Book Title: Namaskar Mahamantranu Swarup Part 02
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 39
________________ છે. તથા એ જ એક અભિલાષાને સદ્ઘ કરવા માટે શ્રી જિનેશ્વર દેવે માવેલી એક પણ આજ્ઞાનો અનાદર ન થાય, તેની તે તારકો સંપૂર્ણ કાળજી ધરાવે છે અને તે આજ્ઞાની સામે સ્વેચ્છાચારી પાખંડીઓ. તરફ્ટી આવતાં આક્રમણોને વિખેરી નાખવા માટે જીવનની પણ પરવા કર્યા વિના નિરંતર પોતાની સઘળી શક્તિને એકત્રિત કરી ઝઝુમ્યા કરે છે. કારણ કે એ જ એક જીવનધ્યેય છે. પોતાના એ જીવન ધ્યેયને પુરૂં કરનાર શાસન રક્ષક યોગ્ય આત્માને તૈયાર કર્યા પછી જ, તેઓ વિશિષ્ટ અભિગ્રહોવાળું જીવન સ્વીકારી શક છે અને તે પછી ધારે તો મોન ધરી શકે છે. તે પહેલા છતી શક્તિએ તારકો મોન ધરતા જ નથી. નમો ઉવજઝાયાણ શ્રી ઉપાધ્યાય ભગવો ઉપાધ્યાયનું નામ “3વજ્ઞાય” અથવા “ઉજ્ઞાયિ' પણ છે. જેની સમીપે શિષ્યો દ્વાદશાંગ સૂત્રોનું અધ્યયન કરે, તે ઉપાધ્યાય છે. દ્વાદશાંગ સ્વાધ્યાયકરણમાં ઉપયુક્ત, પાપનું પરિવર્જન કરનાર, ધ્યાનના. ઉપયોગમાં તલ્લીન અને કર્મનો વિનાશ કરવામાં ઉધમી ‘ઉવજ્ઞાય' કહેવાય છે. ‘સ્નાય’ શબ્દ પણ ઉપયોગકરણમાં તથા ધ્યાનના નિર્દેશમાં વપરાયેલો છે. અર્થાત- શ્રી ઉપાધ્યાયભગવન્તો સદા ઉપયોગી અને નિરન્તર ધ્યાની હોય છે. એ જ રીતે શ્રી ઉપાધ્યાયભગવન્તો આચાર્યપદને યોગ્ય હોય છે, ગુરૂના સઘળા ગુણોએ કરીને છાજતા હોય છે અને અગીયાર અંગ તથા બાર ઉપાંગનું અધ્યયનાદિ તથા ચરણસિત્તરી અને કરણસિત્તરીનું પાલનાદિ કરનારા હોવાથી સદાય પચીસ ગુણોએ કરીને યુક્ત હોય છે. ઉપાધ્યાય, વાચક, પાઠક, અધ્યાપક, શ્રુતવદ્ધ, શિક્ષક, Wવીર, અપ્રમાદી, સદાનિર્વિષાદી , અદ્વયાનંદી, આદિ ઉત્તમ નામોને ધારણ કરનારા, નિરન્તર શ્રી જિનાજ્ઞાના પ્રતિપાલક તથા અગણ્ય ગુણોથી વિભૂષિત હોય છે. એવા પૂજ્ય શ્રી ઉપાધ્યાયભગવંતોને કરેલો નમસ્કાર, હૃદયના દુર્ગાનાદિને દૂર કરી નાંખે છે અને સર્વ મનોવાંછિત સુખોને મળવી આપે છે. શ્રી ઉપાધ્યાયનમસ્કાર સંબંધમાં નિર્યુક્તિકાર ભગવાન શ્રી ભદ્રબાહુસ્વામિજી મહારાજા ક્રમાવે છે "उवज्झायनमुक्कारो, जीपं मोएइ भवसहस्साओ । भावेण कीरमाणो, होइ पणो बोहिलाभाए ||१|| dવન્ડયન [qDારો, ઘન્નાઇ અવયં છviતાપ | हिअय अणुम्मुयंतो, विसोत्तियाचारओ होइ ||२|| उवन्झायनमुक्कारो, एस खलु वनिओ वहत्थोत्ति । जो मरणम्मि उवग्गे, अभिक्खणं कीरई बहुसो ||३|| उवन्झायनमुक्कारो, सव्वपावप्पणासणो । मंगलाणं च सव्वेसि, पढमं हवइ मंगलं ||४||" “ઉપાધ્યાય-નમસ્કાર, એ જીવને હજારો ભવથી છોડાવે છે અને ભાવપૂર્વક કરાતો તે બોધિલાભને માટે થાય છે. ૧... ઉપાધ્યાય નમસ્કાર ધન્યપુરૂષોને ભવક્ષયને માટે થાય છે તથા હૃદયમાં અનુસ્મરણ કરાતો તે અપધ્યાનને નિવારનારો થાય છે. ૨... આ ઉપાધ્યાયનમસ્કાર મહાર્થવાળો છે એમ વર્ણવાયેલ છે તથા જે મરણ પ્રાપ્ત થયે છતે નિરન્તર અને વારંવાર કરાય છે. ૩. ઉપાધ્યાય નમસ્કાર સર્વ પાપનો વિનાશ કરનાર છે અને સર્વ મંગલોમાં પ્રથમ મંગલ છે. ૪...” ઉપાધ્યાયશાથ (૧) ઉપ= પાસે અર્થાત જે પાસે આવ્યા હોય કે રહેતા હોય તે સાધુ વગેરે પ્રત્યે + અધ્યાય = Page 39 of 50

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50