SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪. આકાશમાં દેવતાઓ દેવદુભિનો નાદ કરે. એ ઓગણીશ અતિશયો દેવોના કરેલા હોય છે. અરિહંત દેવના પાંત્રીશ વIણી ગણો ૧. જે સ્થાને જે ભાષા બોલાતી હોય તે અર્ધમાગધી બોલે. ૨. ઊંચે સ્વરે દેશના આપવાથી, એક યોજન ભૂમિ પ્રમાણ સમવસરણમાં બેઠેલા તમામ લોકો સાંભળે, તેમ બોલે. 3. ગ્રામિક તુચ્છ નહિ, પરંતુ પ્રૌઢ ભાષા બોલે. ૪. મેઘની પેઠે ગરવ સહિત ગંભીર વાણી બોલે. ૫. શબ્દો પેત એટલે પડઘા સહિત વાણી બોલે અને સાંભળનારા, છૂટા છૂટા શબ્દો સાંભળે. ૬. સાંભળનારને સંતોષકારક, માનસહિત સરલતાયુક્ત બોલે. સાંભળનારા દરેક પોતપોતાને આશ્રી કહે છે એમ જાણે. ૮. પુષ્ટ વિસ્તાર અર્થ સહિત બોલે. પૂર્વાપર અવિરોધ, એટલે સરખો મળતો અર્થ બોલે. ૧૦. મોટાઇના વચનો બોલે, જેથી સાંભળનારા એમ કહે કે એ તો મોટા પુરુષો જ બોલે, તથા અભિમત સિધ્ધાંતોક્ત બોલે. ૧૧. એવું સ્પષ્ટ બોલે કે કોઇ સાંભળનારને સંદેહ રહે નહિ. ૧૨. પ્રભુ જે અર્થનું વ્યાખ્યાન કરે, તેને કોઇ દૂષણ આપી શકે નહિ. ૧૩. ઘણો કઠણ સૂક્ષ્મ વિષય પણ, સાંભળનારના હૃદયમાં તુરત પરિણમે તેમ બોલે. ૧૪. પ્રસ્તાવને ઉચિત બોલે, અને મળતો અર્થ આવે તેમ વૃદ્ધવાદીના પેઠે બોલે. ૧૫. પ્રભુને જે વાત કહેવાની ઇચ્છા હોય તે સિધ્ધાંતોક્ત બોલે. વિષય, સંબંધ, પ્રયોજન, અને અધિકાર સહિત બોલે. ૧૭. પદરચના, અપેક્ષા લઇને બોલે. ૧૮. નવતત્ત્વ, અને છ દ્રવ્યની પટુતા બોલવામાં હોય તેમ બોલે. સ્નિગ્ધ, મધુર બોલે. ૨૦. પરમર્મ ન જણાય તેમ ચતુરાઇથી બોલે. ૨૧. ધર્મ અર્થ પ્રતિબધ્ધ બોલે. ૨૨. ઉદારપણે દીપક જેવો પ્રકાશ કરી અર્થ બોલે. ૨૩. જેને વિષે પરનિંદા અને પોતાની પ્રશંસા ન દેખાય તેમ બોલે. ૨૪. જે બોલવાથી લોકોને એવો ભાસ થાય કે એ સર્વજ્ઞ છે, એમ બોલે. ૨૫. વ્યાકરણ સહિત બોલે. આશ્ચર્યકારી બોલે. ૨૭. સ્વસ્થ ચિત્તે ધીરતા સહિત બોલે. ૨૮. વિલંબ રહિત બોલે. ૨૯. મનની ભ્રાંતિ રહિત બોલે. ૩૦. દેવ, મનુષ્ય, તિર્યંચ, પોતાની ભાષામાં સમજે તેમ બોલે. ૩૧. શિષ્યોને જેમ વિશેષ બુદ્ધિ ઉપજવાપણું થાય તેમ બોલે. ૩૨. પદના અર્થને અનેકપણે વિશેષ આરોપણ કરી બોલે. ૬. Page 24 of 50
SR No.009182
Book TitleNamaskar Mahamantranu Swarup Part 02
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy