SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ મહા અર્થવાળો વર્ણવલો છે : જે મરણ વખતે નિરન્તર અને વારંવાર કરવામાં આવે છે. (૩) શ્રી સિધ્ધોનો નમસ્કાર સર્વ પાપનો સર્વથા નાશ કરનાર છે અને સર્વ મંગલોમાં પ્રથમ મંગલ છે.(૪)” પૂ. પરમોપકારી ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજા પણ માવે છે કે“નમસ્કાર તે સિધ્ધને, વાસિત જેહનું ચિત્ત, ધન્ય તેહ કૃતપુણ્ય તે, જીવિત તાસ પવિત્તઃ આર્તધ્યાન તસ નવિ હુએ, નવિ હુએ દુર્ગતિવાસ, ભવક્ષય કરતાંરે સમરતાં, લહિએ સુકૃત અભ્યાસ.૧” “શ્રી સિધ્ધનમસ્કારથી જેઓનું ચિત્ત વાસિત છે, તે આત્માઓ ધન્ય, કૃતપુણ્ય અને પવિત્ર જીવનવાળા છે. તે આત્માને આર્ત્તધ્યાન થતું નથી, દુર્ગતિનો વાસ મળતો નથી, ભવનો ક્ષય થાય છે અને વારંવાર સ્મરણ કરવાથી સુકૃતનો અભ્યાસ થાય છે.” નમસ્કાર મહાત્મ્યમાં મહાપુરૂષ રમાવે છે કે ઃ નમો સિધ્ધાણં ઇતિ અક્ષર પંચક જરા મરણાદિ દુ:ખાદવદ્ ત્રાયતામ્ II ભાવાર્થ :- નમો સિધ્ધાણં આ પાંચ અક્ષરો જરા એટલે ઘડપણ અથવા વૃધ્ધાવસ્થા મરણાદિ દુ:ખોને વિષે રક્ષણ કરે છે. એટલે કે જીવ જન્મ્યો છે તેથી લાંબુ આયુષ્ય હોય તો વૃધ્ધાવસ્થા આવવાની જ છે. તે વખતે જે દુઃખ પડે તેમાં આ પદ જીવોને દીન બનાવ્યા વગર સમાધિપૂર્વક દુઃખ વેઠવાની શક્તિ આપી રક્ષણ કરે છે. તેમજ જન્મેલો જીવ અવશ્ય મરણ પામવાનો જ છે તો મરણના દુઃખ વખતે પણ જીવોને દીન બનાવ્યા વગર સમાધિ ભાવ પેદા કરવામાં સહાયભૂત થાય છે માટે રક્ષણ આપનાર છે. પણ એ બીજું પદ આત્મામાં જીવો ધ્યાન ધરતાં ધરતાં પરિણામ પમાડતાં જાય તો આ ચીજ બની શકે. એવી જ રીતે આ બીજું પદ પરિણામ પમાડતાં જીવોને આત્માના સુખની આંશિક અનુભૂતિ કરાવવામાં સહાયભૂત થાય છે. અનુકૂળ પદાર્થોના સુખની ઓળખ દુઃખરૂપ-દુઃખનું ફ્ળ આપનાર તથા દુઃખની પરંપરા વધારનાર- પેદા કરાવનાર રૂપે ઓળખ પેદા કરાવી વાસ્તવિક સુખ દુઃખના લેશ વિનાનું, પરિપૂર્ણ અને આવ્યા પછી નાશ ન પામે એવા સુખની ઇચ્છા પેદા કરાવે અને આંશિક અનુભૂતિ કરાવે છે. મંત્રરાજ રહસ્યમાં શ્રી સિંહતિલક સૂરિ મહારાજાએ ફરમાવ્યું છે કે રક્ત વર્ણના સિધ્ધો એમનું ધ્યાન કરતાં કરતાં ત્રિલોકનું એટલે ત્રણ લોકનું વશીકરણ કરાવવામાં સહાયભૂત થાય છે. નવપદના વર્ણનમાં કહ્યું છે કેઅગ્નિ તત્વનો ગુણ દાહકતા છે. એટલે જલાવવાનો છે તેના પ્રતિક રૂપે સિધ્ધ પરમાત્માનો રક્ત વર્ણ કહેલો છે. સિધ્ધપ સ્વરૂપ ખરેખર શ્રી અરિહંતપદની અને શ્રી અરિહંતપદે વિરાજતા શ્રી અરિહંતદેવોની ઉપાસના એ સિધ્ધપદના અર્થે જ છે. શ્રી અરિહંતદેવ જેવા પરમ તારકની ઉપાસના શ્રી સિધ્ધપદ સિવાયના કોઇ બીજા જ ઇરાદે કરવી, એ ભયંકર અજ્ઞાનતા છે. શ્રી સિધ્ધપદની મહત્તા સમજાવવા માટે શ્રી સિધ્ધપદે વિરાજતા શ્રી સિધ્ધ પરમાત્માઓનું ધ્યાન ધરવાનો ઉપદેશ આપતાં ભગવાન શ્રી ગૌતમ સ્વામિજી મહારાજા ફરમાવે છે કે : પનરસભેય પસિધ્ધ સિધ્ધે ધણકમ્મ બંધણ વિમુક્તે । સિધ્ધાણંત ચઉક્કે જ્ઞાયહ તમ્મયમણા સયયં ||૧૦|| ભાવાર્થ :- હે ભવ્ય જીવો ! તમે તન્મય થઇને જિન-અજિન આદિ પંદર ભેદોથી પ્રસિધ્ધ, આઠ Page 32 of 50
SR No.009182
Book TitleNamaskar Mahamantranu Swarup Part 02
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy