SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ અરિહંતો થશે એઓને પણ નમસ્કાર થાય છે. તથા વર્તમાન કાળમાં મહાવિદેહ ક્ષેત્રને વિષે વીશ વિહરમાન કેવલી ભગવંતો અરિહંત રૂપે રહેલા છે તેઓને પણ નમસ્કાર થાય છે. તેમજ એક એક લાખ પૂર્વ વર્ષે મહાવિદેહ ક્ષેત્રમાં વીશ-વીશ તીર્થંકર પરમાત્માઓ ચ્યવન પામે છે તેઓને, જન્મ પામેલાને, કુમાર અવસ્થામાં રહેલા, રાજ્યાવસ્થામાં રહેલા શ્રી તીર્થંકર પરમાત્માઓને નમસ્કાર થાય છે. તેમજ તીર્થંકર નામકર્મ નિકાચીત કરીને નરકમાં ગયેલા (રહેલા) અસંખ્યાતા અરિહંતના આત્માઓને, વૈમાનિક દેવલોકમાં રહેલા, તીર્થંકર નામકર્મ નિકાચીત કરીને રહેલા અસંખ્યાતા અરિહંતના આત્માઓને આ નમો અરિહંતાણં પદથી નમસ્કાર થાય છે. અંતિમ ઉપદેશ આ રીતિએ પ્રમાદ પ્રાણીમાત્રનું એકાંતે અહિત કરનાર છે; એજ કારણે ઉપકારીઓ પ્રમાદનો ત્યાગ અને અપ્રમાદમાં યત્ન કરવાનો ઉપદેશ જોરશોરથી આપે છે. પ્રમાદ ભયંકર હોવાથી તીર્થપતિના આત્માઓ પણ એ શત્રુથી સાવધ રહેતા. એજ કારણે પ્રથમ તીર્થપતિ શ્રી ઋષભદેવ સ્વામિના એક હજાર વર્ષના છદ્મસ્થકાલમાં પ્રમાદકાલ ભેળો કરવામાં આવતાં માત્ર એકજ અહોરાત્ર જેટલો થયો છે અને ચરમ તીર્થપતિ શ્રી વર્ધમાન સ્વામિના સાડાબાર વરસ અને પંદર દિવસ જેટલા છદ્મસ્થકાલમાં પ્રમાદકાલ ભેળો કરવામાં આવતાં માત્ર એક અંતર્મુહૂર્ત જેટલોજ થયો છ. એ તારકો પણ પ્રમાદથી આટલા સાવધ રહે તો બીજાએ કેટલા રહેવું જોઇએ એ ખુબ વિચારો. ઉપકારી મહાપુરૂષો પ્રમાદનું કારમું પરિણામ દર્શાવી એના પરિત્યાગનો અને અપ્રમત્ત બનવાને ઉપદેશ આપતાં માવે છે કે “નેસિ તુ પમાણાં, મચ્છડ઼ વ્હાલો બિરહ્યો ઘર્મો | તે સંસારમાંત, હિંડતિ પમાયવોસેનં IIII तम्हा खलु प्पमायं, चइउणं पंडिएण पुरुसेणं । હંસળબાળરિત્તે, ગયળો ગપ્પનાન્નો 3 ||શા” અર્થાત્ - જે આત્માઓનો ધર્મમાં કાલ પ્રમાદના યોગે નિરર્થક જાય છે તે આત્માઓ, પ્રમાદના દોષથી અનંતકાલ સુધી સંસારમાં ભ્રમણ કરે છે : તે કારણથી નિશ્ચયપૂર્વક પંડિત પુરૂપે, પ્રમાદને તજીને સમ્યગ્દર્શન, સમ્યગજ્ઞાન અને સમ્યક્ચારિત્રમાં અપ્રમાદ કરવો એજ યોગ્ય છે. પ્રમાદને વશ પડેલા આત્માઓ પ્રમાદના યોગે પોતાનાં ધર્મકાર્યોને આરાધતા નથી પણ નારાજ કરે છે. પ્રમાદવશ આત્માઓ, ધર્મને આરાધવાના કાલમાં ધર્મને નથીજ આરાધી શકતા. એવું એક પણ ધર્માનુષ્ઠાન નથી કે જેની આરાધના પ્રમાદી આત્માઓ સારી રીતિએ કરી શકે, એજ કારણે ઉપકારીઓ માવે છે કે- ‘પ્રમાદી આત્માઓ, પ્રમાદના પ્રતાપે ધર્મનાં ઉપયોગી કાલને ફોગટ ગુમાવે છે અને એજ હેતુથી પ્રમાદરૂપ દોષથી પ્રમાદવશ પડેલા પામરો અનંતકાલ સુધી આ અનંત સંસારમાં પરિભ્રમણ કરે છે; તે કારણથી એવા કારમા પ્રમાદના દોષથી બચવા ઇચ્છતા પંડિત પુરૂષે, એ કારમા પ્રમાદનો પરિત્યાગ કરી રત્નત્રયીની આરાધનામાં અપ્રમત્ત બનવું જોઇએ.' પ્રભુશાસનમાં તેજ પંડિતાઇ સાચી મનાય છે કે-જે વિષયાદિક પ્રમાદથી બચાવી આત્માને રત્નત્રયીની આરાધનામાં ઉજમાળ બનાવે છે. પ્રભુશાસનના પ્રેમીઓએ આવી પંડિતાઇ માટે જ પ્રબળ પ્રયત્નો કરવાની જરૂર છે. જેઓ આથી વિપરીત પંડિતાઇને પ્રચારે છે તેઓ જનતાના ધર્મનો સંહારજ કરે છે. જેઓ પોતાનું અને પરનું હિત કરવા ઇચ્છતા હોય તેઓએ પ્રમાદથી બચવું જ જોઇએ. નમો સિધ્ધાણ Page 27 of 50
SR No.009182
Book TitleNamaskar Mahamantranu Swarup Part 02
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy