SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ સઘળી પીડાઓ અને તેના કારણભૂત અનાદિ કર્મસંતતિને હણનારા. (૧૨) ‘ઊવચ્:’ સંસારમાં હવે જેમને કોઇ રુંધનાર-રોકનાર નથી અર્થાત્ ભવનો ત્યાગ કરનારા. શ્રી અરિહંતની ઉપમાઓ ૧. મહાદેવ - રાગ, દ્વેષ, મોહ સર્વને પરાજય કરવાથી દુનિયામાં ગણાતાં સર્વ દેવ કરતાં મોટા હોવાથી મહાદેવ કહેવાય છે. ૨. વિષ્ણુ - નિર્મળ જ્ઞાન અને દર્શનથી વિશ્વ વ્યાપી સર્વ પદાર્થોને જાણતાં દેખતાં હોવાથી વિષ્ણુ કહેવાય છે. ૩. બ્રહ્મા - નિરૂપમ મોક્ષમાર્ગ સાધવાનો ખરો (સતત) ઉપયોગ હોવાથી બ્રહ્મા કહેવાય છે. ૪. શિવ - શિવ (મોક્ષ) રૂપ સ્થાનને પ્રાપ્ત કરેલ હોવાથી શિવ કહેવાય. ૫. શંકર - ત્રણેય ભુવનનાં જીવોને શાંતિ કરનાર હોવાથી શંકર કહેવાય છે. શ્રી અરિહંત દેવનું સ્વરૂપ તત્થડરિહંતે ડઢારસ-દોસ વિમુકકે વિસુધ્ધ નાણમએ । પયડિયતત્તે નયસુર-રાએ જ્ઞાએહ નિસ્યંપિ Ile ભાવાર્થ :- હે ભવ્ય જીવો. શ્રી અરિહંતાદિ નવે પદોમાં પ્રથમ પદે રહેલા શ્રી અરિહંત દેવો કે જે અઢારે દેષોથી વિમુક્ત છે. વિશુધ્ધ જ્ઞાનમય છે. તત્વોને પ્રકટ કરનાર છે અને સુરેશ્વરો પણ જેઓની આગળ નમી પડેલા છે તેઓનું તમે હંમેશને માટે પણ ધ્યાન કરો. આવા ગુણમય શ્રી અરિહંત થનારા આત્માઓ જ આ વિશ્વમાં અન્ય મુક્તિ ગામિ આત્માઓ કરતાં અલ્પ હોય છે. આ પુણ્યાત્માઓની યોગ્યતા જ કોઇ વિશિષ્ટ પ્રકારની હોય છે. એ યોગ્યતાના યોગે જ તે આત્માઓ તેવા થઇને શ્રી અરિહંત થાય છે કે જેના યોગે તેઓનું સ્વરૂપ વચનાતીત થઇ જાય છે. તે પુણ્યાત્માઓ માતાના ગર્ભમાં પણ વિશિષ્ટ પ્રકારના મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન આ ત્રણે જ્ઞાનોને સાથે લઇને જ આવે છે અને એથી તે પુણ્યાત્માઓ પોતાના ચ્યવન-જન્મ-દીક્ષા અને નિર્વાણ કલ્યાણકના સમયને ઘણી જ સારી રીતિએ જાણે છે. તે પુણ્યાત્માઓનાં એ પાંચે પ્રસંગો કલ્યાણક તરીકે ઓળખાય છે. અને તે પાંચે પ્રસંગો બને તે સમયે, ત્રણ લોકમાં ઉદ્યોત થાય છે અને પરમ દુઃખમાં પડેલ નારકીનાં જીવોને પણ સુખ થાય છે. આ પાંચે પ્રસંગો ઇન્દ્રો પોતાના સિંહાસનના કંપવાથી જાણે છે અને તેઓ પણ એ પાંચે પ્રસંગોને ઘણાં જ ઠાઠથી ઉજવે છે અને શ્રી નંદીશ્વર દ્વીપમાં જઇને મહામહોત્સવ કરે છ. આ તારકોનો એકે એક પ્રસંગ જગન્ના જીવોને કોઇ અનેરી જ વિશિષ્ટતાઓનું પ્રદર્શન કરાવે છે અને ભવ્ય જગત્ માટે એક એવું તરવાનું સાધન ધર્મ તીર્થ સ્થાપે છે કે જેની સરસાઇ કરવાને જગતનું એક પણ દર્શન હામ નથી ભીડી શકતું એટલું જ નહિ પણ ઇતર દર્શનોમાં જે કાંઇ કાંઇ સારૂં દ્રષ્ટિગોચર થાય છે તે પણ આ તારકે સ્થાપેલાં ધર્મતીર્થનું જ છે પણ બહારનું નથી. અર્થાત્ સર્વકલ્યાણના પ્રરૂપકો અકલ્યાણકારી માર્ગ માત્રના સ્થાપકો આ તારકો સિવાય અન્ય કોઇ પણ આત્માઓ છે જ નહિ, એ એક સુનિશ્ચિત વાત છે. શ્રી નમો અરિહંતાણં પદનું ધ્યાન ધરતાં ધરતાં ઉપકાર બુધ્ધિનો ગુણ પેદા થતો જાય છે. જેમ જેમ એ પદનું ધ્યાન જીવ વારંવાર કરતો જાય અને તે પરિણામ પામતું જાય તેમ તેમ ઉપકાર બુધ્ધિ સહજ રીતે પેદા થતી જાય. નમો અરિહંતાણં પદથી મોક્ષમાં ગયેલા અનંતા અરિહંતોને નમસ્કાર થાય છે. ભવિષ્યમાં અનંતા Page 26 of 50
SR No.009182
Book TitleNamaskar Mahamantranu Swarup Part 02
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy