SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સિધ્ધ ભગવંતોને નમસ્કાર થાઓ. સિધ્ધનું સ્વરૂપ-આઠ ગુણ સિધ-સાધવું જેણે અંતિમ સાધ્ય એવું જે મોક્ષપદ સાધ્યું છે તે સિધ્ધ. વિશેષમાં જે આઠ કર્મથી મુક્ત થઇ મોક્ષમાં બિરાજે છે, જે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, અનંત વીર્યાદિ અનંત ગુણોથી પૂર્ણ છે, જે અનંત જ્ઞાન અને અનંત દર્શનવડે લોકાલોકનું સ્વરૂપ ક્ષણે ક્ષણે જાણી અને જોઇ રહ્યા છે તે સિધ્ધદેવ છે. તેમની સ્થિતિ સાદિ અને અનંત છે. જ્યારે આઠ કર્મ ખપાવી-નાશ કરી સિધ્ધ દશા મેળવે છે, ત્યારે તેમની તે દશાની શરૂઆત થઇ, માટે તેમની સ્થિતિ સાદિ = શરૂઆત કરી સહિત, અને મોક્ષમાંથી ચવવાનો ફ્રી જન્મ લેવાનો અભાવ હોવાથી અનંત કાળ સુધી સિધ્ધના સિધ્ધ રહેવાના એટલે કે તેમની સ્થિતિમાં ાર અનંત કાલસુધી નહિ થવાનો હોવાથી તેમની સ્થિતિ સિધ્ધપણે અનંત છે. સિધ્ધ આઠ કર્મે રહિત છે, અને આઠ ગુણે કરી સહિત છે. આ આઠ કર્મમાંથી એક એક ખપાવવાથી એક એક સિધ્ધનો ગુણ પ્રાપ્ત થાય છે. આનું સ્પષ્ટીકરણ નીચે પ્રમાણે છે. સિધ્ધના આઠ ગણો કર્મ તે કર્મ જવાથી મળતા સિધ્ધના ગુણ. ૧. જ્ઞાનાવરણીય કેવલ જ્ઞાન-અનંત જ્ઞાન (આથી લોકા(આવરણ = ઢાંકણ; લોકના સ્વરૂપને સમસ્ત પ્રકારે જાણી. એટલે જ્ઞાનને ઢાંકનાર) શકાય છે.) ૨. દર્શનાવરણીય કેવલ દર્શન-અનંત દર્શન (આથી લોકા લોકના ભાવ સમસ્ત પ્રકારે દેખી શકાય છે.) ૩. અંતરાય અનંત વીર્ય-બલ. અંતરાય કર્મ જવાથી. અનંતદાન-લાભ-ભોગ-ઉપભોગ-વીર્ય મય થવાય છે. ૪. મોહનીય અનંત ચારિત્ર-ક્ષાયિક સમ્યકત્વનિર્મોહ થવાથી અનંતચારિત્ર ઉત્પન્ન થાય છે. નોંધ - એકથી ચાર કર્મો ઘનઘાતી આત્માના સત્ય સ્વરૂપના સંહારક છે. ૫. નામ અરૂપીપણું. નામ કર્મ હોય ત્યાં શરીર હોય, અને શરીર હોય ત્યાં રૂપ, રસ, ગંધ, સ્પર્શ, વર્ણ આદિ હોય તેથી નામ કર્મનો ક્ષય થવાથી અરૂપી ગુણ ઉત્પન્ન થાય છે. ૬. ગોત્ર અગુરુલ=ભારીપણું નહિ તેમ હલકાપણું નહિ. ગોત્ર કર્મ ક્ષય થવાથી ઉંચા નીચપણું રહેતું નથી. ૭. વેદનીય અવ્યાબાધ સુખ = (અન્નનહિ+ Page 28 of 50
SR No.009182
Book TitleNamaskar Mahamantranu Swarup Part 02
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy