દોષ માંડલીના ટાળે. આદાનભંડનિક્ષેપણાસમિતિ-દ્રષ્ટિએ જોઇ, પૂંજી, પ્રમાર્જી પાત્રા પ્રમુખ લે મૂકે.
(૪)
પારિષ્ઠાપનિકા સમિતિ-લઘુનીતિ, વડીનીતિ, દ્રષ્ટિયે જોઇ, પૂંજી, અણુજાણહ જસગ્ગો કહીને પરઠવે, પછી ત્રણ વાર વોસિરે વોસિરે કહે.
(૫)
ત્રણ ગુતિ
દેશથી તથા સર્વથી યોગની નિવૃત્તિ તે ગુપ્તિ. (૧) મનગુપ્તિ, (૨) વચનગુપ્તિ, (૩) કાયગુપ્તિ - આ ત્રણ પ્રકારે ગુપ્તિ છે.
(૧) અસત્કલ્પવિયોજિની, આર્ત્તરોદ્ર ધ્યાનને અનુયાયી, તે શત્રુ તથા રોગાદિક, માઠી વસ્તુની અપેક્ષાએ હિંસાદિક આરંભ સંબંધી, મનોયોગની નિવૃત્તિ, તે અશુભ ધ્યાન અથવા ભાવનાથી મનને નિવૃત્તાવવાને પ્રસ્તાવે થાય તે.
(૨) સમતાભાવિની, સિદ્ધાંતને અનુસારે ધર્મ ધ્યાનની અનુયાયી ભાવનાયે કરી સહિત, પરલોકસાધક, સમતાના પરિણામરૂપ, મનોયોગની નિવૃત્તિ, તે એ ગુપ્તિનો અવકાશ, શુભ ભાવના અને
Page 35 of 50
Page #36
--------------------------------------------------------------------------
________________
શુભ ધ્યાનના અભિમુખ કાળે થાય તે.
(૩) આત્મારામતા, શેલેશીકરણકાળે સમગ્ર મનોયોગની નિવૃત્તિ તે. વચનગતિના બે ભેદ
(૧) મીનાવલંબિની-હોંકારો, ખોંખારો, કાષ્ઠ, પાષાણનુ ક્રવું, નેત્રપલ્લવી, કરપલ્લવી પ્રમુખ છાંડીને મૌન રહેવું તથા સકલ ભાષાયોગનું રૂંધવું તે.
(૨) વાનિયમિની-ભણવું, ભણાવવું, પૂછવું, પ્રશ્નોત્તર દેવો, ધર્મોપદેશ દેવો, પરાવર્તના પ્રમુખને કાળે યતનાપૂર્વક લાકને તથા શાસ્ત્રાનુસારે મુખે વસ્ત્રાદિક દઇને બોલતાં જે સાવધ યોગની નિવૃત્તિ તે. ડાયસ્કૃતિના બે ભેછે
(૧) ચેષ્ટાનિવૃત્તિરૂપ-તે કાયોત્સર્ગ અવસ્થાયે, કાયયોગની સ્થિરતા, અથવા સકલ કાયયોગનું ધવું તે.
(૨) યથાસૂમચેષ્ટાનિયમિની-તે શાસ્ત્રાનુસારે, સૂવું, બેસવું, ઊઠવું, લેવું, મૂકવું, જવું-આવવું, ઊભું રહેવું ઇત્યાદિ ઠેકાણે કાયાએ કરી પોતાને છેદે પ્રવર્તતી ચેષ્ટાએ કરી નિવર્તમાન થાય તે.
એ પ્રકારે આચાર્યમહારાજના છત્રીશ ગુણો કહ્યા. બીજા પણ છત્રીશ છત્રીશી એટલે આચાર્ય મહારાજાના બારસો છન્ન ૧૨૯૬ ગુણો હોય છે. આચાચ-શાથી
(૧) આ = મર્યાદાથી-તે સંબંધે વિનયથી + ચર્યતે યઃ જેની સેવા થાય છે તે. અર્થાત જિનશાસનના અર્થની ઉપદેશક્તાવડે તે ઉપદેશક્તાની ઇચ્છા રાખનાર જીવો જેને સેવે છે તે. (૨) “Íવવિહં 3ીયાર, 3યરમા તથા પચાસંતા |
3યારે હૃસંતા, ઉરિયા તે વૃતિ ||” અર્થ :- જે પાંચ પ્રકારનો આચાર આચરનાર તથા પ્રકાશક- દેખાડનારા છે અને જે આચારનો ઉપદેશ આપનાર છે તેને આચાર્ય કહેવામાં આવે છે.
આમાં મુખ્ય “આચાર' શબ્દ લેવામાં આવ્યો છે. તેનો અર્થ આ = મર્યાદાએ + ચાર = વિહાર એ થાય છે.
(૩) આ = ઇષ-થોડું-અપરિપૂર્ણ + ચાર = શિષ્ય. તેને વિષે જે સાધુ-ભલા છે તે આચાર્ય. એટલે જે અપરિપૂર્ણ-આ યુક્ત છે કે અયુક્ત છે એવો ભેદ પાડવામાં અનિપુણ પણ વિનયી શિષ્ય તેને યથાર્થ શાસ્ત્રાર્થ ઉપદેશક રહી કરે તે આચાર્ય.
(૪) જે આદરવા યોગ્ય-અંગિકાર કરવા યોગ્ય વસ્તુને પોતે અંગિકાર કરે, અને બીજા પાસે કરાવે તે આચાર્ય. (આચર-આચરવું.) આચાર્યના છત્રીસ ગુણ
(१) “पडिरुवाइ चउद्दस, खंतीमाई य दसविहो धम्मो ।
ચ ભાવમો , સૂરિ || હૃતિ છતીસં ||” પ્રતિરૂપાદિ ચૌદ ગુણ - (૧) પ્રતિરૂપ, (૨) તેજસ્વી, (૩) યુગપ્રધાન (ઉત્કૃષ્ટ આગમના પારગામી. અર્થાત સર્વ શાસ્ત્રના જાણ, (૪) મધુર વચનવાળા, (૫) ગંભીર, (૬) ધૈર્યવાન, (૭) ઉપદેશમાં તત્પર અને
Page 36 of 50
Page #37
--------------------------------------------------------------------------
________________
રૂડા.
(૩) બીજા પણ અનેક પ્રકારે છત્રીસ ગુણો નિવેદન કર્યા છે, તેમાંનો નીચેનો પણ એક પ્રકાર
"अठविहा गणिसंपइ, चउग्गुणा नवरि हुंति बत्तिसं । विणओअ चउम्भओ, छत्तीसगुणा इमे गुरुणो ।।" પ્રવચનસારોદ્વાર.
સાર-અષ્ટવિધ-આઠ પ્રકારની ગણિસંપદાના ચાર ચાર ભેદ કરતાં બત્રીશ થાય છે, તેની સાથે. વિનયના ચાર ભેદ મેળવતાં ગુરૂના ૩૬ ગુણ થાય છે, તે આઠ ગણિસંપદા અને ચાર પ્રકારના વિનયનાં નામ આ પ્રકારે છે.
(૧) આચારસંપન્, (૨) શ્રુતસંપત, (૩) શરીરસંપત, (૪) વચનસંપત, (૫) વાચનાસપત, (૬) મતિસંપત, (૭) પ્રયોગસંપત, (૮) સંગ્રહપરિજ્ઞાસંપત. આ દરેકના ચાર ભાગ મળી ૩૨ ગુણ થયા. હવે ચાર વિનય તે. (૧) આચારવિનય, (૨) મૃતવિનય, (૩) વિક્ષેપણવિનય અને (૪) દોષપરિઘાતવિનય. એમ કુલ ૩૬ ગુણ થયા આનો વિશેષ વિસ્તાર પ્રવચનસારોદ્વારથી જાણવો.
આચારવાળા, ૮ સાંભળેલું નહિ ભૂલી જનારા, ૯ સૌમ્ય, ૧૦ સંગ્રહશીળ, ૧૧ અભિગ્રહ મતિવાળા, ૧૨ વિકથા નહિ કરનાર, ૧૩ અચપળ, અને ૧૪ પ્રશાંત હૃદયવાળા.
શાંતિ આદિ દશ ધર્મ-(૧) ક્ષમા, (૨) આર્જવ, (3) માર્દવ, (૪) મુક્તિ , (૫) તપ, (૬) સંયમ, (૭) સત્ય, (૮) શૌચ, (૯) અકિંચનત્વ, અને (૧૦) બ્રહ્મચર્ય. આ દશ પ્રકારનો યતિધર્મ.
અને બાર ભાવના – (૧) અનિત્યભાવના, (૨) અશરણ, (૩) સંસાર, (૪) એકત્વ, (૫) અન્યત્વ, (૬) અશુચિ, (૭) આશ્રવ, (૮) સંવર, (૯) નિર્જર, (૧૦) લોકસ્વરૂપ, (૧૧) બોધિદુર્લભ, (૧૨) ધર્મભાવના.
(૨) આ સિવાય છત્રીસ ગુણ જે કહ્યા છે, તે આ સામાયિક સૂત્રમાં કહેલા “પંચિદિય’ સૂત્રમાં કહેલ છે, તેથી તે અને તે પર વિસ્તાર પાછળ કરેલ છે તે જોઇ લેવો.
નમો આયરિયાણં ઇતિ સપ્તાક્ષરાઃ સપ્તનરકાણામ્ દુર્ગશ્ચ નાશ કુર્વન્તુ ||
નમસ્કાર મહાવ્યમાં જણાવ્યું છે કે ત્રીજા પદનો એકાગ્રતાથી જાપ કરવાથી સાતેય નારકીના દુઃખોનો તથા દુર્ગતિનાં દુઃખોનો નાશ કરે છે.
મંત્રરાજ રહસ્યમાં શ્રી સિંહ તિલક સૂરિ મહારાજાએ માવ્યું છે કે
સુવર્ણ રંગના આચાર્યો જલ-અગ્નિ અને શત્રુના મુખનું સ્તંભન કરે છે અર્થાત્ આ ત્રીજા પદના જાપથી જલનું-અગ્નિનું અને શત્રુના મુખનું સ્તંભન થાય છે.
શ્રી અરિહંતદેવો એ કાંઇ શાસનની હયાતી સુધી સાક્ષાત સ્વરૂપે સ્થાયી નથી હોતા અને તારણહાર દ્વાદશાંગીની સૂત્રરૂપે રચના પોતે નથી કરતા એટલે પ્રભુમાર્ગને સ્થાયિ કરવા અને સુંદર રીતિએ પ્રચલિત રાખવા માટે ત્રીજા પદની આવશ્યક્તા પણ અનિવાર્ય છે. આ ત્રીજા પદે વિરાજતા મહર્ષિઓ, એ શાસનના. પરમ આધાર છે અને એ જ કારણે ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા ક્રમાવે છે કે
‘પવયણ રયણ નિહાણા સૂરિણો જત્થ નાયગા ભણિયા |
સંપઇ સબં ધમ્મ તય હિટ્ટાણે જઓ ભણિયં ||૧|| કઇયાવિ જિણવરિંદા પત્તા અયરામાં પહં દાઉં I.
આયરિએહિં પવયણે ધારિજ્જા સયયં સયલ પર ' ભાવાર્થ :- શ્રી જિનાગમમાં પ્રવચન રૂપી રત્નોનાં નિધાન સમાં સૂરીશ્વરો નાયક તરીકે કહેલા છે કારણ કે વર્તમાન કાળમાં સર્વધર્મ તેમના જ આધારે કહેલ છે. વળી શ્રી જિનેશ્વર દેવો તો મોક્ષમાર્ગનું
Page 37 of 50
Page #38
--------------------------------------------------------------------------
________________
પ્રદાન કરીને ક્યારનાયે અજરામર પદે-મોક્ષપદે પહોંચી ગયા અને વર્તમાન કાળમાં જે સકલ પ્રવચન છે. તે સઘળુંય આચાર્ય ભગવાનો એ જ ધરી રાખ્યું છે. માટે જ એ પરમ ઉપકારી ક્રમાવે છે કે....
જહતિત્પગરસ્સાણા અલંધણિજ્જા તહા ચ સૂરીણું | સલ્વેસિં પૂયણિજ્જ તિવૈયરો જહ સહાય આયરિઓ ||
તસ્સાણાએ વટ્ટણ મુભાવણ મિત્ય ધમ્મસ્સ... ભાવાર્થ - જેમ શ્રી તીર્થંકર દેવની આજ્ઞા અલંઘનીય છે તેમ સૂરિ મહારાજાઓનો આજ્ઞા પણ અલંઘનીય છે. સઘળાઓને જેમ શ્રી તીર્થંકરદેવ પૂજનિક છે તેમ શ્રી આચાર્ય ભગવાન પણ પૂજનિક છે અને શ્રી આચાર્ય ભગવાનની આજ્ઞામાં વર્તવું એ આ શાસનમાં ધર્મની પ્રભાવના છે.
આથી તદન સ્પષ્ટ થાય છે કે - પ્રભુ શાસનમાં શ્રી અરિહંતપદ જેટલી જ મહત્તા શ્રી આચાર્યપદની છે અને તે પદ ઉપર રહેલા પરમર્ષિઓ શ્રી અરિહંતદેવોની માફ્ટ જ ઉપાસના કરવા યોગ્ય છે. એજ કારણથી જેમ શ્રી અરિહંતદેવોનું અને સિધ્ધ આત્માઓનું ધ્યાન કરવાનું છે તેમ શ્રી આચાર્ય ભગવાનોનું પણ ધ્યાન કરવાનું અને એ જ વાત ક્રમાવતા ભગવાન શ્રી ગૌતમસ્વામિજી મહારાજા ક્રમાવે છે કે....
“પંચાયાર પવિત્તે વિશુધ્ધ સિધંત દેસણુજ્જd I
પરીવયારિક્કારે નિચ્ચ જ્ઞાએહ સૂરિવરે ||૧૧|| ભાવાર્થ :- હે ભવ્યો ! પાંચે આચારોથી પવિત્ર વિશુધ્ધ સિધ્ધાંતની દેશના કરવામાં ઉજમાળ અને પરના ઉપકારમાં જ એક તત્પર એવા સૂરિવરનું તમે નિત્ય ધ્યાન કરો. (ધરો)
આથી સમજી શકાશે કે- શ્રી અરિહંત દેવના શાસનમાં અરિહંત દેવના અમુક હક્કોને ધરાવનાર અને શાસનના પરમ આધાર સમા શ્રી આચાર્ય ભગવાનો-જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર-આ પાંચે આચારોથી પવિત્ર હોય એટલે કે એ પાંચે આચારોને પોતે પાળે અને બીજાને પળાવે, વળી તે તારકો એક પરોપકાર કરવામાં જ તત્પર હોવાથી, શ્રી જિનેશ્વરદેવોનાં વિશુધ્ધા સિધ્ધાંતની જ દેશના આપનારા હોય, શાસ્ત્ર નિરપેક્ષ દ્રષ્ટિએ દુનિયા તરફ જોવાની આ શાસ્ત્ર ના પાડે છે. પ્રભુના શાસનમાં રહેવા ઇચ્છનારથી સિધ્ધાંતને મુકીને એક પણ વિચાર ન કરાય. આ સિધ્ધાતમાં દ્રવ્ય ક્ષેત્રકાળ અને ભાવ બધુંય છે. જે જે કાળે જે યોગ્ય નહોતું એની પણ આ શાસ્ત્ર નોંધ કરી છે. તરવા-તારવાના તમામ રસ્તા સિધ્ધાંતમાં છે. વીસમી સદી કાંઇ એમની દ્રષ્ટિમાંથી બાતલ નથી. એક એક વસ્તુ સમજાવવા ચાર ચાર નિક્ષેપા (નામ-સ્થાપના-દ્રવ્ય અને ભાવ) કહ્યા અને સાત નય (સાત મૂખ્યા બાકી તો અનેક નય) કહ્યા સિધ્ધાતમાં બધી જ વસ્તુનું પ્રતિપાદન છે. આથી સમજી શકાશે કે- કોઇપણા કારણસર પાંચે આચાર પાળવામાં કોઇ રક્ત રહેતા હોય પણ પરોપકાર માટે દેશના વિશુધ્ધ સિધ્ધાંતને અનુસરીને ન દે, એ આ શાસનમાં કદી જ ન ચાલે, સાચો પરોપકાર વિશુધ્ધ સિધ્ધાંતાનુસારી દેશનામાં જ સમાયેલો છે અને વિશુધ્ધ સિધ્ધાંતોને અનુસરતી દેશના મોક્ષમાર્ગને જ પ્રતિપાદન કરનારી પોષનારી અને ખીલવનારી છે તથા મોક્ષમાર્ગને બતાવવા જેવો આ જગતમાં કોઇ ઉપકાર જ નથી. માટે પાંચે આચારોનાં શુધ્ધ રીતિએ પાલક અને વિશુધ્ધ આગમાનુસારિ દેશનાના દાતાર જે મહર્ષિઓ ત્રીજે પદે બિરાજે છે, તે મહર્ષિઓની ઉપાસનાથી અવશ્ય આત્માનો ઉધ્ધાર થાય છે. કારણ કે- શ્રી. અરિહંતદેવે સ્થાપેલા. મોક્ષમાર્ગના સંગ્રાહક પ્રકાશક અને પ્રચારક તેજ મહર્ષિઓ છે. આ તારકો શ્રી જિનેશ્વરદેવનાં શાસનથી એવા રંગાયેલા હોય છે કે-તે તારકના શાસન સિવાય વિશ્વની એક પણ વસ્તુ તેઓને મન સત્ય નથી. લાગતી અને પરમ તારક શ્રી જિનેશ્વર દેવોએ માવેલા કોઇપણ અનુષ્ઠાનો તેમને અનુપાદેય કે અકરણીય નથી ભાસતા. એથી તે તારકો જીવનભર શ્રી જિનેશ્વરદેવોએ વિહિત કરેલા અનુષ્ઠાનોની ઉપાસના સાથે જગતના જીવોને તે અનુષ્ઠાનો પ્રત્યે જ આકર્ષિત કરવાની મનો ભાવનમાં રમે છે અને મુક્તિ પદની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી એજ તારક શ્રી જિનેશ્વર દેવોની ચરણ સેવાની તીવ્ર અભિલાષા ધરે
Page 38 of 50
Page #39
--------------------------------------------------------------------------
________________
છે. તથા એ જ એક અભિલાષાને સદ્ઘ કરવા માટે શ્રી જિનેશ્વર દેવે માવેલી એક પણ આજ્ઞાનો અનાદર ન થાય, તેની તે તારકો સંપૂર્ણ કાળજી ધરાવે છે અને તે આજ્ઞાની સામે સ્વેચ્છાચારી પાખંડીઓ. તરફ્ટી આવતાં આક્રમણોને વિખેરી નાખવા માટે જીવનની પણ પરવા કર્યા વિના નિરંતર પોતાની સઘળી શક્તિને એકત્રિત કરી ઝઝુમ્યા કરે છે. કારણ કે એ જ એક જીવનધ્યેય છે. પોતાના એ જીવન ધ્યેયને પુરૂં કરનાર શાસન રક્ષક યોગ્ય આત્માને તૈયાર કર્યા પછી જ, તેઓ વિશિષ્ટ અભિગ્રહોવાળું જીવન સ્વીકારી શક છે અને તે પછી ધારે તો મોન ધરી શકે છે. તે પહેલા છતી શક્તિએ તારકો મોન ધરતા જ નથી.
નમો ઉવજઝાયાણ
શ્રી ઉપાધ્યાય ભગવો
ઉપાધ્યાયનું નામ “3વજ્ઞાય” અથવા “ઉજ્ઞાયિ' પણ છે. જેની સમીપે શિષ્યો દ્વાદશાંગ સૂત્રોનું અધ્યયન કરે, તે ઉપાધ્યાય છે. દ્વાદશાંગ સ્વાધ્યાયકરણમાં ઉપયુક્ત, પાપનું પરિવર્જન કરનાર, ધ્યાનના. ઉપયોગમાં તલ્લીન અને કર્મનો વિનાશ કરવામાં ઉધમી ‘ઉવજ્ઞાય' કહેવાય છે. ‘સ્નાય’ શબ્દ પણ ઉપયોગકરણમાં તથા ધ્યાનના નિર્દેશમાં વપરાયેલો છે. અર્થાત- શ્રી ઉપાધ્યાયભગવન્તો સદા ઉપયોગી અને નિરન્તર ધ્યાની હોય છે. એ જ રીતે શ્રી ઉપાધ્યાયભગવન્તો આચાર્યપદને યોગ્ય હોય છે, ગુરૂના સઘળા ગુણોએ કરીને છાજતા હોય છે અને અગીયાર અંગ તથા બાર ઉપાંગનું અધ્યયનાદિ તથા ચરણસિત્તરી અને કરણસિત્તરીનું પાલનાદિ કરનારા હોવાથી સદાય પચીસ ગુણોએ કરીને યુક્ત હોય છે. ઉપાધ્યાય, વાચક, પાઠક, અધ્યાપક, શ્રુતવદ્ધ, શિક્ષક, Wવીર, અપ્રમાદી, સદાનિર્વિષાદી , અદ્વયાનંદી, આદિ ઉત્તમ નામોને ધારણ કરનારા, નિરન્તર શ્રી જિનાજ્ઞાના પ્રતિપાલક તથા અગણ્ય ગુણોથી વિભૂષિત હોય છે. એવા પૂજ્ય શ્રી ઉપાધ્યાયભગવંતોને કરેલો નમસ્કાર, હૃદયના દુર્ગાનાદિને દૂર કરી નાંખે છે અને સર્વ મનોવાંછિત સુખોને મળવી આપે છે.
શ્રી ઉપાધ્યાયનમસ્કાર સંબંધમાં નિર્યુક્તિકાર ભગવાન શ્રી ભદ્રબાહુસ્વામિજી મહારાજા ક્રમાવે છે
"उवज्झायनमुक्कारो, जीपं मोएइ भवसहस्साओ ।
भावेण कीरमाणो, होइ पणो बोहिलाभाए ||१|| dવન્ડયન [qDારો, ઘન્નાઇ અવયં છviતાપ | हिअय अणुम्मुयंतो, विसोत्तियाचारओ होइ ||२|| उवन्झायनमुक्कारो, एस खलु वनिओ वहत्थोत्ति । जो मरणम्मि उवग्गे, अभिक्खणं कीरई बहुसो ||३||
उवन्झायनमुक्कारो, सव्वपावप्पणासणो ।
मंगलाणं च सव्वेसि, पढमं हवइ मंगलं ||४||" “ઉપાધ્યાય-નમસ્કાર, એ જીવને હજારો ભવથી છોડાવે છે અને ભાવપૂર્વક કરાતો તે બોધિલાભને માટે થાય છે. ૧... ઉપાધ્યાય નમસ્કાર ધન્યપુરૂષોને ભવક્ષયને માટે થાય છે તથા હૃદયમાં અનુસ્મરણ કરાતો તે અપધ્યાનને નિવારનારો થાય છે. ૨... આ ઉપાધ્યાયનમસ્કાર મહાર્થવાળો છે એમ વર્ણવાયેલ છે તથા જે મરણ પ્રાપ્ત થયે છતે નિરન્તર અને વારંવાર કરાય છે. ૩. ઉપાધ્યાય નમસ્કાર સર્વ પાપનો વિનાશ કરનાર છે અને સર્વ મંગલોમાં પ્રથમ મંગલ છે. ૪...” ઉપાધ્યાયશાથ
(૧) ઉપ= પાસે અર્થાત જે પાસે આવ્યા હોય કે રહેતા હોય તે સાધુ વગેરે પ્રત્યે + અધ્યાય =
Page 39 of 50
Page #40
--------------------------------------------------------------------------
________________
અભ્યાસ-એટલે સિધ્ધાંતોનો અભ્યાસ કરાવે તે તથા જેની પાસે આવી અધીયતે = અભ્યાસ થાય છે-ભણાય છે તે.
(૨) ઉપ = (જેની) પાસે + અધિકયેન ગમ્યતે-અધિકપણાએ જવાય છે તે.
(3)
ઇક્ ધાતુ = સ્મરણ કરવું એટલે સૂત્રથી જિન પ્રવચનનું જેથી સ્મરણ થાય છે તે. તેથી કહ્યું
છે કે
(४) " बारसंगो जिणखाओ, सइझाओ कहिओ बुहेहिं । तं उवहसंति जम्हा, उवइझाया तेण वुच्चंति || "
અર્થ :- દ્વાદશઅંગ કે જેનું શ્રી જિનભગવાને વ્યાખ્યાન કરેલ છે તેની સજ્ઝાય કરવાનું પંડિતે-બુધ્ધે કહેલ છે તેથી જે દ્વાદશાંગીન ઉપદેશે તેને ઉપાધ્યાય કહીએ.
ઉવજ્ઝાયમાં ઉકાર છે અને જકાર છે તે બંનેના અર્થ નીચે કહ્યા છે :
(૫) “उत्ति उवओगकरणे, जात्ति ज्झाणस्स होइ तिद्देशे ।
BLળ હૂંતિ મુન્ના, સો અન્નોવિ પન્નાર્ડ ||”
અર્થ :- ઉકાર જે છે તે ઉપયોગ કરવાને અર્થે છે, તેથી ‘ઉ’ નો ‘ઉવ’ થયો અને ઉવ પછી જકાર
છે તે ધ્યાનના નિર્દેશ અર્થે છે. આથી ‘ઉ’ અને ‘જ’ બે અક્ષરથી ઉવજ્ઝાય એ પર્યાયાર્થ થયો છે.
(૬) ઉપરનું બીજી રીતે કહીએ તો જરા પર્યાય ફેર અર્થ થાય છે તે આ પ્રમાણે :“उत्ति उवओगकरणे, पत्ति अपावपरिवज्झणे होई ।
जत्ति अ जाणरस कए, उत्ति अ ओसक्कणा कम्मे ||"
અર્થ :- ઉ અક્ષર ઉપયોગ કરવાને અર્થે છે, ૫ અક્ષર તે પાપના પરિવર્જન એટલે સમસ્તપ્રકારે વર્જવાના અર્થે છે, જ અક્ષર તે ધ્યાનના કરવા અર્થે છે અને ફ્રી આવતો ઉ વર્ણ તે કર્મના ઓસરવાના ઓછા થવાના અર્થે છે.
આ રીતે ચાર અક્ષર ભેગા મળવાથી ઉપાજ્કાઓ, એ શબ્દ થાય છે, તે પર્યાયાંતરે ઉપાધ્યાયનું જ
નામ છે.
(9) ઉપાધિનો-શ્રુતના
ઉપાધિ + આય = ઉપાધ્યાય. ઉપાધિ એટલે પાસે વસવું અને આય એટલે લાભ તે પાસે વસવાનો અથવા ઇષ્ટફ્ળનો અથવા શોભન ઉપાધિનો લાભ છે જેથી તે ઉપાધ્યાય. (૮) ઉપ = ઉપહત-હણાયેલા જેણે અધ્યાય કે આધ્યાય કર્યા છે તે ઉપાધ્યાય. હવે આધ્યાયનો અર્થ એ થાય છે કે આધિ-મનની પીડા + આય = મનની પીડાનો લાભ અને અધ્યાય એટલે અધિ = ટુંકી બુદ્ધિ-કુબુદ્ધિ + આય = લાભ; અથવા અધ્યાયમાં ધ્યે ધાતુ પણ થાય કે જેનો અર્થ ધ્યાન કરવું અને અ એ નકાર કે કુત્સિતપણું સૂચવે છે એટલે બધાનો અર્થ ખરાબ ધ્યાન-કુધ્યાન પણ થઇ શકે. ટુંકમાં ઉપરના અધ્યાય અથવા આધ્યાય-એ બંને જેણે ઉપહત-હણાયલા કર્યા છે તે ઉપાધ્યાય.
(૯) ઉપ = પાસે અને અધ્યાય શબ્દ અધ્યયન કરવું તે પરથી થયેલ છે. જે ગુરૂ આદિ ગીતાર્થની પાસે સંપૂર્ણ શાસ્ત્રનો અભ્યાસ કરી પારંગામો થયેલ છે અને જેની પાસે સાધુઓ અને ગૃહસ્થો જ્ઞાનનો અભ્યાસ કરે છે તે.
ઉપાધ્યાયજીના ૨૫ ગુણ.
૧-૧૧ અગીયાર અંગ તથા ૧૨-૨૩ બાર ઉપાંગ-એ ત્રેવીશને ભણે તથા ભણાવે અને ૨૪-૨૫
ચરણસિત્તરી તથા કરણસિત્તરી એ બંનેને શુદ્ધ રીતે પાળે-એમ પચીસ ગુણ.
હવે આ પચીસ ગુણ અનુક્રમે વિવચનથી કહે છે :
અગીયાર અગ
Page 40 of 50
Page #41
--------------------------------------------------------------------------
________________
(૧)
આચારાંગ - આમાં સાધુના પરિસહ આદિ આચાર વગેરે વર્ણવેલ છે.
(૨) સૂત્રકૃતાંગ - ( સૂયગડાંગ) તેમાં ૩૬૩ પાખંડીઓ (કુવાદીઓ) નું સ્વરૂપ વગેરે બતાવેલ છે. સ્થાનાંગ - (ઠાણાંગ) આમાં દશ સ્થાન (અધ્યાય) છે તેમાં પહેલામાં એક એક બોલ બીજામાં બે બે એમ દશમામાં દશ દશ બોલ જેના જેના હોય તેની વ્યાખ્યા કરી છે.
(3)
(૪) સમવાયાંગ - એક બેથી સંખ્યાત અસંખ્યાત અનંત બોલની વ્યાખ્યા સાથે ૫૪ ઉત્તમ પુરૂષોના અધિકાર વગેરે છે.
(૫) ભગવતી (અથવા વિવાહપ્રજ્ઞપ્તિ) આમાં ગૌતમસ્વામીએ પૂછેલા ૩૬૦૦૦ પ્રશ્ન છે તેમજ સાધુ, સાધ્વી, શ્રાવિકા, વગેરે તેમ સૂક્ષ્મ ભંગજાલ-જીવ વિચાર આદિ બાબતોનું વિવેચન છે.
(૬) જ્ઞાતા ધર્મકથા - દ્રષ્ટાંતો દ્વારા દયા-સત્ય વગેરેની પુષ્ટિ કરેલ છે. તથા તેમાં અનેક
ધર્મકથાઓ છે.
(9) ઉપાસકદશાંગ - આનંદ આદિ ૧૦ શ્રાવકોના અધિકાર છે. અંતગડ - મોક્ષગામી જીવો પ્રધુમ્નાદિના અધિકાર છે.
(૮)
(૯) અનુત્તરોવવાઇ - આમાં ૩૩ જીવો કે જે અનુત્તર વિમાનમાં ગયા છે અને એકભવ કરી મોક્ષે સીધાવશે તેનાં વર્ણન છે.
(૧૦) પ્રશ્ન વ્યાકરણ - આમાં આશ્રયદ્વાર અને સંવરદ્વાર સંબંધી વિવેચન છે.
(૧૧) વિપાકસૂત્ર - દુ:ખવિપાક અને સુખવિપાકના વર્ણન સાથે તેના દ્રષ્ટાંત તરીકે ઘણાના અધિકાર આપેલા છે.
બાર ઉપાગ
ઉપરના ઉપરાંત બારમુ અંગ નામે દ્રષ્ટિવાદ છે. આ બારે અંગ (એટલે શરીર) કહેવાય છે, અને તેના ઉપાંગ એટલે તે અંગના હાથ, પગ, આંગળી આદિ બાર છે તે નીચે પ્રમાણે :(૧) ઉવવાઇ - આમાં કેટલાંક મહાન પુરૂષોના ચરિત્ર, કેવલ
સમુદ્દાત અને મોક્ષનાં સુખ વગેરે
બાબતોનું વર્ણન છે. આ આચારાંગનું ઉપાંગ છે.
-
(૨) રાયપસેણી - આ સુયગડાંગનું ઉપાંગ છે. આમાં શ્રી કેશી સ્વામીનો પરદેશી રાજાની સાથે થયેલ સંવાદ છે.
(3)
જીવાભિગમ - આ ઠાણાંગનું ઉપાંગ છે. આમાં અઢી દ્વીપ, ચોવીસ દંડક આદિનું વર્ણન છે. (૪) પ્રજ્ઞાપના (પન્નવણા) - આ સમવાયાંગનું ઉપાંગ છે. આમાં સર્વ લોકનું સ્વરૂપ વગેરે છે. (૫) જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ ( પન્નતિ) - આ સમવાયાંગનું ઉપાંગ છે. આમાં જંબુદ્વિપનું ક્ષેત્ર, પર્વત વગેરે વિસ્તારથી વર્ણન છે.
(૬) ચંદ્ર પ્રજ્ઞપ્તિ - જ્ઞાતાજીનું પહેલું ઉપાંગ છે. આમાં ચંદ્રમાના વિમાન, ગતિ વગેરે અધિકાર છે. (૭) સૂર્ય પ્રજ્ઞપ્તિ - જ્ઞાતાજીનું બીજું ઉપાંગ છે. આમાં સૂર્યના વિમાન વગેરેનું વર્ણન છે. (૮) કપ્રિયા - નિરિયાવલિકા શ્રુતસ્કંધ-ઉપાસક દશાંગનું ઉપાંગ છે. આમાં કોણિક પુત્રથી શ્રેણિક રાજાનું મૃત્યુ વગેરે બાબત છે.
(૯) કપ્પવડંસિયા - અંતગડ દશાનું ઉપાંગ છે. આમાં શ્રેણીક રાજાના દશ પુત્ર દિક્ષા લઇ
દેવલોકમાં ગયા છે તેનો અધિકાર છે.
(૧૦) પુષ્ટ્યિા - અનુત્તરોવવાઇનું ઉપાંગ છે. આમાં ચંદ્ર સૂર્ય વગેરેની પૂર્વ કરણીનો, સોમલ બ્રાહ્મણ અને શ્રી પાર્શ્વનાથ સ્વામીનો સ્વાંદ વગેરે અધિકાર છે.
Page 41 of 50
Page #42
--------------------------------------------------------------------------
________________
(૧૧) પુષ્ક ચુલીયા - પ્રશ્ન વ્યાકરણનું ઉપાંગ છે. આમાં શ્રી વગેરેનો પૂર્વ કરણીના અધિકાર છે. (૧૨) વન્તિ દશાંગ - આ વિપાક સૂત્રનું ઉપાંગ છે. આમાં બલભદ્રજીના પુત્ર વગેરેના અધિકાર
૧૧ અંગ અને ૧૨ ઉપાંગની સઝાય.
અંગ ઇગ્યાર સોહામણાં સાહેલડી રે, આચારંગ સુયગડાંગતો; ઠાણાંગ સમવાયાંગ વળી સાઇ, ભગવતિ પંચમ અંગતો. -૧
જ્ઞાતા ધર્મકથા છઠ્ઠ સા., સાતમું ઉપાસંગ દશાંગ તો; અંતગડ અણુત્તરો નવાઇયા સા., પ્રશ્ન વ્યાકરણ દશમાંગ તો. -૨
સુખદુઃખ વિપાક ઇગ્યારમું સાઇ, હવે ઉપાંગ કહું બારતો. ઉવવાઇ રાયપસેણિયાં સાo, જીવાભિગમ વિચારતો. -૩
પન્નવણા જંબુપન્નતી સા., જેહમાં ક્ષેત્ર વિચારતો; ચંદપન્નતિ સુરપન્નતિ સા૦, હવિ પણ એકમાં સંભારતો. -૪
કપ્રિયા, કMવડિસિયા સા., જેહમાં વિમાનવિચારતો; પુડ્યિા ને પુલિયા સા , નિરયાવળી એમ બારતો. -૫
સૂત્ર અર્થ ગુરૂથી લહી સાઇ, ભણે ભણાવે જેહતો;
તે વાચકને વંદિયે સાઇ, જ્ઞાનવિમળ શું નેહતો. -૬ ચરણ સિઝેરી
જે નિત્ય કરવું તે ચરણ-ચારિત્ર.
"वयसमणधम्मसंजम, वेयावच्चं च बंभगत्तिओ ।
નાણાતિયં તવ જોઇ, નિકાહારું પરમેય II” અર્થ :- વ્રત (૫ મહાવ્રત), શ્રવણ ધર્મ (૧૦ શાંતિ આદિ), સંયમ (૧૦ પ્રકારે), વૈયાવૃત્ય (૧૦ પ્રકારે), બ્રહ્મગુપ્તિ (૯ પ્રકારે), જ્ઞાનાદિક ત્રિક, તપ (૧૨ પ્રકારે), ક્રોધનિગ્રહ આદિ (૪ કષાયનો નિગ્રહ) આ રીતે ચરણના ભેદ ૭૦ થયા.
૫ મહાવ્રત - ૧. પ્રાણાતિપાતવિરમણ, ૨. મૃષાવાદવિરમણ, ૩. અદત્તાદાનવિરમણ, ૪. મથુનવિરમણ, ૫. પરિગ્રહવિરમણ.
( ૧૦ પ્રકારે યતિ ધર્મ – ૧. ક્ષમા, ૨. માર્દવ (કોમલતા), ૩. આર્જવ (સરલતા), ૪. મુત્તિ (લોભ ત્યાગ-સંતોષ), ૫. તપ, ૬. સંયમ (આશ્રવનો ત્યાગ), ૭. સત્ય (જૂઠનો ત્યાગ), ૮. શૌચ (પવિત્રતા), ૯. અકિંચનત્વ (દ્રવ્યરહિતપણું), ૧૦. બ્રહ્મચર્ય (મેથુનત્યાગ).
૧૭ પ્રકારે સંયમ - ૧. પૃથ્વીકાય, ૨. અપકાય, ૩. અગ્નિકાય, ૪. વાયુકાય, ૫. વનસ્પતિકાય, ૬. દ્વીદ્રિય, ૭. ત્રીંદિય, ૮. ચતુરિંદ્રિય, ૯. પંચેદ્રિય. -એ સર્વ જીવોની હિંસા ન કરવી. ૧૦. અજીવ સંયમ (સોના વગેરે નિષેધ કરેલી અજીવ વસ્તુનો ત્યાગ), ૧૧. પ્રેક્ષાસંયમ (યનાપૂર્વક વર્તવું), ૧૨. ઉપેક્ષાસંયમ (આરંભ તથા ઉત્સુત્ર પ્રરૂપણા ન કરવી તે), ૧૩.પ્રમાર્જનસંયમ (સર્વ વસ્તુને પ્રમાજીને-પૂંજીને વાપરવી તે) ૧૪. પરિષ્ઠાપના સંયમ, (યત્નપૂર્વક પરઠવવું તે), ૧૫. મનઃસંયમ (મનને ધર્મવૃત્તિમાં રાખવું તે), ૧૬. વચનસંયમ (સાવધ વચન ન બોલવું તે), ૧૭. કાયાસંયમ (ઉપયોગથી કામ કરવું તે
૧૦ પ્રકારનો વૈયાવૃત્ય - ૧. અરિહંતનો, ૨. સિદ્ધનો, ૩. જિનપ્રતિમાનો, ૪. શ્રતસિદ્ધાંતનો, ૫. આચાર્યનો, ૬. ઉપાધ્યાયનો, ૭. સાધુનો, ૮. ચારિત્રધર્મનો, ૯. સંઘનો, ૧૦. સમકિતદર્શનનો-વૈયાવૃત્ય.
Page 42 of 50
Page #43
--------------------------------------------------------------------------
________________
વૈયાવૃત્ય એટલે વિનય, માન, સત્કાર વગેરે. પાઠાંતરે નીચે લખેલા દશ પ્રકારના વૈયાવૃત્ય ગણાય છે.
૧. આચાર્ય, ૨. ઉપાધ્યાય, ૩. તપસ્વી, ૪. શિષ્ય, ૫. ગ્લાનસાધુ, ૬. સ્થવિર, ૭. સમનોજ્ઞ ( સરખા સમાચારીવાળા) ૮. ચતુર્વિધ સંઘ, ૯. કુલચંદ્રાદિ, ૧૦. ગોત્ર. એ દશનો વિનય.
૯ પ્રકારે બ્રહ્મચર્યની ગુપ્તિ - (૧) સ્ત્રી પશુ અને નપંસક જ્યાં રહેતાં હોય તે જગ્યાનો ત્યાગ, (૨) સરાગે સ્ત્રી સાથે કથા વાર્તા ન કરવી, (૩) સ્ત્રીના આસને બે ઘડી સુધી બેસવું નહિ, (૪) સરાગે સ્ત્રીના અંગોપાંગ જોવાં નહિ, (૫) સ્ત્રીપુરૂષ જ્યાં ક્રીડા કરતાં હોય ત્યાં ભીંત વગેરેના અંતરે રહેવું નહિ, (૬) ભોગવ્યાં સુખ સંભારવા નહિ, (૭) સરસ આહાર ન કરવો, (૮) અતિ માત્રાએ આહાર ન કરવો, (૯) શરીરની શોભા ન કરવી.
૩ જ્ઞાનાદિ - એટલે (૧) જ્ઞાન, (૨) દર્શન, (૩) ચારિત્ર.
૧૨ પ્રકારનાં તપ - ૧. અનશન, ૨. ઉણોદરી, ૩. વૃત્તિસંક્ષેપ (અનેક પ્રકારના અભિગ્રહ-નિયમ કરવા તે) ૪. રસત્યાગ, ૫. કાયકલેશ, ૬. સંલીનતા (ઇંદ્રિયોને વશ રાખવી તે -આ છ બાહ્યતપ. હવે છ અત્યંતર તપ નામે :- ૧. પ્રાયશ્ચિત, ૨. વિનય, ૩. વૈયાવૃત્ય, ૪. સ્વાધ્યાય (સઝાય ધ્યાન કરવું) ૫. ધર્મકથા, ૬. કાયોત્સર્ગ.
૪ કષાયનો ત્યાગ - ૧. ક્રોધ, ૨. માન, ૩. માયા, ૪. લોભ -એ ચાર કષાયનો ત્યાગ કરવો. કરણસિત્તરી
પ્રયોજન થયાં થકાં કરી લેવું, અને પ્રયોજન ન હોય ત્યારે ન કરવું તે કરણ. ( સરખાવો ‘ ચરણ’)
“पिंडविसोही समिइ, भावण पडिमाय इंदियनिरोहो |
पडिलेहण गुप्तिओ, अभिग्गहं चेव करणं तु ॥”
અર્થ :- ૪ પિંડવિશુદ્ધિ, ૫ સમિતિ, ૧૨ ભાવના, ૧૨ પડિમા, ૫ ઇંદ્રિયોનો નિરોધ, ૨૫ પ્રતિલેખના, ૩ ગુપ્તિ અને ૪ અભિગ્રહ-એ સર્વ મળી સીત્તેર કરણના ભેદ થયા તેથી કરણસિત્તરી કહેવાય છે.
વિવેચન- હવે તે નામવાર કહે છે :
૪ પિંડવિશુદ્ધિ - ૧. આહાર, ૨. ઉપાશ્રય, ૩. વસ્ત્ર, ૪. પાત્ર. એ ચાર વિશુદ્ધ એટલે બેતાલીસ દોષરહિત ગ્રહણ કરવા તે.
૫ સમિતિ - ૧. ઇર્યા, ૨. ભાષા, ૩. એષણા, ૪. આદાનભંડમત્ત નિખેપણા, ૫. પરિષ્ઠાપનિકા - આ પાંચે સમિતિનું વિવેચન.‘પંચિદિય’ સૂત્રમાં આગળ કહીશું.
૧૨ ભાવના - ૧. અનિત્ય, ૨. અશરણ, ૩. સંસાર, ૪. એકત્વ, ૫. અન્યત્વ, ૬. અશુચિ, ૭. આશ્રવ, ૮. સંવર, ૯. નિર્જરા, ૧૦. લોકસ્વભાવ, ૧૧. બોધિદુર્લભ, ૧૨. ધર્મ-ભાવના.
૧૨ પ્રતિમા - ૧. એક માસની, ૨. બે માસની, ૩. ત્રણ માસની, ૪. ચાર માસની, ૫. પાંચ માસની, ૬. છ માસની, ૭. સાત માસની, ૮. સાત દિનરાતની, ૯. સાત દિનરાતની, ૧૦. સાત દિનરાતની, ૧૧. એક દિનરાતની, ૧૨. એક રાતની-પ્રતિમા. એ દરેકમાં અમુક અમુક જેમકે ચોવીહાર આદિ કરવો તે. ૫ ઇંદ્રિયોનો નિરોધ - ૧. સ્પર્શ, ૨. રસ, ૩. ધ્રાણ, ૪. ચક્ષુ, ૫. શ્રોત. -ઇંદ્રિયનિરોધ. ૨૫ પ્રતિલેખના-આની ગાથા એ છે કેઃ
“मुहपोति चोलपट्टो, कप्पतिगंदोनिसिज्ज रयहरणं । સંથારુતરપટ્ટો, સપેહા 3ન્ગ! સૂરે ||9|| अन्ने भांति एक्का रसमो दंड उत्ति उवगरण चउदसगं, पडिलेहिज्जड़ दिणस्स पहरतिगे । 3ઘાડોરિસીદ પબિન્ગોન ડિનેહા ||”
Page 43 of 50
Page #44
--------------------------------------------------------------------------
________________
બે
૧. મુહપત્તિ, ૨. ચોલપટ્ટ, ૩. ઉનનું કલ્પ, ૪-૫. સુતરનાં બે કલ્પ, ૬. રજોહરણનું અંદરનું સુતરનું નિષિઝ્ડ, ૭. બહારનું પગ લૂછવાનું નિષિઝ્ઝ, ૮. ઓઘો, ૯. સંથારો, ૧૦. ઉત્તરપટ્ટો, ૧૧. દાંડો. આ અગીયારે ચીજોની પડિલેહણા પ્રભાતમાં સૂર્યના ઉદય થયા પહેલાં કરાય છે; બાકીની ચૌદ ઉપકરણની પ્રતિલેખના પહોરને અંતે કરવામાં આવે છે તે કહે છે :
૧. મુહપત્તિ, ૨. ચોલપટ્ટ, ૩. ગોચ્છક, ૪. પાત્ર, ૫. પાત્રબંધ, ૬. પડલાઓ, ૭. રજસ્ત્રાણ, ૮. પાત્રસ્થાપન, ૯. માત્રક, ૧૦. પતદ્ગાહ, ૧૧. રજોહરણ, ૧૨. ઉનનું કલ્પ, ૧૩-૧૪. સુતરનાં બે કલ્પ. આમ ઉપરની ૧૧ અને આ ૧૪ મળી પચીસ પ્રતિલેખના કરવાની છે. અને તેનો વિશેષ વિસ્તાર પ્રવચનસારોદ્વારમાંથી જોઇ લેવો.
૩ ગુપ્તિ - ૧. મન, ૨. વચન, 3. કાયગુપ્તિ. આનો વિસ્તાર ‘પંચિદિય' સૂત્રમાં આગળ થશે. ૪ અભિગ્રહ - અભિગ્રહ એટલે પ્રતિજ્ઞા. (૧) દ્રવ્યથી, (૨) ક્ષેત્રથી, (૩) કાલથી, (૪) ભાવનાથી-અભિગ્રહ.
આ પ્રકારે કરણસિત્તેરીના ભેદ થયા.
નમો ઉવજ્ઝાયાણં ઇતિ પદં મે સપ્તવ્યસનાનામ્ નાશં કુર્વન્તુ ।
આ ચોથા પદનો એકાગ્ર ચિત્તે જાપ કરવાથી સાત વ્યસનોનો નાશ કરવામાં સહાયભૂત થાય છે એટલે સાત વ્યસનોથી મુક્ત કરે છે.
મંત્રરાજ રહસ્યમાં શ્રી સિંહ તિલકસૂરિ મહારાજાએ ફરમાવ્યું છે કે
ઉપાધ્યાયનો નીલ વર્ણ, ઐહિક લાભ એટલે કે આ લોકના સુખના લાભને માટે છે એટલે એકાગ્રચિત્તે ચોથાપદનું ધ્યાન ધરવાથી આ લોકનું સુખ મલ્યા કરે છે.
શાસનની રક્ષા માટે જે રીતિએ ત્રીજે પદે વિરાજતા શ્રી આચાર્ય ભગવાનોની આવશ્યક્તા છે, એજ પ્રમાણે તે તારકોની આજ્ઞામાં મંત્રી તરીકે વિચરતાં શ્રી ઉપાધ્યાય ભગવાનોની પણ આવશ્યક્તા છે. જેમ
રાજાઓને રાજતંત્ર ચલાવવા માટે મંત્રીઓની જરૂર પડે છે. તેમ શ્રી આચાર્ય ભગવાનોને પણ ગણનું તંત્ર ચલાવવા માટે શ્રી ઉપાધ્યાય ભગવાનોની જરૂર પડે છે. એટલે જેમ શ્રી આચાર્ય ભગવાનો ત્રીજે પદે વિરાજમાન છે. તેમ શ્રી ઉપાધ્યાય ભગવાનો ચોથે પદે વિરાજમાન છે. એ ચોથે પદે વિરાજતા મહર્ષિઓનું સ્વરૂપ દર્શાવી તેઓનું ધ્યાન ધરવાનો ઉપદેશ આપતા ભગવાન શ્રી ગૌતમ સ્વામિજી મહારાજા ફરમાવે છે
કે...
ગણાતિત્તીસુ નિઉત્તે સુત્તત્થઝાવણંમિ ઉજ્જુ તે । સજ્ઝાએ લીણમણે સમ્મ ઝાએહ ઉલ્ઝાએ ॥૧॥
ભાવાર્થ :- હે ભવ્યો ! ગણની તપ્તિમાં યોજાયેલા એટલે કે-ગણની સારણાદિક ક્રિયાઓમાં
અધિકારી સૂત્ર । અને અર્થનું અધ્યાપન કરવામાં ઉધમવાળા તથા સ્વાધ્યાયમાં લીન મનવાળા શ્રી ઉપાધ્યાય ભગવાનોનું તમે ધ્યાન કરો.
જેમ શ્રી આચાર્ય ભગવાનો પંચાચારોથી પવિત્ર રહેવા સાથે વિશુધ્ધ આગમાનુસારિ દેશના દ્વારા એક પરોપકારમાં રક્ત રહે છે તેમ શ્રી ઉપાધ્યાય ભગવાનો સ્વાધ્યાયમાં લીનચિત્ત રહેવા સાથે આખા મુનિગણને સારણા વારણા ચોયણા અને પડિચોયણા કરવામાં તથા સૂત્ર અને અર્થનું અધ્યયન કરાવવામાં રક્ત રહે છે. આજ કારણે તે તારકો પાંચ પૈકીના ચોથા પરમેષ્ઠિ પદે બિરાજે છે, ખરેખર આ શાસનમાં ત્રીજા અને ચોથા પરમેષ્ઠિપદે વિરાજતા મહર્ષિઓ અજબ ઉપકારીઓ છે. એ બન્ને પરમેષ્ઠિઓ પ્રભુના શાસનને સાચવવામાં, દીપાવવામાં અને ખીલવવામાં કશી જ કમીના રાખનારા નથી હોતા. એ તારકોનું જીવન ધ્યેય જ પ્રભુના શાસનને સાચવવાનું, દીપાવવાનું અને ખીલવવાનું હોય છે. શ્રી આચાર્ય ભગવાનો પાંચે આચારમાં પવિત્ર રહી, શુધ્ધ સિધ્ધાંતની દેશના દ્વારા અન્ય આત્માઓ નિર્વિઘ્ન પણે પ્રભુના માર્ગે
Page 44 of 50
Page #45
--------------------------------------------------------------------------
________________
ચાલી પોતાનું કલ્યાણ સાધે એવી યોજના કરનારા હોય અને મંત્રિસ્થાને રહેલા શ્રી ઉપાધ્યાય ભગવાનો શ્રી આચાર્ય ભગવાનની આજ્ઞામાં વિચરતા મુનિગણની સઘળી ચિંતા કરનારા હોય છે. યોગ્ય શિષ્યગણને આગમના સાર એ દે, ભણાવે એ, અને પોતે પણ સ્વાધ્યાયમાં લીન રહે, એ મહર્ષિઓ જે રૂપે આપવા યોગ્ય હોય તે રૂપે સાધુઓને જ્ઞાન આપે અને એ રીતે મુનિગણને જ્ઞાનથી તૃપ્ત કરવાની તથા સુમાર્ગે સુયોગ્યપણે યોજવાની ચિંતામાં તત્પર જ હોય.
નમો લોએ સવ્વ સાહૂણં
લોકમાં રહેલા સર્વ સાધુ ભગવંતોને નમસ્કાર થાઓ. શ્રી સાધુ-ભગવન્તો
નિર્વાણસાધક યોગને સાધનારા હોવાથી અને સર્વ પ્રાણિઓને વિષે આત્મ-સમાન બુદ્ધિને ધારણ કરનારા હોવાથી, સાધુ ભગવન્તો ભાવ સાધુઓ કહેવાય છે. તેઓ વિષયસુખથી નિવર્તેલા હોય છે ઃ વિશુદ્ધ ચારિત્ર અને નિયમોને ધારણ કરનારા હોય છે ઃ તાત્ત્વિક ગુણોને સિદ્ધ કરનારા હોય છે : તથા અન્ય મુક્તિસાધક પુરૂષોને તેમની સાધનામાં સહાય કરનારા હોય છે. લોકસંજ્ઞાનો ત્યાગ કરનારા, ક્ષમાદિ દશ પ્રકારના ધર્મને ધારણ કરનારા તથા લાભાલાભ, માનાપમાન અને લોષ્ઠ-કાંચનને સમાન ગણનારા હોય છે. ગુરૂ-આજ્ઞામાં તત્પર, પ્રાયશ્ચિત્તાદિ જલ વડે પાપમલનું ગાલન કરનાર, નિરંતર શુદ્ધ સ્વાધ્યાયકરણમાં તલ્લીન અને ભ્રમરપરે ગોચરચર્યામાં ઉઘુક્ત શ્રી સાધુ-ભગવંતો, એ જંગમ તીર્થ છે. શ્રી સાધુ-ભગવંતો સંબંધમાં પૂ. પરમોપકારી ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજ એક સ્થળે ફરમાવે છે કે
“કલેશનાશિની દેશના, દેત ગણે ન પ્રયાસ, અસંદીન જિમ દ્વીપ, તથા ભવિજન આશ્વાસ : તરણ તારણ કરૂણાપર, જંગમ તીરથ સાર, ધન ધન સાધુ સુહંકર, ગુણ-મહિમા ભંડાર. -૧”
“નિરન્તર ધર્મોપદેશ આપવામાં જેઓ પ્રયાસને ગણતા નથી તથા ભવ્ય આત્માઓને આશ્વાસન લેવા માટે જેઓ સ્થિર દ્વીપની ગરજ સારે છે, સ્વયં તરે છે અને અન્યને તારવામાં તત્પર છે, એવા કરૂણાથી ભરેલા સુખકર સાધુપુરૂષો નિરન્તર કરૂણામાં તત્પર હોવાથી અને ગુણો તથા મહિમાના ભંડાર હોવાથી જંગમ તીર્થંતુલ્ય છે અને જગત્માં વારંવાર ધન્યવાદને પાત્ર છે.”
એ સાધુ-ભગવંતોનાં અનેક પવિત્ર નામો છે. તેમાંના કેટલાંક અતિ પ્રસિદ્ધ છે અને કેટલાંક અપ્રસિદ્ધ છે. જેમકે-મુનિ, ભિક્ષુ, સંન્યાસી, નિગ્રંથ, શાન્ત, દાન્ત, ક્ષાન્ત, મહાવ્રતધર, અણગાર, યોગી, તત્ત્વજ્ઞ, વાચંયમ, ઋષિ, દીક્ષિત, અકિંચન, શ્રમણ એ પ્રસિદ્ધ નામો છે. સર્વસહ, સમતામય, નિષ્નાતકર્મ શરીર, ગુપ્તેન્દ્રિય, આત્મઉપાસી, મુક્ત, માહણ, મહાત્મા, અવધૂત, શુદ્ધલેશી, અશરણશરણ, અધ્યાત્મધામ, ઉર્ધ્વરેતા, અનુભવી, તારક, મહાશય, ભદંત, મોહજયી, ગોપ્તા, પંડિત, વિચક્ષણ, ઇત્યાદિ અપ્રસિદ્ધ નામો છે. એ જાતિનાં માંગલિક નામોને ધારણ કરનારા નિષ્કલંકિત જીવનને જીવનારા, ગુણસમુદ્ર સાધુ-ભગવંતોને કરેલો નમસ્કાર પણ, આચાર્યભગવંતો તથા ઉપાધ્યાય ભગવંતોને કરેલા નમસ્કારના સમાન ફ્લુને આપનારો થાય છે.
એજ વાતને જણાવતાં નિર્યુક્તિકાર ભગવાન શ્રી ભદ્રબાહુ સ્વામિજી મહારાજા ફરમાવે છે કે“સાદૂન નમુવારો, નીવં મોડ઼ મવસહસ્સાશો | માવેન હીરમાળો, હોડ઼ ઘુળો વોહિલામાણ ||9||
Page 45 of 50
Page #46
--------------------------------------------------------------------------
________________
साहूण नमुक्कारो, धन्नाणं भवक्खयं कुणंताणं । हिअयं अणुम्मुयंतो, विसोत्तिआवारओ होइ ||२|| साहूण नमुक्कारो, एस खलु वनिओ महत्थेत्ति । जो मरणंमि उवग्गे, अभिक्खणं कीरई बहुसो ||३||
साहूण नमुक्कारो, सव्वपावप्पणासणो ।
मंगलाणं च सव्वेसि, पढमं हवइ मंगलं ।।४।।" “ભાવસહિત સાધુનમસ્કાર જીવને હજારો ભવથી મુક્ત કરાવે છે અને બોધિલાભ માટે થાય છે. ૧... સાધુનમસ્કાર ધન્ય આત્માઓના ભવનો ક્ષય કરે છે તથા હૃદયમાં રહેલો તે વિસ્ત્રોતસિકાનું હરણ કરે છે. ૨. આ સાધુનમસ્કાર મહાઈવાળો છે -એમ શાસ્ત્રમાં વર્ણવાયેલ છે અને મરણ વખતે તે નિરન્તર અને વારંવાર કરાય છે. ૩... સાધુનમસ્કાર સર્વ પાપનો પ્રણાશ કરનાર છે તથા સર્વ મંગળોમાં પ્રથમ મંગળ છે. ૪...” એજ વાતનું વાચનપ્રવર શ્રી યશોવિજયજી મહારાજા નીચેના શબ્દોમાં કથન કરે છે.
“નમસ્કાર અણગારને, વાસિત જેહનું ચિત્ત, ધન્ય તેહ કૃતપુણ્ય તેહ, જીવિત તાસ પવિત્ત : આર્તધ્યાન તસ નવિ હુએ, નવિ હુએ દુર્ગતિવાસ,
ભવક્ષય કરતાંરે સમરતાં લહિએ સુકૃત ઉલ્લાસ. -૧ પંચ નવકાર એ સુપ્રકાશ,
એહથી હોએ સવિ પાપ નાશ : સકલ મંગલ તણું એક મૂલ,
સુજશ વિધા વિવેકાનુકૂલ -૨.” “શ્રી અરિહંત, શ્રી સિદ્ધ, શ્રી આચાર્ય, શ્રી ઉપાધ્યાય અને સમસ્ત શ્રી સાધુ -એ પાંચને કરેલો નમસ્કાર સર્વ પાપોનો વિનાશ કરનાર છે, સર્વ મંગલોનું મૂળ છે અને ઉત્તમ પ્રકારના યશ, વિધા અને વિવેકને માટે સદા અનુકૂલ છે.” સાધુ-શબ્દાર્થ
(૧) “
નિવાસિદિU નોપ, નહીં રાતિ સહૂિનો |
समा य सव्वभूएसु, तम्हा ते भावसाहुणो ।।" અર્થ :- નિર્વાણ-મોક્ષને સાધવાના જે જોગ છે તે સાધે છે તે સાધુઓ છે. અને જે સર્વભૂતો પ્રત્યે ચોરાસી લાખ જીવયોનીથી ઉપજેલા સર્વ જીવો પ્રત્યે સમ એટલે સમતા ધરનારા છે તે ભાવ સાધુ છે.
સાધુ એમાં સાધુ ધાતુ છે જેનો અર્થ સાધવું એ થાય છે. આ અર્થ ઉપર લાગુ પાડવામાં આવ્યો. (૨) સંયમને ધારણ કરનાર તે સાધુ. (૩) અસહાયને સહાય કરનાર તે સાધુ. તેથી કહ્યું છે કે:
"असहाइ सहायत्तं, करेति मे संजम करंतस्स ।
UUU[ b[૨vi, v[મામિ હં સવ્વસાહૂi Id” અર્થ - અસહાયને સહાય કરનાર, અને મને (અસંયમપણું ટાળી) સંયમ કરનાર-ઇંદ્રિયનિગ્રહ કરાવનાર છે, એ કારણથી સર્વ સાધુને હું નમસ્કાર કરું છું.
(૪) સંયમકારી જનોને સહાયતા ધારણ કરનાર તે સાધુ.
સર્વ' સાધુને નમસ્કાર કર્યા છે, તેથી તે (૧) “સર્વ' માં જિનકલ્પી, સ્થવિરકભી, સ્થિતિકલ્પી. વગેરે બધા ભેદવાળા સાધુઓનો સમાવેશ થાય છે. (૨) સર્વ એટલે સાર્વ અર્થાત સર્વ જીવોને હિતના
Page 46 of 50
Page #47
--------------------------------------------------------------------------
________________
કરનાર, અથવા સર્વ શુભ યોગોને સાધનાર તે સાર્વ સાધુ, અથવા સાર્વ એટલે અરિહંત તેને સાધનાર-તેમની આજ્ઞા પ્રમાણે આરાધનાર ત સાર્વ સાધુ. (3) સર્વ-શ્રાવ્ય એટલે જે વાક્યો શ્રવણ કરવા યોગ્ય છે તેને વિષે સાધુ એટલે નિપુણ તે શ્રવ્ય સાધુ. (૪) સર્વ-સવ્ય એટલે દક્ષિણ-પોતાને અનુકૂલ જે કાર્ય તેને વિષે સાધુ એટલે નિપુણ તે સવ્ય સાધુ.
એકલા “સર્વ સાધુ” એમ કહેવાથી ‘સર્વ' એ શબ્દથી દેશતા તથા સર્વતા બંને દેખાડી શકાય છે, પણ અહીં જરા પણ બાકી ન હોય એવું અપરિશેષ બતાવવા માટે “લોક' એ શબ્દ મૂકેલ છે તેથી ‘નમો. લોએ સવ્વ સાહૂણં” વળી ‘લોક’ મૂકવાથી જ્યાં જ્યાં સાધુ હોય તે સર્વ સાધુનો સમાવેશ થાય છે. સામનિરાજના સત્તાવીશ ગણ
“छन्वय छकाय रक्खा, पांचिंदियलोह निग्गहो खंती ।
भावविशुद्धि पडिले-हणा य करणे विसद्धि य ।। संजमजोए जुत्तो, अकुसल मणवयणकायसंरोहो;
सीयाइपीडसहणं, मरणं उवसग्गसहणं च ।।" છ વ્રત – પ્રાણાતિપાતવિરમણ, મૃષાવાદવિરમણ, અદત્તાદાન વિરમણ, મેથુનવિરમણ, પરિગ્રહ વિરમણ, અને રાત્રિભોજન વિરમણ.
છ કાયની રક્ષા - પૃથ્વીકાયરક્ષા, અપકાયરક્ષા, તેજ:કાય રક્ષા, વાયુકાયરક્ષા, વનસ્પતિકાયરક્ષા અને ત્રસકાયરક્ષા.
- પાંચ ઇંદ્રિયનો નિગ્રહ - સ્પર્શેદ્રિય, રસેંદ્રિય, ઘાણંદ્રિય, ચક્ષુરેંદ્રિય અને શ્રોતેંદ્રિય એ પાંચા ઇંદ્રિયનો નિગ્રહ એટલે વશ કરવી.
આવી રીતે સત્તર થયા, હવે
(૧૮) લોભનિગ્રહ - લોભને વશ કરવો તે, ૧૯ શાંતિ-ક્ષમા, (૨૦) ભાવની વિશુદ્ધિ એટલે ચિત્તની નિર્મળતા, (૨૧) વસ્ત્ર વગેરેનું પડિલેહણ કરવામાં વિશુદ્ધિ. (૨૨) સંયમના યોગમાં યુક્ત રહેવું (એટલે પાંચ સમિતિ, ત્રણ ગુતિને આદરવાં, અને વિકથા, અવિવેક, નિદ્રા વગેરેનો ત્યાગ કરવો.) (૨૩) અકુશલા મનનો સંરોધ એટલે અશુભ માર્ગે જતાં મનને રોકવું, (૨૪) અકુશલ વચનનો સંરોધ એટલે અશુભ માર્ગે વચન પ્રવર્તતું હોય તેને રોકવું, (૨૫) અકુશલ કાયાનો સંરોધ એટલે અશુભ માર્ગે કાયા પ્રવર્તતી હોય તેને રોકવી (૨૬) શીતાદિ પીડા-પરિસહનું સહન, અને (ર૭) મરણનો ઉપસર્ગ સહન કરવો તે. આવા ગુણે કરી સહિત સાધુઓને નીચલી ટુંક ગાથામાં નમસ્કાર કરીએ :
“विसयसुहनियत्ताणं, विसुद्धचारित्तनियमजुत्ताणं ।
तच्च गुणसाहयाणं, साहण किच्चन्झायण नमो ।।" અર્થ :- વિષય સુખ (શબ્દાદિક પાંચ પ્રકારના) થી નિવૃત્ત થએલા, વિશુદ્ધ ચરિત્ર અને નિયમથી. યુક્ત, અને તથ્ય-સાચા ગુણના સાધક, અને કૃત્યકૃત્ય થવાના-મોક્ષ પામવાના કાર્યમાં ઉધમવંત એવા સાધુને નમસ્કાર થાઓ.
ઉપસંહાર
ઉપર પંચ પરમેષ્ઠી કયા કયા ? તેનો અર્થ, તથા તેના બધા મળી ૧૦૮ ગુણ પણ કહ્યા, તેથી છેલ્લે તે ગુણની સંખ્યા બરાબર ધ્યાનમાં રહે માટે કહીએ છીએ કે - બાર ગુણ અરિહંત દેવ, અણમિયે ભાવે;
સિદ્ધ આઠ ગુણ સમરતાં, દુ:ખ દોહગ જાવે. -૧
Page 47 of 50
Page #48
--------------------------------------------------------------------------
________________
આચારજ ગુણ છત્રીશ, પચવીશ ઉવઝાય; સત્તાવીશ ગુણ સાધુના, જપતાં સુખ થાય.-૨ અષ્ટોત્તર સય ગુણ મલી એ, એમ સમરો નવકાર; ધીરવિમલ પંડિત તણો, નય પ્રણમે નિત સાર. -૩
અર્થ :- અરિહંત દેવના બાર ગુણ છે; તેને ભાવપૂર્વક નમસ્કાર કરીએ, અને સિદ્ધના આઠ ગુણનું સ્મરણ કરતાં દુઃખ દારિદ્ર દૂર થાય છે. આચાર્યના ગુણ છત્રીશ, ઉપાધ્યાયના પચ્ચીશ, અને સાધુના સત્તાવીશ ગુણ જપતાં સુખ પમાય છે. આ બધા મળી એકસો અને આઠ છે, તે બરાબર ધ્યાન રાખી નવકારનું સ્મરણ કરો અને પંડિત ધીર વિમલના શિષ્ય નયવિમલ (પછીથી પ્રસિદ્ધ થયેલ જ્ઞાનવિમલસૂરિ) હમેશાં તે સારભૂત નવકારને પ્રણામ કરે છે.
નવકારનો હિમા
“નવાર વÓ ઊઘર, પાવં ડેડ઼ સત્ત શયરાળ | પન્નાસં ઘ પાં, સાગર પળસય સમોળ | जो गुणइ लख मेगं, पूएइ विहीइं जिण नमुक्कारं । तित्थयरनाम गोअं, सो बंधइ नत्थि संदेहो । अठेवय अठसया, अठसहस्सं च अठकोडीओ | जो गुणइ भातिजुत्तो, सो पावइ सासयं ठाणं |”
અર્થ :- નવકારનો એક અક્ષર સાત સાગરોપમનું પાપ ખેરવે છે. એક પદથી પચાશ સાગરોપમની સ્થિતિવાળું પાપ ટળે. સમગ્ર નવકાર ગણવાથી પાંચસે સાગરોપમની સ્થિતિવાળું પાપ કર્મ ટળે. અને એકલાખવાર આખો નવકાર ગણે અને વિધિવડે તીર્થંકર ભગવાને પૂજે અને નવકાર કરે તો તિર્થંકર નામકર્મ ગોત્ર બાંધે છે, આઠ ક્રોડ આઠ હજાર આઠસોને આઠ એટલીવાર નવકાર મંત્ર ભક્તિવડે ગણે તો શાશ્વત સ્થાન-મુક્તિ પામે.
નમો લોએ સવ્વ સાહૂણં
ઇતિ નવાક્ષરાણાં ધર્મકર્મ કુશલમ્ કુર્વન્તુ તદ્યાનં પરાયણા સ્તદ્ ગુણ લીના ભવ્યા જના ઇહામુત્ર ચ નિર્વિધ્ન. સમગ્રા લક્ષ્મીઃ પ્રાસુવન્તિ ઇતિ ॥
આ પાંચમા પદનો એકાગ્ર ચિત્તે જાપ કરવાથી ધર્મના પુરૂષાર્થમાં કુશલપણું પ્રાપ્ત થાય છે. તે પાંચમા પદના ધ્યાનમાં પરાયણ જીવો તે ગુણોમાં લીન થયેલા જીવો આ લોકને વિષે નિર્વિઘ્ન પણે સમગ્ર લક્ષ્મીને પ્રાપ્ત કરે છે.
મંત્રરાજ રહસ્યમાં શ્રી સિંહ તિલકસૂરિ મહારાજા ફરમાવે છે કે સાધુ ભગવંતોને શ્યામવર્ણ પાપીઓનાં ઉચ્ચાટન અને મારણનું કારણ બને છે. પાંચમા શ્રી સાધુપનુ સ્વરૂપ
શ્રી આચાર્ય ભગવાનોની આજ્ઞા નીચે વિચરતાં અને શ્રી ઉપાધ્યાય ભગવાનોના અધિકારમાં રહી નિરંતર યતિધર્મ અને ચારિત્રધર્મમાં રક્ત રહેતા તથા મુમુક્ષુ આત્માઓને મોક્ષમાર્ગની આરાધનામાં સહાય કરતાં શ્રી સાધુ ભગવન્તો શ્રી જિન શાસનમાં પાંચમા પરમેષ્ઠિપદે વિરાજમાન છે. એવા શાસનના મંડન સમા સાધુ ભગવાનોનું ધ્યાન ધરવાનો ઉપદેશ આપતાં ભવોદધિત્રાતા ભગવાન્ શ્રી ગૌતમ સ્વામિજી મહારાજા રમાવે છે કે
Page 48 of 50
Page #49
--------------------------------------------------------------------------
________________
સવ્વાસુ કમ્મભૂમિસુ વિહરતે ગુણ ગણેહિં સંજુને !
ગુત્તે મુત્તે જાયહ મુણિરાએ નિક્રિય કસાએ II૧૩ ભાવાર્થ - હે ભવ્ય જીવો ! પાંચ ભરત, પાંચ એરવત અને પાંચ મહાવિદેહ રૂપ સર્વ એટલે પંદર કર્મભૂમિઓમાં વિચરતાં ગુણના સમૂહોથી સહિત મનોગતિ, વચનગુતિ અને કાયમુતિ રૂપ ત્રણ પ્રકારની ગુતિઓથી ગુપ્ત સર્વસંગોથી વર્જિત અને અનંતાનુબંધી અપ્રત્યાખ્યાની તથા પ્રત્યાખ્યાની રૂપ ત્રણ જાતિના કષાયોનો અંત કરનારા મુનિવરોનું તમે ધ્યાન ધરો !
શાસ્ત્ર એજ સુચક્ષુ આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ. આ ત્રણે પદ ઉપર રહેલા પરમર્ષિઓનું શાસનના શિરતાજ અને વર્તમાન શાસનનાં અધિપતિ પરમાત્મા શ્રી મહાવીરદેવના પ્રથમ ગણધરદેવ ભગવાન શ્રી ગૌતમસ્વામિજી મહારાજાએ કરેલું ગુણ વર્ણન સાંભળ્યા પછી તમે સમજી જ શક્યા હશો કે- એ ત્રણે પદ ઉપર પ્રતિષ્ઠિત થયેલા પરમર્ષિઓનું શાસ્ત્ર એજ સુચક્ષુ છે. એ સુચક્ષુ વિના તે પરમર્ષિઓ એક પણ પ્રવૃત્તિ કરી શકતા નથી. અન્ય પરમર્ષિઓની માફ્ટ શાસ્ત્રરૂપ સુચક્ષુથી સુપરિચિત થયેલા ન્યાયાચાર્ય ન્યાય વિશારદ મહા મહોપાધ્યાય શ્રીમદ્ યશો વિજયજી ગણિવર પણ પોતાના અધ્યાત્મોપનિષદ્ નામના ગ્રંથમાં માને છે કે
ચર્મચક્ષુર્ભતઃ સર્વે દેવાશ્ચાવધિચક્ષુષઃ |
સર્વતશ્ચક્ષષ: સિદ્ધાઃ યોગિનઃ શાસ્ત્ર ચક્ષષઃ |૧| ભાવાર્થ - જ્યારે સર્વે એટલે જેને જેને સંભવતુ હોય તે ચર્મચક્ષવાળા છે, ત્યારે દેવો અવધિરૂપ ચક્ષુવાળા છે. સિધ્ધ આત્માઓ સર્વતઃ ચક્ષ એટલે કેવલ ચક્ષવાળા છે અને યોગીઓ શાસ્ત્ર ચક્ષુવાળા છે.
એસો પંચ નમુક્કારો સલ પાવપણાસણો
મંગલાણં ચ સવ્વસિ પઢમં હવઈ મંગલ IIII
અર્થ - આ પાંચેય પરમેષ્ઠિઓને કરેલો નમસ્કાર સર્વ પાપોનો નાશ કરનાર છે અને સર્વ મંગલોમાં પ્રથમ મંગલ છે. (ગણાય છે.)
વિવેચન સંસારનો સર્વથા ત્યાગ કરનાર હોવાથી એટલે કે ત્યાગ કરેલો હોવાથી એ પાંચને કરેલો નમસ્કાર સર્વ પાપોનો નાશ કરનાર છે. સર્વ પાપોમાં જ્ઞાનીઓએ પાપ ત્રણ પ્રકારના કહેલા છે.
(૧) દુ:ખ આપનારા કર્મો પાપરૂપે છે. (૨) સુખ આપનારા કર્મો પાપ રૂપે છે. અને (૩) પાપ કરાવનારા કર્મો પાપ રૂપે છે.
જીવ દુ:ખ આપનારા કર્મોનો નાશ કરવા ઇચ્છતો હોય તો પોતાના આત્મામાં રહેલા સુખ આપનારા કર્મો અનેક પ્રકારના પાપ કરાવીને દુ:ખને પેદા કરતાં હોવાથી દુ:ખનો નાશ થતો નથી પણ દુઃખ આપનારા કર્મો ચાલુને ચાલુ જ રહે છે.
(૨) જે જીવો સુખ આપનારા કર્મોનો નાશ કરવા ઇચ્છતા હોય તે જીવોને સુખ આપનારા. કર્મોની ઇચ્છા ન હોવાથી પાપ કરાવનાર કર્મોનું જોર ચાલતું નથી આથી પાપ કરાવનારા કર્મો પણ નાશ પામે છે અને એ નાશ પામવાથી દુ:ખ આપનારા કર્મોનો પણ નાશ થાય છે. આથી જીવ સર્વ પાપોથી મુક્ત થઇ શકે છે માટે સર્વપાપોનો નાશ કરનાર એટલે સુખ આપનાર કર્મોનો નાશ કરવાની શક્તિ પેદા થાઓ. અને એ કર્મોનો નાશ થાઓ એ એ પદનો ભાવ છે.
Page 49 of 50
Page #50
--------------------------------------------------------------------------
________________ (3) જે જીવો પાપ કરાવનારા કર્મોનો નાશ કરવા ઇચ્છતા હોય તેઓને સુખ આપનારા કર્મો ગમે છે. ઉદયમાં પણ હોય છે એના કારણે સુખ આપનારા કર્મોની ઇરછાથી પાપ કરાવનારા કર્મો ચાલુજ રહે છે અને દુ:ખ આપનારા કર્મો પણ ચાલુ જ રહે છે માટે તે સર્વ પાપોથી મુક્ત કરાવનાર ન હોવાથી એ ભાવના અને વિચાર પાપોને વધારનારા ગણાય છે. આથી વચલા સુખ આપનારા કર્મોથી જીવ ગભરાય અને એનો નાશ કરવા પ્રયત્ન કરે અને એનો નાશ કર તોજ સર્વ પાપોથી જીવ મુક્ત થાય છે. આથી સર્વ પાપોથી મુકાવનારા આ પાંચેય પરમેષ્ઠિઓ હોવાથી સર્વ મંગલોમાં પ્રથમ મંગલ ગણાય છે. સામાન્ય રીતે મંગલ એટલે સારા કાર્યોમાં જે કોઇ વિપ્નો આવતાં હોય તે વિઘ્નો દૂર થઇને સારા કાર્યો સારી રીતે પૂર્ણ થાય અર્થાત પાર પડે તેને મંગલ કહેવાય છે. એમ અહીં પણ પાંચ પરમેષ્ઠીઓને કરેલો નમસ્કાર સર્વ મંગલમાં પ્રથમ મંગલ કહ્યું છે. શાથી ? જીવોને સુખ આપનારા પાપોથી મુકાવનારા હોવાથી એમાં જે કોઇ વિઘ્નો આવે એ વિપ્નોને દૂર કરીને સુખમય સંસારથી મુકાવવામાં સહાયભૂત થાય એટલે સુખમય સંસારથી જીવોને મુકાવતાં મુકાવતાં આત્મિક ગુણોમાં નિર્વિઘ્ન આગળ વધારતાં વધારતાં સંપૂર્ણ આત્મિક ગુણોને પેદા કરાવવામાં સહાયભૂત બને છે માટે સર્વ મંગલોમાં પ્રથમ મંગલ કહેલ છે. મામ્ ગાલયતિ ભવાન્ ઇતિ મંગલમ્ | મને (સુખયમ સંસારથી) ગાળે એટલે સુખમય સંસારને ગાળવામાં સહાયક બને માટે મંગલ કહેલું છે. સુખમય સંસાર કેવો છે ? તો જ્ઞાની ભગવંતો કહે છે કે જીવોને પાપથી દુ:ખ આવે છે, પુણ્યથી સુખ મલે છે છતાંય જગતના જીવો પાપ કરતાં હોય તો શા માટે કરે ? અનુકૂળ પદાર્થોના સુખ માટે. આથી જ્ઞાનીઓ કહે છે કે જે સુખ જીવ પાસે પાપ કરાવે અને એ પાપથી દુ:ખ આવે દુ:ખની પરંપરા ચાલે તો એ સુખ સારું કહેવાય કે ખરાબ ? માટે વિચારી સુજ્ઞ જીવો આ મહામંત્રને પામી સુખમય સંસારથી છુટવાની ભાવનાવાળા બની સંસારથી છૂટી મોક્ષને પામો એ અભિલાષા. GSSSSSSSSS Page 50 of 50