Book Title: Namaskar Mahamantranu Swarup Part 02
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 40
________________ અભ્યાસ-એટલે સિધ્ધાંતોનો અભ્યાસ કરાવે તે તથા જેની પાસે આવી અધીયતે = અભ્યાસ થાય છે-ભણાય છે તે. (૨) ઉપ = (જેની) પાસે + અધિકયેન ગમ્યતે-અધિકપણાએ જવાય છે તે. (3) ઇક્ ધાતુ = સ્મરણ કરવું એટલે સૂત્રથી જિન પ્રવચનનું જેથી સ્મરણ થાય છે તે. તેથી કહ્યું છે કે (४) " बारसंगो जिणखाओ, सइझाओ कहिओ बुहेहिं । तं उवहसंति जम्हा, उवइझाया तेण वुच्चंति || " અર્થ :- દ્વાદશઅંગ કે જેનું શ્રી જિનભગવાને વ્યાખ્યાન કરેલ છે તેની સજ્ઝાય કરવાનું પંડિતે-બુધ્ધે કહેલ છે તેથી જે દ્વાદશાંગીન ઉપદેશે તેને ઉપાધ્યાય કહીએ. ઉવજ્ઝાયમાં ઉકાર છે અને જકાર છે તે બંનેના અર્થ નીચે કહ્યા છે : (૫) “उत्ति उवओगकरणे, जात्ति ज्झाणस्स होइ तिद्देशे । BLળ હૂંતિ મુન્ના, સો અન્નોવિ પન્નાર્ડ ||” અર્થ :- ઉકાર જે છે તે ઉપયોગ કરવાને અર્થે છે, તેથી ‘ઉ’ નો ‘ઉવ’ થયો અને ઉવ પછી જકાર છે તે ધ્યાનના નિર્દેશ અર્થે છે. આથી ‘ઉ’ અને ‘જ’ બે અક્ષરથી ઉવજ્ઝાય એ પર્યાયાર્થ થયો છે. (૬) ઉપરનું બીજી રીતે કહીએ તો જરા પર્યાય ફેર અર્થ થાય છે તે આ પ્રમાણે :“उत्ति उवओगकरणे, पत्ति अपावपरिवज्झणे होई । जत्ति अ जाणरस कए, उत्ति अ ओसक्कणा कम्मे ||" અર્થ :- ઉ અક્ષર ઉપયોગ કરવાને અર્થે છે, ૫ અક્ષર તે પાપના પરિવર્જન એટલે સમસ્તપ્રકારે વર્જવાના અર્થે છે, જ અક્ષર તે ધ્યાનના કરવા અર્થે છે અને ફ્રી આવતો ઉ વર્ણ તે કર્મના ઓસરવાના ઓછા થવાના અર્થે છે. આ રીતે ચાર અક્ષર ભેગા મળવાથી ઉપાજ્કાઓ, એ શબ્દ થાય છે, તે પર્યાયાંતરે ઉપાધ્યાયનું જ નામ છે. (9) ઉપાધિનો-શ્રુતના ઉપાધિ + આય = ઉપાધ્યાય. ઉપાધિ એટલે પાસે વસવું અને આય એટલે લાભ તે પાસે વસવાનો અથવા ઇષ્ટફ્ળનો અથવા શોભન ઉપાધિનો લાભ છે જેથી તે ઉપાધ્યાય. (૮) ઉપ = ઉપહત-હણાયેલા જેણે અધ્યાય કે આધ્યાય કર્યા છે તે ઉપાધ્યાય. હવે આધ્યાયનો અર્થ એ થાય છે કે આધિ-મનની પીડા + આય = મનની પીડાનો લાભ અને અધ્યાય એટલે અધિ = ટુંકી બુદ્ધિ-કુબુદ્ધિ + આય = લાભ; અથવા અધ્યાયમાં ધ્યે ધાતુ પણ થાય કે જેનો અર્થ ધ્યાન કરવું અને અ એ નકાર કે કુત્સિતપણું સૂચવે છે એટલે બધાનો અર્થ ખરાબ ધ્યાન-કુધ્યાન પણ થઇ શકે. ટુંકમાં ઉપરના અધ્યાય અથવા આધ્યાય-એ બંને જેણે ઉપહત-હણાયલા કર્યા છે તે ઉપાધ્યાય. (૯) ઉપ = પાસે અને અધ્યાય શબ્દ અધ્યયન કરવું તે પરથી થયેલ છે. જે ગુરૂ આદિ ગીતાર્થની પાસે સંપૂર્ણ શાસ્ત્રનો અભ્યાસ કરી પારંગામો થયેલ છે અને જેની પાસે સાધુઓ અને ગૃહસ્થો જ્ઞાનનો અભ્યાસ કરે છે તે. ઉપાધ્યાયજીના ૨૫ ગુણ. ૧-૧૧ અગીયાર અંગ તથા ૧૨-૨૩ બાર ઉપાંગ-એ ત્રેવીશને ભણે તથા ભણાવે અને ૨૪-૨૫ ચરણસિત્તરી તથા કરણસિત્તરી એ બંનેને શુદ્ધ રીતે પાળે-એમ પચીસ ગુણ. હવે આ પચીસ ગુણ અનુક્રમે વિવચનથી કહે છે : અગીયાર અગ Page 40 of 50

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50