SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રદાન કરીને ક્યારનાયે અજરામર પદે-મોક્ષપદે પહોંચી ગયા અને વર્તમાન કાળમાં જે સકલ પ્રવચન છે. તે સઘળુંય આચાર્ય ભગવાનો એ જ ધરી રાખ્યું છે. માટે જ એ પરમ ઉપકારી ક્રમાવે છે કે.... જહતિત્પગરસ્સાણા અલંધણિજ્જા તહા ચ સૂરીણું | સલ્વેસિં પૂયણિજ્જ તિવૈયરો જહ સહાય આયરિઓ || તસ્સાણાએ વટ્ટણ મુભાવણ મિત્ય ધમ્મસ્સ... ભાવાર્થ - જેમ શ્રી તીર્થંકર દેવની આજ્ઞા અલંઘનીય છે તેમ સૂરિ મહારાજાઓનો આજ્ઞા પણ અલંઘનીય છે. સઘળાઓને જેમ શ્રી તીર્થંકરદેવ પૂજનિક છે તેમ શ્રી આચાર્ય ભગવાન પણ પૂજનિક છે અને શ્રી આચાર્ય ભગવાનની આજ્ઞામાં વર્તવું એ આ શાસનમાં ધર્મની પ્રભાવના છે. આથી તદન સ્પષ્ટ થાય છે કે - પ્રભુ શાસનમાં શ્રી અરિહંતપદ જેટલી જ મહત્તા શ્રી આચાર્યપદની છે અને તે પદ ઉપર રહેલા પરમર્ષિઓ શ્રી અરિહંતદેવોની માફ્ટ જ ઉપાસના કરવા યોગ્ય છે. એજ કારણથી જેમ શ્રી અરિહંતદેવોનું અને સિધ્ધ આત્માઓનું ધ્યાન કરવાનું છે તેમ શ્રી આચાર્ય ભગવાનોનું પણ ધ્યાન કરવાનું અને એ જ વાત ક્રમાવતા ભગવાન શ્રી ગૌતમસ્વામિજી મહારાજા ક્રમાવે છે કે.... “પંચાયાર પવિત્તે વિશુધ્ધ સિધંત દેસણુજ્જd I પરીવયારિક્કારે નિચ્ચ જ્ઞાએહ સૂરિવરે ||૧૧|| ભાવાર્થ :- હે ભવ્યો ! પાંચે આચારોથી પવિત્ર વિશુધ્ધ સિધ્ધાંતની દેશના કરવામાં ઉજમાળ અને પરના ઉપકારમાં જ એક તત્પર એવા સૂરિવરનું તમે નિત્ય ધ્યાન કરો. (ધરો) આથી સમજી શકાશે કે- શ્રી અરિહંત દેવના શાસનમાં અરિહંત દેવના અમુક હક્કોને ધરાવનાર અને શાસનના પરમ આધાર સમા શ્રી આચાર્ય ભગવાનો-જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર-આ પાંચે આચારોથી પવિત્ર હોય એટલે કે એ પાંચે આચારોને પોતે પાળે અને બીજાને પળાવે, વળી તે તારકો એક પરોપકાર કરવામાં જ તત્પર હોવાથી, શ્રી જિનેશ્વરદેવોનાં વિશુધ્ધા સિધ્ધાંતની જ દેશના આપનારા હોય, શાસ્ત્ર નિરપેક્ષ દ્રષ્ટિએ દુનિયા તરફ જોવાની આ શાસ્ત્ર ના પાડે છે. પ્રભુના શાસનમાં રહેવા ઇચ્છનારથી સિધ્ધાંતને મુકીને એક પણ વિચાર ન કરાય. આ સિધ્ધાતમાં દ્રવ્ય ક્ષેત્રકાળ અને ભાવ બધુંય છે. જે જે કાળે જે યોગ્ય નહોતું એની પણ આ શાસ્ત્ર નોંધ કરી છે. તરવા-તારવાના તમામ રસ્તા સિધ્ધાંતમાં છે. વીસમી સદી કાંઇ એમની દ્રષ્ટિમાંથી બાતલ નથી. એક એક વસ્તુ સમજાવવા ચાર ચાર નિક્ષેપા (નામ-સ્થાપના-દ્રવ્ય અને ભાવ) કહ્યા અને સાત નય (સાત મૂખ્યા બાકી તો અનેક નય) કહ્યા સિધ્ધાતમાં બધી જ વસ્તુનું પ્રતિપાદન છે. આથી સમજી શકાશે કે- કોઇપણા કારણસર પાંચે આચાર પાળવામાં કોઇ રક્ત રહેતા હોય પણ પરોપકાર માટે દેશના વિશુધ્ધ સિધ્ધાંતને અનુસરીને ન દે, એ આ શાસનમાં કદી જ ન ચાલે, સાચો પરોપકાર વિશુધ્ધ સિધ્ધાંતાનુસારી દેશનામાં જ સમાયેલો છે અને વિશુધ્ધ સિધ્ધાંતોને અનુસરતી દેશના મોક્ષમાર્ગને જ પ્રતિપાદન કરનારી પોષનારી અને ખીલવનારી છે તથા મોક્ષમાર્ગને બતાવવા જેવો આ જગતમાં કોઇ ઉપકાર જ નથી. માટે પાંચે આચારોનાં શુધ્ધ રીતિએ પાલક અને વિશુધ્ધ આગમાનુસારિ દેશનાના દાતાર જે મહર્ષિઓ ત્રીજે પદે બિરાજે છે, તે મહર્ષિઓની ઉપાસનાથી અવશ્ય આત્માનો ઉધ્ધાર થાય છે. કારણ કે- શ્રી. અરિહંતદેવે સ્થાપેલા. મોક્ષમાર્ગના સંગ્રાહક પ્રકાશક અને પ્રચારક તેજ મહર્ષિઓ છે. આ તારકો શ્રી જિનેશ્વરદેવનાં શાસનથી એવા રંગાયેલા હોય છે કે-તે તારકના શાસન સિવાય વિશ્વની એક પણ વસ્તુ તેઓને મન સત્ય નથી. લાગતી અને પરમ તારક શ્રી જિનેશ્વર દેવોએ માવેલા કોઇપણ અનુષ્ઠાનો તેમને અનુપાદેય કે અકરણીય નથી ભાસતા. એથી તે તારકો જીવનભર શ્રી જિનેશ્વરદેવોએ વિહિત કરેલા અનુષ્ઠાનોની ઉપાસના સાથે જગતના જીવોને તે અનુષ્ઠાનો પ્રત્યે જ આકર્ષિત કરવાની મનો ભાવનમાં રમે છે અને મુક્તિ પદની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી એજ તારક શ્રી જિનેશ્વર દેવોની ચરણ સેવાની તીવ્ર અભિલાષા ધરે Page 38 of 50
SR No.009182
Book TitleNamaskar Mahamantranu Swarup Part 02
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy