Book Title: Namaskar Mahamantranu Swarup Part 02
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 44
________________ બે ૧. મુહપત્તિ, ૨. ચોલપટ્ટ, ૩. ઉનનું કલ્પ, ૪-૫. સુતરનાં બે કલ્પ, ૬. રજોહરણનું અંદરનું સુતરનું નિષિઝ્ડ, ૭. બહારનું પગ લૂછવાનું નિષિઝ્ઝ, ૮. ઓઘો, ૯. સંથારો, ૧૦. ઉત્તરપટ્ટો, ૧૧. દાંડો. આ અગીયારે ચીજોની પડિલેહણા પ્રભાતમાં સૂર્યના ઉદય થયા પહેલાં કરાય છે; બાકીની ચૌદ ઉપકરણની પ્રતિલેખના પહોરને અંતે કરવામાં આવે છે તે કહે છે : ૧. મુહપત્તિ, ૨. ચોલપટ્ટ, ૩. ગોચ્છક, ૪. પાત્ર, ૫. પાત્રબંધ, ૬. પડલાઓ, ૭. રજસ્ત્રાણ, ૮. પાત્રસ્થાપન, ૯. માત્રક, ૧૦. પતદ્ગાહ, ૧૧. રજોહરણ, ૧૨. ઉનનું કલ્પ, ૧૩-૧૪. સુતરનાં બે કલ્પ. આમ ઉપરની ૧૧ અને આ ૧૪ મળી પચીસ પ્રતિલેખના કરવાની છે. અને તેનો વિશેષ વિસ્તાર પ્રવચનસારોદ્વારમાંથી જોઇ લેવો. ૩ ગુપ્તિ - ૧. મન, ૨. વચન, 3. કાયગુપ્તિ. આનો વિસ્તાર ‘પંચિદિય' સૂત્રમાં આગળ થશે. ૪ અભિગ્રહ - અભિગ્રહ એટલે પ્રતિજ્ઞા. (૧) દ્રવ્યથી, (૨) ક્ષેત્રથી, (૩) કાલથી, (૪) ભાવનાથી-અભિગ્રહ. આ પ્રકારે કરણસિત્તેરીના ભેદ થયા. નમો ઉવજ્ઝાયાણં ઇતિ પદં મે સપ્તવ્યસનાનામ્ નાશં કુર્વન્તુ । આ ચોથા પદનો એકાગ્ર ચિત્તે જાપ કરવાથી સાત વ્યસનોનો નાશ કરવામાં સહાયભૂત થાય છે એટલે સાત વ્યસનોથી મુક્ત કરે છે. મંત્રરાજ રહસ્યમાં શ્રી સિંહ તિલકસૂરિ મહારાજાએ ફરમાવ્યું છે કે ઉપાધ્યાયનો નીલ વર્ણ, ઐહિક લાભ એટલે કે આ લોકના સુખના લાભને માટે છે એટલે એકાગ્રચિત્તે ચોથાપદનું ધ્યાન ધરવાથી આ લોકનું સુખ મલ્યા કરે છે. શાસનની રક્ષા માટે જે રીતિએ ત્રીજે પદે વિરાજતા શ્રી આચાર્ય ભગવાનોની આવશ્યક્તા છે, એજ પ્રમાણે તે તારકોની આજ્ઞામાં મંત્રી તરીકે વિચરતાં શ્રી ઉપાધ્યાય ભગવાનોની પણ આવશ્યક્તા છે. જેમ રાજાઓને રાજતંત્ર ચલાવવા માટે મંત્રીઓની જરૂર પડે છે. તેમ શ્રી આચાર્ય ભગવાનોને પણ ગણનું તંત્ર ચલાવવા માટે શ્રી ઉપાધ્યાય ભગવાનોની જરૂર પડે છે. એટલે જેમ શ્રી આચાર્ય ભગવાનો ત્રીજે પદે વિરાજમાન છે. તેમ શ્રી ઉપાધ્યાય ભગવાનો ચોથે પદે વિરાજમાન છે. એ ચોથે પદે વિરાજતા મહર્ષિઓનું સ્વરૂપ દર્શાવી તેઓનું ધ્યાન ધરવાનો ઉપદેશ આપતા ભગવાન શ્રી ગૌતમ સ્વામિજી મહારાજા ફરમાવે છે કે... ગણાતિત્તીસુ નિઉત્તે સુત્તત્થઝાવણંમિ ઉજ્જુ તે । સજ્ઝાએ લીણમણે સમ્મ ઝાએહ ઉલ્ઝાએ ॥૧॥ ભાવાર્થ :- હે ભવ્યો ! ગણની તપ્તિમાં યોજાયેલા એટલે કે-ગણની સારણાદિક ક્રિયાઓમાં અધિકારી સૂત્ર । અને અર્થનું અધ્યાપન કરવામાં ઉધમવાળા તથા સ્વાધ્યાયમાં લીન મનવાળા શ્રી ઉપાધ્યાય ભગવાનોનું તમે ધ્યાન કરો. જેમ શ્રી આચાર્ય ભગવાનો પંચાચારોથી પવિત્ર રહેવા સાથે વિશુધ્ધ આગમાનુસારિ દેશના દ્વારા એક પરોપકારમાં રક્ત રહે છે તેમ શ્રી ઉપાધ્યાય ભગવાનો સ્વાધ્યાયમાં લીનચિત્ત રહેવા સાથે આખા મુનિગણને સારણા વારણા ચોયણા અને પડિચોયણા કરવામાં તથા સૂત્ર અને અર્થનું અધ્યયન કરાવવામાં રક્ત રહે છે. આજ કારણે તે તારકો પાંચ પૈકીના ચોથા પરમેષ્ઠિ પદે બિરાજે છે, ખરેખર આ શાસનમાં ત્રીજા અને ચોથા પરમેષ્ઠિપદે વિરાજતા મહર્ષિઓ અજબ ઉપકારીઓ છે. એ બન્ને પરમેષ્ઠિઓ પ્રભુના શાસનને સાચવવામાં, દીપાવવામાં અને ખીલવવામાં કશી જ કમીના રાખનારા નથી હોતા. એ તારકોનું જીવન ધ્યેય જ પ્રભુના શાસનને સાચવવાનું, દીપાવવાનું અને ખીલવવાનું હોય છે. શ્રી આચાર્ય ભગવાનો પાંચે આચારમાં પવિત્ર રહી, શુધ્ધ સિધ્ધાંતની દેશના દ્વારા અન્ય આત્માઓ નિર્વિઘ્ન પણે પ્રભુના માર્ગે Page 44 of 50

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50