Book Title: Namaskar Mahamantranu Swarup Part 02
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 14
________________ અનુકૂલ-પ્રતિકૂલ અનેક પ્રકારના વાયુઓ હોય છે, તેમ ભવસમુદ્રમાં પણ મિથ્યાત્વરૂપી પ્રતિકૂલ વાયરાઓ અને સભ્યત્વરૂપી અનુકૂળ વાયરાઓ વાઇ રહ્યા છે. શ્રી અરિહંતદેવોરૂપી નિપુણ નિર્ધામકો મિથ્યાત્વરૂપી પ્રતિકૂળ વાયુથી બચાવી લઇ, સમ્યકત્વરૂપી અનુકૂળ વાયુના યોગે ભવ્યજીવ રૂપી પોતો (નાવડીઓ) ને યથાવસ્થિત જ્ઞાનરૂપ કર્ણધાર વડે ભયંકર સંસારસાગરનું ઉલ્લંઘન કરાવી ઇસિત સ્થાનરૂપ મોક્ષબંદરે પહોંચાડી દે છે. માણોપ : ગોપાલકો જેમ સર્પ-સ્થાપદાદિથી ગાયોનું રક્ષણ કરે છે અને પ્રચુર ઘાસ-પાણી આદિ વડે પોષણ કરે છે, તેમ ષડજીવનિકાય રૂપ ગાયોને શ્રી અરિહંતપરમાત્મા રૂપી રક્ષકો વ્યાધિ, જરા, મૃત્યુ આદિ શિકારી પ્રાણીઓથી રક્ષણ કરી નિર્વિઘ્ન નિર્વાણપથે પહોંચાડે છે. - આ રીતે સર્વ શ્રી અરિહંતદેવો માર્ગદશક, નિર્ધામક અને મહાગોપ તરીકેનું કાર્ય કરનારા હોવાથી ભવ્યજીવલોકના મહા ઉપકારી છે અને એજ કારણે તેઓ લોકોત્તમ મહાપુરૂષો કહેવાય છે. સગ-દ્વેષાદિને નમાવનાર : ધર્મદેશક્તાદિ ગુણોવડે શ્રી અરિહંત દેવો જેમ જગત જીવોના ઉપકારી છે તેમ રાગ, દ્વેષ, કષાય, ઇન્દ્રિય, પરિસહ અને ઉપસર્ગોને નમાવનાર હોવાથી પણ તેઓ જીવલોકને નમસ્કાર કરવા યોગ્ય છે. તેમાં પ્રથમ રાગ એ નામાદિ ચાર પ્રકારનો છે. નામ-રાગ, સ્થાપના-રાગ, દ્રવ્ય-રાગ અને ભાવ-રાગ. નામ અને સ્થાપના સમજવા સુગમ છે. દ્રવ્યરાગ બે પ્રકારે છે. એક આગમથી અને બીજો નોઆગમથી. આગમથી દ્રવ્યરાગ રાગપદાર્થને જાણનાર અનુપયુક્ત આત્મા. નોઆગમથી દ્રવ્યરાગના ત્રણ પ્રકાર છે. એક જ્ઞશરીર, બીજો ભવ્યશરીર અને ત્રીજો તદુવ્યતિરિક્ત. જ્ઞશરીર અને ભવ્યશરીર સુગમ છે. વ્યતરિક્તના બે પ્રકાર છે. એક કર્મદ્રવ્યરાગ અને બીજો નોકર્પદ્રવ્યરાગ. કર્મદ્રવ્યરાગ એટલે રાગવેદનીય કર્મના પુદ્ગલો. તેના ચાર પ્રકાર છે. ૧- યોગ્ય (બન્ધ પરિણામાભિ મુખ), ૨- બધ્યમાનક (બ% પરિણામ પ્રાપ્ત), ૩- બધ્ધ (નિવૃત્ત બંધ પરિણામ અર્થાત્ જીવની સાથે આત્મસાત્ થયેલા), અને ૪ઉદીરણાવલિકા પ્રાપ્ત (ઉદીરણા કરણ વડે ખેંચીને ઉદીરણા આવલિકામાં આણેલા.) નોકર્પદ્રવ્યરાગ એટલે રાગવેદનીય કર્મના પુદ્ગલોના એકદેશ અથવા તદન્ય. તદન્યના બે પ્રકાર છે. એક પ્રાયોગિક અને બીજો વેસ્ત્રકિ. કુસુમ્મરાગાદિ એ પ્રાયોગિક છે અને સન્ધાભ રાગાદિ એ વસ્ત્રસિક છે. ભાવ-રાણ : ભાવ-રાગ પણ બે પ્રકારે છે. એક આગમથી અને બીજો નો આગમથી. રાગપદાર્થજ્ઞ ઉપયુક્ત આત્મા આગમથી ભાવ-રાગ છે અને નોઆગમથી ભાવ-રાગ રાગવેદનીયકર્મોદય પ્રભવ પરિણામ વિશેષ છે. તેના બે પ્રકાર છે. એક પ્રશસ્ત અને બીજો અપ્રશસ્ત. અપ્રશસ્ત પરિણામ વિશેષ ત્રણ પ્રકારે છે. ૧દ્રષ્ટિરાગ (સ્વ સ્વદર્શનાનુરાગ), ૨- શબ્દાદિ વિષય વિષયક રાગ તે કામરાગ, અને ૩- વિષયાદિ નિમિત્ત વિના જ અવિનીત અખત્યાદિ વિષયક રાગ તે સ્નેહ-રાગ.પ્રશસ્ત-રાગ તેથી વિપરીત છે. અરિહંત, સિધ્ધ, સાધુ, બ્રહ્મચારી આદિને વિષે સરાગી આત્માઓને જે રાગ હોય છે, તે ભાવ-રાગ છે. એ ઉભય પ્રકારના પ્રશસ્ત-અપ્રશસ્ત અથવા દ્રવ્ય-ભાવ-રાગને નમાવનારા અર્થાત દૂર કરનારા શ્રી અરિહંતદેવો છે. દ્વેષને નમાવનાર : Page 14 of 50

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50