Book Title: Namaskar Mahamantranu Swarup Part 02
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 43
________________ વૈયાવૃત્ય એટલે વિનય, માન, સત્કાર વગેરે. પાઠાંતરે નીચે લખેલા દશ પ્રકારના વૈયાવૃત્ય ગણાય છે. ૧. આચાર્ય, ૨. ઉપાધ્યાય, ૩. તપસ્વી, ૪. શિષ્ય, ૫. ગ્લાનસાધુ, ૬. સ્થવિર, ૭. સમનોજ્ઞ ( સરખા સમાચારીવાળા) ૮. ચતુર્વિધ સંઘ, ૯. કુલચંદ્રાદિ, ૧૦. ગોત્ર. એ દશનો વિનય. ૯ પ્રકારે બ્રહ્મચર્યની ગુપ્તિ - (૧) સ્ત્રી પશુ અને નપંસક જ્યાં રહેતાં હોય તે જગ્યાનો ત્યાગ, (૨) સરાગે સ્ત્રી સાથે કથા વાર્તા ન કરવી, (૩) સ્ત્રીના આસને બે ઘડી સુધી બેસવું નહિ, (૪) સરાગે સ્ત્રીના અંગોપાંગ જોવાં નહિ, (૫) સ્ત્રીપુરૂષ જ્યાં ક્રીડા કરતાં હોય ત્યાં ભીંત વગેરેના અંતરે રહેવું નહિ, (૬) ભોગવ્યાં સુખ સંભારવા નહિ, (૭) સરસ આહાર ન કરવો, (૮) અતિ માત્રાએ આહાર ન કરવો, (૯) શરીરની શોભા ન કરવી. ૩ જ્ઞાનાદિ - એટલે (૧) જ્ઞાન, (૨) દર્શન, (૩) ચારિત્ર. ૧૨ પ્રકારનાં તપ - ૧. અનશન, ૨. ઉણોદરી, ૩. વૃત્તિસંક્ષેપ (અનેક પ્રકારના અભિગ્રહ-નિયમ કરવા તે) ૪. રસત્યાગ, ૫. કાયકલેશ, ૬. સંલીનતા (ઇંદ્રિયોને વશ રાખવી તે -આ છ બાહ્યતપ. હવે છ અત્યંતર તપ નામે :- ૧. પ્રાયશ્ચિત, ૨. વિનય, ૩. વૈયાવૃત્ય, ૪. સ્વાધ્યાય (સઝાય ધ્યાન કરવું) ૫. ધર્મકથા, ૬. કાયોત્સર્ગ. ૪ કષાયનો ત્યાગ - ૧. ક્રોધ, ૨. માન, ૩. માયા, ૪. લોભ -એ ચાર કષાયનો ત્યાગ કરવો. કરણસિત્તરી પ્રયોજન થયાં થકાં કરી લેવું, અને પ્રયોજન ન હોય ત્યારે ન કરવું તે કરણ. ( સરખાવો ‘ ચરણ’) “पिंडविसोही समिइ, भावण पडिमाय इंदियनिरोहो | पडिलेहण गुप्तिओ, अभिग्गहं चेव करणं तु ॥” અર્થ :- ૪ પિંડવિશુદ્ધિ, ૫ સમિતિ, ૧૨ ભાવના, ૧૨ પડિમા, ૫ ઇંદ્રિયોનો નિરોધ, ૨૫ પ્રતિલેખના, ૩ ગુપ્તિ અને ૪ અભિગ્રહ-એ સર્વ મળી સીત્તેર કરણના ભેદ થયા તેથી કરણસિત્તરી કહેવાય છે. વિવેચન- હવે તે નામવાર કહે છે : ૪ પિંડવિશુદ્ધિ - ૧. આહાર, ૨. ઉપાશ્રય, ૩. વસ્ત્ર, ૪. પાત્ર. એ ચાર વિશુદ્ધ એટલે બેતાલીસ દોષરહિત ગ્રહણ કરવા તે. ૫ સમિતિ - ૧. ઇર્યા, ૨. ભાષા, ૩. એષણા, ૪. આદાનભંડમત્ત નિખેપણા, ૫. પરિષ્ઠાપનિકા - આ પાંચે સમિતિનું વિવેચન.‘પંચિદિય’ સૂત્રમાં આગળ કહીશું. ૧૨ ભાવના - ૧. અનિત્ય, ૨. અશરણ, ૩. સંસાર, ૪. એકત્વ, ૫. અન્યત્વ, ૬. અશુચિ, ૭. આશ્રવ, ૮. સંવર, ૯. નિર્જરા, ૧૦. લોકસ્વભાવ, ૧૧. બોધિદુર્લભ, ૧૨. ધર્મ-ભાવના. ૧૨ પ્રતિમા - ૧. એક માસની, ૨. બે માસની, ૩. ત્રણ માસની, ૪. ચાર માસની, ૫. પાંચ માસની, ૬. છ માસની, ૭. સાત માસની, ૮. સાત દિનરાતની, ૯. સાત દિનરાતની, ૧૦. સાત દિનરાતની, ૧૧. એક દિનરાતની, ૧૨. એક રાતની-પ્રતિમા. એ દરેકમાં અમુક અમુક જેમકે ચોવીહાર આદિ કરવો તે. ૫ ઇંદ્રિયોનો નિરોધ - ૧. સ્પર્શ, ૨. રસ, ૩. ધ્રાણ, ૪. ચક્ષુ, ૫. શ્રોત. -ઇંદ્રિયનિરોધ. ૨૫ પ્રતિલેખના-આની ગાથા એ છે કેઃ “मुहपोति चोलपट्टो, कप्पतिगंदोनिसिज्ज रयहरणं । સંથારુતરપટ્ટો, સપેહા 3ન્ગ! સૂરે ||9|| अन्ने भांति एक्का रसमो दंड उत्ति उवगरण चउदसगं, पडिलेहिज्जड़ दिणस्स पहरतिगे । 3ઘાડોરિસીદ પબિન્ગોન ડિનેહા ||” Page 43 of 50

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50