Book Title: Namaskar Mahamantranu Swarup Part 02
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 46
________________ साहूण नमुक्कारो, धन्नाणं भवक्खयं कुणंताणं । हिअयं अणुम्मुयंतो, विसोत्तिआवारओ होइ ||२|| साहूण नमुक्कारो, एस खलु वनिओ महत्थेत्ति । जो मरणंमि उवग्गे, अभिक्खणं कीरई बहुसो ||३|| साहूण नमुक्कारो, सव्वपावप्पणासणो । मंगलाणं च सव्वेसि, पढमं हवइ मंगलं ।।४।।" “ભાવસહિત સાધુનમસ્કાર જીવને હજારો ભવથી મુક્ત કરાવે છે અને બોધિલાભ માટે થાય છે. ૧... સાધુનમસ્કાર ધન્ય આત્માઓના ભવનો ક્ષય કરે છે તથા હૃદયમાં રહેલો તે વિસ્ત્રોતસિકાનું હરણ કરે છે. ૨. આ સાધુનમસ્કાર મહાઈવાળો છે -એમ શાસ્ત્રમાં વર્ણવાયેલ છે અને મરણ વખતે તે નિરન્તર અને વારંવાર કરાય છે. ૩... સાધુનમસ્કાર સર્વ પાપનો પ્રણાશ કરનાર છે તથા સર્વ મંગળોમાં પ્રથમ મંગળ છે. ૪...” એજ વાતનું વાચનપ્રવર શ્રી યશોવિજયજી મહારાજા નીચેના શબ્દોમાં કથન કરે છે. “નમસ્કાર અણગારને, વાસિત જેહનું ચિત્ત, ધન્ય તેહ કૃતપુણ્ય તેહ, જીવિત તાસ પવિત્ત : આર્તધ્યાન તસ નવિ હુએ, નવિ હુએ દુર્ગતિવાસ, ભવક્ષય કરતાંરે સમરતાં લહિએ સુકૃત ઉલ્લાસ. -૧ પંચ નવકાર એ સુપ્રકાશ, એહથી હોએ સવિ પાપ નાશ : સકલ મંગલ તણું એક મૂલ, સુજશ વિધા વિવેકાનુકૂલ -૨.” “શ્રી અરિહંત, શ્રી સિદ્ધ, શ્રી આચાર્ય, શ્રી ઉપાધ્યાય અને સમસ્ત શ્રી સાધુ -એ પાંચને કરેલો નમસ્કાર સર્વ પાપોનો વિનાશ કરનાર છે, સર્વ મંગલોનું મૂળ છે અને ઉત્તમ પ્રકારના યશ, વિધા અને વિવેકને માટે સદા અનુકૂલ છે.” સાધુ-શબ્દાર્થ (૧) “ નિવાસિદિU નોપ, નહીં રાતિ સહૂિનો | समा य सव्वभूएसु, तम्हा ते भावसाहुणो ।।" અર્થ :- નિર્વાણ-મોક્ષને સાધવાના જે જોગ છે તે સાધે છે તે સાધુઓ છે. અને જે સર્વભૂતો પ્રત્યે ચોરાસી લાખ જીવયોનીથી ઉપજેલા સર્વ જીવો પ્રત્યે સમ એટલે સમતા ધરનારા છે તે ભાવ સાધુ છે. સાધુ એમાં સાધુ ધાતુ છે જેનો અર્થ સાધવું એ થાય છે. આ અર્થ ઉપર લાગુ પાડવામાં આવ્યો. (૨) સંયમને ધારણ કરનાર તે સાધુ. (૩) અસહાયને સહાય કરનાર તે સાધુ. તેથી કહ્યું છે કે: "असहाइ सहायत्तं, करेति मे संजम करंतस्स । UUU[ b[૨vi, v[મામિ હં સવ્વસાહૂi Id” અર્થ - અસહાયને સહાય કરનાર, અને મને (અસંયમપણું ટાળી) સંયમ કરનાર-ઇંદ્રિયનિગ્રહ કરાવનાર છે, એ કારણથી સર્વ સાધુને હું નમસ્કાર કરું છું. (૪) સંયમકારી જનોને સહાયતા ધારણ કરનાર તે સાધુ. સર્વ' સાધુને નમસ્કાર કર્યા છે, તેથી તે (૧) “સર્વ' માં જિનકલ્પી, સ્થવિરકભી, સ્થિતિકલ્પી. વગેરે બધા ભેદવાળા સાધુઓનો સમાવેશ થાય છે. (૨) સર્વ એટલે સાર્વ અર્થાત સર્વ જીવોને હિતના Page 46 of 50

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50