SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ રૂડા. (૩) બીજા પણ અનેક પ્રકારે છત્રીસ ગુણો નિવેદન કર્યા છે, તેમાંનો નીચેનો પણ એક પ્રકાર "अठविहा गणिसंपइ, चउग्गुणा नवरि हुंति बत्तिसं । विणओअ चउम्भओ, छत्तीसगुणा इमे गुरुणो ।।" પ્રવચનસારોદ્વાર. સાર-અષ્ટવિધ-આઠ પ્રકારની ગણિસંપદાના ચાર ચાર ભેદ કરતાં બત્રીશ થાય છે, તેની સાથે. વિનયના ચાર ભેદ મેળવતાં ગુરૂના ૩૬ ગુણ થાય છે, તે આઠ ગણિસંપદા અને ચાર પ્રકારના વિનયનાં નામ આ પ્રકારે છે. (૧) આચારસંપન્, (૨) શ્રુતસંપત, (૩) શરીરસંપત, (૪) વચનસંપત, (૫) વાચનાસપત, (૬) મતિસંપત, (૭) પ્રયોગસંપત, (૮) સંગ્રહપરિજ્ઞાસંપત. આ દરેકના ચાર ભાગ મળી ૩૨ ગુણ થયા. હવે ચાર વિનય તે. (૧) આચારવિનય, (૨) મૃતવિનય, (૩) વિક્ષેપણવિનય અને (૪) દોષપરિઘાતવિનય. એમ કુલ ૩૬ ગુણ થયા આનો વિશેષ વિસ્તાર પ્રવચનસારોદ્વારથી જાણવો. આચારવાળા, ૮ સાંભળેલું નહિ ભૂલી જનારા, ૯ સૌમ્ય, ૧૦ સંગ્રહશીળ, ૧૧ અભિગ્રહ મતિવાળા, ૧૨ વિકથા નહિ કરનાર, ૧૩ અચપળ, અને ૧૪ પ્રશાંત હૃદયવાળા. શાંતિ આદિ દશ ધર્મ-(૧) ક્ષમા, (૨) આર્જવ, (3) માર્દવ, (૪) મુક્તિ , (૫) તપ, (૬) સંયમ, (૭) સત્ય, (૮) શૌચ, (૯) અકિંચનત્વ, અને (૧૦) બ્રહ્મચર્ય. આ દશ પ્રકારનો યતિધર્મ. અને બાર ભાવના – (૧) અનિત્યભાવના, (૨) અશરણ, (૩) સંસાર, (૪) એકત્વ, (૫) અન્યત્વ, (૬) અશુચિ, (૭) આશ્રવ, (૮) સંવર, (૯) નિર્જર, (૧૦) લોકસ્વરૂપ, (૧૧) બોધિદુર્લભ, (૧૨) ધર્મભાવના. (૨) આ સિવાય છત્રીસ ગુણ જે કહ્યા છે, તે આ સામાયિક સૂત્રમાં કહેલા “પંચિદિય’ સૂત્રમાં કહેલ છે, તેથી તે અને તે પર વિસ્તાર પાછળ કરેલ છે તે જોઇ લેવો. નમો આયરિયાણં ઇતિ સપ્તાક્ષરાઃ સપ્તનરકાણામ્ દુર્ગશ્ચ નાશ કુર્વન્તુ || નમસ્કાર મહાવ્યમાં જણાવ્યું છે કે ત્રીજા પદનો એકાગ્રતાથી જાપ કરવાથી સાતેય નારકીના દુઃખોનો તથા દુર્ગતિનાં દુઃખોનો નાશ કરે છે. મંત્રરાજ રહસ્યમાં શ્રી સિંહ તિલક સૂરિ મહારાજાએ માવ્યું છે કે સુવર્ણ રંગના આચાર્યો જલ-અગ્નિ અને શત્રુના મુખનું સ્તંભન કરે છે અર્થાત્ આ ત્રીજા પદના જાપથી જલનું-અગ્નિનું અને શત્રુના મુખનું સ્તંભન થાય છે. શ્રી અરિહંતદેવો એ કાંઇ શાસનની હયાતી સુધી સાક્ષાત સ્વરૂપે સ્થાયી નથી હોતા અને તારણહાર દ્વાદશાંગીની સૂત્રરૂપે રચના પોતે નથી કરતા એટલે પ્રભુમાર્ગને સ્થાયિ કરવા અને સુંદર રીતિએ પ્રચલિત રાખવા માટે ત્રીજા પદની આવશ્યક્તા પણ અનિવાર્ય છે. આ ત્રીજા પદે વિરાજતા મહર્ષિઓ, એ શાસનના. પરમ આધાર છે અને એ જ કારણે ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા ક્રમાવે છે કે ‘પવયણ રયણ નિહાણા સૂરિણો જત્થ નાયગા ભણિયા | સંપઇ સબં ધમ્મ તય હિટ્ટાણે જઓ ભણિયં ||૧|| કઇયાવિ જિણવરિંદા પત્તા અયરામાં પહં દાઉં I. આયરિએહિં પવયણે ધારિજ્જા સયયં સયલ પર ' ભાવાર્થ :- શ્રી જિનાગમમાં પ્રવચન રૂપી રત્નોનાં નિધાન સમાં સૂરીશ્વરો નાયક તરીકે કહેલા છે કારણ કે વર્તમાન કાળમાં સર્વધર્મ તેમના જ આધારે કહેલ છે. વળી શ્રી જિનેશ્વર દેવો તો મોક્ષમાર્ગનું Page 37 of 50
SR No.009182
Book TitleNamaskar Mahamantranu Swarup Part 02
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy