Book Title: Namaskar Mahamantranu Swarup Part 02
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 42
________________ (૧૧) પુષ્ક ચુલીયા - પ્રશ્ન વ્યાકરણનું ઉપાંગ છે. આમાં શ્રી વગેરેનો પૂર્વ કરણીના અધિકાર છે. (૧૨) વન્તિ દશાંગ - આ વિપાક સૂત્રનું ઉપાંગ છે. આમાં બલભદ્રજીના પુત્ર વગેરેના અધિકાર ૧૧ અંગ અને ૧૨ ઉપાંગની સઝાય. અંગ ઇગ્યાર સોહામણાં સાહેલડી રે, આચારંગ સુયગડાંગતો; ઠાણાંગ સમવાયાંગ વળી સાઇ, ભગવતિ પંચમ અંગતો. -૧ જ્ઞાતા ધર્મકથા છઠ્ઠ સા., સાતમું ઉપાસંગ દશાંગ તો; અંતગડ અણુત્તરો નવાઇયા સા., પ્રશ્ન વ્યાકરણ દશમાંગ તો. -૨ સુખદુઃખ વિપાક ઇગ્યારમું સાઇ, હવે ઉપાંગ કહું બારતો. ઉવવાઇ રાયપસેણિયાં સાo, જીવાભિગમ વિચારતો. -૩ પન્નવણા જંબુપન્નતી સા., જેહમાં ક્ષેત્ર વિચારતો; ચંદપન્નતિ સુરપન્નતિ સા૦, હવિ પણ એકમાં સંભારતો. -૪ કપ્રિયા, કMવડિસિયા સા., જેહમાં વિમાનવિચારતો; પુડ્યિા ને પુલિયા સા , નિરયાવળી એમ બારતો. -૫ સૂત્ર અર્થ ગુરૂથી લહી સાઇ, ભણે ભણાવે જેહતો; તે વાચકને વંદિયે સાઇ, જ્ઞાનવિમળ શું નેહતો. -૬ ચરણ સિઝેરી જે નિત્ય કરવું તે ચરણ-ચારિત્ર. "वयसमणधम्मसंजम, वेयावच्चं च बंभगत्तिओ । નાણાતિયં તવ જોઇ, નિકાહારું પરમેય II” અર્થ :- વ્રત (૫ મહાવ્રત), શ્રવણ ધર્મ (૧૦ શાંતિ આદિ), સંયમ (૧૦ પ્રકારે), વૈયાવૃત્ય (૧૦ પ્રકારે), બ્રહ્મગુપ્તિ (૯ પ્રકારે), જ્ઞાનાદિક ત્રિક, તપ (૧૨ પ્રકારે), ક્રોધનિગ્રહ આદિ (૪ કષાયનો નિગ્રહ) આ રીતે ચરણના ભેદ ૭૦ થયા. ૫ મહાવ્રત - ૧. પ્રાણાતિપાતવિરમણ, ૨. મૃષાવાદવિરમણ, ૩. અદત્તાદાનવિરમણ, ૪. મથુનવિરમણ, ૫. પરિગ્રહવિરમણ. ( ૧૦ પ્રકારે યતિ ધર્મ – ૧. ક્ષમા, ૨. માર્દવ (કોમલતા), ૩. આર્જવ (સરલતા), ૪. મુત્તિ (લોભ ત્યાગ-સંતોષ), ૫. તપ, ૬. સંયમ (આશ્રવનો ત્યાગ), ૭. સત્ય (જૂઠનો ત્યાગ), ૮. શૌચ (પવિત્રતા), ૯. અકિંચનત્વ (દ્રવ્યરહિતપણું), ૧૦. બ્રહ્મચર્ય (મેથુનત્યાગ). ૧૭ પ્રકારે સંયમ - ૧. પૃથ્વીકાય, ૨. અપકાય, ૩. અગ્નિકાય, ૪. વાયુકાય, ૫. વનસ્પતિકાય, ૬. દ્વીદ્રિય, ૭. ત્રીંદિય, ૮. ચતુરિંદ્રિય, ૯. પંચેદ્રિય. -એ સર્વ જીવોની હિંસા ન કરવી. ૧૦. અજીવ સંયમ (સોના વગેરે નિષેધ કરેલી અજીવ વસ્તુનો ત્યાગ), ૧૧. પ્રેક્ષાસંયમ (યનાપૂર્વક વર્તવું), ૧૨. ઉપેક્ષાસંયમ (આરંભ તથા ઉત્સુત્ર પ્રરૂપણા ન કરવી તે), ૧૩.પ્રમાર્જનસંયમ (સર્વ વસ્તુને પ્રમાજીને-પૂંજીને વાપરવી તે) ૧૪. પરિષ્ઠાપના સંયમ, (યત્નપૂર્વક પરઠવવું તે), ૧૫. મનઃસંયમ (મનને ધર્મવૃત્તિમાં રાખવું તે), ૧૬. વચનસંયમ (સાવધ વચન ન બોલવું તે), ૧૭. કાયાસંયમ (ઉપયોગથી કામ કરવું તે ૧૦ પ્રકારનો વૈયાવૃત્ય - ૧. અરિહંતનો, ૨. સિદ્ધનો, ૩. જિનપ્રતિમાનો, ૪. શ્રતસિદ્ધાંતનો, ૫. આચાર્યનો, ૬. ઉપાધ્યાયનો, ૭. સાધુનો, ૮. ચારિત્રધર્મનો, ૯. સંઘનો, ૧૦. સમકિતદર્શનનો-વૈયાવૃત્ય. Page 42 of 50

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50