Book Title: Namaskar Mahamantranu Swarup Part 02
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 35
________________ (૧) પ્રાણાતિપાતવિરમણ-ત્રિકરણ યોગે છકાયના જીવોની રક્ષા કરવી. તે હિંસા કરે, કરાવે, અનુમોદે નહિ. (૨) મૃષાવાદવિરમણ- ક્રાધ, લોભ, ભય, હાસ્યથી, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ સંબંધી, મન, વચન, કાયાએ કરી અસત્ય બોલે નહિ, બોલાવે નહિ, બોલતાંને ભલો જાણે નહિ. (૩) અદત્તાદાનવિરમણ-પારકાની કાંઇ પણ વસ્તુ દીધા વિના લે નહિ, લેવરાવે નહિ, લેનારને ભલો જાણે નહિ તથા તીર્થંકર-અદત્ત, ગુરુઅદત્ત, સ્વામીઅદત્ત, લે નહિ, લેવરાવે નહિ, લેનારને ભલો જાણે નહિ. (૪) મૈથુનવિરમણ-ઔદારિક તે નવ પ્રકારે, મનુષ્ય અને તિર્યંચની સ્ત્રીને મન, વચન કાયાએ કરી, સેવે નહિ, સેવરાવે નહિ, સેવતાને ભલો જાણે નહિ, તથા નવ પ્રકારે દેવતાઓની સ્ત્રીને વિષે પણ ઉપર પ્રમાણે જાણવું. એ અઢાર પ્રકારે બ્રહ્મચર્યનું પ્રતિપાલન કરે. (૫) નવવિધ પરિગ્રહ રહિત-ધાતુમાત્ર મૂર્છારૂપે રાખે નહિ, ધર્મસહાયક, ઔધિક, ચૌદ ઉપકરણ તથા ઔપગ્રહિક જે સંથારો, ઉત્તરપટ્ટો, દાંડો, પ્રમુખ તે ખપ પ્રમાણે રાખે, તે ઉપરાંત ગાંસડી બાંધી, ગૃહસ્થને ઘરે મૂકે નહિ અને તેમાં મૂર્છા રાખે નહિ. પાચ આચાર (3) (૧) જ્ઞાનાચાર-જ્ઞાનને ભણે-ભણાવે, લખે-લખાવે, ભંડાર કરે-કરાવે, તેના ઉપર રાગ કરે. (૨) દર્શનાચાર-સમ્યક્ત્વ પાળે, બીજાને પમાડે, પમાડેલાને યુક્તિથી સ્થિર કરે. ચારિત્રાચાર-ચારિત્ર પાળે, પળાવે, પાળતાને અનુમોદે. તપાચાર-બાર ભેદે તપ કરે; કરાવે, કરતાને અનુમોદે. વીર્યંતરાય-ધર્મ અનુષ્ઠાનને વિષે બળવીર્ય ફોરવે ઇત્યાદિ. (૪) (૫) પાચ સમિતિ (૧) ઇર્યાસમિતિ-ધુંસર પ્રમાણ દ્રષ્ટિ રાખી, બધી દિશાયે જોતો-ઉપયોગ રાખતો ચાલે. (૨) ભાષાસમિતિ-સાવધ વચન બોલે નહિ, નિરવધ વચન બોલે. (3) એષણાસમિતિ-આધાકર્માદિક બેંતાલીશ દોષ રહિત, ઇંગાલાદિક પાંચ દોષ માંડલીના ટાળે. આદાનભંડનિક્ષેપણાસમિતિ-દ્રષ્ટિએ જોઇ, પૂંજી, પ્રમાર્જી પાત્રા પ્રમુખ લે મૂકે. (૪) પારિષ્ઠાપનિકા સમિતિ-લઘુનીતિ, વડીનીતિ, દ્રષ્ટિયે જોઇ, પૂંજી, અણુજાણહ જસગ્ગો કહીને પરઠવે, પછી ત્રણ વાર વોસિરે વોસિરે કહે. (૫) ત્રણ ગુતિ દેશથી તથા સર્વથી યોગની નિવૃત્તિ તે ગુપ્તિ. (૧) મનગુપ્તિ, (૨) વચનગુપ્તિ, (૩) કાયગુપ્તિ - આ ત્રણ પ્રકારે ગુપ્તિ છે. (૧) અસત્કલ્પવિયોજિની, આર્ત્તરોદ્ર ધ્યાનને અનુયાયી, તે શત્રુ તથા રોગાદિક, માઠી વસ્તુની અપેક્ષાએ હિંસાદિક આરંભ સંબંધી, મનોયોગની નિવૃત્તિ, તે અશુભ ધ્યાન અથવા ભાવનાથી મનને નિવૃત્તાવવાને પ્રસ્તાવે થાય તે. (૨) સમતાભાવિની, સિદ્ધાંતને અનુસારે ધર્મ ધ્યાનની અનુયાયી ભાવનાયે કરી સહિત, પરલોકસાધક, સમતાના પરિણામરૂપ, મનોયોગની નિવૃત્તિ, તે એ ગુપ્તિનો અવકાશ, શુભ ભાવના અને Page 35 of 50

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50