Book Title: Namaskar Mahamantranu Swarup Part 02
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 36
________________ શુભ ધ્યાનના અભિમુખ કાળે થાય તે. (૩) આત્મારામતા, શેલેશીકરણકાળે સમગ્ર મનોયોગની નિવૃત્તિ તે. વચનગતિના બે ભેદ (૧) મીનાવલંબિની-હોંકારો, ખોંખારો, કાષ્ઠ, પાષાણનુ ક્રવું, નેત્રપલ્લવી, કરપલ્લવી પ્રમુખ છાંડીને મૌન રહેવું તથા સકલ ભાષાયોગનું રૂંધવું તે. (૨) વાનિયમિની-ભણવું, ભણાવવું, પૂછવું, પ્રશ્નોત્તર દેવો, ધર્મોપદેશ દેવો, પરાવર્તના પ્રમુખને કાળે યતનાપૂર્વક લાકને તથા શાસ્ત્રાનુસારે મુખે વસ્ત્રાદિક દઇને બોલતાં જે સાવધ યોગની નિવૃત્તિ તે. ડાયસ્કૃતિના બે ભેછે (૧) ચેષ્ટાનિવૃત્તિરૂપ-તે કાયોત્સર્ગ અવસ્થાયે, કાયયોગની સ્થિરતા, અથવા સકલ કાયયોગનું ધવું તે. (૨) યથાસૂમચેષ્ટાનિયમિની-તે શાસ્ત્રાનુસારે, સૂવું, બેસવું, ઊઠવું, લેવું, મૂકવું, જવું-આવવું, ઊભું રહેવું ઇત્યાદિ ઠેકાણે કાયાએ કરી પોતાને છેદે પ્રવર્તતી ચેષ્ટાએ કરી નિવર્તમાન થાય તે. એ પ્રકારે આચાર્યમહારાજના છત્રીશ ગુણો કહ્યા. બીજા પણ છત્રીશ છત્રીશી એટલે આચાર્ય મહારાજાના બારસો છન્ન ૧૨૯૬ ગુણો હોય છે. આચાચ-શાથી (૧) આ = મર્યાદાથી-તે સંબંધે વિનયથી + ચર્યતે યઃ જેની સેવા થાય છે તે. અર્થાત જિનશાસનના અર્થની ઉપદેશક્તાવડે તે ઉપદેશક્તાની ઇચ્છા રાખનાર જીવો જેને સેવે છે તે. (૨) “Íવવિહં 3ીયાર, 3યરમા તથા પચાસંતા | 3યારે હૃસંતા, ઉરિયા તે વૃતિ ||” અર્થ :- જે પાંચ પ્રકારનો આચાર આચરનાર તથા પ્રકાશક- દેખાડનારા છે અને જે આચારનો ઉપદેશ આપનાર છે તેને આચાર્ય કહેવામાં આવે છે. આમાં મુખ્ય “આચાર' શબ્દ લેવામાં આવ્યો છે. તેનો અર્થ આ = મર્યાદાએ + ચાર = વિહાર એ થાય છે. (૩) આ = ઇષ-થોડું-અપરિપૂર્ણ + ચાર = શિષ્ય. તેને વિષે જે સાધુ-ભલા છે તે આચાર્ય. એટલે જે અપરિપૂર્ણ-આ યુક્ત છે કે અયુક્ત છે એવો ભેદ પાડવામાં અનિપુણ પણ વિનયી શિષ્ય તેને યથાર્થ શાસ્ત્રાર્થ ઉપદેશક રહી કરે તે આચાર્ય. (૪) જે આદરવા યોગ્ય-અંગિકાર કરવા યોગ્ય વસ્તુને પોતે અંગિકાર કરે, અને બીજા પાસે કરાવે તે આચાર્ય. (આચર-આચરવું.) આચાર્યના છત્રીસ ગુણ (१) “पडिरुवाइ चउद्दस, खंतीमाई य दसविहो धम्मो । ચ ભાવમો , સૂરિ || હૃતિ છતીસં ||” પ્રતિરૂપાદિ ચૌદ ગુણ - (૧) પ્રતિરૂપ, (૨) તેજસ્વી, (૩) યુગપ્રધાન (ઉત્કૃષ્ટ આગમના પારગામી. અર્થાત સર્વ શાસ્ત્રના જાણ, (૪) મધુર વચનવાળા, (૫) ગંભીર, (૬) ધૈર્યવાન, (૭) ઉપદેશમાં તત્પર અને Page 36 of 50

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50