Book Title: Namaskar Mahamantranu Swarup Part 02
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 18
________________ “अरिहंत नमुक्कारो एस खलु वन्निओ महत्थोनि । जो मरणंमि उवग्गे अभिक्खणं कीरइ वहुसो ||३||" અહંન્નમસ્કાર એ મહા અર્થવાળો છે. મૃત્યુ સમીપ આવે છતે નિરન્તર બહુ વાર કરાય છે અને મોટી આપત્તિમાં દ્વાદશાંગીને છોડી તેનું જ ધ્યાન અને સ્મરણ કરાય છે. અગ્નિ આદિના ભય વખતે ઘરમાં રહેલી શેષવસ્તુઓને છોડી, જેમ મહા મૂલ્યવાળાં રત્નો અગર રત્ન ગ્રહણ કરાય છે અથવા યુધ્ધમાં અતિશય આપત્તિ વખતે જેમ અન્ય શસ્ત્રો છોડી જે અમોઘ હોય તેજ શસ્ત્ર ગ્રહણ કરાય છે, તેમ અહીં પણ મરણાદિ મહાભયો વખતે દ્વાદશાંગ શાસ્ત્રો છોડીને કેવળ એક અરિહંત નમસ્કાર જ કરાય છે, કારણ કે-તે નમસ્કાર એ દ્વાદશાંગાથે છે. શંકા - અરિહંતનમસ્કાર એ દ્વાદશાંગાથે શી રીતે ? સમાધાન - દ્વાદશાંગી પરિણામવિશુદ્ધિના હેતુભૂત છે અને તેજ કાર્યને નમસ્કાર પણ કરે છે. માટે બંને વડે એક જ કાર્ય સિધ્ધ થતું હોવાથી નમસ્કાર પણ દ્વાદશાંગાથ છે, એમ કહેવામાં કોઇ પણ જાતિની હરકત નથી. અથવા તો શ્રી વીતરાગસિધ્ધાન્તમાં એક પણ પદ, કે જે સંવેગને પેદા કરનારૂં તથા મોહજાળને છેદનારૂં છે તે નિશ્ચયથી દ્વાદશાંગાથે માનેલ છે. નમસ્કાર અનેક પદાત્મક હોવા છતાં વ્યવહારથી એક પદ કહેવાય છે : અને ઉપયુક્ત ન્યાયે તે દ્વાદશાંગી, કે જે ગણિપિટક-ગણધરોની પેટી. કહેવાય છે, તેના અર્થસ્વરૂપ હોવાથી અતિ નિર્જરા માટે થાય છે, માટે તેની મહાWતા કહેલી છે : અને એ જ કારણે અહંન્નમસ્કાર એ અભીક્ષ્ણ એટલે નિરન્તર અને બહુશઃ એટલે વારંવાર કરાય છે. રિdળમુવDારો, સવ્વપાવપૂUાસનો I मंगला णंच सब्वेसि, पढमं हवइ मंगलं ||४||" “અર્ધનમસ્કાર, એ સર્વ પાપોનો નાશ કરનાર છે અને સર્વ મંગળોમાં પ્રથમ મંગળભૂત છે.” અહીં પાપ” શબ્દની ત્રણ પ્રકારે વ્યુત્પત્તિ થાય છે : જે જીવને મલિન કરે, જે જીવના હિતને પીયે અથવા જે જીવને સંસારમાં રાખે, તે પાપ કહેવાય છે. તત્ત્વથી આઠ કર્મ એજ પાપ છે. અહંન્નમસ્કાર તે સર્વ પાપનો નાસ કરે છે : એટલું જ નહિ, કિન્તુ નામાદિ સર્વ મંગળોમાં અહંન્નમસ્કાર પ્રથમ છે. અથવા મોક્ષરૂપ મુખ્ય પુરૂષાર્થને સાધનાર હોવાથી પ્રધાન છે. અથવા શ્રી અરિહંતાદિ પાંચ ભાવમંગળોમાં પ્રથમ હોવાથી પ્રથમ છે. અથવા પ્રધાન્તર પરોપકારસાધક હોવાથી અહંન્નમસ્કાર એ પ્રથમ એટલે મૂખ્ય મંગળ છે. ઉપર્યુક્ત વાતને પરમોપકારી પૂ. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજા પણ નીચેના શબ્દોમાં ગૂંથે છે “નમસ્કાર અરિહંતને, વાસિત જેહનું ચિત્ત, ધન્ય તેહ કૃત પુણ્ય, તેહ જીવિત તાસ પવિત્તઃ આર્તધ્યાન તસ નવિ હુએ, નવિ હુએ દુર્ગતિ વાસ, ભવક્ષય કરતાં રે સમરતાં લહિએ સુકૃત ઉલ્લાસ. ૧.” “જેઓનું ચિત્ત શ્રી અરિહંતના નમસ્કારથી વાસિત છે, તે આત્માઓ ધન્ય છે, કૃતપુણ્ય છે અને તેઓનું જીવિતવ્ય પવિત્ર છે. અરિહંતના નમસ્કારમાં પરોવાઇ ગયેલા ચિત્તવાળાને કદિ આર્તધ્યાન થતું નથી, તેના પરિણામે તેની દુર્ગતિ પણ થતી નથી, કિન્તુ જેમ જેમ તેનું અધિક સ્મરણ થતું જાય છે, તેમ તેમ ભવનો ક્ષય અને પુણ્યની વૃદ્ધિ થતી જાય છે.” Page 18 of 50

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50