________________
(૨) અપકાર ક્ષમા :- કોઇએ આપણા ઉપર અપકાર કરેલ હોય અને ભવિષ્યમાં એ ઉપકાર કરનાર લાગે-કામમાં આવે એવો લાગે તો તે માણસ ગમે તેટલો ગુસ્સો કરે તો પણ સહન કરી ક્ષમા રાખે છે તે અપકાર ક્ષમા કહેવાય છે. આ ક્ષમા પણ આત્માના ગુણો પેદા કરવામાં ઉપયોગી થતી ન હોવાથી આ ક્ષમાં ગુણને સંસાર વૃદ્ધિનું કારણ કહેલી છે.
(૩) વિપાક ક્ષમા :- કર્મના ઉદયથી ક્રોધ પેદા થાય છે તો તે કર્મના ઉદયને શમાવવા માટે ક્ષમાને ધારણ કરવી જોઇએ. જેટલો શમાવવાનો પ્રયત્ન કરશું એટલો લાભ થશે એવા વિચારથી જીવ ક્ષમાને ધારણ કરે તે વિપાક ક્ષમા કહેવાય છે. આ ક્ષમાં ગુણ પણ આત્માના ગુણોને પેદા કરવામાં સહાયભૂત થતો ન હોવાથી લાભદાયી ગણેલ નથી.
() વચન ક્ષમા :- ભગવાને કહ્યું છે કે ક્રોધ કરાય નહિ. ક્રોધ કરવાથી સૌથી પહેલા પોતાના આત્માને જ નુક્શાન થાય છે પછી બીજાને નુક્શાન થાય અથવા ન પણ થાય પણ પોતાના આત્માને તો. નુક્શાન થાય જ છે. ' આ વિચાર કરી ભગવાનના વચન ઉપર શ્રદ્ધા રાખીને ક્રોધ ન કરવો અને ક્ષમાને ધારણ કરવી. એ વચન ક્ષમા કહેવાય છે. આ ક્ષમાં ગુણમાં આત્માનો કોઇપણ પ્રકારનો સ્વાર્થ ન હોવાથી આત્માના ગુણોને પેદા કરવામાં સહાયભૂત થતી હોવાથી આ ક્ષમાને ઉપકારક કહેલી છે.
(૫) ધર્મ ક્ષમા :- મારા પોતાના આત્માનો ગુણ ક્ષમા છે. ક્રોધ કરવો-ગુસ્સો કરવો એ તો. આત્માનો ગુણ નથી પણ દોષ છે માટે મારાથી ગુસ્સો થાય જ નહિ. અજ્ઞાન જીવોથી ગમે તેવી પ્રવૃત્તિ થાય પણ તે જીવ અજ્ઞાન હોવાથી દયાપાત્ર છે પણ ગુસ્સાપાત્ર નથી. દયાપાત્ર જીવ હોવાથી એ જીવ પ્રત્યે ગુસ્સો કરીએ તો મારો ધર્મ નાશ પામે. મારો ધર્મ દબાઇ જાય પ્રગટ થઇ શકે નહિ માટે એના પર ગુસ્સો કરવો એ મારું પોતાનું અજ્ઞાન ગણાય છે. સામો માણસ અજ્ઞાન હોવાથી મારે એની સાથે અજ્ઞાન બનાય નહિ જો એ જીવ ઉપર ગુસ્સો કરું તો અજ્ઞાનીમાં અને જ્ઞાનીમાં ફ્ર શો ? બીજા નંબરે અજ્ઞાની જીવો પ્રત્યે ગુસ્સો કરતાં સૌથી પહેલા મારા આત્માનો ધર્મ નાશ પામે છે જે મારી પોતાની ક્ષમાં ગુણરૂપે છે. એ નાશ પામવાથી ધર્મ પેદા થઇ શકે નહિ માટે મારાથી ગુસ્સો કરાય જ નહિ. જેમ શ્રમણ ભગવાન મહાવીર મહારાજા સંસારમાં છેલ્લા ભવે ત્રીશ વર્ષ રહ્યા ત્યાં સુધી કોઇ કર્મ પાપનું ઉધ્યમાં આવ્યું નહિ અને સંયમનો સ્વીકાર કર્યો કે તરત જ પાપ કર્મો ઉદયમાં આવ્યા એમની શક્તિ કેટલી છે કે દુ:ખ આપનાર ઉપર જરાક આંખ કાટે તો. પેલો જમીનમાં પેશી જાય છતાંય ભગવાને નાનામાં નાના જીવો પણ જે દુ:ખ આપે તે પણ ક્ષમાં ગુણ પોતાનો ધર્મ જાણીને સહન કર્યા એનાથી આગળ વધીને આર્યદેશમાં દુ:ખો ઓછા લાગ્યા તો અનાર્ય દેશમાં દુ:ખો ભોગવવા માટે ગયા અને છેલ્લે સંગમે છ મહિના સુધી ભયંકર ઉપસર્ગો કર્યા છતાંય ભગવાન ક્ષમાને ધારણ કરીને રહ્યા છે છેલ્લે જ્યારે સંગમ થાકીને દેવલોકમાં પાછો જાય છે ત્યારે ભગવાને વિચાર કર્યો કે સંસાર તારક એવા અમે અને આ મને પામીને સંસારમાં હારી જાય છે આને પણ હું તારી શકતો નથી. આ જ્યારે વિચાર કરે છે ત્યારે આત્મામાં રહેલો ક્રોધ ભગવાનને કહે છે કે આવા આત્મા પ્રત્યે ક્ષમા કરો છો તો મારું કામ ક્યારે પડશે ? આ વાતનો જવાબ આપતા કહે છે કે મારે જરૂર જ ક્યાં છે ? આના ઉપરથી વિચાર કરો કે આ ધર્મ ક્ષમા કેટલી ઉંચી કોટિની છે. આવી ક્ષમા આવે ત્યારેજ જીવને કેવલજ્ઞાન પ્રાપ્તિ જલ્દી થઇ શકે માટે આ ક્ષમા ગુણ કેળવવો ખૂબ જરૂરી છે.
નમસ્કારમંત્ર સિદ્ધિ નામના ગ્રંથમાં નમસ્કાર મહામંત્રની સાધના કરનારમાં કેવા ગુણો હોવા. જોઇએ તેનું વર્ણન પંચ પરમેષ્ઠિ ધ્યાન માલામાં કરેલું છે.
(૧) શાંત-સમતા (૨) દાંત ઇન્દ્રિયોને જીતનાર (૩) ખાંત-ક્ષમાં.
સાચા સાધકમાં એટલે આરાધના કરનાર આત્માઓમાં દયા જોઇએ-નમ્રતા જોઇએ-પ્રાર્થના અંતરની જોઇએ-સમતાભાવ જોઇએ અને શાંત સ્વભાવ જોઇએ આટલા લક્ષણો અવશ્ય હોવા જોઇએ.
Page 3 of 50