Book Title: Namaskar Mahamantranu Swarup Part 02
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 49
________________ સવ્વાસુ કમ્મભૂમિસુ વિહરતે ગુણ ગણેહિં સંજુને ! ગુત્તે મુત્તે જાયહ મુણિરાએ નિક્રિય કસાએ II૧૩ ભાવાર્થ - હે ભવ્ય જીવો ! પાંચ ભરત, પાંચ એરવત અને પાંચ મહાવિદેહ રૂપ સર્વ એટલે પંદર કર્મભૂમિઓમાં વિચરતાં ગુણના સમૂહોથી સહિત મનોગતિ, વચનગુતિ અને કાયમુતિ રૂપ ત્રણ પ્રકારની ગુતિઓથી ગુપ્ત સર્વસંગોથી વર્જિત અને અનંતાનુબંધી અપ્રત્યાખ્યાની તથા પ્રત્યાખ્યાની રૂપ ત્રણ જાતિના કષાયોનો અંત કરનારા મુનિવરોનું તમે ધ્યાન ધરો ! શાસ્ત્ર એજ સુચક્ષુ આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ. આ ત્રણે પદ ઉપર રહેલા પરમર્ષિઓનું શાસનના શિરતાજ અને વર્તમાન શાસનનાં અધિપતિ પરમાત્મા શ્રી મહાવીરદેવના પ્રથમ ગણધરદેવ ભગવાન શ્રી ગૌતમસ્વામિજી મહારાજાએ કરેલું ગુણ વર્ણન સાંભળ્યા પછી તમે સમજી જ શક્યા હશો કે- એ ત્રણે પદ ઉપર પ્રતિષ્ઠિત થયેલા પરમર્ષિઓનું શાસ્ત્ર એજ સુચક્ષુ છે. એ સુચક્ષુ વિના તે પરમર્ષિઓ એક પણ પ્રવૃત્તિ કરી શકતા નથી. અન્ય પરમર્ષિઓની માફ્ટ શાસ્ત્રરૂપ સુચક્ષુથી સુપરિચિત થયેલા ન્યાયાચાર્ય ન્યાય વિશારદ મહા મહોપાધ્યાય શ્રીમદ્ યશો વિજયજી ગણિવર પણ પોતાના અધ્યાત્મોપનિષદ્ નામના ગ્રંથમાં માને છે કે ચર્મચક્ષુર્ભતઃ સર્વે દેવાશ્ચાવધિચક્ષુષઃ | સર્વતશ્ચક્ષષ: સિદ્ધાઃ યોગિનઃ શાસ્ત્ર ચક્ષષઃ |૧| ભાવાર્થ - જ્યારે સર્વે એટલે જેને જેને સંભવતુ હોય તે ચર્મચક્ષવાળા છે, ત્યારે દેવો અવધિરૂપ ચક્ષુવાળા છે. સિધ્ધ આત્માઓ સર્વતઃ ચક્ષ એટલે કેવલ ચક્ષવાળા છે અને યોગીઓ શાસ્ત્ર ચક્ષુવાળા છે. એસો પંચ નમુક્કારો સલ પાવપણાસણો મંગલાણં ચ સવ્વસિ પઢમં હવઈ મંગલ IIII અર્થ - આ પાંચેય પરમેષ્ઠિઓને કરેલો નમસ્કાર સર્વ પાપોનો નાશ કરનાર છે અને સર્વ મંગલોમાં પ્રથમ મંગલ છે. (ગણાય છે.) વિવેચન સંસારનો સર્વથા ત્યાગ કરનાર હોવાથી એટલે કે ત્યાગ કરેલો હોવાથી એ પાંચને કરેલો નમસ્કાર સર્વ પાપોનો નાશ કરનાર છે. સર્વ પાપોમાં જ્ઞાનીઓએ પાપ ત્રણ પ્રકારના કહેલા છે. (૧) દુ:ખ આપનારા કર્મો પાપરૂપે છે. (૨) સુખ આપનારા કર્મો પાપ રૂપે છે. અને (૩) પાપ કરાવનારા કર્મો પાપ રૂપે છે. જીવ દુ:ખ આપનારા કર્મોનો નાશ કરવા ઇચ્છતો હોય તો પોતાના આત્મામાં રહેલા સુખ આપનારા કર્મો અનેક પ્રકારના પાપ કરાવીને દુ:ખને પેદા કરતાં હોવાથી દુ:ખનો નાશ થતો નથી પણ દુઃખ આપનારા કર્મો ચાલુને ચાલુ જ રહે છે. (૨) જે જીવો સુખ આપનારા કર્મોનો નાશ કરવા ઇચ્છતા હોય તે જીવોને સુખ આપનારા. કર્મોની ઇચ્છા ન હોવાથી પાપ કરાવનાર કર્મોનું જોર ચાલતું નથી આથી પાપ કરાવનારા કર્મો પણ નાશ પામે છે અને એ નાશ પામવાથી દુ:ખ આપનારા કર્મોનો પણ નાશ થાય છે. આથી જીવ સર્વ પાપોથી મુક્ત થઇ શકે છે માટે સર્વપાપોનો નાશ કરનાર એટલે સુખ આપનાર કર્મોનો નાશ કરવાની શક્તિ પેદા થાઓ. અને એ કર્મોનો નાશ થાઓ એ એ પદનો ભાવ છે. Page 49 of 50

Loading...

Page Navigation
1 ... 47 48 49 50