________________
ચાલી પોતાનું કલ્યાણ સાધે એવી યોજના કરનારા હોય અને મંત્રિસ્થાને રહેલા શ્રી ઉપાધ્યાય ભગવાનો શ્રી આચાર્ય ભગવાનની આજ્ઞામાં વિચરતા મુનિગણની સઘળી ચિંતા કરનારા હોય છે. યોગ્ય શિષ્યગણને આગમના સાર એ દે, ભણાવે એ, અને પોતે પણ સ્વાધ્યાયમાં લીન રહે, એ મહર્ષિઓ જે રૂપે આપવા યોગ્ય હોય તે રૂપે સાધુઓને જ્ઞાન આપે અને એ રીતે મુનિગણને જ્ઞાનથી તૃપ્ત કરવાની તથા સુમાર્ગે સુયોગ્યપણે યોજવાની ચિંતામાં તત્પર જ હોય.
નમો લોએ સવ્વ સાહૂણં
લોકમાં રહેલા સર્વ સાધુ ભગવંતોને નમસ્કાર થાઓ. શ્રી સાધુ-ભગવન્તો
નિર્વાણસાધક યોગને સાધનારા હોવાથી અને સર્વ પ્રાણિઓને વિષે આત્મ-સમાન બુદ્ધિને ધારણ કરનારા હોવાથી, સાધુ ભગવન્તો ભાવ સાધુઓ કહેવાય છે. તેઓ વિષયસુખથી નિવર્તેલા હોય છે ઃ વિશુદ્ધ ચારિત્ર અને નિયમોને ધારણ કરનારા હોય છે ઃ તાત્ત્વિક ગુણોને સિદ્ધ કરનારા હોય છે : તથા અન્ય મુક્તિસાધક પુરૂષોને તેમની સાધનામાં સહાય કરનારા હોય છે. લોકસંજ્ઞાનો ત્યાગ કરનારા, ક્ષમાદિ દશ પ્રકારના ધર્મને ધારણ કરનારા તથા લાભાલાભ, માનાપમાન અને લોષ્ઠ-કાંચનને સમાન ગણનારા હોય છે. ગુરૂ-આજ્ઞામાં તત્પર, પ્રાયશ્ચિત્તાદિ જલ વડે પાપમલનું ગાલન કરનાર, નિરંતર શુદ્ધ સ્વાધ્યાયકરણમાં તલ્લીન અને ભ્રમરપરે ગોચરચર્યામાં ઉઘુક્ત શ્રી સાધુ-ભગવંતો, એ જંગમ તીર્થ છે. શ્રી સાધુ-ભગવંતો સંબંધમાં પૂ. પરમોપકારી ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજ એક સ્થળે ફરમાવે છે કે
“કલેશનાશિની દેશના, દેત ગણે ન પ્રયાસ, અસંદીન જિમ દ્વીપ, તથા ભવિજન આશ્વાસ : તરણ તારણ કરૂણાપર, જંગમ તીરથ સાર, ધન ધન સાધુ સુહંકર, ગુણ-મહિમા ભંડાર. -૧”
“નિરન્તર ધર્મોપદેશ આપવામાં જેઓ પ્રયાસને ગણતા નથી તથા ભવ્ય આત્માઓને આશ્વાસન લેવા માટે જેઓ સ્થિર દ્વીપની ગરજ સારે છે, સ્વયં તરે છે અને અન્યને તારવામાં તત્પર છે, એવા કરૂણાથી ભરેલા સુખકર સાધુપુરૂષો નિરન્તર કરૂણામાં તત્પર હોવાથી અને ગુણો તથા મહિમાના ભંડાર હોવાથી જંગમ તીર્થંતુલ્ય છે અને જગત્માં વારંવાર ધન્યવાદને પાત્ર છે.”
એ સાધુ-ભગવંતોનાં અનેક પવિત્ર નામો છે. તેમાંના કેટલાંક અતિ પ્રસિદ્ધ છે અને કેટલાંક અપ્રસિદ્ધ છે. જેમકે-મુનિ, ભિક્ષુ, સંન્યાસી, નિગ્રંથ, શાન્ત, દાન્ત, ક્ષાન્ત, મહાવ્રતધર, અણગાર, યોગી, તત્ત્વજ્ઞ, વાચંયમ, ઋષિ, દીક્ષિત, અકિંચન, શ્રમણ એ પ્રસિદ્ધ નામો છે. સર્વસહ, સમતામય, નિષ્નાતકર્મ શરીર, ગુપ્તેન્દ્રિય, આત્મઉપાસી, મુક્ત, માહણ, મહાત્મા, અવધૂત, શુદ્ધલેશી, અશરણશરણ, અધ્યાત્મધામ, ઉર્ધ્વરેતા, અનુભવી, તારક, મહાશય, ભદંત, મોહજયી, ગોપ્તા, પંડિત, વિચક્ષણ, ઇત્યાદિ અપ્રસિદ્ધ નામો છે. એ જાતિનાં માંગલિક નામોને ધારણ કરનારા નિષ્કલંકિત જીવનને જીવનારા, ગુણસમુદ્ર સાધુ-ભગવંતોને કરેલો નમસ્કાર પણ, આચાર્યભગવંતો તથા ઉપાધ્યાય ભગવંતોને કરેલા નમસ્કારના સમાન ફ્લુને આપનારો થાય છે.
એજ વાતને જણાવતાં નિર્યુક્તિકાર ભગવાન શ્રી ભદ્રબાહુ સ્વામિજી મહારાજા ફરમાવે છે કે“સાદૂન નમુવારો, નીવં મોડ઼ મવસહસ્સાશો | માવેન હીરમાળો, હોડ઼ ઘુળો વોહિલામાણ ||9||
Page 45 of 50